KING - POWER OF EMPIRE - 13 (S-2) books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 13 (S-2)

શૌર્ય એ બનાવેલા જાળમાં બાદશાહ ફસાઈ ચૂકયો હતો અને હવે મોત સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો.

“ચિંતા કરવાની જરૂર નથી બાદશાહ, કાનજી અંકલ ને કયારેય તારી હકીકત નહીં કહું, હું નથી ઈચ્છતો કે જીવતે જીવ એ મરી જાય, તે જે કર્યું એ માટે તો તને દર્દનાક મોત આપવી છે પણ એ હું કરી નથી શકતો એેટલે તારી મોત ને એક્સિડન્ટ બતાવવી પડશે ” શૌર્ય એ કહ્યું

ત્યારબાદ બે વ્યક્તિઓ એ બાદશાહ ના હાથ પકડી લીધા અને તેને બાંધી દીધો અને કારમાં બેસાડી દીધો, ત્યારબાદ તે બધા ત્યાં થી નિકળ્યા, કોઈ ને ખબર ન હતી કે શૌર્ય શું કરવાનો છે. ત્યાં થી નીકળી ને તે બધા એરપોર્ટ પાસેથી નીકળતાં એક સૂમસામ રસ્તા પર પહોંચ્યા, ત્યાં એક ભાડે બૂક થતી કાર ઉભેલી હતી, એ લોકો એ બાદશાહ ને એ કાર ની ડ્રાઈવિંગ સીટ પર બેસાડી દીધો. શૌર્ય એ દરવાજા ને બહાર થી લોક કર્યો, જેથી અંદર થી એ ખૂલે નહીં, બાદશાહ ના હાથ ખૂલા હતા અને ગાડીમાં ચાવી પણ હતી, બાદશાહ આને અવસર સમજી બેઠો અને તેણે ગાડી ચાલુ કરી ને ભગાવી મૂકી.

“આ શું કર્યું, બાદશાહ ને જીવતો જવા દીધો” સુલતાને કહ્યું

“કિંગ કયારેય કોઈ કામ અધૂરું નથી છોડતો” અર્જુન એ કહ્યું

અચાનક બાદશાહ જે કારમાં હતો એ કાર રસ્તામાં આમતેમ દોડવા લાગી અને જઈને એક ઝાડ સાથે અથડાઈ ગઈ. શૌર્ય એ એક નાનો એવો રીમોટ હાથમાં લીધો અને આંખો બંધ કરીને બાર વર્ષ પહેલાં જે કંપની માં આગ લાગી હતી એને યાદ કરી અને આંખો ખોલી ને રીમોટ કાર તરફ કર્યો અને એક બટન દબાવતાં જ આખી કાર એક ધમાકા સાથે ભડકે ને ભકકે સળગવા લાગી, અંદર થી બાદશાહ ની ચીસો નો અવાજ આવી રહ્યો હતો, ધીરે ધીરે એ ચીસો બંધ થઈ ગઈ અને બાદશાહ ની કહાની પણ ત્યાં જ ખતમ થઈ ગઈ.

“અર્જુન, એરપોર્ટ ના સીસીટીવી માં બાદશાહ લંડન થી આવ્યો એવી ફૂટેજ સેટ કરી દે અને તેની ટીકીટ પણ બુક હતી એ બધી માહિતી સેટ કરી દે અને તેણે કેબ કંપની પાસેથી ગાડી ભાડે લીધી હતી એવી માહિતી તૈયાર કરી દે, ઈન્વેસ્ટીગેશન માં આ એક એક્સિડન્ટ જ સાબિત થવું જોઈએ ” આટલું કહીને શૌર્ય ત્યાં થી નીકળી ગયો. S.P. પણ શૌર્ય ની સાથે જ જતો રહ્યો અને અર્જુન શૌર્ય એ કહેલાં કામ પર લાગી ગયો. સુલતાન, નાયક અલી અને પીટર તો શૌર્ય ને જોતાં જ રહી ગયા, તેણે ઘડીક માં તો બધું સેટ પણ કરી દીધું. પછી બધા લોકો ત્યાં થી નીકળી ગયા.

રાત્ર ના બાર વાગ્યા હતા, શૌર્ય પોતાની બાલ્કની માં ઉભો હતો, તે પોતાના વિચારો માં ખોવાયેલો હતો, પછી જાણતો હતો કે કાલ સવારનાં ન્યૂઝ પેપર માં શું ખબર હશે, કાનજીભાઈ એના દીકરા ની મોત ને કારણે ઘણા અંશે દુઃખી થશે પણ એવા વ્યક્તિ પાછળ એક આંસું પણ સારવાની જરૂર ન હતી, પણ શૌર્ય હકીકત પણ કહી શકે તેમ ન હતો, તે ન તો ઈચ્છતો કે કાનજીભાઈ ને જગન્નાથ ની હકીકત ખબર પડે નહીં તો એની મોત કરતાં આ હકીકત તેમને વધારે આઘાત આપશે અને શૌર્ય એ ઈચ્છતો ન હતો.

ડેવિલ એનાં રૂમમાં આરામ ખુરશી પર બેઠો હતો, ભૈરવ ત્યાં ભાગતો ભાગતો આવ્યો અને કહ્યું, “મુંબઈ થી એક ખબર છે ”

“શું ખબર છે??? ” ડેવિલ એ કહ્યું

“બાદશાહ નું એક એક્સિડન્ટ માં મોત થઈ ગયું છે ” ભૈરવ એ કહ્યું

થોડીવાર રૂમમાં સાવ શાંતિ છવાઈ ગઈ અને પછી ડેવિલ એકદમ શાંત અવાજે બોલ્યો, “એ એક્સિડન્ટ નહીં કોઈ ની પ્લાનિંગ છે, બાદશાહ આટલી સરળ મોત મરે એ સંભવ નથી ”

“મને પણ એવું જ લાગે છે સરકાર, આની પાછળ જરૂર નાયક અલી નો હાથ હશે ” ભૈરવ એ કહ્યું

“નાયક અલી એકલો આ કામ ને અંજામ ન આપી શકે કોઈક તો છે જેણે તેને સહાયતા કરી છે, ભૈરવ તું આ વિશે બધી માહિતી મેળવી મને જાણ કર ” ડેવિલ એ કહ્યું

“જી સરકાર ” આટલું કહીને ભૈરવ ત્યાં થી જતો રહ્યો

ડેવિલ ને બાદશાહ ની મોત થી કંઈ ફરક જ ન પડયો હોય એવી રીતે તે આરામ થી બેઠો હતો, ફરક પડે પણ કેમ, તેણે એ લોકો ને રાખ્યા જ હતા ચારો બનાવીને જેથી એના પર આવનારી મુસીબત આ લોકો પર આવે અને આમ જ કરીને તેણે પોતાના સામ્રાજય ને આજ સુધી સુરક્ષિત રાખ્યું હતું, પણ હવે એનાં મનનાં કોઈક એક ખૂણામાં થોડો ડર પણ હતો કે કયાંક કોઈ એના સામ્રાજયમાં જો આવી ગયું તો પછી બહુ મુશ્કેલી ઉભી થઈ શકે છે.

સવાર પડી પણ આ સવાર ઘણાં ની જીંદગીમાં માતમ લાવી હતી, કાનજીભાઈ ને જગન્નાથ ના મોત ની ખબર મળી અને તેનાં આંખો આગળ અંધારુ છવાઈ ગયું, છેલ્લી વાર એ તેને જોઈ પણ ન શકયા, એની ડેડબોડી એ પણ એકદમ બળી ગઈ હતી. છતાં પણ જે થોડું વધ્યું એમાં જ વિધિ પુર્વક તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને આ બધા માંજ સાંજ પડવા આવી ગઈ હતી, સાંજે કાનજીભાઈ ના ઘરે જ શોકસભા રાખવામાં આવી હતા, હોલમાં વચ્ચે થી સોફા હટાવી લીધા હતા અને નીચે ગાદલાં પાથરેલા હતા, સામે ટેબલ પર જગન્નાથ નો ફોટો હતો, બાજુમાં ગુલાબની પાંખડીઓ ની પ્લેટ હતી, લોકો આવીને તે ફોટો સામે હાથ જોડીને ફૂલ અર્પણ કરી રહ્યા હતા. બાજુમાં કાનજીભાઈ અને મોહનભાઈ બેઠા હતા બધા એમને આસવાસન આપી રહ્યાં હતાં, સુમિત્રાજી સ્ત્રીઓ સાથે બેઠા હતા.
પ્રીતિ ઉપર ના ફલોર પર થાંભલા ને અડીને ઉભી હતી, એ પણ ખૂબ દુઃખી હતી કારણ કે જગન્નાથ એના માટે પિતા સમાન હતા.

લોકો અંદરોઅંદર જગન્નાથ ના વખાણ કરી રહ્યાં હતાં, શૌર્ય,S.P. અને અર્જુન ત્યાં જ ઉભા હતા. તેઓ ત્રણેય મનમાં એને ગાળો જ આપી રહ્યાં હતાં. પણ હવે હકીકત તો કોઈ ને કહી ન શકાય. શોકસભા પુર્ણ થઈ એટલે બધા જતાં રહ્યાં, કાનજીભાઈ હતાશ હતા
શૌર્ય એમને મળવા માંગતો હતો પણ એની હિમ્મત થતી ન હતી કારણ કે તે પોતાના દિકરા જગન્નાથ ને યાદ કરે અને એની સામે શૌર્ય થી કંઈક બોલાઈ જાય એ માટે તેણે એ માંડી વાળ્યું અને તે પણ પોતાના ઘરે જતો રહ્યો.

આ તરફ નાયક અલી અને પીટર બાદશાહ ની મોત નું જશ્ન મનાવી રહ્યાં હતાં અને બીજી તરફ સુલતાન પણ પોતાના ઘરમાં દારૂ પીને નાચી રહ્યો હતો.

S.P. અને અર્જુન અંદરોઅંદર વાતો કરતાં કરતાં શૌર્ય ના રૂમમાં આવ્યા, શૌર્ય બેડ પર બેઠો હતો અને લેપટોપ માં તેની નવી મેન્યુફેક્ચરિંગ કંપની નું કામ જોઈ રહ્યો હતો. S.P. અને અર્જુન ને આવતા જોઈ ને તેણે કહ્યું, “શું થયું આટલી રાત્રે અહીં ”

“હા સર એક કામ હતું ” S.P. એ કહ્યું

“શું કામ છે ? બોલો” શૌર્ય એ કહ્યું

“સર આપણે બાદશાહ ને તો ખતમ કરી દીધો પણ ડેવિલ સુધી કંઈ રીતે પહોંચશું ” અર્જુન એ કહ્યું

શૌર્ય એ પોતાનું લેપટોપ બંધ કરીને બાજુમાં મૂકયું અને કહ્યું, “સુલતાન આપણ ને ડેવિલ સુધી પહોંચાડશે એટલાં માટે તો એની સાથે હાથ મિલાવ્યો છે ” શૌર્ય એ કહ્યું

“ઓકે સર, તો સર સુલતાન સાથે વાત કરવી.... ” S.P. એ કહ્યું

“મારે મતે આપણે થોડો સમય શાંત રહેવું જોઈએ, ડેવિલ સુધી આ વાત તો પહોંચી ગઈ હશે આપણે વધારે પડતી હિલચાલ કરશું તો એને શંકા જશે એટલે મારા મતે થોડો સમય શાંત રહીએ અને પછી આગળ નો પ્લાન બનાવીએ ” શૌર્ય એ કહ્યું

“ઓકે સર ” S.P. અને અર્જુન એકસાથે બોલ્યા

“ત્યાં સુધી આપણે કંપની નું કામ કરીએ” એમ કહીને શૌર્ય એ ફરી લેપટોપ લીધું અને S.P. અને અર્જુન પણ તેની પાસે ગયા અને ત્રણેય કામ કરવામાં વ્યસ્ત થઈ ગયા.

શૌર્ય એ શાંત રહેવાનું પસંદ કર્યું એ એક રીતે યોગ્ય હતું પણ અવસર હતો કે એજ સમયે ડેવિલ ને માત આપી દેવી જોઈએ પણ શૌર્ય એ ન કર્યું. શૌર્ય બીજા દિવસે થી પોતાના કામમાં ગયો, તેને પોતાની નવી કંપની અને ફેકટરી માટે શહેર ની બહાર જમીન મળી ગઈ, ફોરેન થી આવેલા એન્જીનીયર કામ પર લાગી ગયા હતા, શૌર્ય આખો દિવસ એમાં જ વ્યસ્ત રહેતો હતો અને એજ તેનું રૂટીન બની ગયું હતું, રાત્રે બધુ ટેન્શન છોડી ને ટેરેસ પર પાળી પર બેસી ને પ્રીતિ સાથે કોફી પીવાનું પણ તેનું રૂટીન થઈ ગયું હતું, કયારેય કોઈ કોફી ના સ્વાદ ની સાથે એ બંને એકબીજા ના હોઠો નો પણ રસપાન કરી લેતાં હતાં.

આ તરફ નાયક અલી દુબઈ જતો રહ્યો હતો, ત્યાં થી એ પોતાનો માલ તૈયાર કરી ને મુંબઈ મોકલતો હતો, સુલતાન આખી મુંબઈ પર હુકમત કરી રહ્યો હતો, એજ બધા માલ ને પોર્ટ પર લેતો અને ઈન્ડિયા માં ડિસ્ટ્રિબ્યુશન કરતો. આમ ને આમ એક મહિના જેટલો સમય વીતી ગયો, પણ S.P. અને અર્જુન ને સમજાતું ન હતું કે આખરે શૌર્ય શાંત કેમ બન્યો, શું એ ડેવિલ થી ડરી ગયો છે????

આજે એક મહિના થઈ ગયો હતો બાદશાહ ની મોત ને, આજે નાયક અલી એક કન્ટેનર મોકલી રહ્યો હતો અને પોલીસ ની ચેંકિગ પણ થવા લાગી હતી, પણ સુલતાન એ એક ટ્રક મોકલ્યો હતો, જે કન્ટેનર લઈ ને તેનાં ગોડાઉન પર પહોંચી જાય, ટ્રક માં બે જ વ્યક્તિ ઓ હતા, તેમણે કન્ટેનર લઈ લીધું અને ત્યાં થી નીકળી ગયા, જંગલ ના રસ્તા માં પોલીસ નું ચેંકિગ થતું ન હતું એટલે તેમણે એ રસ્તે જવાનું નક્કી કર્યું, થોડે દૂર જતાં જ તેનું ટાયર પંક્ચર થઈ ગયું, એ બંને લોકો નીચે ઉતર્યા ત્યાં જ કયાંક થી ગોળી ચલાવવાનો અવાજ આવ્યો, બીજા વ્યક્તિ એ જોયું તો પેલો વ્યક્તિ ત્યાં જ ઢળી પડયો હતો, તેણે તરત પોતાની ગન કાઢી અને આમતેમ જોવા લાગ્યો, ત્યાં બીજી ગોળી ચાલી અને એ વ્યક્તિ પણ મરી ગયો, ત્યારબાદ અંદર જંગલમાંથી કેટલાંક લોકો આવ્યા અને ટ્રકમાં બધું જોયું ત્યારબાદ બીજી એક ટ્રક ત્યાં આવી અને બધો માલ બીજી ટ્રકમાં શીફટ કરી ને એ લોકો ટ્રક સાથે નીકળી ગયા.

સવાર પડી ત્યારે સુલતાન ને આ વાત ખબર પડી, તેના મનમાં થોડો ડર જાગ્યો કયાંક આ ડેવિલ નું કામ તો નથી કારણ કે તેણે ડેવિલ સાથે બેઈમાની કરી હતી, તેણે તરત જ નાયક અલી ને ફોન કર્યો અને બનેલી બધી ઘટના જણાવી.

“એક કામ કર તું કિંગ ને આ વાત કર, એ ત્યાં જ છે એ બધી ગૂંથી ઉકેલી નાખશે” નાયક અલી એ કહ્યું

“સાચી વાત છે એ જરૂર એ લોકોને પકડી લેશે” સુલતાને આટલું કહીને ફોન કટ કર્યો

સુલતાને તરત જ S.P. ને ફોન લગાવ્યો, શૌર્ય, S.P. અને અર્જુન ત્રણેય ઓફિસમાં બેઠા હતા અને કામ વિશે ચર્ચા કરી રહ્યા હતા, સુલતાન નો ફોન આવ્યો એટલે S.P. એ કહ્યું, “સર સુલતાન નો કોલ આવે છે ”

“ઓકે ફોન સ્પીકર રાખી દે ” શૌર્ય એ કહ્યું

S.P. એ ફોન રીસીવ કર્યો અને સ્પીકર પર રાખ્યો, “હલ્લો S.P. જલ્દી થી કિંગ સાથે વાત કરાવ મારી ” સુલતાને કહ્યું

“કિંગ જ બોલું છું ” શૌર્ય એ કહ્યું

સુલતાને રાત્રે બનેલી બધી ઘટના શૌર્ય ને કહી, ત્યારબાદ શૌર્ય એ કહ્યું, “નાયક અલી ને આ ઘટના ની જાણ કરી છે?? ”

“હા હમણાં જ તેને કહ્યું, તેણે જ મને તમને ફોન કરવા કહ્યું ” સુલતાને કહ્યું

“ઠીક છે એકકામ કર મારી ઓફિસ પર આવી જા અહીં શાંતિ થી વાત કરીએ ” શૌર્ય એ કહ્યું

“ઓફિસ પર???? ” સુલતાને કહ્યું

“હા કેમ? કોઈ પ્રોબ્લેમ છે??? ” શૌર્ય એ કહ્યું

“ના પણ મને કોઈ ત્યાં આવતા જોઈ જશે તો પ્રોબ્લેમ થશે ” સુલતાને કહ્યું

“તો તું બોલ કયાં મળવું છે?? ” શૌર્ય એ કહ્યું

“એકકામ કરીએ સાંજે છ વાગ્યે મુંબઈ પોર્ટ પર મળીએ ” સુલતાને કહ્યું

“ઓકે ઠીક છે ” આટલું કહ્યું પછી S.P. એ ફોન કટ કરી નાખ્યો.

“આજ સાંજે પોર્ટ પર જવાનું છે ” શૌર્ય એ કહ્યું

“ઓકે સર ” S.P. અને અર્જુન એ કહ્યું

આખરે કોણ હતું જેણે આ કર્યું, મારા ખ્યાલ પ્રમાણે ડેવિલ હોઈ શકે, શૌર્ય પણ હવે કામમાં જ વ્યસ્ત રહેવા લાગ્યો અને હવે તો તે પ્રીતિ ના પ્રેમમાં પણ હતો અને ઈતિહાસ ગવાહ છે પ્રેમમાં પડયા પછી કેટલાય યોદ્ધાઓ હારી ચૂક્યા છે, ખરેખર શૌર્ય હવે ડરી રહ્યો હતો પહેલાં ની જેમ કંઈ કામ કરતાં. હવે પરિસ્થિતિ કંઈ મોડ ઉપર લાવીને ઉભી રાખે એ કોઈ નથી જાણતું પણ એટલું જરૂર કહી કે કોઈક તો છે જે હવે પાછું આ શાંત થયેલ પરિસ્થિતિ ને અશાંત કરશે, કોણ હશે એ જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”