Prakash ni Roshani books and stories free download online pdf in Gujarati

પ્રકાશની રોશની


Hi...પ્રકાશ,તુ કેમ છે?તુ અચાનક અહી ?અને સાચેમા તુજ છે કે પછી તારો ભટકતો આત્મા?રોશની એ પ્રકાશ ને પુછ્યુ.

"હેલ્લો...રોશની...મજામા,હુ કોઈ ભટકતો આત્મા નથી,મજાક ના કરીશ .તુ આ આત્માનો ખોટો ખ્યાલ તારા મગજ માથી કાઢી નાખજે,જેથી કરીને અમુક સારી,સાથે રાખવા જેવી સાચી બાબતોને પણ તારા મગજની મધુરતા માણવા મળે." પ્રકાશે તેના અંદાજમા જવાબ આપ્યો.

"ઓહ....હે....એવુ છે,"રોશની એ હસતાં હસતાં તેના જવાબને ઝબકારો આપ્યો.
આ ઝબકારાથી પ્રકાશના દિલનો ઘબકારો વધ્યો.
"હુ જીવુ છું તો પણ, તને કેમ હુ ભટકતો આત્મા છુ એવો આભાસ થયો?" પ્રકાશે રોશનીને સવાલ કયૉ.

"કેમ...કે મે તને કીધું હતુ કે તુ પણ મારી સાથે કેનેડા study કરવા આવીજા,પરંતુ તે મારી વાતને વિચારા વગર વખોડી નાખી, અને મને ત્યારે તે ગુસ્સામાં જા તારે જયા જવુ હોય ત્યા,હુ તને હવે કયારેય નહી બોલાવું,તુ તારી જીંદગી જીવ, હુ મારુ તારા વગર જે થાય તે જોઇ લઇશ,અને નહી રહેવાય તો મરી જઇશ. આપણને બન્નેને કાયમ માટે અલગ કરીદે એવી તારા ગુસ્સાની એ આગ હતી.મને તો તને કેમ સમજાવુ એજ નહોતુ સમજાતુ અને તારા એ શબ્દ પણ મને નહોતા સમજાતા." પ્રકાશના ગુસ્સાની આગને અભિવ્યક્ત કરતા રોશની ની આંખો આંસુથી ભીંજાઇ ગઈ.

"મારી કોઈ પણ વાતમાં તારુ રડવાનુ તો શરૂ થઈ જાય તરત,હુ ભટકતો આત્મા છુ એવુ કેમ તને લાગ્યુ એતો કહે મને" પ્રકાશે જવાબ માગ્યો.

"કેમ,કે મે તને સમજાવા તારી સાથે ધણો સંપર્ક કરો,પરંતુ તે મારો એક પણ કોલ રીસીવ ના કર્યો.હુ તને મળવા આવી તારા ધરે તો પણ તુ તારા રૂમની બહાર ના આવ્યો. ફેસબુક અને વોહટસપ બધુ બંધ કરીને બેસી ગયો.મારા તને મનાવાના અને સમજાવાના બધા પ્રયત્નો પરાસ્ત થયા.ફલાઇટમા પણ મને મારી ફોરેન study કરવા જવાની ખુશી કરતા તારાથી દુર થવાની અને તારી નારાજગીની ગમગીની મારા મનમા ગમની જેમ ચોંટી ગઇ.મે તને કેનેડા આવ્યા પછી પણ તારો સંપર્ક કરવાની કોશીશ કરી,તે પણ નાકામ રહી અને મને તેના પરથી લાગ્યુ કે તુ હંમેશા માટે મારાથી દુર થઈ ગયો.i mean you committed suicide અને આ વિચારથી જ મને એવુ લાગ્યુ કે આ તુ નહી આ તારો આત્મા છે.રોશની એ આંસુ લૂછતાં જવાબ આપ્યો.

"ઓહ...એવુ છે.હુ જલદી મરી જાવ એવો નથી. પ્રકાશે મલકાતા મલકાતા જવાબ આપ્યો.
"રોશની,મે તારા પર તને ગમે નહી તેવો ગુસ્સો કરો,તારા ધણાબધા કોલ રીસીવના કરા,તુ મને મારા ધરે મળવા આવી તો પણ હુ તને મળવા ના આવ્યો,મે તારી મને સમજાવાની,મનાવવાની એક પણ કોશીશ ને કામીયાબ ના થવા દીધી.in short મે તને પ્રેમ કરતા નફરત વધુ કરી તો પણ તે મને ફરી સંપર્ક કરવાની કોશીશ કરી,એવુ કેમ?

"કેમ કે,તે મારા પર ગુસ્સો કર્યો તે તારી નફરત હતી,તે મારા કોલ રીસીવના કયૉ તે તારી નફરત હતી,હુ તારો સંપર્ક કરવામાં કામીયાબ ન થાવ તે માટે તે ફેસબુક અને વોહટસપ બંધ કયૉ તે તારી નફરત હતી.હુ તને તારા ધરે મળવા આવી તો પણ તુ મને મળવા ન આવ્યો તે તારી નફરત હતી.તુ મારી વાત સમજો અને માન્યો નહી એ તારી નફરત હતી."

"હા...હુ એજ જાણવા માગુ છુ કે મે તને નફરત કરી તો પણ તે
સંપર્ક કરવાની કોશીશ કેમ કરી?"રોશની પ્રકાશને જવાબ આપતી હતી તો પણ તેને ફરી એજ સવાલ રોશનીને કયૉ .

"હા,તુ નફરતથી સળગતો હતો,તુ મને નફરત કરતો હતો,પણ હુ તને પ્રેમ કરતી હતી,એટલેજ તારી એ નફરતની મને અસર ના થઇ,પ્રકાશ હંમેશા સળગતો હોય છે,તેના સળગવાથીજ રોશનીનો ઉદ્દભવ થાય છે.જયા પ્રકાશ હોય ત્યાજ રોશની હોય,અને જયા રોશની હોય ત્યાજ પ્રકાશ હોય. પ્રકાશ અને રોશની હંમેશા સાથેજ હોય, પ્રકાશ અને રોશની ને કયારે પણ અલગ નથી કરી શકાતા."રોશનીએ જવાબ આપ્યો.તેના ગોરા ગાલની લાલાશ વધીગઇ હતી.
" પ્રકાશ,તુ કેમ અચાનક કેનેડા આવી ગયો",રોશની એ પ્રકાશને સવાલ કર્યો.
"પ્રકાશ અને રોશની કયારે પણ અલગ નથી રહી શકતા,
રોશની અને પ્રકાશ હંમેશા એક સાથેજ હોય છે," પ્રકાશે રોશની ને જવાબ આપ્યો.
એક બાજુ આકાશમાં ક્રિસમસની આતશાબાજી થતી હતી,કેનેડાના રસ્તા અને ઉંચી ઈમારતો પ્રકાશ અને રોશનીથી રંગાઈ રહી હતી,તો બીજી બાજુ રોશની પ્રકાશની બાહોમા તણાઇ રહી હતી.

લેખક: -ખોડીફાડ મેહુલ( ગુરુ)
9537288451