TIME. books and stories free download online pdf in Gujarati

સમય.

સમય માત્ર ત્રણ જ અક્ષર નો શબ્દ છે, પરંતુ બધા લોકોના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. કેટલાક લોકો સમય નુ મહત્વ સમય રેતા સમજી શકતા નથી, સમય વીતી ગયા બાદ તેમને તેનુ મહત્વ સમજાય છે.
કહેવાય છે ને, સમય ક્યારે કોઈની રાહ જોતો નથી, ના ક્યારે કોઈ માટે ઊભો રહે છે. સમય એ રૂપિયા કરતા પણ મહત્વનો છે કારણ કે રૂપિયા ખર્ચ થયા બાદ પાછા કમાઈ શકાય છે પરંતુ સમય ખર્ચ થયા બાદ પાછો મેળવી શકાતો નથી.
સમય ખૂબ જ મહત્વનો છે, જ્યારે હોય છે ત્યારે તેની કિંમત નથી હોતી, પરંતુ જ્યારે વિતી જાય છે ત્યારે આપણને એમ થાય છે કે કદાચ તે વખતે સમય નો ઉપયોગ કરી લીધો હોત, તો આ કદાચ ન કેવુ હોય તો સમય નો સદઉપયોગ કરતા શીખવું જ પડશે. કેટલાક લોકો કહે છે કે મારી પાસે આ કામ કરવા સમય નથી પરંતુ સમય તો બધા જોડે ચોવીસ કલાક નો જ છે એમ કહો ને મેનેજમેન્ટ કરતા નથી આવડતું સમય નુ , બાકી બધા જોડે સમય ચોવીસ કલાક નો જ છે.
સમયની વાત કરીએ છીએ તો સ્કૂલ ની પરીક્ષાની વાત કરીએ, જ્યારે ટાઈમટેબલ મળે છે આપણને ત્યારે આપણે વિચારીએ છીએ કે હજુ તો ઘણી વાર છે પરીક્ષા મા કાલે તૈયારી કરીશુ પછી કરીશું એમ કરતાં કરતાં પરીક્ષા નજીક આવતી જાય છે છે, ને જ્યારે પરીક્ષા સારી થતી નથી ને ત્યારે આપણને એવું થાય છે કે કદાચ પહેલા તૈયારી કરી હોત તો પરીક્ષા સારી જતી ત્યારે આપણને સમય નુ મહત્વ ખબર પડે છે પરંતુ સમય ગયા પછી શું પસ્તાવો જ કરવો પડે બીજુ કાંઇ નઈ.
ઘણા એવા લોકો પણ હોય છે જે સમય નો સદુપયોગ પણ કરે છે અમુક લોકો પોતાનો એક એક સેકન્ડ નો ઉપયોગ કરે છે આપણે એવા નથી બની શકતા પરંતુ ચોવીસ કલાકમાં થી થોડા કલાકો કેવી રીતે ઉપયોગ કરવા જોઈએ કે જેથી આપણને કંઈક શીખવા મળે તેમજ આપણને ભવિષ્યમાં પણ ઉપયોગી થાય. માણસ મોટા મોટા સપના જોવે છે તેણે ડોક્ટર બનવું છે એન્જીનિયર બનવું છે મોટો માણસ બનવું છે પરંતુ તે પોતાનું સપનું પૂરું કરવા માટે તેને સમય આપે છે ના પોતાનો મોટાભાગનો સમય ક્યાંકને ખોટી જગ્યાએ બગાડે છે પરંતુ સાચી જગ્યાએ સમયનો ઉપયોગ કરતું નથી અને પછી નસીબનો વાંક આપે છે પરંતુ જો તેણે પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટે સમય આપ્યો હોય તુ સ્વપ્ન જરૂર પૂર્ણ થતું તેથી જો સમયનું મહત્વ આપણે આજે ના સમજ્યા તો કાલે સમય પણ આપણને કંઈ નહીં સમજે અને એના માટે જવાબદાર આપણે જ હોઈશું.
સમયના સંદર્ભમાં વાત કરીએ એક બાળક હોય છે તેણે નદી કિનારે એક માટીનું ઘર બનાવવું તેણે ઘર બનાવવા માટે પુરી એક કલાક મહેનત કરી અંતે તેણે પોતાનું કામ પૂર્ણ કર્યું પરંતુ પાણીની એક મોટી લહેર આવી અને બાળકનુ માટી નું બનેલું ઘર તેના લીધે તૂટી ગયું બાળક જોર જોર થી રડવા લાગ્યો એટલામાં તેના પપ્પા આવ્યા, અને બાળકને પૂછ્યું કેમ રડે છે બેટા શું થયું? ત્યારે બાળકે કીધું કે પાણી ના લીધી મારુ ઘર તૂટી ગયું તેથી હું રડું છું ત્યારે તેના પિતાએ કીધું ઘર બનાવવામાં કેટલો સમય લાગયો ત્યારે બાળકે કીધું એક કલાક પછી પિતાએ પૂછયું કે તું કેટલા સમયથી રડે છે ત્યારે બાળકે કીધું બે કલાક ત્યારે તેના પિતાએ સમજાવતા કહ્યું જોતી બે કલાક રડવામાં બગાડ્યા એના કરતા જો તે મહેનત કરી હોત તો આ બે બીજા ઘર બની જાય તો શું કામ ખોટી જગ્યાએ અને ખોટા કામ પાછળ પોતાનો સમય બગાડે છે એના કરતાં એ કાર્ય પાછું કરવામાં સમય ખર્ચ કર.
માણસો પણ પોતાના જીવનમાં આ જ ભૂલ કરતાં હોય છે. નકામી જગ્યા એ પોતાનો સમય વેડફતા હોય છે અને આ એક વસ્તુ લઇ તેની પાછળ રડવામા બીજો સમય બગાડે છે પરંતુ સમય નો સદુપયોગ કરતા નથી. સમય ખૂબ જ કિમતી છે તો તેનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરો.
તેથી "સમય કોઈ પાછળ બગાડવો ના જોઈએ "😊
_Dhanvanti jumani _Dhanni