KING - POWER OF EMPIRE - 3 (S-2) books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 3 (S-2)

(આગળના ભાગમાં જોયું કે સુલતાન પર ડેવિલ નો કોલ આવે છે અને ડેવિલ તેને બાદશાહ સાથે સમાધાન કલવાનું કહે છે, બીજી તરફ કાનજીભાઈ તેનાં મોટા દીકરા ને ઈન્ડિયા મા રહેવા માટે આગ્રહ કરવાનું કહે છે અને બિઝનેસ એમ્પાયર બે વર્ષ માં ઘણું આગળ નીકળી ગયું હતું અને એ માટે તે બધા ખુશ હોય છે, પરંતુ શૌર્ય નું નામ સાંભળી પ્રીતિ ગુસ્સે થઈ જાય છે, આ તરફ સુલતાન સમાધાન કરવા ડેવિલ એ આપેલી જગ્યા પર જાય છે)

કમિશ્નર આર.એમ.પુરોહિત પોતાની કેબિન માં બેઠા હતા અને કેટલીક ફાઈલો ફંફોળી રહ્યાં હતાં, ત્યાં જ પાટીલ અંદર આવે છે અને ટેબલ પર ચા મૂકી ને જવા લાગે છે ત્યાં કમિશ્નર તેને રોકે છે અને કહ્યું, “પાટીલ તને ખબર છે, આપણે જે સ્પેશિયલ ઓફિસર ની ટીમ અપોઈન્ટ કરી તેની માહિતી કોઈ એ લીક કરી છે ”

આ સાંભળતા જ પાટીલ ના ચહેરા નો રંગ ઉડી ગયો, આ વાત ની જાણ કોઈ ને હતી નહીં તો કમિશ્નર ને કંઈ રીતે ખબર પડી, પાટીલ આ વિચારવા લાગ્યો, ત્યાં એના ખભા પર એક હાથ પડયો, તેણે જોયું તો એ હાથ કમિશ્નર આર.એમ.પુરોહિત નો હતો તેણે પાટીલ ની નજીક આવી ને કહ્યું, “હું જાણું છું એ માહિતી તે લીક કરી છે ”

“મેં.... ” પાટીલ આટલું જ બોલી શકયો

“પણ આ વાત મેં હજી કોઈ ને કહી નથી ” કમિશ્નરે કહ્યું

“કેમ...??? ” પાટીલ એ કહ્યું

“કારણ કે હું ખુશ છું, તે આ માહિતી એ વ્યક્તિ સુધી પહોંચાડી જે તેને યોગ્ય હતો ” કમિશ્નરે કહ્યું

“પણ સર એ.... ” પાટીલ એ કહ્યું

“તે જેને પણ આપી છે એ સાચા માણસ સૂધી પહોંચાડે એ મહત્વનું છે ” કમિશનરે કહ્યું

“તમને કંઈ રીતે ખબર પડી? ” પાટીલે આશ્ચર્ય સાથે કહ્યું

“મારી નજર બધે છે, આ લે... ” આટલું કહીને કમિશનરે એક કવર પાટીલ ને આપ્યું.

“આમા શું છે સર? ” પાટીલે કવર લેતાં કહ્યું

“સ્પેશિયલ ટીમ ની બધી માહિતી અને તેના લીડર ની પણ બધી માહિતી છે ” કમિશ્નરે કહ્યું

“પણ સર..... ” પાટીલે કહ્યું

“આ માહિતી તું એ વ્યક્તિ સુધી પહોંચાડી દે, હું પણ જોવ છું એ શું કરી શકે છે ” આટલું કહીને કમિશ્નરે પાટીલ ને જવા કહ્યું, પાટીલ ગયો અને ત્યારબાદ કમિશ્નરે પોતાના ટેબલ પાસે ગયો અને તેમાંથી એક કવર કાઢયું અને પોતાના ખિસ્સામાં મૂક્યું અને તે પણ કામથી બહાર જતાં રહ્યાં.
અંધારામાંથી માનવ આકૃતિ બહાર આવી, તેને જોઈ ને ઢેંચુ ની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે જે વ્યક્તિ અત્યારે તેની સામે હતો એ બાદશાહ હતો અને આ વ્યક્તિ બાદશાહ હશે તેની કલ્પના પણ કોઈ કરી શકે તેમ ન હતું. બાદશાહ બીજું કોઈ નહીં પણ કાનજી પટેલ નો સૌથી મોટો દીકરો જગન્નાથ પટેલ હતો, દુનિયા ની નજરમાં એક બિઝનેસમેન અને બીજી તરફ ડેવિલ ના સામ્રાજય નો એક મજબૂત પાયો હતો. બાદશાહ ના આવતાં જ સુલતાન ઉભો થયો અને બંને એકબીજા ને ગળે લાગ્યા, બંને ખુરશી પર બેઠા અને સુલતાને વાત ની શરૂઆત કરી, “બાદશાહ….આપણે..... ”

બાદશાહે તેને વચ્ચે રોકી ને કહ્યું, “સુલતાન હું બધું જાણું છું, ડેવિલ એ મુંબઈ ને ભાગમાં વહેંચી છે અને આજથી એ પ્રમાણે જ કામ થશે, તને આ વાતમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ ”

“ડેવિલ ના નિર્ણય પર સવાલ ઉઠાવવા વાળા આપણે કોણ..... પણ મુંબઈ ને આમ બે ભાગમાં વહેંચી કંઈ સમજાયું નહીં ” સુલતાને કહ્યું

“સુલતાન, ડેવિલ આગળ નું વિચારી ને નિર્ણય લઈ છે, એક બહુ ખરાબ સમાચાર છે ” બાદશાહ એ કહ્યું

“શું???? ” સુલતાને ટેબલ પર હાથ મૂકી ને આગળ આવીને કહ્યું

“અલી.... ” બાદશાહ એ કહ્યું

“અલી ખાન ????” સુલતાને કહ્યું

“હા એજ માદરચોદ, એ ઈન્ડિયા આવી રહ્યો છે, ડેવિલ નો સૌથી મોટો દુશ્મન, તે મુંબઈ પર હુકમત કરવા આવી રહ્યો છે, તટ પર હું બધું સંભાળી શકું છું અને મુંબઈ ના અંદરના બધા ધંધા ને તું સારી રીતે સમજે છે એટલે જ ડેવિલ આ બે ભાગ પાડયા, જેથી આપણી લડાઈ નો લાભ અલી ના લઈ શકે ” બાદશાહ એ કહ્યું

“સાચી વાત છે, આપણે એ અલી ને મુંબઈ ના તટ પર પહોંચવા નહીં દઈએ ” સુલતાને કહ્યું

“સુલતાન હવે આખા દેશના યુવાનો ની નશ માં આપણો નશો હોવો જોઈએ, સારા સારા ફિગર વાળી બધી ને પકડી પકડી ને આપણાં ધંધા મા લગાવાની છે, છેલ્લા બે વર્ષમાં જેટલું કર્યું એ હવે બહુ ઓછા સમયમાં કરવાનું છે ” બાદશાહ એ કહ્યું

“ચિંતા ના કર હવે આ દેશમાં કોહરમ મચાવી દેશું ” સુલતાને કહ્યું

બાદશાહ ની નજર ઢેંચુ પર પડી તેણે તેને ઈશારો કરી ને નજીક બોલાવ્યો અને સુલતાન ને કહ્યું, “આ કોણ છે? ”

“આ મારો વિશ્વાસ પાત્ર છે, મારી ઘણી મદદ કરી છે ” સુલતાન એ ઢેંચુ સામે જોતા કહ્યું

હજી સુલતાન ની નજર ત્યાં થી હટે ત્યાં તો બાદશાહ એ ગન કાઢી ને ઢેંચુ ને ત્યાં જ ટાળી દીધો, સુલતાન એ તરત જ બાદશાહ સામે જોયું અને કહ્યું, “આ શું કર્યું??? ”

બાદશાહ સહેજ ઝૂકયો અને ઢેંચુ ની લાશ પાસેથી કંઈક લીધું અને ટેબલ પર મૂકયું, સુલતાને જોયું,“માઈક્રોફોન??? ”

“સુલતાન આપણાં ધંધામાં દુશ્મનો દોસ્ત બનીને જ આવે છે આ તારો વિશ્વાસ પાત્ર નહીં, પોલીસ નો અંડરકવર એજન્ટ છે આગળ થી ધ્યાન રાખજે, આ ભૂલ માટે હું તને માફ કરી, ડેવિલ નહીં ” બાદશાહ એ આટલું કહ્યું અને તે ઉભો થયો અને ફરી થી એ ડેવિલ અાઈ તરફ ગયો, દરવાજો ખૂલ્યો અને તે અંદર જતો રહ્યો. સુલતાન ઉભો થયો અને ગન કાઢી ને આખી મેગઝીન ઢેંચુ ની બોડી પર ખાલી કરી નાખી અને તેનાં પર થુંકયો અને કહ્યું, “હટટ... ભેણ... દ” આટલું કહીને તે પણ ત્યાં થી નીકળી ગયો.

પાટીલ ફરી એ Rock N Club માં જ ગયો અને પહેલાં જેને માહિતી આપી હતી એજ વ્યક્તિ પાસે ગયો અને જઈને ટેબલ પર બેઠો. ટેબલ પર એબ્સોલ્યુટ ની બોટલ પડી હતી અને તે વ્યક્તિ તેમાં થી પી રહ્યો હતો. “આની અંદર બધી માહિતી છે, લીડર કોણ છે અને આગળનો પ્લાન શું છે ” પાટીલે એન્વલોપ આપતાં કહ્યું

તેણે ચહેરો ઉંચો કર્યો, એ બીજું કોઈ નહીં પણ દિગ્વિજય સિંહ હતો, શરાબ ને કારણે આંખો લાલ હતી, શર્ટ ના બટન પણ ખુલ્લા હતા, લઘરવઘર હાલત હતી. તેને જોઈ ને કોઈ પણ ન કહી શકે કે આ પહેલાં એક કાબેલ ઈન્સ્પેકટર હતો.

“પાટીલ મેં કહ્યું હતું તું એકલો આવજે ” દિગ્વિજય સિંહે કહ્યું

“સર હું તો એકલો જ આવ્યો છું ” પાટિલે કહ્યું

“કમિશ્નર આર.એમ.પુરોહિત” દિગ્વિજય સિંહે સામે રહેલા ટેબલ પર જોઈ ને કહ્યું

સામેના ટેબલ પર કમિશ્નર આર.એમ.પુરોહિત બેઠા હતા તેણે પોતાનો ચહેરો ઢાકેલો હતો, તે દિગ્વિજય સિંહ પાસે આવ્યો અને પોતાનો ચહેરો અનાવરણ કર્યો, થોડીવાર બંને એ એકબીજા સામે જોયું અને પછી થોડું હસ્યા.

( એક કલાક પછી )

કમિશ્નર પુરોહિત તેમની ઓફિસમાં બેઠા હતા, પાટીલ પણ ત્યાં ઉભો હતો, તેની સમજમાં કંઈ આવી રહ્યું ન હતું કે આખરે શું થઈ રહ્યું છે, ત્યાં જ ઓફિસ નો દરવાજો ખૂલ્યો, કલાક પહેલાં જે લઘરવઘર મવાલી જેવો લાગતો એ દિગ્વિજય સિંહ ફરી એકદમ ટાઈટ અને કડક પોલીસ યુનિફોર્મ મા હતો. મૂછ પર તાવ ચડાવ્યો હતો અને ચહેરા પર એજ તેજ હતો.

“વેલકમ બેક દિગ્વિજય ” કમિશ્નરે કહ્યું

“થેન્કયું સર ” દિગ્વિજય સિંહે કહ્યું

“સર તમે તો નોકરી છોડી ચૂકયા હતા….” પાટીલે આશ્ચર્ય સાથે કહ્યું

“એ બધું એક નાટક હતું પાટીલ ” કમિશનરે કહ્યું

કમિશ્નર અને દિગ્વિજય સિંહ એકબીજા સામે જોઈ ને હસ્યા.

( બે વર્ષ પહેલાં )

કમિશ્નર ના કહેવા પર દિગ્વિજય સિંહ મુંબઈ તો પાછો આવી ગયો, તેણે કમિશ્નર ને ડેવિલ આઈ વિશે બધી માહિતી આપી.

“દિગ્વિજય મને લાગે છે કે આ બધા પાછળ જરૂર કોઈ શકિતશાળી તાકાત નો હાથ છે ” કમિશનરે કહ્યું

“હા સર, પણ તેને પકડવા માટે આપણે કંઈ પણ નથી કરી શકતા ” દિગ્વિજય સિંહે કહ્યું

“તારી વાત સાચી છે, જે પણ કોઈ ડેવિલ આઈ ની પાછળ છે એ શકિતશાળી તો છે એટલે એના વિરુદ્ધ કંઈ પણ કરશું તો મને લાગે છે કે અહીં ના આ નેતાઓ પણ આપણા પર દબાણ કરશે, એનકેનપરકારેણ એ બધા એકબીજા સાથે જોડાયેલા છે ” કમિશનરે કહ્યું

“સર મારા પાસે એક આઈડિયા છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“શું છે? ” કમિશનરે કહ્યું

“સર તમે મને નોકરી માંથી કાઢી મૂકો, હું ધીમે ધીમે આ બધા લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરી, ડેવિલ આઈ વિશે બંને ત્યાં સુધી બધી માહિતી એકઠી કરી અને સમય આવતા હું ફરી પાછો ડયુટી જોઈન કરી ” દિગ્વિજય સિંહે કહ્યું

“પ્લાન તો સારો છે, પણ તને નોકરી માંથી કાઢવા એક મજબૂત કારણ જોઈએ જે કયારેય નહીં મળે, પણ હા તું સામેથી નોકરી છોડી દે તો વાત બને ” કમિશ્નરે કહ્યું

“ઓકે સર ” દિગ્વિજય સિંહે કહ્યું

( અત્યારે )

“મતલબ આ બધું નાટક હતું ” પાટીલે કહ્યું

“હા પાટીલ, યુનિફોર્મ મા રહી ને એ કામ ન થઈ શકે જે યુનિફોર્મ વગર થાય છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“દિગ્વિજય એ બે વર્ષ મા ઘણું બધું મેળવી લીધું છે, હવે સ્પેશિયલ ટીમ નો લીડર પણ એજ છે ” કમિશ્નરે કહ્યું

“મતલબ તમને આ બધી પહેલે થી ખબર હતી? ” પાટીલે કહ્યું

“હા પાટીલ, આ વાત ખાનગી રાખવી હતી એટલે અમે કોઈ ને જાણ ન કરી, પણ દિગ્વિજય સિંહ ને તારા પર વિશ્વાસ હતો એટલે તે તારા મારફત બધી માહિતી મેળવતો” કમિશ્નરે કહ્યું

“પાટીલ, હું જાણતો હતો કે તું મારી મદદ કરી કારણ કે તને મારા પર વિશ્વાસ છે, હું કમિશ્નર સર ને મળી શકતો ન હતો એટલે તારી મદદ લીધી ” દિગ્વિજય સિંહે કહ્યું

“સર એ જે પણ હોય, બસ તમે પાછા આવી ગયા એટલે હવે તો મજા આવશે ” પાટીલે ખુશ થતાં કહ્યું

“હા મજા તો આવશે પણ હવે એકશન લેવાનો ટાઈમ છે ” કમિશ્નરે કહ્યું

“યસ સર ” દિગ્વિજય સિંહ અને પાટીલ એકસાથે બોલ્યાં.
આ તરફ કાનજીભાઈ કેટલીક ફાઈલો ફંફોળી રહ્યા હતા, ત્યાં જ અર્જુન અંદર આવ્યો, હવે તેને કાનજીભાઈ ના ઘરે આવવા જવામાં હવે બહુ પ્રોબ્લેમ ન હતું કારણ કે શૌર્ય એ તેની બાજુમાં જ ઘર ખરીદ્યું હતું.

“સર એકવાત કહેવી હતી ” અર્જુન એ અંદર આવતા કહ્યું

“બોલ ” કાનજીભાઈ એ ફાઈલ માં જોતાં જોતાં જ કહ્યું

“સર કાલ સવારે, શૌર્ય સર આવી રહ્યાં છે ” અર્જુન એ ખુશ થતાં કહ્યું

“ઓકે ” કાનજીભાઈ નું ધ્યાન ફાઈલ માં જ હતું

ત્યાં જ તે ફાઈલ માંથી બહાર નજર ફેરવી અને પાછું કહ્યું, “શું કહ્યું તે શૌર્ય પાછો આવી રહ્યો છે ”

“હા સર ” અર્જુન એ કહ્યું

કાનજી ભાઈ એ તરત જ બધા ને બહાર બોલાવ્યા, ત્યાં જ મોહનભાઈ અને સુમિત્રાજી બહાર આવ્યા, તેમને પણ જણાવ્યું કે શૌર્ય કાલ આવી રહ્યો છે, આ વાત પ્રીતિ ના કાન સુધી પણ પડી અને તે ગુસ્સે થી લાલધૂમ થઈ અને રૂમમાં જઈ ને શૌર્ય ના ફોટો પર ચપ્પુ વડે મારવા લાગી, “આખરે તું આવી રહ્યો છે, બે વર્ષ થી તારા આ ફોટો પર ગુસ્સો ઉતારું છું એકવાર તું સામે આવ હું તને નહીં છોડું ” પ્રીતિ એ ગુસ્સામાં કહ્યું

એકતરફ જગન્નાથ જે બાદશાહ બનીને બેઠો હતો, બીજી તરફ દિગ્વિજય સિંહ જે બે વર્ષ ડેવિલ ની માહિતી મેળવવા પોતાની નોકરી છોડી દીધી હતી અને શૌર્ય જે બે વર્ષ પહેલાં વિદેશ જતો રહ્યો હતો, બધા ના મત પ્રમાણે શૌર્ય બદલાઈ ગયો હતો, બે વર્ષ પહેલાં હોસ્પિટલ મા શું થયું એ પણ એક રહસ્ય છે, શૌર્ય જો બદલાઈ ગયો તો એ કયારેય પણ ડેવિલ સામે નહીં જાય અને દિગ્વિજય સિંહ કયારેય પણ ડેવિલ નો સામનો નહીં કરી શકે. પણ બધા થી મોટું રહસ્ય એક જ છે, “WHO IS DEVIL? ”, બસ આ સવાલ નો જવાબ જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”