SAVING books and stories free download online pdf in Gujarati

બચત-

"તમે જલ્દી ઉભા થાવ હવે,જમવા નથી બેસવું?"
દિપતીએ ટીવી જોઇ રહેલા તેના પતિ દિપેનને કહ્યુ.
"તારે કેમ આજે ઉતાવળ છે,હજુતો જમવાનો ટાઇમ પણ નથી થયો"દિપેને તેની સામુ જોઈ રહેલી દિપતીને જોતા કહ્યુ.
"આજે મે તમારા માટે તમારી મનગમતી સ્વીટ બનાવી છે, એટલે ઉતાવળ છે મારે "દિપતીએ તેની કમર પરથી છુટી ગયેલા દુપટ્ટાને કમર ઉપર બાંધતા દિપેન ને કહ્યુ .
" ના હોય...શુ બનાવ્યું તે આજે મારી માટે?"દિપેને દિપતીની વાતને નકારતા કહ્યુ.
"મે બનાવ્યું એટલે મને ખબર છે,ના હોય એવુ બોલવાની કોઇ જરૂર નથી તમારે હા..."દિપતીએ તેના ગાલ ઉપર આવેલી વાળની લટને સરખી કરતા દિપેન ને કહ્યુ.આ સાંભળીને દિપેનના ચહેરા પર હળવુ હાસ્ય હયાત થયુ.
"તે મારા માટે જમવાનુ બનાવ્યું એટલે તનેજ ખબર હોયને,મને થોડી ખબર હોય...એટલે મે ના હોય એમ કહ્યુ.એમા આટલી બધી મુંઝાઇ કેમ ગઇ?"દિપેને ગુસ્સાથી ગરમ થયેલી તેની પત્ની દિપતીને કહ્યુ.
"તમે બોવ હોંશિયાર છો,તો પછી મને કેમ આવા ખોટા સવાલો ઉભા કરીને મુંઝવો છો..હે "દિપતીએ તેની કુરતીના પલ્લુ પર ચોંટેલા લોટને હાથથી ખંખેરતા દિપેનને કહ્યુ.
"તો તે ફાઇનલી સ્વીકાર્યુ કે હુ હોંશિયાર છુ,આભાર ...હવે તો તુ કહે કે શુ બનાવ્યું મારા માટે ?" દિપેને ફરી સ્મિત કરતા દિપતીને કહ્યુ.
"મે તમને કહ્યુ તો ખરુ કે તમારી મનગમતી સ્વીટ બનાવી છે,તો પણ તમે મને વારંવાર કેમ પૂછ્યા કરો છો...તમને તમારી મનગમતી સ્વીટ ખબર નથી? "દિપતીએ તેના હાથ ઉપર ચડાવેલી બંગાડીઓને કાંડા પર ઉતારતા કહ્યુ.
"ના...મને મારી મનગમતી સ્વીટ નથી ખબર એટલે તને પુછયુ "દિપેને ચોખવટ કરતા કહ્યુ.
"સારુ ..તમારો આ જવાબ સાંભળીને હવે તમે સાવ ગાંડા છો એ પણ સાબીત થઇ ગયુ "દિપતીએ સ્માઇલ કરતા હળવેકથી દિપેન ને કહ્યુ. આ સાંભળીને થોડી વાર પહેલા ખુશ દેખાતો દિપેન થોડો દુખી થઇ ગયો.દિપેને દિપતીની આંખો સામે જોયુ તો,તેને ભમર ઉછાળી.આ જોયને દિપેન પણ હસ્યો.
"એ જે હોય તે,તુ કહેતો ખરી કે મારા માટે તે શુ બનાવ્યુ? " દિપેને ફરી દિપતીને પુછયુ.
"તમારા માટે મે રાજગરાનો શીરો બનાવ્યો,તમે તો મને કહેલુ કે એ મારી મનગમતી સ્વીટ છે ,ભુલી ગયા કે શુ ?"દિપતીએ તેના ગળાની પાછળના ભાગમા ખેંચાયેલા મંગળસૂત્રને સરખુ કરતા કહ્યુ.
"મને તો મારી મનગમતી સ્વીટ ખરેખર યાદ હતી,આતો હુ તને મારી મનગમતી સ્વીટ યાદ છે કે નહી તે ચકાસવા માગતો હતો એટલે પુછ્યુ. "દિપેને પોતાનો બચાવ કરતા,દિપતીના કુણા ગોરા ગાલ ખેંચતા કહ્યુ.
"સારુ...હવે તમે તમારી હોંશિયારી બંધ કરો તો આપણે જમી લઇએ "દિપતી તેની આંગળીની વીંટી ઉપર ચોંટેલા ઘીને સાફ કરતા બોલી.
"હા...ચાલ...આપણે જમી લઇએ "દિપેને દિપતીના ખંભે હાથ વીટાળતા કહ્યુ.દિપતીએ દિપેનની સામે જોયુ.દિપેન હસતો હતો.આ જોયને દિપતીએ દિપેનના હાસ્ય ઉપર હાથ ફેરવ્યો.દિપેન અને દિપતી બન્ને ડાઇનીંગ ટેબલ પર એકબીજાની સામે બેસીને જમી રહ્યા છે.દિપતી મનભરીને પુરા હેત થી દિપેનને તેની મનગમતી સ્વીટ ખવરાવે છે.
"કેવી લાગી સ્વીટ તમને "દિપતીએ પાણી પીય રહેલા દિપેનને પુછ્યુ.
"મને તારી આ સ્વીટ તારા જેવી સ્વીટ લાગી "દિપેને તેની સામે તાકી રહેલી દિપતીને સ્માઇલ આપતા કહ્યુ. આ સાંભળીને દિપતીના ગાલ ,લાગણીના સ્મિતીથી તરબોળ થઇ ગયા.
* * * * * * * * * * * * * * * * * * *
દિપેન તેના બેડરૂમમા બારી પાસે રહેલા ટેબલ પર લેપટોપ ઓપન કરીને,તેમા આવેલા ઇ-મેલ વાંચી રહ્યો છે.
દિપતી ટીવી પર આવી રહેલી સીરીયલ જોઇ રહી છે.
"દિપતી....પાણી આપને "દિપેને રૂમના દરવાજા પાસે આવીને,દિપતીની સામે જોતા કહ્યુ.
"થોડીવાર લાગશે...."દિપતીએ તેની નજર સામે ટીવીમા ચાલી રહેલી સીરીયલને જોતા દિપેનને કહ્યુ.
"સિરીયલતો સવારે રીપીટ થાય ત્યારે જોઇ લેજે ને,મને પાણી આપને "દિપેને દિપતીને કહ્યુ.
"શુ...તમે પણ,રૂમના દરવાજાથી પાણીનુ માટલુ કંઇ દુર નથી,થોડીવારતો શાંતી થી સીરીયલ જોવાદો મને "દિપતીએ પાણીનો ગ્લાસ આપતા દિપેનને કહ્યુ.
"સીરીયલમા ઝધડાઓ હોય,આ ઝધડાઓ જોવામાં શાંતીની કોઇ જરૂર ખરી ?"દિપેને ખાલી પાણીનો ગ્લાસ આપતા દિપતીને કહ્યુ.
"આવુ ખોટુ કનફયુઝ થવાની કંઇ જરૂર ખરી ?"દિપતીએ તેની સામે તાકી રહેલા દિપેનને જોતા કહ્યુ.
"ના..કોઇ જરૂર નથી "દિપેને દિપતીને જવાબ આપતા કહ્યું.
"તો કેમ..કનફયુઝ થયા તમે?"દિપતીએ દિપેનને તેના આંખોની ભમર ઉંચી કરતા પુછ્યુ.
"તારી...સીરીયલના સંકજામા આવી ગયો કંઇ લેવા દેવા વગર "દિપેને તેનો એક હાથ દિપતીના ખંભા પર મુકતા કહ્યુ. આ સાંભળીને દિપતીના ગાલ હાસ્યથી ઉભરાઇ ગયા.
"એડવર્ટાઈઝીંગ પુરી થઇ ગય છે,હુ સીરીયલ જોવા જાવ ?"દિપતીએ સીરીયલના નવા એપિસોડનું શરુઆત નુ મ્યુઝીક સાંભળતા દિપેનને કહ્યુ.
"હા..જલ્દી જા..."દિપેને દિપતીને સ્માઇલ આપતા કહ્યું. દિપતી પાણીનો ખાલી ગ્લાસ મુકી ફરી સીરીયલ જોવા બેસી ગઇ. દિપેન હજુ તેના લેપટોપમાા કામ કરતો હતો.
"તમે હજુ સુતા નથી,નીંદર નથી આવતી કે શુ ?"દિપતીએ લેપટોપના કિ-બોડઁ પર આંગળીઓ ફેરવી રહેલા દિપેના ખંભા પર તેના બન્ને હાથ મુકતા કહ્યુ.
"મને તારા વગર નીંદર નથી આવતી એટલે હુ હજુ સુતો નથી "દિપેને તેના ખંભા પર રહેલા દિપતીના હાથને તેના હાથથી
સ્પર્શતા,તેના માથા પર માથુ ઝુકાવીને ઉભી રહેલી દિપતીને જોતા કહ્યુ.
"શુ તમે પણ "દિપતીએ એક હાથથી લેપટોપની સ્ક્રીનને કી-બોડઁ પર ઢાળતા,દિપેનના ગળા પર તેનો હાથ વીટાળતા તેના ગાલ પર એક ચુંબન કરતા કહ્યુ.દિપેને તરતજ તેના હોઠથી દિપતીને ચુંબન કરુ.
બેડરૂમની બારી માથી ચાંદાનો પ્રકાશ આવી રહ્યો છે.આકાશમા ટમટમતા તારલાઓ બેડરૂમના નાઇટલેમ્પના નજારાને જોઇ રહ્યા છે.બ્લેન્કેટ ઓઢીને સુતેલા દિપેન અને દિપતી તેના અંધારામા એકબીજા સાથે વાતો કરી રહ્યા છે.દિપતી અને દિપેન એકબીજાને વીંટળાઇને નીંદરની મજા માણી રહ્યા છે.
બેડરૂમની દિવાલ પર લટકતી ધડીયાળમા રાતના 2 વાગ્યા છે. દિપેનની અધુરી ઉંધથી ભરેલી લાલ આંખો તેને જોઇ રહી છે.બેડ પર થી ઉભો થઇને દિપેન ટેબલ પર પડેલા લેપટોપને ઓપન કરે છે.તે સેલ્સની યાદી જોઇ રહ્યો છે.
"દસલાખ રુપિયાનુ દેવુ થઇ ગયુ મારા માથે.આ કંપનીએ મારો માલતો વાપરી નાખ્યો પણ મને સમયસર પૈસા ન આપ્યા અને હવે તે પોતે પણ ઉઠામણુ કરીને ચાલી ગઇ.હવે મારો ધંધો ડુબી જવાનો.હુ કંગાળ થઇ જવાનો.મારા હાથમાથી મારુ આ ધર પણ જતુ રહે છે,હોમલોનના હપ્તા નહી ભરુતો.હુ ધરબાર વગરનો થઇ જઇશ.મારુ અને મારી દિપતીનુ ભરણપોષણ કંઇ રીતે કરીશ.મે જે ડિલર પાસેથી માલ લીધો તેને પૈસા કેવી રીતે આપીશ.હવે હુ શુ કરીશ "વિચિત્ર વિચારોના વંટોળમા ફંગોળાયેલા દિપેનની આંખો માથી આંસુ સરી પડ્યા.તેના ચહેરા પરનુ ભોળપણ ગભરાઇ ગયુ.તેનો ચહેરો પરસેવાથી પલળી ગયો.લેપટોપના કિ-બોડઁ પર રહેલી આંગળીઓ ધ્રુજી ઉઠી.હૃદયના ધબકારા એકાએક વધી ગયા.આંખોના પલકારા બંધ થઇ ગયા.
દિપતીએ આંખ ખોલતા તેની બાજુમા જોયુ તો દિપેન સુતો ન હતો.તેને ઝડપથી તેનુ બ્લેન્કેટ ઉઠાવ્યું અને બેડ પરથી ઉભી થઇને આમતેમ જોયુ તો તેની નજરે બારી પાસે પાણીનો ગ્લાસ અને હાથમા દવાની કોઇ ગોળીઓ લઇને ઉભેલા દિપેનને જોયો.તેની નજર ટેબલ પર પડેલી એક નાની ડબ્બી પર પડી.તેના પર લખેલુ હતુ possion,dangerous for human life ,તે તરતજ દોડતી દિપેન પાસે ગઇ અને તેના હાથથી દિપેનના હાથ પર જોરથી એક હડસેલો માર્યો.જેના લીધે દિપેનના હાથમા રહેલી ઝેરની ગોળીઓ બારીની બહાર ફેકાઇ ગઇ.પાણીનો ગ્લાસ લોબી પર પડતા ફુટી ગયો.
દિપતીએ દિપેનના હાથ તેના હાથમા લેતા તેની સામે જોયુ.દિપેન નીચુ માથુ કરીને રડતો હતો.તેના આંસુથી તેને પહેરેલુ ટીશટઁ ભીંજાઇ રહ્યુ છે. દિપતીએ દિપેનને તેની બાજુમા બેડ પર બેસાડ્યો.
"દિપેન...થોડીવાર પહેલાતમે શુ કરવા જઇ રહ્યાતા? "દિપતીએ ભરડાયેલા અવાજ સાથે નીચુ માથુ રાખીને રડી રહેલા દિપેનને પુછ્યુ.
"હુ....મરવા જઇ રહ્યોતો "દિપેને તેનુ માથુ દિપતીના દિલ પર રાખતા,રડતા અવાજે કહ્યુ.
"કેમ...મરવા?શુ થયુ ? "રડી રહેલી દિપતીએ દિપેનના ગાલ પર તેના બન્ને હાથ રાખીને,તેના આંસુ લુછતા પુછ્યુ.
દિપેને દિપતીને બધી વાત કહી.દિપતીએ દિપેનના હોઠ આગળ પાણીનો ગ્લાસ ધરો.દિપેને તેમાથી પાણીના થોડા ધુટડા ભર્યા.
"તમે થોડીવાર માટે ઉભા થાવ "દિપતીએ બેડ પર બેઠેલા દિપેનને કહ્યુ.દિપેન દિપતીની આ વાત સાંભળીને બેડ પરથી ઉભો થયો અને દિપતીની સામે જોઇ રહ્યો.
દિપતીએ બેડ પર રહેલી બેડ શીટને હટાવી,અને બેડમા રહેલી પેટી ખોલી.તેમાથી એક મોટી કાળી બેગ કાઢી અને દિપેનના હાથમા આપી.દિપેને તે બેગને હાથમા લેતા કહ્યુ.
"આ બેગમા શુ છે ?"દિપેને તેની સામે જોઇ રહેલી દિપતીને પુછ્યુ.
"તમે જાતેજ ખોલીને જોઇ લો "દિપતીએ દિપેનને જવાબ આપતા કહ્યુ.દિપેને દિપતીએ આપેલી બેગ ખોલે છે.
"તારી જોડે આટલા બધા પૈસા કયાંથી આવ્યા?"દિપેને તેની સામે ઉભેલી દિપતીને પુછ્યુ.
"આ પૈસા મે કરેલી બચત છે "દિપતીએ તેની સામે આંખો ફાડીને જોઇ રહેલા દિપેનને જવાબ આપતા કહ્યુ.
"તે કયારે બચત કરી? "દિપેને દિપતીને ફરી એક સવાલ પુછતા કહ્યુ.
"આપણા મેરેજ નહોતા થયા તે પહેલા હુ અમેરીકાની એક ફાઇનાન્સ કંપનીમાં જોબ કરતી હતી.જયારે હુ ઇન્ડીયા આવી તમારી જોડે મેરેજ કરવા ત્યારે હુ વધેલા પૈસા મમ્મી-પપ્પા ને આપવા માગતી હતી,તો ત્યારે તેમને કહેલુ કે આ પૈસા તુ તારી પાસે બચત કરીને રાખ,જયારે તને અને દિપેનને પૈસાની મુશ્કેલી પડે,ત્યારે કામ આવશે "દિપતીએ તેની આંસુથી ભીંજાયેલી આંખોને સાફ કરતા દિપેનને કહ્યુ.
"થેન્ક યુ દિપતી...તારી આ બચતે મારો ધંધો અને મારી જીંદગીને બચાવી લીધી "દિપેને તેની સામે ઉભેલી દિપતીને તેની બાહોમા સમાવતા કહ્યુ.
"દિપેન....યુ આર મોસ્ટ વેલકમ "દિપતીએ દિપેનના માથામા હાથ ફેરવતા કહ્યુ.દિપેન અને દિપતીની આંખો એકબીજાને જોઇ રહી હતી.દિપેન અને દિપતીના હોઠ એકબીજાને મળી રહ્યા હતા.થોડીવાર પછી દિપેન અને દિપતી એકબીજા સામે જોઇને હસી રહ્યા હતા.

* * * * * * * * * * * * *