Ghar Kankas books and stories free download online pdf in Gujarati

ઘર કંકાસ

ઘર કંકાસ

“બસ પપ્પા હવે બહુ થયુ. દર વખતે તમારી હા મા હા કહુ છુ. પણ આ વખતે તમારુ ધાર્યુ નહી થાય”. બંગલો નંબર-152 માથી ધ્રુવનો અવાજ સામે રહેતા જયસુખભાઇએ સાંભળ્યો. આમ તો જયસુખભાઇ અને જોસનાબેન રમણિકભાઇના ઘરમા શુ થાય છે શુ નહી! કોણ આવ્યુ! કોણ ગયુ? દરેક નોંધ રાખે. પોતાની જોહુકમીની નીચે પુત્ર અને પુત્રવધુને રાખવા ઇચ્છતા જયસુખભાઈ અને જોસનાબેનના દીકરાઓ ન કહ્યામા રહ્યા કે ન ઘરમા રહ્યા. “જયસુખ, આમ પરિવાર એક ન થાય. પરિવાર તો પ્રેમના મોતીની માળા કહેવાય. એક એક સભ્ય સાચા મોતી સમાન હોય છે. દરેક મોતીને પ્રેમના તાતણાથી પરોવ ત્યારે એ માળો બને છે. જયસુખ, જોહુકમી છોડ, જીવ અને બીજાને જીવવા દે. સતાનોને તુ જેટલી આઝાદી આપીશ એટલાજ તેઓ તારા પ્રેમના ગુલામ બનશે.” આવુ કહી રમણિકભાઈ ઘણીવાર જયસુખભાઇને સમજાવતા. પરંતુ જયસુખભાઇના સ્વભાવમા કોઇ બદલાવ આવ્યો નહી. “જોસના, આ રમણિક બહુ ડંફાસ મારતો હોય છે, ‘મારો પરિવર! મારો પરિવાર! અંતે એના ઘરમા પણ વાસણ ખખડ્યા. જયસુખભાઇના ચહેરા પર અનેરો આનંદ હતો. પરંતુ જોસનાબેને કહ્યુ, “ના હોય! સુરજ અવળી દિશામા ઊગે પણ રમણિકભાઈ અને હેમાબેનના ઘરમા વાસણ ખખડે એ વાત હુ ન માનુ. લોકો તેઓના કોટુંબજીવનના દાખલા આપતા થાકતા નથી.” થોડીજ વારમા ધ્રુવ અને વાસંતિ થેલો લઈ ઝડપથી બહાર આવ્યા, ગાડીમા બેઠા અને ધ્રુવ ગુસ્સામા હોય એવા હાવભાવ સાથે ખુબજ ઝડપથી ગાડી લઈ નીકળી ગયો. જોસનાબેન પણ અવાક બની ગયા. એ જ ક્ષણે તેમની નજર રમણિકભાઈની નાની પુત્રવધુ સંજના પર પડી. સંજના છાનીમાની રડી રહી હતી. તે જોસનાબેનને તેમની રસોડામાથી સ્પષ્ટ દેખાઈ રહ્યુ હતુ. જયસુખભાઈ અને જોસનાબેનના દિલમા રહેલી સુષુપ્ત અદેખાઈ આજે ઊઠીને ઊજાગર થઈ રહી હતી. રમણિકભાઈ અને જયસુખભાઈ વર્ષો જુના પડોશીમિત્રો હતા. બન્નેને સોના ચાંદીનો ધંધો હતો. પરંતુ માર્કેટમા પોતાની સજ્જનતા અને વ્યાપરકુશળતાના કારણે રમણિકભાઈ હમેશા આગળ હોય. જ્યારે ઈર્ષા અને ચુગલીખોર સ્વભાવના કારણે જ્યયસુખભાઈ હમેશા પાછળ રહી જાય. જયસુખભાઈએ દીકરો અને દીકરી બન્નેને સાથે પરણાવ્યા. દીકરી પરણીને સાસરે ગઈ અને દીકરો પરણીને અલગ રહેવા ગયો. જયસુખભાઈના કચકચિયા સ્વભાવના કરણે સુકેતુએ પોતાનો અલગ શોરૂમ અને ઘર કર્યા. . જયસુખભાઈ ચિડાયા અને કાયમ માટે દીકરા વહુ સાથે સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો. પરંતુ રમણિકભાઈએ ‘માવતર કમાવતર ન થવાય.’ ની સલાહ આપી મિત્રને સમજાવ્યા. અને સમયાંતરે એકબીજાના ઘરે જવા આવવા પુત્ર અને પિતા બન્નેને સમજાવ્યા. રમણિકભાઈએ પોતાના બંગલા સિવાય બે ફ્લેટ ખરીદીને તૈયાર જ રાખ્યા હતા. ધ્રુવ અને પૃથ્વીને પરણાવ્યા બાદ થોડા સમય પછી બન્ને દીકરાઓને પોતપોતાના ફ્લેટની ચાવી આપી રાજીખુશીથી નવો ઘરસંસાર વસાવવા શુભેચ્છા આપી. પરંતુ રમણિકભાઈની છત્રછયા અને હેમાબેનના પ્રમાળ સ્વભાવને છોડીને ન તો ધ્રુવ અને વાસંતિ અલગ રહેવા ગયા કે ન તો પૃથ્વી અને સંજના. શહેર અને સમાજમા પારિવારિક સંસ્કારનુ શ્રેષ્ઠ ઉદાહણ, રમણિકભાઈના ઘરમા આજે ઝઘડો! જયસુખબાઈ આનંદમા હતા અને ઉત્સુક પણ હતા. સાંજના સમયે સોસાયટીના બગીચામા બન્ને મિત્રો ટહેલવા નિકળ્યા. રમણિકભાઈ સાવ ચુપ હતા કઈક ચિંતિત દેખાતા હતા. “રમણિક, કઈ ચિંતામા છે? જયસુખભાઈએ પુછ્યુ. “ના ના રમણિકભાઈએ ઔપચારિક જવાબ આપ્યો. જયસુખભાઈએ ફરીથી કહ્યુ, “ રમણિક, જેમ પાંચેય આંગળિઓ સરખી ન હોય તેમ બધા દિવસો પણ સરખા ન હોય. ક્યારેક ઘર હોય ત્યા વાસણ ખખડે. પણ તુ તો બહુ કુશળ છોને! પ્રમના ધાગામા મોતી પરોવી દેવાના.” જયસુખભાઈ દાઢમાથી બોલ્યા. “કયા વસણ? અને કયો ખખડાટ? રમણિકભાઈએ તદ્દન આશ્ચર્યથી પુછ્યુ. “જો રમણિક, હુ તારો ખાસ મિત્ર છુ. ઘરની વાત ઘરમાજ રહેશે. મને ખબર છે તારા ઘરમા આજે સવારે કઈક મગજમારી થઈ છે. ચાલ્યા કરે યાર, વાત કરીને મન હળવુ કર.આજે સવારે ધ્રુવ અને વાસંતિ ક્યા જઈ રહ્યા હતા? વળી ધ્રુવે જે રીતે ગાડી રિવર્સમા લીધી દેખાઈ આવતુ હતુ કે તે ગુસ્સામા હતો. સંજનાને હેમાબેન સાથે કઈ બોલાચાલી થઈ? સંજનાને સવારે રસોડામા રડતી જોસનાએ જોઈ હતી. ધ્રુવ પણ સવારે ગુસ્સામા હતો. તમે કહો એમ બધુજ અમે ન કરીએ. એવુ બોલી રહ્યો હતો. જો ભાઈ હવે બધુ ગળે બાંધીને ન ફરાય. જીવો અને છોકરાઓને એમની રીતે જાવવા દો.” જયસુખભઈએ આ મોકો પહેલા મળ્યો ન હતો અને ફરી મળશે નહી એવા ભાવ સાથે રમણિકભાઈ પર કટાક્ષ અને પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો.

રમણિકભાઈ થોડી ક્ષણ જયસુખભાઈ સામે જોઈ રહ્યા પછી હળવુ મલક્યા. તે જયસુખભઈનો સ્વભાવ સારી રીતે જાણતા હતા. પછી શંતિથી બધી વાત કરી, “ હા જયસુખ, તુ સાચુ કહે છે. મારે તને વાત કરવી ન હતી પણ કરી દઉ. નહિતર તને મારી ચિંતામા ઉંઘ નહી આવે. હવે થયુ એવુ કે સવારે વાસંતિના પપ્પાનો ફોન આવ્યો કે તેના કાકાનો એક્સિડેન્ટ થયો છે. આમ તો ચિંતા કરવા જેવુ ન હતુ પણ થોડુ વધારે વાગ્યુ છે અને દવાખાનામા દાખલ કર્યા છે. બે ત્રણ નાના મોટા ઓપરેશન પણ આવે એમ છે. એટલે જરુરી વસ્તુઓ ભરીને બન્નેને તાત્કાલિક દવાખાને રવાના કર્યા. હુ અને તારી ભાભી કાલે જઈને ખબર પુછી આવશુ. તુ તો જાણે છે વાસંતિના કાકા એટલે સંજનાના પપ્પા. સંજનાને હવે પુરા દિવસો જાય છે એટલે તેને દવાખાને લાવવાની તેના પપ્પાએ જ ના કહી હતી. પણ દીકરીનો જીવ છે એ સાથે જવા જીદ કરતી હતી. બસ એ જ માથાકુટ ચાલતી હતી. હેમાએ તેને ઘણી સમજાવી પણ દીકરીનુ હ્યદય બાપ માટે રડે જ ને1 હેમાનુ માન રાખવા એ તેની સામે ન રડી માટે રસોડામા જઈ હૈયુ હળવુ કરતી હશે.” જયસુખભાઇના ચહેરાપરની લાલી હવે શરમથી ઝંખી થઈ રહી હતી. “અને હા, મુળ મુદ્દાની વાત. રમણિકભાઈએ વાત આગળ વધારતા કહ્યુ. “સવારે ધ્રુવ ગુસ્સામા હતો ‘તમે કહો એમ બધુજ અમે નહી કરીએ’ એમ કહેવાનુ કારણ..... હવે તુ તો ઘરનો જ છે. તારાથી શુ છુપાવવાનુ! તુ જાણે છે કે માર્કેટમા મંદી ચાલે છે. વળી ધંધામા થોડી ખોટ ગઈ. 70 લાખ રુપિયા તાત્કાલિક એક પાર્ટીને ચુકવવા પડે એમ છે. સામે ઉઘરાણી હજુ પુરી થઈ નથી. મંદીના કારણે લોકો પાસેથી કડકાઈથી ઉઘરાણી કરવામા મન માનતુ નથી. બેંકનુ બેલેંસ અડધુ રોકાણમા વપરાઈ ગયુ અને બાકીનુ એફ.ડી પડી છે. બહુ મોટુ નુકસાન ખાઈને એફ.ડી તોડવી પડે એવી પરિસ્થિતી છે. તો મે કહ્યુ મારા નામનો આ બંગલો વેચી દઈએ. ધ્રુવ કહે મારો ફ્લેટ વેચી દો અને પૃથ્વી કહે મારો ફ્લેટ વેચી દો. વળી બન્ને વહુઓ અને હેમા કહે અમારા ઘરેણા વેચી દો. બસ આ રકઝક સવાર

સ્વજનો

“બેરંગ બની હતી જિંદગી,

રંગો પુરાયા સ્વજનોના સંગથી.

નિરાશાઓથી વિખરઈ હતી જિંદગી,

આશાઓના તાર ગુંથાયા સ્વજનોના સંગથી.

ક્યારેક દુ:ખ આપે છે સ્વજનો તો

ક્યારેક દુ:ખમાથી ઉગારે છે સ્વજનો.

કેવી માયાજાળ છે આ સ્વજનોની!

હુ ગુંચવાયા કરુ છુ આ સ્વજનોમા,

હવે ભેદ નથી રહ્યો પારકા અને સ્વજનોમા,

ક્યારેક બધા સ્વજનો લાગે છે તો ક્યારેક

એ જ બધા લાગે છે, શ્વજનો.”

જુલી