khaber once's one sided love story - 1 books and stories free download online pdf in Gujarati

કબર one once's sides love story. - 1

એમ જ પુસ્તકનું નામ...
મારી આત્મકથા રાખ્યું છે
બાકી દરેક પાના પર...
તારું નામ લખી રાખ્યું છે...

*પ્રસ્તાવના:-

કબર સાહેબ કબર એક એવી વસ્તુ છે. જ્યાં આવનારો કોઈપણ વસ્તુ ખોટું બોલી શકતો નથી. અને તે વ્યક્તિ જીવનમાં લાખો ગુના ઓ કેમ ના કર્યા હોય. આ નવલકથા કબર પર આધારિત છે.
કારણ કે માણસ અંતે આમ જ સમય જવાનો છે. કબર માત્ર એક ચણતર છે. પરંતુ આ ચણતરમાં કેટલી લાગણીઓ સમાયેલી છે.
પરંતુ આ લાગણીઓ માણસના મરણ પામ્યા પછી જ બીજો વ્યક્તિ સમજી શકે છે. કેવી ગજબ માયા છે જીંદગીની જ્યારે તે જીવતો હોય છે હોય છે ત્યારે માત્ર એક કાપડ માટે અન્ન માટે દર દર ભટકે છે.
છતાં પણ આ જીવન લક્ષી વસ્તુઓ મળી શકતી નથી. પરંતુ વ્યક્તિના મર્યા બાદ આજ લોકો તેને મૂલ્યવાન કાપડ ઓઢાડીને હજારોની સંખ્યામાં અન્ય લોકોને જમાડીને પોતે પુષ્પ કર્યાનો અહેસાસ કરે છે
પરંતુ આ બાબત કેટલી હદ સુધી યોગ્ય? આજ માણસ બીજા માણસ ની કિંમત તે વ્યક્તિ મર્યા પછી જ સમજી શકે છે. મર્યા પછી આસો ની નદી છલકાવી દેશે દાન-પુણ્ય કરશે પરંતુ જીવનકાળ દરમ્યાન તેની પાસે બેસવા માટે મેઘડી નહીં આવી શકે આજ આજના મનુષ્ય ની પરિભાષા છે. આજના ચાર મનુષ્ય ક્યારેય ભેગા મળી શકે જ્યારે કોઈ ને કાંધો આપવાનો હોય. આજના મનુષ્યને જીમ કસરત ની કોઈ જરૂર નથી હંમેશા ઘડિયાળ ના કાંટા ઉપર દોડ્યા કરે છે. આજના મનુષ્યની જીંદગી કંડકટર જેવી થઈ ગઈ છે. મુસાફરી આખી રાત દિવસ કરવી બસ મંઝિલની ખબર નથી ક્યારે કઈ બાજુ તો કંઈ પેલી બાજુ મુસાફરી કર્યા સાહેબ છૂટકો જ નથી.
આજનો મનુષ્ય પોતાના પરિવારજનો માટે એક બે ઘડી નીકળી શકતા નથી પણ તેના મૃત્યુ બાદ દરરોજ તેની કબર પાસે જશે ફુલ ચઢાવશે ખબર સામે જોશે અને બસ મન માં આંસુ વહાવ્યા કરશે.
આજનો મનુષ્ય એ વિચારસરણી વાળો બન્યો છે સમાજમાં પ્રગતિ કરતા મનુષ્યને પછાડવામાં પોતાની સિદ્ધિ માને છે.
જીવતો માણસ સમુદ્રમાં ડૂબી જાય છે અને એક લાશ તરીને બતાવે છે.
સાહેબ બસ બે પળની જિંદગી રહી ગઈ છે ગમે તેટલું ભેગું કરી લો.
પરંતુ ભેગા મળીને વાપરતાં આવડે તો બધું વ્યર્થ છે.
આ બધાથી પણ વિશેષ એક પ્રેમ છે. પ્રેમ ની પરિભાષા હોય. પરંતુ જો રાતે ત્રણ વાગે કોઈ ની યાદ માં તમને રોવડાવે એ પ્રેમ છે. જે વ્યક્તિ એ પ્રેમ કરી જાણ્યો છે એ જ સમજી શકે છે કે પ્રેમ શું છે.
બસ બે પંક્તિ પ્રેમ વિશે:


"પ્રેમનો એવો વરસાદ થયો..
મારા પર કે સમણા સુકાતા રહ્યા.
અને પાંપણ ભીંજાતી રહી.."
વાલા પ્રેમ સમજવાની નહિ કરવાની વસ્તુ છે.મારા મત મુજબ બે જ વ્યક્તિ છે જે પ્રેમને સમજી શકે છે એક કોઈ કબરમાં છે અથવા તો કોઈ પાગલખાનામાં છે .
પ્રેમ કોઈ સામાન્ય નથી પ્રેમ તો સામાન્ય હોતો શાહજહા મુમતાજ માટે ક તાજમહલ ના બનાવ્યો હોય નહી તો સલીમ અનારકલી માટે મોગલ સલ્તનત સામે બગાવત કરી હોત. બસ આ જ પ્રેમ છે
પ્રેમ એ એક એવું જંગલ છે જ્યાં ઘાયલ સિંહોનું હરણીઓશિકાર કરી જાય છે. પ્રેમ ન થાય ત્યાં સુધી સારું છે જો એક વાર થઇ ગયો તો જિંદગી દિશાશૂન્ય બની જાય છે. હવે વધારે પ્રેમ વિશે શું કહેવુંપ્રેમ એટલો સામાન્ય છે કે હું અને તું શબ્દ થી અને તોલી શકાય.



"મળે છે માંડ એકલતા પ્રેમના
તો થોડું રોઈ લેવા દો.
વહે છે આંસુઓની ગંગા તો.
તો દિલ ને ધોઈ લેવા દો .

પ્રેમ વિશે તો જેટલું કહું એ એટલું ઓછું છે સાહેબ. આ પ્રેમ એ તો કંગાલ કરી મૂક્યો છે



"કોઈ સસ્તી દવા હોય તો.
આપો આ પ્રેમ રોગ ની.
ગરીબ એક પ્રેમ કરી બેઠો છે
મોંઘવારીના જમાનામાં.

એમાં પણ જો પ્રેમ એકતરફી હોય ને તો સાહેબ જિંદગી જીવવાની મજા જ કંઈક અલગ આવે છે. કોઈપણ કારણ વિના પ્રેમ થાય ને એજ સાચો પ્રેમ.
આમ જો પ્રેમ પર પ્રકાશ પાડવા જાય ને તો જિંદગી ટૂંકી પડે
સાહેબ,
જે પ્રેમ સફળ થતો નથી
તે તે પ્રેમ ફક્ત પાસવર્ડ અને વોલપેપર જ રહી જાય છે.
હવે તો સાહેબને આ પ્રેમ ની દુકાન જ બંધ કરી દીધી છે. નફામાં સંબંધ બગડે અને નુકસાન માટે દિલ..



"કબર" એક એક તરફી પ્રેમ કથા.


25 ઓક્ટોબર એટલે કે આજે મારો 19 નો જન્મદિવસ સાહેબ આજે મારા ઘરના દરેક લોકો બહુ જ ખુશ છે. આ વાર્તા મારી છે આજથી 19 વર્ષ પહેલા મારા જન્મની ખુશીમાં મારા પિતાએ લાખો રૂપિયાના દાનમાં આપ્યા હતા એવું છેલ્લા ચાર દિવસથી સાંભળું છું. મારા પિતાએ અમારા સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓની શ્રેણીમાંથી એક હતા. આજે પણ મારા જન્મદિવસ નિમિત્તે મારા પિતાએ મને એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આખો દિવસ શુભેચ્છાઓ સાંભળીને હું કંટાળી ગયો હતો. અત્યારે સાંજના સાડા આઠ થવા આવ્યા છે પાર્ટી નો સમય બસ શરૂ થવાની તૈયારીમાં જ હતો મુખ્ય અતિથિ તેઓ પણ અને શ્રેષ્ઠ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ આવી ચૂક્યા હતા મહેમાનો આવી ચૂક્યા હતા. પરંતુ હજી પણ મારી નજર કોઇકને બેપરવાહી પૂર્વક સુધી રહી હતી. અમુક સમયના અંતરે મને બેચેની અનુભવવા લાગ્યો.કોઈના કયા અનુસાર મેં મારી આંખો બંધ કરીને મનમાં ને મનમાં અણધાર્યા વિચારો આવવા લાગ્યા.હજારો લોકોની સંખ્યામાં લોકો મને શુભેચ્છા પાઠવી રહ્યા હતા પરંતુ મને એક જ આવાજ ની રાહ જોતો હતો . મહામંથન કર્યા બાદ અંતે પાછળથી એક અવાજ સંભળાયો જન્મદિવસની શુભેચ્છા આ સાંભળતા જ અચાનક આંખ ખુલી ગઈ અને અનહદ આનંદ ની લાગણી અનુભવાય. આંખો ખોલીી તો મારા જીવથી પણ વ્હાલોો દોસ્ત મારી સમક્ષ હતો. અને અલગ જ આશયથી મારી સમક્ષષ જોઈ રહ્યો હતોો સ્ટેજ ઉપરથીી ઉતરીને તેનીી પાસે ગયો બધા ઊપસ્થિત મહેમાન મારી સામે કંઈક અલગ રીતે જોઈ રહ્યા હતા.
પરંતુ એ બધા છે મારે કાંઈ લેવાદેવા ન હતી હું તેની પાસે ગયો અને ઉત્સાહથી ભેટી પડ્યો ટીવી સામે જોતા મારી આંસુ ભીંજાઈ ગઈ. આજ દિવસે સવારે મારા પિતાએ મને એક 35000 ની રકમની એક કાંડા ઘડિયાળ ભેટમાં આપી હતી. પરંતુ તે વ્યક્તિ ગિફ્ટ માં મારી સામે એક સામાન્ય કાંડા ઘડિયાળ લાવ્યો હતો.એવું મને લાગ્યું આજ સવારથી મને લગભગ સોથી દોઢસો જેટલી ગિફ્ટ મળી ચૂકી છે અને હજુ કેટલી મળવાની બાકી છે પરંતુ મને એક જ વ્યક્તિ ની ગિફ્ટ ની મને અપેક્ષા હતી અને મળવા જઈ રહી છે મારા હાથમાં પહેરેલી મોંઘી ઘડિયાળ જોઈને એ વ્યક્તિ થોડો ગભરાયો પરંતુ તે બોલી ન શક્યો પરંતુ કહેવાય છે ને કે આપણે આપણા બધા જ આ વગર બોલ્યે પારખી શકીએ હું પણ તેના ચહેરાના હાવભાવ પારખી શક્યો હતો. કે મારા પિતાએ સવારે આપેલી મૂલ્યવાન ઘડિયાળ આના પરથી દૂર કરી અને મિત્ર આપેલી ઘડિયાળ પહેરી . મારા કાના પર બાંધેલી આવી મોંઘી અને બેસ્કીમતી ગિફ્ટ થી મને એટલી ખુશી નથી મળી જેટલી સસ્તી ઘડિયાળ પહેરીને થઈ છે આ ખુશી સસ્તી ઘડિયાળ ને લીધે નહિ પરંતુ ઘડિયાળ આપનારમિત્ર ના ભાવ ની હતી આ વ્યક્તિ બીજો કોઈ નહીં મારો શ્રેષ્ટ અને મારા જીવ થી પણ વધારે ચાહનારો મારો ભાઈ સમાન મિત્ર હતો.
હું સવારથી એની જ આશાએ બેઠો હતો. પછી જન્મદિવસની કેક કાપી અને મૂલ્યવાન ગિફ્ટ જોવામાં સમય પસાર થઈ ગયો.એક મૂલ્યવાન કારે મારું ઘણા સમયથી એક સપનું હતું પણ મારી કોઈ અપેક્ષા ન હતી પરંતુ કહેવાય છે ને કે વગર અપેક્ષા એ જ આપણને મનગમતી થી મળી જાય તો એનો આનંદ અલગ હોય છે. બસ સમગ્ર મહેમાનો વિદાય લઈ ચૂક્યાં હતા પરંતુ એક સુધી હજુ મારી સાથે જ હતો જેનો મને કાર કરતાં પણ વધારે આનંદ તો ..
હું એટલે હું જન્મ સાથે જ મેં કોઈ દિવસ દરિદ્રતા જોઈ નથી મારા જન્મ સાથે જ આજ સુધી મારા પરિવારજનો એ મને લાડકોડથી ઉછેર્યો છે કદી દુઃખ ની રેખા મારા માથે ફરકવા દીધું નથી મને એક દિવસ હજી પણ યાદ છે જ્યારે અમે અમારું નવું ઘર ખરીદ્યું હતું ત્યારે મારા પિતાએ મારા માટે ખાસ આરામદાયક બેસક્કીમતી આરામદાયક બેડ ફરી ગયો હતો. મારી સેવાચાકરી કરવા માટે ઘરમાં નવ જેટલા નોકર હતા.મારી સવાર સવારના 10:00 થાય ત્યાં ન કરો ચા નાસ્તો લઈને મારી સામે જ ઉભા હોય.નાવા માટે કીમતી ફુવારા વિદેશી બ્રાન્ડનાં કપડાં તેમજ અલગ અલગ અલગ કલર ના બૂટ વગેરે બાબતો મારી સાલમાં વધારો કરતી હતી
હવે વાત છે પેલા મિત્રની જ્યારે અમે મુંબઈથી અહીં સ્થળાંતર કર્યું હતું ત્યારે મેં નવી સ્કૂલ માં અભ્યાસ કરવાનો હતો.નવું રાજ્ય હતું પ્રથમ દિવસ સ્કૂલમાં સાતમી કક્ષા માં અભ્યાસ કરવાનો હતો.
એ મારો પ્રથમ દિવસ હતો સ્કૂલના વર્ગખંડમાં પહોંચ્યો.
આજ સુધી હું કોઈની જીંદગીમાં પહેલી બેન્ચ પર બેઠો નથી એટલે આ વખતે પણ છેલ્લી બેંચ માં જઈ ને શાંતિથી બેસી ગયો ત્યારે વર્ગખંડમાં એક વિદ્યાર્થી દાખલ થયો થોડો-થોડો મૂંઝવણભર્યો તેનો ચહેરો હતો. મારી છેલ્લી બેન્ચ પાસે આવીને બોલ્યો આ મારી સીટ છે.
આ સાંભળતા મને ગુસ્સો આવી ગયો અને ઉભો થઈને મેં તે છોકરાને ધક્કો માર્યો. એ સમયે તેનો ચહેરો જોયો અંદરથી રડતો હોય એવું લાગ્યું. મારું હૃદય પીગળી ગયું. અને એની પાસે માફી માગી. અને મારી બેન્ચમાં સ્થાન આપ્યું. અને સાથે સાથે મારા હૈયામાં. બસ આજ સુધી આ મિત્રતા તૂટી નથી. ફિલ્મી લાઇફની જેમ અમારી વચ્ચે પણ ઘણીવાર નાના મોટા ઝઘડા થયા છે. પણ બનાવ બન્યા છે. પણ માત્ર થોડા સમય માટે પછી તો બસ એકબીજા વિના રહી ન શકીએ ‌ મને હજી એક દિવસ યાદ છે. જ્યારે મારો મિત્ર મારી સાથે નજીવા કારણસર અણબનાવ બન્યો હતો.એ મારી સાથે બે દિવસ ના બોલ્યો પણ એ બે દિવસમાં જિંદગીના બે વર્ષ જેવા લાગ્યા . સાહેબ આજે બે મિત્રો વચ્ચે લાગણીનો છે અને મિત્રતા એટલે વગર કોઈ કારણોસર બસ મળ્યા કરવું અને કોઈપણ જાતની અપેક્ષા વિના નો મજબૂત સંબંધ એટલે મિત્રતા. મિત્રો સાથે દરેક પણ મજેદાર હોય છે નય. સાહેબ કહેવાય છે ને દુઃખ પછી જિંદગીમાં સુખ આવે છે. આ કુદરતનો નિયમ છે. આ નિયમ અનુસાર આજ સુધી મારા જીવનમાં ઘણી ઘટના બની પણ આજ સુધી મને ખબર પડતી નથી કે ઘટના દુઃખદ હતી કે સુખદ. આ ઘટના એટલે પ્રેમ. પ્રેમ તો દરેક ક્ષણે થઈ શકેે છે. ક્યારેક કોઇ વ્યક્તિ સાથે કોઈ પ્રકૃતિ સાથે અથવા કોઈના સ્વભાવ સાથે. અને પહેલીવાર કરેલોોો પ્રેમ જિંદગીમાંં ક્યારે ભૂલી શકાતો નથી.પછી ભલેને જાણે સ્વર્ગની અપ્સરા મળી જાય પણ પહેલો પ્રેમ એ પહેલો પ્રેમ. હવે હું મારા પ્રેમની વાત કરું તો મનેેે પહેલી વખત પ્રેમ નવમા ધોરણમાં થયો હતો . આવા તે સમયની છે. જ્યારે આઠમાાાાા ધોરણ મા ધક્કો મારી મારીને નવમા ધોરણમાં પહોંચ્યો.
ત્યારે મારી સ્કૂલ નો પ્રથમ દિવસ હતો. હું અને મારો મિત્ર છેલ્લી બેન્ચ મારુ સામ્રાજ્ય જમાવ્યું હતું. બપોરના લગભગ 12 :20 થયા હતા
છેલ્લી બેન્ચ બેઠા રાજાજેવો અનુભવ થતો હતો
આજુબાજુ સેનાપતિ બેઠા હોય એવું લાગતું હતું. અમારી આગળ વિદ્યાર્થીઓને વિશાળ સેના હતી. એટલામાં જ અમારા સામ્રાજ્યમાં પ્રોફેસર નામના રાજાએ હુમલો કર્યો અને વર્ગખંડમાં આવ્યો. આખો વર્ગખંડ જાણે યુદ્ધ ભૂમિ હોય એવું લાગતું હતું. બેઠાબેઠા અમે ચારે તરફ નજર ફેરવતા હતા. કદાચ અમને અમારી રાણી મળી જાય
પણ વર્ગખંડમાં દાસીના પદને શોભે એવી જ કન્યા નજરે પડતી હતી.
લગભગ બપોરના 12 :40 જેવો સમય થયો હતો . જેમ રાજા યુદ્ધની ઘોષણા કરે એમ અમારા વર્ગખંડના સ્પીકરમાં પ્રાથના ની ઘોષણા થઈ.જેમ કોઇ રાજા કે સેનાપતિ મૃત્યુ પામે અને શોખ માટે બે મિનિટ મૌન રાખે એમ અમને પણ આંખો બંધ કરાવવામાં આવી. આંખો બંધ થઈ એ પછી સુધી પ્રતિજ્ઞા પત્ર માં જ ખુલી આ સાત મિનિટમાં શું થયું મને ખબર જ ન પડે . જેમ યુદ્ધમાં સૈનિકોને તૈયાર કરવામાં આવે. એમ અમારી હાજરી લેવામાં આવી.
ત્યાં જ બારણે એક છોકરી નો અવાજ આવ્યો" may I come in sir."
તરત જ બધા લોકો તેની સામે જોવા લાગ્યા. તરત જ મારું ધ્યાન તેની સામે ગયું. એ છોકરી નું વર્ણન કરું તો તેના પર આખી એક નવલકથા લખાય એમ છે. "એના કલરવાળા વાળ એના ગોળ ચહેરા પર ઉભરી આવતા હતા. એની ભૂરી આંખોમાં કંઈક જુદું જ તેજ હતું. આછા ગુલાબી કલરનું ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ જાણે કમળ ખીલ્યું હોય એવું લાગતું હતું.
એ વર્ગમાં દાખલ થયા અને બરોબર છેલ્લી પાટલીએ મારી સામે બેસી. તે જ દિવસથી રોજ તે વર્ગખંડમાં 7:30 સમયે ક્લાસ માં દાખલ થાય એટલે હું 7:00 વાગે ક્લાસમાં પહોંચી જાવ. તેની જગ્યા એ બીજું કોઈ ના બેસી જાય એ નુજ મારું કામ. આ વર્ષ ચાલ્યું. ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા આવી ગઈ હતી. આખું વરસ ચોપડી ના પૂઠા નો કલર જોયો ન હતો. પણ જેમ તેમ કરીને અમે નવમું ધોરણ પાસ કરયું એ પણ ૪૦% સાથે પછી 10 ધોરણમાં પ્રવેશ મેળવ્યો પછી આખુ વર્ષ પણ આ જ કર્યો. આમ કરતા તો તેની બધી જ માહિતી મેળવી લીધી. અંગત માહિતી સહિત. પછી તેમની નાની નાની બાબતમાં પણ મને રસ પડવા લાગ્યો. મને ગમવા મને એની બધી બાબતો ગમવા લાગી.
To be continued in next part...