મહેકતી સુવાસ ભાગ -5

આજે ઈશિતા એની જીવનની ડાયરી એની પોતાની પર્સનલ ડાયરી માં લખી રહી હતી. તેમાં તેને પોતાની સુખ દુઃખ ની બધી જ વાતો તેમાં ઉતારી હતી.

આ ડાયરી તેની સિવાય ફકત આદિત્ય એ વાચી હતી.તેની મમ્મીને પણ તેની કંઈ જ ખબર નહોતી. આજે કદાચ તે છેલ્લી વાર લખતી હતી. કારણ કે આ તો તે હવે આકાશ ના ઘરે પણ લઈ જઈ શકે તેમ નથી કારણ કે તેમાં તો આદિત્ય ની યાદો પણ સંકળાયેલી છે. આજે તો લખતા લખતા ડાયરી પર તેના આસું પણ પડી રહ્યા હતા. પછી તે તેને સારી રીતે પેક કરીને તિજોરી માં તેના એક ખાના માં મુકી દે છે. કારણ કે હવે બે જ દિવસ પછી તેના આકાશ સાથે મેરેજ થવાના છે.

                  *      *       *       *       *

ચારે બાજુ ઢોલ નગારાં ને શરણાઈ નો અવાજ સંભળાઈ રહ્યો છે. મસ્ત મોટો ઝાઝરમાન મંડપ ને ત્યાં મહેમાનો સરસ તૈયાર થઈ ને આવન જાવન કરી રહ્યાં છે.

આ બીજું કંઈ નહી પણ આ આવતી કાલે થનારા ઈશિતા અને આકાશ ના લગ્ન ની જાહોજલાલી છે. ઈશુના મમ્મી ખુશ છે કે તેમની અંતિમ ઈચ્છા પુર્ણ થઈ રહી છે . તે બસ મેરેજ કરીને સુખી થાય એવી તેમની ઈચ્છા છે.

બસ એક ખુશ નથી તો એ છે ઈશિતા.. તેની મમ્મીની ઈચ્છા પુરી કરવા તે મેરેજ કરી રહી છે.

......મહેદી રસમ ચાલુ થાય છે... ગીતો ગવાય છે.દુલ્હન ના હાથમાં તે વરરાજા નુ નામ લખે છે પણ ઈશુ તો તે આકાશ ના એ ની જગ્યાએ આદિત્ય નુ જ નામ માની રહી છે...

પછી આખો દિવસ એક પછી એક હલ્દી રસમ, ગણેશ સ્થાપના થાય છે અને બધા રાત્રે દાડિયા રાસ અને ડીજે ના તાલે ઝુમી રહ્યાં છે. સવારે પાછી જાન આવવાની હતી એની તૈયારી કરવાની હતી.

                *      *       *       *       *

જાન નીકળવાની તૈયારી થઈ રહી છે. આજે વરરાજા પણ ગોલ્ડન વર્કની પઠાણીમા સરસ હેન્ડસમ લાગી રહ્યો છે. તે ખુબ ખુશ છે આખરે તેને પણ એકદમ સુંદર , સંસ્કારી, એજ્યુકેટેડ છોકરી જીવનસાથી તરીકે મળી રહી હતી.

તે પોતે પણ કંઈ કમ નહોતો છતા તે ઈશિતા પોતાની લાઈફ પાર્ટનર તરીકે મળશે એ વાત થી તે પોતાને નસીબદાર માની રહ્યો છે કારણ કે સમાજ માં ઈશિતા ની એજ્યુકેટેડ, દેખાવડી અને સાથે સંસ્કારી છોકરીઓમાં તેની ગણના થતી હતી.

આ બાજુ ઈશિતા પણ દુલ્હન બનીને તૈયાર થઈ છે . દુલ્હન ના કપડાં માં તે અપ્સરા ને પણ પાછી પાડે તેવી સુંદર લાગી રહી છે. આ જોઈને તેની મમ્મી પહેલાં તેની નજર ઉતારે છે. પછી તેને લગ્ન મંડપ માં લઈ જાય છે.

હવે તો લગ્ન નો સમય પણ આવી ગયો છે. એટલે ઈશિતા ની આદિત્ય ના આવવાની  રહી સહી આશા પણ નિરાશા બની જાય છે.....

ચોરી માં પહોચતા જ આકાશ ઈશિતા ને જોઈને તેના રૂપ માં પાગલ થઈ જાય છે તે આજે ખરેખર તેના સપનાની રાણી લાગી રહી હતી.

પણ આકાશ એ વાત જરૂર જાણી જાય છે કે ઈશિતા ખુશ નથી.પણ એ વિચારે છે કે કદાચ મેરેજ ની દોડધામ અને ઉજાગરા અને થોડું ઘર છોડીને જવાના ટેન્શન ને લીધે હશે. એમ વિચારીને આગળ વિચારવાનુ બંધ કરી દે છે.

અંતે લગ્ન પતી જાય છે ને તેની વિદાય પણ થઈ જાય છે.

                  *      *       *        *        *

ઈશિતા ના લગ્ન ને આજે ચાર દિવસ થઈ ગયા છે. પણ હજુ સુધી તેમની વચ્ચે પતિ પત્ની નો કોઈ રિલેશન બંધાયો નહોતો.
આકાશ પણ સમજુ હતો તેને ઈશિતા ને પુછ્યું પણ ખરૂ કે તે કોઈ મજબુરી માં તો મેરેજ નથી કર્યા ને. ઈશિતા ના પાડે છે તે કહે છે મને થોડો સમય જોઈએ છે.

આકાશ ખુશીથી તેને કહે છે,"  તને જોઈએ તેટલો સમય તુ લઈ શકે છે મને કોઈ જ પ્રોબ્લેમ નથી હુ તારી રાહ જોઈશ......લાઈફ ટાઈમ પણ......

શુ ઈશિતા આકાશ ને સ્વીકારી શકશે??  તે આદિત્ય ને ભુલી શકશે?? આકાશ ને તેનો પ્રેમ મળશે??

જાણવા માટે વાચો મહેકતી સુવાસ ભાગ - 6.  તમારા અભિપ્રાય જરૂર જણાવશો.

next part.............come soon.............


***

Rate & Review

Verified icon

Heena Suchak 1 month ago

Verified icon

Anamika Sagar 1 month ago

Verified icon

Shilpa S Ninama 3 months ago

Verified icon

Dhrmesh Kanpariya 4 months ago

Verified icon

Shreya 4 months ago