Maa vinanu ghar books and stories free download online pdf in Gujarati

મા વિનાનું ઘર

એકાએક ફોન વાગ્યો!
બપોરે ૨ વાગ્યે અર્પિતા નો કૉલ શા માટે?

"હેલ્લો અર્પિતા!"

"અર્પિતા નહિ હું અર્પિત, તું જલ્દી ઘરે આવ દીપા....મમ્મી....મમ્મી....."
"શું થયું આંટી ને?" મારા મન માં ધ્રાસકો પડ્યો.
"મમ્મી એમને છોડી ને હંમેશા માટે જતી રહી દીપા..........." ને અર્પિત છૂટી પોકે રડી પડ્યો ને થોડી વાર પછી પોતાને સાંભળતા, "તું જલ્દી આવ દીપા જો ને અર્પિતા કઈ બોલી નથી રહી...નથી રડી રહી બસ સૂનમૂન બેસી રહી છે મને એની બહુ ચિંતા થાય છે."
"હું હમણાં જ આવું છું અર્પિત હિમ્મત રાખ.." આટલું બોલતા મારા આંખ માં થી આંસું વહી ગયા..

થોડી વાર માટે સારિકા આંટી સાથે થયેલી છેલ્લી વાતો મગજ માં ચાલી રહી હતી.
" બેટા હવે હું નિરાંત થી જીવી શકીશ, દીકરો કમાતો થઈ ગયો ને મારું પાક્કું મકાન બનવાની ઈચ્છા પણ જલ્દી પૂરી થઈ જશે એટલે સરસ વહુ લઈ આવું, રહી વાત આ અર્પિતા ની.... દીકરી ને તો ક્યાં સાસરું મળી જાય ક્યાં ખબર પડે છે..."

એમની આંખો માં એક અજબ ખુશી ની ચમક હતી! જાણે આખા જીવન નો થાક હવે ઉતારવાની હતી. જાણે બસ હવે નીરાંત...... કોણ જાણતું હતું કે જીવન ની નિરાંત આમ લેશે??

હું તરત મમ્મી પાસે જઈ બધું જણાવ્યું.

"એમને કોઈ રોગ તો ની હતો દીપા?? અચાનક શું થયું?? ચાલ હું પણ આવું છું તારી સાથે... આમ એકાએક શું થયું હશે??....

હું ને મમ્મી પોહચ્યાં અર્પિતાના ઘરે! ત્યાં જઈ ખબર પડી સારિકા આંટી અને નિમેષ અંકલ એમના પિયર ગયા હતા બારડોલી અને પાછા ફરતા ટેમ્પા સાથે અકસ્માત થયો..અંકલ અચાનક બ્રેક મારતાં આંટી ઉછળી ને પાછળ બાજુ પડ્યા ને એમના ચેહરા પર થી ટ્રક ફરી ગઈ ને ઘટના સ્થળે જ તેઓ મૃત્યુ પામ્યા!

એમનો ચેહરો એટલો ગંભીર રીતે ઇજા પહોંચતા ઓળખાતો નાં હતો.. બધા સગા સંબંધી આવી ગયા હતા પણ સારિકા આંટી ને હજુ હોસ્પિટલ થી લાવવા માં ન આવ્યા હતા...ઘર નું એક બાજુ બાંધકામ ચાલુ હોવાથી બધું વેર વિખેર પડ્યું હતું પણ સાચાં અર્થ માં ઘર વિખેરાય ગયું!......

અર્પિતા સૂનમૂન બેસી હતી હું એની પાસે જઈને બેસી!
એનાં ચેહરા પર ની શાંતિ એના મન માં ચાલતું તોફાન ની ઝાંખી હતી, જ્યાર થી ખબર પડી સારિકા આંટી વિશે... એક શબ્દ નાં બોલી હતી નાં રડી હતી!

"સારિકા એનું નવું ઘર જોવા નાં પામી!....
કેટલી ખુશ હતી...વહુ માટે નવા ઘર માટે...!"

આખરી સમય નાં વખાણ દરેક વ્યક્તિ નાં થાય છે...વ્યક્તિ સારી હોઈ કે નહીં હોઈ નહિ, પણ સારિકા આંટી તો એમના ઘર ની જ નહિ આખા મોહલ્લા ની રોનક હતા!
એમનો માયાળુ અને પ્રેમાળ સ્વભાવ ના લીધે એમનું ઘણું માન હતું!

અકસ્માત સ્થળ થી હોસ્પિટલ અને ત્યાં પોસ્ટમો્ટમ પતાવી સારિકા આંટી ના પાર્થિવ શરીર ને ઘરે લાવતા સાંજ નાં ૭ વાગી ગયા હતા અને સમી સાંજે અંતિમ સંસ્કાર માટે નાં લઈ જવાય એ માટે એમના પાર્થિવ શરીર ને આખી રાત ઘર માં જ રાખવા માં આવ્યું હતું..

ઘર નું વાતાવરણ શોક થી ભરાય ગયું હતું કે શોક ઘર માં વસી ગયો હોઈ એવું ભેંકાર શુન્યતા છવાઈ હતી..આંટી ને લાવતા ની સાથે એમનાં માતા પિતા દીકરો અંકલ બધા ની આંખો માં ચોધાર આંસુ હતા..પણ અર્પિતા જરા પણ હલી પણ નાં હતી...અને જો ની રડે તો તબિયત બગડવાની અને માનસિક શોક માં ડૂબવાનો ડર હતો..

કોઈ અજાણ્યો વ્યક્તિ બસ ચેહરો જોઈ રડી પડે એવી કરુણ મૃત્યુ...

કોઈ જીવનસાથી ગુમાવ્યું,

કોઈ એ પોતાની દીકરી..

કોઈ એ લાડકી બેહન..

કોઈ ની વહુ તો કોઈ ની ૨૪ કલાક મદદ માટે હાજર રહે એવી પાડોશણ..

તો વહાલસોયા સંતાનો એ એમની મા ગુમાવી હતી...

થઈ ગયું મા વિના નું ઘર.. મા વિના નું ઘર એટલે સુવાસ વિના નું ફૂલ..
ઈંટ સિમેન્ટ નું મકાન.. મોભા વિના નું ઘર...આત્મા વિના નો દેહ..ભગવાન વિનાનું મંદિર..અન્નપૂર્ણા વગર નું રસોડું..

મરાઠી માં કેહવાય છે " શાહનું માણસ લાભાત નાહી"...પણ એમાં સંતાનો નો શું વાંક?

આખી રાત ભેંકાર અંધકાર માં દરેક વ્યક્તિ આંટી પાસે આવી પોતાના હૈયા નો ઉભરો ઠાલવી રહ્યા હતા..

વેહલી સવાર થતા અંતિમ સંસ્કાર ની તૈયારી ઓ થઈ ગઈ..દુલ્હન તૈયાર થઈ ગઈ એની આખરી વિદાય માટે..
જેમ જેમ સમય નજીક આવતો હતો તેમ તેમ દરેક નું હૈયાફાટ રુદન વધી રહ્યું હતું..

પણ અર્પિતા તસ થી મસ નાં થઈ અને આંટી ને લઇ જવામાં આવે એ પેહલા એનું રડવું જરૂરી હતું..

હું તેની સૌથી નજીક હતી એટલે નિમેષ અંકલ એ મને કહ્યું મને કઈ પણ કર પણ આને રડાવ..મારા આંસું રોકયી રોકતાં નાં હતાં અને મારી હિમ્મત જવાબ આપી રહી હતી છતાં હું એની પાસે ગઈ..

"ચાલ અર્પિતા મમ્મી જાય છે હંમેશા માટે..ઉઠ.. એને છેલ્લી વાર મળી લે.."

એમ કહેતા હું એને આંટી પાસે લઈ ને બેસાડી ખરી...!

"અર્પિતા.....જો આંટી નથી હવે આપણા વચ્ચે..મમ્મી ગઈ તમને હંમેશા માટે એકલા મૂકી ને.. જો ને.. કેહ ને ની જાય એમ.. આવી રીતે દગો અપાય..હજુ તો ઘર બનતું જોવાનું ભાઈ ને પરણવાનો છે..

કેહ ને એને મારા થી કાઈ બધું એકલાં હાથે નહીં થાય..તે બધું શીખવ્યું મને તારા વગર રેહતા મને તો ની શીખવ્યું.. ઘર સાચવતા શીખવ્યું મકાન ને ઘર બનાવતાં નહિ..
હજુ માંડ તો શીખ્યું ને રસોઈ કરતા.. એટલે એવું થોડી કે માટે જ કરવાનું બધું...

કેહ ને અર્પિતા... બોલ... રોક આંટી ને..."

એક નિષ્ફળ પ્રયાસ પછી મારા થી રડાઈ ગયું છતાં બોલવાનું ચાલુ રાખ્યું..અર્પિતા નો શોક વાજબી જ હતો.. મા ને ગુમાવ્યા પછી એક મા તરીકે ની જવાબદારી નિભાવવા ની હતી મા વગર..
" અર્પિતા...અર્પિતા. જો આ બાજુ જો...મમ્મી ચાલી હમેશા માટે..કોઈ તને રોક ટોક ની કરશે હવે.. કા જાય છે, કેમ મોડું થયું.. આ કર તે કર..કોઈ તને દવા લેવા ખીજવશે પણ ની હવે જો..ચાલી હમેશા માટે..કોઈ તને સવારે જલ્દી ઉઠાડવા ની આવે..કોઈ કામ બરાબર કર ની તો સાસરે થી ફરિયાદ આવશે એમ કહી કોઈ ચિડવશે નહિ..કોઈ નાના ઘાવ પર ફિકર માટે વારે ઘડી પૂછશે નહિ..કોઈ નહિ કહેશે દીકરા તું થાકી ગઈ છે સૂઈ જા હું કરી દઈશ બધું..કોઈ ફિકર થી ખીજાશે નહિ..કોઈ તને "સાસરે જાય તું તો મને શાંતિ"તારો આધાર ગયો અર્પિતા...તારી મમ્મી નથી હવે! તું મા વિના ની થય ગઈ અર્પી!.....હવે ક્યારે ની આવે મમ્મી!............."

"મમ્મી..........................."


અને પછી દીકરી નો દર્દ ભર્યો ચિત્કાર થી ઓરડો ગુંજી રહ્યો....