આજનું શિક્ષણ - 2

written by:  Kunalsinh Chauhan Kamal
54 downloads
Readers review:  

બાળક જયારે ૬ અઠવાડિયાનું એટલે કે દોઢ મહિનાનું થાય છે ત્યાં સુધીમાં એની ઇન્દ્રિયો સતેજ થયી ચૂકી હોય છે. એનો એ અર્થ નથી કે અત્યાર સુધીનું બધું વ્યર્થ ગયું. અત્યાર સુધી એને થયેલા સ્પર્શ, એણે સાંભળેલા શબ્દો, એણે જોયેલા ચિત્રો – દ્રશ્યો, એણે શ્વાસમાં લીધેલી ગંધ – સુગંધ વગેરે એના મગજના ડેટાબેઝમા સ્ટોર થાય છે – સંગ્રહ પામે છે. અને પછી, મગજ જયારે પોતે વિકાસ પામે છે ત્યારે આ બધી જ માહિતીનો ઉપયોગ કરે છે, ઇન્દ્રિયોના ઉપયોગ કરવામાં. તમને ક્યારેય પ્રશ્ન થયો કે બે – અઢી વર્ષનંજ બાળક કેવી સહજતાથી અને આસાનીથી તમારી સાથે તમારી માતૃભાષામા વાત કરી શકે છે તમે તો એને બેસાડીને ભાષાનું વ્યાકરણ કે અલગ – અલગ કાળ – વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણભૂતકાળ કે પૂર્ણભવિષ્યકાળ શીખવાડ્યા નથી છતાં પણ એ કેવી રીતે બધા વાક્યો કે સંવાદ કાળસંગત બોલે છે આ છે બાળવિજ્ઞાન.

Dipesh Patel  23 May 2018  

વિનોબા ભાવે " બાળક જે ભાષા મા સપના જોવે તેને તેજ ભાષા મા ભણતર આપો"