ચિંતન બસ સ્ટેન્ડ પર બસ ની રાહ જોઈ રહ્યો હતો. બસ સ્ટેન્ડ માં બહુ ભીડ હતી નહીં. સવારનો સમય હતો. ત્યાં બસ તેના સમયે સ્ટોપ પર આવીને ઊભી રહી એટલે ચિંતન બસ મા સીટ લઈ બેસી ગયો. આ તેનું રોજ નું હતું પણ આજે જે સીટ પાસે બેઠો હતો. બસ આગળ ચાલી ત્યાં આગળ એક સ્ટોપ પર બસ ઊભી રહી ત્યાં એક છોકરી બસમાં ચડી ને ચિંતન ની સામેની સીટ પર બેઠી ગઈ. ચિંતને તે છોકરી ને પહેલી વાર બસ માં જોઈ તે ક્યારેય આ બસમાં જોવા મળી ન હતી. ચિંતન તેને જોઈ રહ્યો. તેનો હાવ ભાવ સાંત લાગી રહ્યો હતો. બહુ સુંદર હતી પણ તેને તેના રૂપ પર ઘમંડ જરા પણ જોવા મળતું ન હતું. એકદમ શાંતિ થી તે બસ માં બેસી રહી હતી. ત્રીસ મિનિટ થઈ ત્યાં તેનો સ્ટોપ આવી ગયો એટલે તે છોકરી નીચે ઉતરી. આગળ ચિંતન નો સ્ટોપ આવ્યો એટલે તે નીચે ઉતરી ઓફિસે જતો રહ્યો.
બીજો દિવસ થયો એટલે ચિંતન તેના રૂટિન સમયે બસ સ્ટેન્ડ પર પહોંચી બસ ની રાહ જોઈ રહ્યો. બસ તેના નિર્ધારિત સમય પર આવી એટલે ચિંતન બસ માં સીટ લઈ બેસી ગયો. આગળ સ્ટેશન આવ્યું એટલે બસ માં તે છોકરી ચડી ને આજે ફરીવાર ચિંતન ની સામેની સીટ મા બેસી ગઈ. તે આમ તેમ જોયા વગર શાંતિથી બેઠી હતી. ન હતો તેની પાસે મોબાઇલ કે ન કોઈ બૂક. પણ મનમાં કઈ બોલતી હોય તેવું લાગી રહ્યું હતું. ચિંતન ની નજર સતત તેની પર હતી. ચિંતન તેનો બ્યૂટીફુલ ડ્રેસ પર જ નજર હતી. બહુ સુંદર હતો તેનો ડ્રેસ બસ તેની જેવો સફેદ કોઈ દાગ વગર નો. ચિંતન ના મનમાં વિચારો ચાલવા લાગ્યા આ છોકરી માં કાંઈક તો છે. બધા થી અલગ સાંત અને સરળ સ્વભાવ મન થાય છે કે તેની સાથે થોડી વાતો કરું ત્યાં તો તેનો સ્ટોપ આવી ગયો.
રાતે ચિંતન તે છોકરી ના વિચારો માં ખોવાયેલો રહ્યો. મન મા નક્કી કર્યું કે તેની સાથે એક વાર વાત તો કરવી જ છે પણ શરૂઆત કેમ કરવી. તે મુંઝવણ હતી પણ કહેવાઈ છે ને સાચા દિલ થી મન મા વિચારો તો તે વિચાર જરૂર થી પૂરા થાય છે. ચિંતન જાગીને ફ્રેશ થઈ બસ સ્ટેન્ડ પર પર પહોંચી બસ ની રાહ જોવા લાગ્યો. વારે વારે રોડ પર જોઈ રહ્યો હતો ક્યારે બસ આવશે, ને થોડી વાર થાય એટલે મોબાઇલ માં જોવે કેટલા વાગ્યા બસ કેમ હજુ આવી નહીં. જાણે કોઈ મહેમાન ની રાહ જોતો હોય તેમ બસ ની રાહ જોઈ રહ્યો.
બસ આવી એટલે ચિંતન બસ માં ચડયો, બસમાં જોયું તો એક પણ સીટ ખાલી ન હતી. બસમાં બહુ ભીડ હતી. ચિંતન આગળ જઈ ઊભો રહ્યો. પણ તે આગળ ના સ્ટોપ ની રાહ જોઈ રહ્યો હતો. એક વિચાર તો એવો આવ્યો કે આટલી ભીડ જોઈને તે છોકરી આ બસમાં નહીં આવે તો. પણ મનમાં એક વિશ્વાસ હતો તે જરૂર થી આવશે. ત્યાં તે સ્ટોપ આવ્યું એટલે તે છોકરી ચિંતન ને દેખાઈ એટલે ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યો કે તે બસ માં આવે. ત્યાં બે પેસેન્જર ઉતર્યા ને તે છોકરી બસમાં ચડી ને જ્યાં ચિંતન ઊભો હતો ત્યાં આવીને ઊભી રહી. થોડી સેકંડ પૂરતી બંને ની આંખ મળી. બંને ની આંખ માં લાગણી ઓ દેખાઈ રહી હતી. તે છોકરી વ્યવસ્થિત ઊભી રહી શકે તે માટે ચિંતન જરા આમ તેમ ખચ્યો. ત્યાં તે છોકરી નો મીઠો અવાજ ચિંતન ના કાનમાં પડ્યો. હું અહીં ઠીક છું. ચિંતન તેની સામુ જોઈ એક સ્માઈલ કરી તેણે પણ થોડી સ્માઈલ આપી. તે છોકરી ની સ્માઈલ જોઈ ચિંતન ના શરીરમાં ધ્રુજારી ઊપડી કાંઈક ફીલ થઈ રહ્યું હોય તેવું લાગ્યું. વારે વારે એક બીજા સામુ જોઈ રહેતા ત્યાં તેનો સ્ટોપ આવી ગયો.
રાત્રે તો ચિંતન તે છોકરી ના સપના માં ખોવાયેલો રહ્યો તેની નજર સામે તેની સ્માઈલ દેખાઈ રહી હતી. માંડ માંડ રાત્રે ઊંઘ આવી. સવાર થયું એટલે કોઈ ને મળવા જવું હોય ને મોડું થઈ ગયું હોય તેમ ચિંતન ફટાફટ ત્યાર થઈ રહ્યો હતો પણ તે વારે વારે અરીસા સામુ તેનો ચહેરો જોયા કરતો. ક્યારેક વાળ સરખા કરતો તો ક્યારેક ફેશ આમ તેમ કરી કેવો લાગુ તે જોયા કરતો. ત્યાં બસ ને આવવાનો સમય થયો એટલે બસ સ્ટેન્ડ પર આવી ને ઊભો રહ્યો.
બસ માં બેસી તે છોકરી ની રાહ જોઈ રહ્યો પણ આ વખતે બસ બહું ખાલી હતી. આજે ઘણી સીટ ખાલી લાગી રહી હતી. ચિંતન પાછો વિચારો માં ખોવાઈ ગયો તે મારી બાજુમાં બેસ છે કે નહીં કે દૂર જઈ બેસી જાસે. ફરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો હે ભગવાન તેને મારી બાજુમાં બેસાડ હું તારો ઉપકાર નહીં ભૂલું. ભગવાન પણ કેટલો દયાળુ હસે તે છોકરી આટલી બધી સીટ ખાલી હોવા છતાં તે ચિંતન પાસે આવી બેસી ગઈ.
ચિંતન તેને ગુડ મોર્નિંગ કહ્યું.
તેણે પણ એક સ્માઈલ આપી ગુડ મોર્નિંગ કહ્યું.
હું ચિંતન. તમે?
હું સાધના. આ શહેરમાં નવી છું. મને જોબ મળી છે તો હું અહીં જોબ કરવા આવી છું. તમે પણ જોબ કરતા લાગો છો.
જાણે કોઈએ ચિંતન ના મોં મા મીઠાઈ મૂકી હોય તેમ મીઠા અવાજે બોલ્યો.
હા હું પણ જોબ કરું છું. હો...
પણ સાચું કહું તમારી સાદગી મને ખૂબ ગમી
સાધના એ ચિંતન સામે જોઈ કહ્યું તમે પણ સીધા, સાદા ને દયાળુ લાગો છો તે મેં નોટિસ કર્યું.
ખુબ સરસ તો ત્રણ દિવસ મા મને તમે જાણી લીધો તો તો સાધના તારી સાથે દોસ્તી કરવી પડશે.
સાધના એ આંખોના ઈશારા થી ઘણું બધું કહી દીધું. ત્યાં ચિંતન ને હાથ લંબાવ્યો એટલે બંને એ હાથ મિલાવી ફ્રેન્ડ થયા. ચિંતન ના ચહેરા પર ખુશી નો પાર ન રહ્યો.
હવે બને બસ માં એક બીજા સાથે બેસી રોજ વાતો કરવા લાગ્યા. ચિંતન એટલું તો જાણી ગયો કે તે પેલી કંપની મા જોબ કરે છે પણ મોબાઇલ નંબર કે એડ્રેસ લેવાની હિંમત ન કરી શક્યો. તેને એમ હતું કે સાધના મને તેના ઘરે બોલાવ છે. પણ તેવું ન બન્યું. તે હવે બસ મા આવતી બંધ થઈ ગઈ. ને ચિંતન ને તેના વગર ગમતું ન હતું આમ ત્રણ દિવસ સુધી સાધના ની બસ માં રાહ જોઈ પણ તે જોવા ન મળી એટલે ચિંતન તેની કંપની મા ગયો ત્યાં જવાબ મળ્યો કે તે પડી ગઈ છે એટલે તે ચાલી શકે તેમ નથી એટલે તે નથી આવતી. પણ ચિંતન સાધના નું એડ્રેસ ત્યાં થી મેળવી લે છે ને તે એડ્રેસ પર જાય છે.
દરવાજો ખુલ્લો હતો. બેડ પર સાધના બેઠી હતી. ચિંતન ને જોઈ સાધન એ પહેલાં આવકાર આપ્યો પછી સોરી કહ્યું. ચિંતન તેનો હાથ પકડી ઓકે કહ્યું. એક હમદર્દી આપી રહ્યો હતો. પણ સાધના ના ચહેરા પર પહેલા જેવી ખુશી દેખાઈ રહી ન હતી એટલે ચિંતન ને પૂછયું કોઈ પ્રોબ્લેમ ત્યાં તેની ફ્રેન્ડ આવી ને બોલી. પ્રોબ્લેમ એક છે કે તેની પાસે હોસ્પિટલ ના બિલ ભરવાના પૈસા નથી ને ઉપર થી આ એક મહિના નો પાટો. હવે ઘરે પણ ન જઈ શકે કે ન તો જોબ પર.
સાધના નો હાથ પકડી કહ્યું હું છું ને લાવ હોસ્પિટલ નું બિલ હું ભરી આવું છું ને સાંભળ હું મારી બાઇક લઇને કાલે આવું છું આપણે બંને સાથે જોબ પર જઈશું. હું તને ત્યાં ડ્રોપ કરી દઈશ પછી પાછી ઘરે પણ મૂકી જઈશ. ઓકે હેપી.
સાધનાના ચહેરા પર સ્માઈલ આવી.
હવે રોજ સાધના ચિંતન ની બાઇક પર જવા લાગી. બંને વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ. બંને એક બીજા પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં પણ પ્રેમ ની લાગણી જાહેર થવા દેતા ન હતા તેમને ડર હતો કે કદાચ દૂર થઈ જાસે તો. પણ આમ એક મહિનો વીતી ગયો. સાધના હવે એક દમ સાજી થઈ ગઈ. એટલે
એક દિવસ ચિંતન ને ઘરે બેસાડી વાત કરી હું હવે જોબ પર બસમાં જવા માંગુ છું. તું હા પાડે તો.
ગમગીન થઈ ગયેલો ચિંતન બોલ્યો કેમ સાધના તને મારી બાઇક પર આવવું નથી ગમતું.
ગમે છે ને ચિંતન પણ...
શું પણ.... કાંઈક તો બોલ.
હું તારી સાથે બાઇક પર વાતો કરી શકતી નથી એટલે મને તારી સાથે વાતો કરવી ખૂબ ગમે છે.
ચિંતન ને મોકો મળતા જ કહી દીધું કે એમ કે ને હું તને લાઇક કરું છું.
હા ચિંતન હું લાઇક તો કરું છું પણ એ થી વધારે.
હું સમજી ગયો સાધના. તો હું જ પ્રપોઝ કરું છું.
ચિંતન નીચે બેસીને સાધના નોં હાથ પકડી કિસ કરી કહ્યું આઇ લવ યુ સાધના.
સાધના એ ચિંતન ને ઊભો કર્યો ને આઇ લવ યુ ટુ કહી ગળે વળગી ગઈ.
જીત ગજ્જર