Prinses Niyabi - 14 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | પ્રિંસેસ નિયાબી - ભાગ 14

પ્રિંસેસ નિયાબી - ભાગ 14

દેવીસિંહ: હવે લુકાસા વિશે કહું તો એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જાદુગરની છે. એની સામે જાદુ થી જ લડી શકશે. ને એ તલવાર પણ સારી ચલાવે છે. ને એની પાસે કોઈ જાદુઈ વિદ્યા છે. જેના થી એ વસ્તુ કે માનવી ને કાચના બનાવી દે છે. એના થી બચવા માટે એની આંખો થી બચીને રહેવું પડશે.

નુએન: હા એ અમને ખબર છે. એની વ્યવસ્થા છે અમારી પાસે.

દેવીસિંહ: હવે યંત્ર સૈનિકો. મોઝિનો પાસે બે પ્રકારના યાંત્રિક સૈનિકો છે. એક લાકડાના અને બીજા ધાતુ ના. જે લાકડાના સૈનિકો છે એને આગ થી બાળીને સમાપ્ત કરી શકાય છે. પણ ધાતુના સૈનિકો માટે એમની પીઠ પાછળ એક ચક્ર છે એ ચક્ર ને બંધ કરવું પડે. તો એ સૈનિકો નકામા થઈ જાય. જ્યાં સુધી એ ચક્ર ફરતું રહેશે ધાતુના સૈનિકો કામ કરતા રહેશે. જેવું એ ચક્ર બંધ થશે. એ સૈનિકો કામ બંધ કરી દેશે. ને આ બધી યાંત્રિક કમાલ મોઝિનો ની છે. મહેલની નીચે એક ભોંયરૂ છે. આ ભોંયરામાં એક ગુપ્ત ઓરડો છે. જેમાં આ બધા ધાતુના સૈનિકો તૈયાર કરવામાં આવે છે. ને ત્યાં થી જ આ બધા સૈનિકો ને હુકમ પણ આપવામાં આવે છે.

નુએન: પણ એ કેવી રીતે?

દેવીસિંહ: આ ઓરડામાં એવી યાંત્રિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે કે એ આ બધા સૈનિકો ના ચક્ર ને ફરતા રાખે. જો એ વ્યવસ્થા નકામી બનાવી દેવામાં આવે તો પછી આ સૈનિકો કોઈ કામના રહેશે નહિ. પણ આ ઓરડામાં માત્ર મોઝિનો જ જાય છે. ત્યાં જવા માટે ને ઓરડાને ખોલવા માટે મોઝિનોનું ત્રિશુલ જોઈશે. પણ આ ત્રિશુલ કેવી રીતે કામ કરે છે એ હજુ ખબર પડી નથી.

નુએન: એની મને ખબર છે. તમે હવે તૈયારીઓ કરો હુમલાની. બીજું બધું હું જોઈ લઈશ.

દેવીસિંહ: તો તો ખુબ સરસ. તો પછી કાલ થી લાગી જઈએ કામમાં.

એ પછી બધા સુવા માટે ગયા.

સવાર સવારમાં જ નિયાબી, ઓનીર અને નુએન રાયગઢ માટે નીકળી ગયાં. એમના ગયા પછી દેવીસિંહ અને એમની ટુકડી હથિયારો ને તેજ કરવામાં લાગી ગઈ.

માતંગી ઉઠી ત્યારે એનું માથું એને ભારે ભારે લાગી રહ્યું હતું. તેને રાતની વાત યાદ આવી ગઈ. એ ઝડપથી રોજીંદી ક્રિયાઓ પતાવી. બહાર નીકળી. એને ખબર હતી કે આજે લુકાસા એને શોધતી આવશે. પણ એ કોઈપણ બહાને મહેલની બહાર જવા માંગતી હતી. જેથી એ કઈક વિચારી શકે અથવા તો કઈક કરી શકે. એ ઘોડાના અસ્તબલમાં ગઈ. ત્યાં એણે ઘોડાઓનું નિરીક્ષણ કર્યું. પેલા ભડકેલા ઘોડા પર એણે સવારી કરી. ને ત્યાં થી બહાર નીકળી.

આ તરફ જીમુતા લુકાસા પાસે આવ્યો. લુકાસાએ એને માતંગી ને બોલાવવા મોકલ્યો હતો.

જીમુતા: લુકાસા સેનાપતિ માતંગી આજે ઘોડાના અસ્તબલમાં છે ઘોડાઓના નિરીક્ષણ માટે. આપ કહો તો બોલાવી લઉં?

લુકાસા: ના એવી કોઈ જરૂર નથી. હું પછી મળી લઈશ. તમે દેવીસિંહને મળવા જવાની તૈયારીઓ કરો. કાલે સવારે નિકળીશું.

જીમુતા: જી લુકાસા.

લુકાસા પોતાના મનમાં જ દેવીસિંહને બોલવા મજબૂર કરવા માટેના ખ્યાલોમાં રાચવા લાગી, દેવીસિંહ તૈયાર થઈ જા હું આવું છું તારી દીકરીને લઈને. હું પણ જોવું છું કે એક પિતાનું હૃદય કેટલું મજબૂત છે? તું એક સાચો દેશભક્ત ખરો પણ પિતા કેવો એ હવે ખબર પડશે. હવે તારે મોં ખોલ્યા વગર છૂટકો જ નથી.

માતંગી ઘોડાને લઈને બજારમાં થી પસાર થઈ રહી હતી. એ એના જ વિચારોમાં હતી. ઝાબી સામાન લઈને આવી રહ્યો હતો. એણે માતંગીને વિચારો સાથે ઘોડો હંકારતા જોઈ. ઘોડો ક્યાં જઈ રહ્યો છે એનું માતંગીને કોઈ ભાન હતું નહિ. બજાર ઓળંગીયા પછી થોડે દૂર એક કાદવનું ખાબોચિયું આવતું હતું. ઝાબી ને લાગ્યું કે આ જરૂર એ કાદવમાં ફસાસે. એટલે એ સામાન મૂકી ને ઘોડાની પાછળ દોડ્યો.

ઝાબીએ બુમો પાડવા લાગી, ઓ ઘોડેસવાર સામે જુઓ. આગળ ભય છે. તમારા ઘોડાને કાબુ કરો. ઓ ઘોડેસવાર...

પણ માતંગી કઈ સાંભળી રહી નહોતી. ઘોડો ઝડપ થી આગળ વધી રહ્યો હતો. ઝાબી એને આંબી શકે એમ નહોતો. એટલે એણે એક મજબૂત દોરડું લીધું ને એનો ગાળીઓ બનાવી માતંગી ઉપર ફેંક્યો. ગાળીઓ માતંગીના શરીર પર જઈને પડ્યો. માતંગી કઈ સમજે એ પહેલા ઝાબીએ એક ઝટકા સાથે એને ખેંચી લીધી. માતંગી જમીન પર પછડાઈ અને ઘોડો કાદવમાં જઈ પડ્યો.

પોતાને કોઈએ આમ નીચે પછાડી એ જોઈ માતંગી ગુસ્સે થઈ ગઈ. એ ગાળીઓ કાઢતી કાઢતી ઝાબી પાસે આવી ને ગુસ્સામાં બોલી, ઓ યુવાન કેમ મને આમ નીચે પછાડી? તું જાણે છે કે હું કોણ છું? તારી આટલી હિંમત?

ઝાબી દોરડું નીચે ફેંકતા બોલ્યો, હિંમત તો બહુ છે. પણ એને અહીં બતાવવાની કોઈ જરૂર નથી. ને ઘોડા પર બેસો ત્યારે ધ્યાન રાખો કે ક્યાં જઈ રહ્યા છો? જો વિચારોમાં જ ખોવાયેલા રહેવું હોય તો ઘરમાં ઝરૂખો હોય ને ત્યાં બેસવું. આમ રસ્તા પર ટહેલવા ના નીકળવું. ને એ પણ ઘોડા પર. પછી ઝાબી ત્યાં થી ચાલવા લાગ્યો.

માતંગી એ આ બધું સાંભળી ઘોડા તરફ જોયું. બિચારો ઘોડો કાદવમાં ખુંપી ગયો હતો. એને ભાન થયું કે શુ થયું? એ તરત જ ઘોડા તરફ દોડી. ને પેલું દોરડું ઘોડાના ગળામાં નાખ્યું ને ઘોડાને ખેંચવા લાગી. પણ તકલીફ પડી રહી હતી. માતંગી પૂરું જોર લગાવી રહી હતી. ત્યાં એને લાગ્યું એનો ભાર હળવો થઈ ગયો. એણે પાછળ ફરી જોયું તો ઝાબી અને અગીલા દોરડું પકડી ખેંચી રહ્યા હતા. પછી ત્રણેયે મળી ઘોડાને કાદવમાં થી બહાર કાઢ્યો.

માતંગી અગીલા અને ઝાબી પાસે જઈ બોલી, આપનો ખુબ ખુબ ધન્યવાદ. તમે ના હોત તો આ શક્ય ના બનતું.

અગીલા: કઈ નહિ. એ તો મદદ કરવી જ પડે. એક મૂંગા જીવનો પ્રશ્ન હતો.

ઝાબી કટાક્ષમાં, હા બિચારો મૂંગો જીવ. એને ક્યાં ખબર હોય છે કે માણસ એને ક્યાં લઈ જાય છે અને કેવી માનસિક પરિસ્થિતિમાં લઈ જાય છે.

અગીલા: ઝાબી જવા દે હવે. પછી માતંગી તરફ જોઈને બોલી, હું અગીલા અને આ ઝાબી.

માતંગી: હું માતંગી.

અગીલા આશ્ચર્ય સાથે બોલી, સેનાપતિ માતંગી?

માતંગી: હા.

અગીલા: ઓહ.....ક્ષમા કરશો. અમને ખબર નહોતી. કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો.

માતંગી: અરે મને શરમમાં ના નાંખો. ભૂલ તો મારી થઈ છે. તમે મને ક્ષમા કરો. હું ફરીવાર ધ્યાન રાખીશ.

ઝાબી ઘોડા પાસે જઈને બોલ્યો, આવો હું ઘોડો સાફ કરી આપું. ત્યાં સુધી તમે બેસો.

માતંગી અને અગીલા ઝાબી સાથે ગયા. ઝાબીએ પાણી લઈ ઘોડાને સાફ કરવા લાગ્યો. માતંગી એને જોઈ રહી.

માતંગી: તમે લોકો નવા છો અહીં?

અગીલા: ના....ના.. સમય થયો અહીં આવે. પણ આપને મળવાનો મોકો આજે મળ્યો.

માતંગી: ઓહ.....

અગીલા ને લાગ્યું કે માતંગી કઈક ઉદાસ છે એટલે સાવધાની પૂર્વક પૂછ્યું, તમે કોઈ તકલીફમાં છો?

માતંગી: ના એવું કઈ નથી. ચાલો હું નીકળું.

પછી માતંગી ઘોડા પર બેસી ત્યાં થી નીકળી ગઈ. અગીલા અને ઝાબી એને જતી જોઈ રહ્યા.

અગીલા: ઝાબી આને કોઈ સમસ્યા હતી પણ કઈ બોલી નહિ. માન ન માન કઈક તો છે.

ઝાબી: અરે! જવા દેને એની સમસ્યા એની પાસે. આપણે શુ? ચાલ કામ કરીએ.

પછી બંને કામ માટે નીકળી ગયા.

માતંગી અસ્તબલમાં આવી ત્યારે લુકાસા એની રાહ જોઈને ઉભી હતી. એને જોઈ માતંગી સમજી ગઈ કે એ કેમ આવી છે? માતંગી ઘોડો મૂકી લુકાસા પાસે આવી.

માતંગી: લુકાસા.....સા.....આ.... તમે અહીં? મને બોલાવી લેવી હતી? હું આવી જાત.

લુકાસા: એની કોઈ જરૂર નથી. મને થયું એ બાને ઘોડાના અસ્તબલ ની પણ મુલાકાત થઈ જશે. હવે કાલે આપણે ગુફા પર દેવીસિંહજી ને મળવા જવાનું છે. ને તારે પણ આવવાનું છે.

માતંગી સમજી ગઈ હતી કે લુકાસા શુ કરવા જઈ રહી છે. પણ પોતાના પર નિયંત્રણ રાખતા બોલી, અવશ્ય લુકાસા. હું આવીશ.

પછી લુકાસા ત્યાં થી જતી રહી. માતંગી હવે બરાબર ચિંતામાં આવી ગઈ. શુ કરવું? શુ ના કરવું? એની એને સમજ ના પડી. બસ હવે એક જ વ્યક્તિ એની મદદ કરી શકે એમ હતી. એણે એક માણસ સાથે કોઈને સંદેશો મોકલ્યો અને પોતે તરત જ ત્યાં થી નીકળી ગઈ. એક ગુપ્ત રસ્તા થી એ એક મોટા ઓરડામાં આવી. ત્યાં પહેલા થી જ એક વ્યક્તિ હાજર હતી.

માતંગી: દાદી ઓના?

દાદી: માતંગી આવી ગઈ? બોલ શુ થયું? આમ અચાનક કેમ મળવા આવી?

માતંગી: દાદી ઓના મને એકવાત જાણવા મળી છે.

દાદી: હા બોલ?

માતંગી: દાદી ઓના મને ખબર પડી છે કે હું રાયગઢના સેનાપતિ દેવીસિંહની દીકરી છું. ને આવતીકાલે લુકાસા મને મારા પિતા પાસે લઈ જવાની છે. એમની પાસે થી કોઈ વસ્તુ લેવા માટે એ લોકો મારો ઉપયોગ કરવાના છે.

દાદી: માતંગી એ વાત સાચી છે. તું દેવીસિંહની દીકરી છે. તને તો પહેલા થી જ ખબર હતી ને કે તું રાયગઢ ની જ રહેવાસી છે?

માતંગી ઉદાસી સાથે બોલી, હા દાદી. પણ મને એ નહોતી ખબર કે હું સેનાપતિ દેવીસિંહની દીકરી છું. જેને વર્ષો થી મોઝિનોએ કેદી બનાવી રાખ્યા છે. ને હું ત્યાં એમને મળી છતાં ......દાદી ઓના તમને ખબર છે ત્યાં કેવી સ્થિતિ છે?

દાદી: હા માતંગી તું એજ સેનાપતિની દીકરી છે. તારા પિતાને તો ખબર પણ નહિ હતી કે એમની કોઈ દીકરી છે. કેમકે એમને બંધી બનાવવામાં આવ્યા ત્યારે તું આ દુનિયામાં જન્મી નહોતી. ને મને તારા પિતાની હાલત પણ ખબર છે. મોઝિનો હવે તારા પિતા પાસે થી મીનાક્ષી રત્ન મેળવવા માટે તારો ઉપયોગ કરશે.

માતંગી: પણ દાદી હવે શુ થશે? કાલે લુકાસા મને ગુફામાં લઈ જવાની છે.

દાદી: ઓહ.. તો એમ વાત છે. તું ચિંતા ના કર. તું જા લુકાસા સાથે. બિલકુલ ડરીશ નહીં.

માતંગી ચિંતા સાથે બોલી, પણ દાદી કેમ ચિંતા ના કરું? લુકાસા કાલે મને મારા પિતા સામે ઉભી કરી દેશે. ને એમની પાસે મારા જીવના બદલામાં મીનાક્ષી રત્ન માંગશે. ને મને નથી ખબર કે પછી શુ થશે?

બોખા મોં એ હસતાં હસતાં દાદી ઓના બોલ્યાં, તને શુ લાગે છે? દેવીસિંહ એટલો જલ્દી માની જશે. દેવીસિંહને ખબર છે કે તું એની દીકરી છે.

માતંગી આશ્ચર્ય સાથે બોલી, શુ? એમને ખબર છે?

દાદી: હા માતંગી દેવીસિંહને ખબર છે કે સેનાપતિ માતંગી એની દીકરી છે. ને એ ખૂબ હોંશિયાર અને સમજદાર છે.

પણ માતંગીએ દાદી ઓના ને વચ્ચે જ બોલતા રોકી દીધા અને બોલી, દાદી.....દાદી...મહેરબાની કરી તમે મને બધું વ્યવસ્થિત રીતે કહો. મને કઈ સમજ નથી પડતી.

દાદીએ માતંગીનો હાથ પકડ્યો અને પોતાની પાસે બેસાડતા કહ્યું, તો સાંભળ માતંગી. રાજા કર્ણદેવની મોત પછી અને મોઝિનોના નવા રાજા બન્યા પછી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ હતી. જેમ રાજા કર્ણદેવની સેનામાં હનુમાન ટુકડી હતી. એમ એક બીજી ટુકડી પણ હતી જટાયુ ટુકડી. જેમાં સામાન્ય વ્યક્તિઓ કામ કરતા હતા. એમનું કામ દેશની રક્ષા માટે જાસૂસી કરવાનું હતું. હું પણ એ ટુકડીની સદસ્યા હતી. ને ત્યારે હું તારા પિતાને મળી હતી. પણ મોઝિનોના આવ્યા પછી બધું ખરાબ થઈ ગયું. પણ અમે અમુક લોકો બચી ગયા અને અમે અમારું કામ ચાલુ રાખ્યું. અમને ખબર હતી કે રાયગઢની રાજકુમારી જીવીત છે. ને એક દિવસ એ જરૂર પાછી આવશે. ને એટલે અમે બધાએ છુટા પડી ને પોતપોતાનું કામ કરવાનું નક્કી કર્યું.

હું અહીં આવી ગઈ, મોઝિનોએ તારી માતા પાસે થી તને છીનવી ને તારી પરવરીશ કરી. અમારો ધ્યેય રાજકુમારી ને એમનું રાજ્ય પાછું સોંપી ને એમને એમનો હક્ક આપવો એજ છે.

માતંગી: તો દાદી ઓના રાજકુમારી કયા છે? એ પાછા આવી ગયા છે?

દાદી: હા રાજકુમારી રાયગઢ આવી ગઈ છે. પોતાનો હક્ક પાછો મેળવવા માટે. લુકાસા ભલે કાલે તને ગુફામાં લઈ જાય. પણ હવે એ ગુફા ખાલી છે. ત્યાં કોઈ છે જ નહીં. દેવીસિંહ હવે આઝાદ થઈ ગયા છે. બસ હવે તમારે બધાએ ભેગા મળી ને આપણા દેશ માટે કઈક કરવાનો સમય થઈ ગયો છે.

માતંગી નવાઈ પામતા બોલી, દાદી ઓના રાજકુમારી રાયગઢ આવી ગયા છે? ને હજુ કેટલા લોકો છે તમારી સાથે? ને મારા પિતા આઝાદ થઈ ગયા. આ તો ખુશી ના સમાચાર છે દાદી ઓના. તો હવે હું શુ કરું? ને આ બધું તમને કેવી રીતે ખબર?

દાદી: તું કાલે લુકાસા સાથે જા ગુફામાં. ને આગળ શુ કરવું એ હું જોઈ લઈશ. બસ તું એક વાત નું ધ્યાન રાખજે કે તું જ્યારે પણ તારા પિતાને મળે ત્યારે ભાવનાઓમાં ના વહી જતી. જ્યાં સુધી કોઈ તને સામે થી ના કહે ત્યાં સુધી તારે કોઈને જણાવવાની જરૂર નથી કે તને ખબર પડી ગઈ છે કે તું કોણ છે? સમય આવે બધું બરાબર થઈ જશે.

માતંગી: જી દાદી ઓના.

પછી બંને છુટા પડ્યા ત્યાં થી.


ક્રમશ...............

Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 3 years ago

maya

maya 3 years ago

Meeta Varsani

Meeta Varsani 3 years ago

Hetal Patel

Hetal Patel 3 years ago

Neepa Karia

Neepa Karia 3 years ago