ek vaat kahu books and stories free download online pdf in Gujarati

એક વાત કહું

દિવાળી,નવું વર્ષ, ભાઈબીજ ને લાભપાચમ પણ હમણાં કાલે જ પુરી થઈ.દેવદિવાળી પણ હમણાં આવીને વહી જશે.એટલે આમ જોવા જઈએ તો તહેવારની સીઝન લગભગ પુરી.કારખાના હવે ધીમે ધીમે ખુલવા લાગશે.આ વખતે દિવાળી સુધી વરસાદી માહોલ રહ્યો પણ હવે શિયાળાની લગભગ શરૂઆત થઈ જ ગઈ કહેવાય.એટલે સવારના પહોરમાં પથારી છોડતા આળસ તો થાય જ ને! એમાંય સરકારી નોકરિયાતો સાડા-દશ ને બદલે અગિયાર વાગે આળસ મરડતા મરડતા અને બગાસું ખાતા ખાતા ઓફિસે આવશે.

દિવાળીનું મીની વેકેશન હજી પૂરું જ થયું હોય એવા માં સીધો પહેલા જ દિવસે ઓવરટાઈમ કરવો પડે તો!

આજે કંઈક આવી જ હાલત છે આદિત્યની

સચિવો અને મંત્રીઓ સાથે લેટનાઈટ મિટિંગ પતાવતા પતાવતા લગભગ આઠ વાગી ગયા હોય આદિત્ય પોતાની ખુરશી પર બેઠો હોય.સાયલન્ટ મોડ માંથી નોર્મલ મોડ ઓન ખિસ્સા માંથી ફોન બહાર કાઢે ત્યાં તો જોવે કે નિયતીના સાત મિસ્ડકોલ હોય છે.અને તરત જ નિયતીને કોલ લગાવે છે.

(સામે છેડેથી નિયતિ...)
"ક્યાં છે તું ફોન કેમ નથી ઉપાડ તો?"
"અરે! એક મિટિંગમાં ફસાય ગયો હતો,બસ હવે નીકળી જ રહ્યો છું."
"ના એટલે ઘરે આવવાની ઈચ્છા ન હોય તો ડિનર ત્યાંજ મોકલાવી આપું?"
"શુ બોલે છે તું?"
"ઓફિસનો પહેલા દિવસે જ સાડા આઠ વાગી ગયા,તો કાલથી તારી રાહ જોવ કે પછી..."
"ઘરે આવીને આપું તારા સવાલના જવાબો તો ચાલશે?"
"હમ્મ,જલ્દી આવજે"

ઘરે પહોંચીને આદિત્ય મસ્ત શાવર લઈને ડિનર માટે બેસે છે
.નિયતિ બજરાનો રોટલો,ભરેલા રીંગણાનું શાક અને મસાલા ખીચડી પીરસે છે.

"ભલે ઓવર ટાઈમ તો ઓવર ટાઈમ,પણ આજે ડિનરમાં જલસો પડી જવાનો...ભલે ગરમા-ગરમ નથી,પણ ચલાવી લઈશું બીજું શું?"

"મને તો જાણે સપનું આવવાનું હતું કે આજે તારે ઓફિસેથી લેટ થશે એટલે ડિનર મોડું બનવાનું છે!!!"

"અરે કુલડાઉન બેબ્સ,આજે કેમ આમ ઉખડી-ઉખડી લગે છે."
"જો હવે તું મને વધારે ગુસ્સો અપાવે છે હો..."
"ના રે ના! જરાય નહિ...ઈનફેક્ટ તને ગુસ્સો કરતા જ નથી આવડતું"
"તું ગુસ્સે થવાની કોશિશમાત્ર કરતી હોય ને ત્યારે તારા ચેહરા પર એક અલગ જ નિખાર આવીને ઉભરે જે તને ઔર ખુબસુરત બનાવે છે."
(આ સાંભળીને નિયતી સહેજ નીચું જોઈને મંદ મંદ હસવા લાગે છે,તેને જોય ને આદિત્ય)
"
"બસ તારા આ જ એક્સપ્રેશન...આ જ એક્સપ્રેશનનો તો હું દીવાનો છું,ગરમીનો પારો સો ડિગ્રી પાર જવાની ત્યારીમાં જ હતો,ત્યાં અચાનક અણધારી શરમાઈને સ્માઈલ આપી દીધી..."


"એય!તે તો આપણે પેહલી વાર મળ્યા હતા એ દિવસ યાદ અપાવી દીધોK"

તને યાદ છે! થોડા દિવસ અગાઉ જ આપણી ઓળખાણ થઈ હતી,વાત શરૂ થઈ ને આગળ વધતા વધતા વચ્ચે કેટલી બધી બ્લોક-અનબ્લોકની રમતો,તારું રુઠવાનું, મારુ મનાવાનું જેવી કેટલી બધી તપસ્યા પછી તું માંડ પંદર મિનિટ માટે મળવા તૈયાર થઈ.ને એ પણ તારી બૅસ્ટી સાથે હોય તો જ.

"હા યાદ જ હોય ને તે દિવસે તું ગોળ ચશ્માં.અને જોકર જેવું ટીશર્ટ પહેરીને આવ્યો તો"(આદિત્યના કાન હળવેથી ખેંચતા ખેંચતા)...

"અચ્છા!તો ત્યારે તમે એટલે દૂરથી હસતા હતા મારી સામે જોઈ ને...આજે ખબર પડી.પણ તારી બેસ્ટુડી..શુ નામ છે એનું... હેતલી જ ને!એ પણ કાર્ટૂન જેવી જ લાગતી હતી"

"ઓહો દેખોતો,હેતલી કેવી લાગતી હતી એ યાદ છે પણ હું કેવી લાગતી હતી એ નહિ..."

"તું પણ ક્યૂટ..."

"ખાલી ક્યૂટ જ?..."

"મતલબ તારીફ સુનની હૈ ખુદકી!!!"

"હમ તારીફ કે મોહતાજ તો નહીં,
લેકિન આપ કરો તો ઇન્કાર ભી નહિ"

"તુમ્હારી ક્યાં તારીફ કરું સુનો,
તુમ મુજે બીના રિઝન ઔર હર સીઝન અચ્છી લગતી હો..

ફિર ભી સુન લો...

એ દિવસે લાંબા અને સિલ્કી કમર સુધી પહોંચતા વાળ,મધપૂડો પણ નીરસ લાગે એવા હોઠ,પાણીદાર આંખો,સિમેટ્રિકલ દેહ અને આ બધા પર સુશોભિત આછા પીળા રંગનું ટીશર્ટ અને ગોઠણથી સહેજ ઉપર સુધીનું કાળા રંગનું...શુ કહેવાય એને?...બાબાશુટ!

"બાબાશુટ નહિ જમ્પશુટ"

"હા એ કાળા રંગનું જમ્પશૂટ અને તારી નખરાળી ચાલ ને કાતિલ સ્માઈલતો ખરી જ.ટૂંકમાં તું એક બેબીડોલ જેવી ખૂબ જ ક્યૂટ લાગતી હતી."

"ઓહો હજી યાદ છે તને બધું!!! બાય ધ વે થેન્ક્સ ફોર કોમ્પ્લીમેન્ટ"

"એ બધું તો ઠીક તે દિવસે પણ તું કંઈક ઉખડી ઉખડી લાગતી હતી!"

"હા એ દિવસે મારી ના પાડવા છતાં તે હેતલીને ચીડવીને પાછી મોકલી દીધી હતી..."


"અરે હા પછી મેં તારો વીડિયો પણ ઉતાર્યો હતો...
હું વીડિયો બનાવતો હતો ને તું હળવા ગુસ્સામાં કંઈક મનમાં બોલતી હતી'શુ આવા વીડિયો બનાવે છે,બંધ કર ને'
અને ગુસ્સામાં ને ગુસ્સામાં એ મંદ મુસ્કુરાહટ ને પાછું શરમાઈને તારું વાળ સરખા કરતા કરતા નીચું જોવું એને કેમેરાને ઇગ્નોર કરવો...આહા! કાતિલ સેડ બચ્ચા હો!!!ને પાછી તું મારી સાથે ઝઘડતી હોય એમ મને નાના-નાના કાંકરા મારતી હતી જેને જોઇને આજુબાજુના બધા આપડી સામે જોઇ ને હસતા હતા...
બસ પછી તો હું જોતો જ રહી ગયો.

સાવ એવું પણ નહોતું કે મેં આજ સુધી આવી સુંદર છોકરી જોય નહોતી,પણ તારી વાત મને કંઈક અલગ જ લાગી.

બસ ત્યારથી જ મેં નક્કી કરી નાખ્યું કે પરણવું તો તને જ."

(નિયતિ હસતા હસતા...)
"બસ હવે કેટલા વખાણ કરીશ આ જો ડાઇનિંગ ટેબલ પર જ અગિયાર વાગી ગયા."

"અરે! હા કાલે પાછું ઓફિસે પણ જવું પડશે!
પણ યાર શુ દિવસો હતા એ..."

"કુછ લમ્હે કલ કે લીએ ભી બચાલો જનાબ..."

"ઓકે ઓકે...ફિલહાલ કે લિયે ઇતના હી,બાકી બાતેં બાદમે...ગુડ નાઈટ"

(રાત્રે સૂતી વખતે આદિત્ય નિયતીને...)
"નિયતિ તને ખબર છે,આખો દિવસ મારે લાખો ટેન્શન હોય,ગમે તેટલો થાકી ગયો હોય,પણ રાત્રે ઘરે આવીને
ખાલી એકવાર તારો હસતો ચેહરો જોવ અને મારા બધા ટેન્શન,બધો થાક દૂર થઈ જતો હોય ને તો એ માત્ર તારો પ્રેમ છે. આઈ લવ યુ..."

"આઈ લવ યુ ટુ..."

-સચિન