vidhva hirali - - 8 books and stories free download online pdf in Gujarati

વિધવા હીરલી - 8 - ભાણભા ના લગ્ન

(૮) ભાણભાના લગ્ન

ભાણભાના લગ્નની વાત ગામમાં ગુંજી ઊઠે છે, હીરલી જોડે જે લગ્ન થવાની વાત રેલાય હતી તે દરેકના મનમાં શાંત પડી ગઈ. હંતોકડીના માથે જાણે દુઃખના ડુંગર વેરાઈ પડ્યા હોઈ એમ શોકમાં પડી ગઈ. જેના પર કુદરતનો હાથ એને કોઈ ડુબાડી ન શકે.

ભાણભાના લગ્નની વાત હીરલીના કાને પડે છે, દિલ દુઃખની વેદના જતાવે છે અને મસ્તિષ્કમાં એના પરિવારનું ભલું થવાની ભાવના જગાવે છે. તે હરખ અને શોક સાથે વ્યકત કરવા માટે જે લાખા ના સ્વર્ગવાસ ગયા પછી હવે આજે એ જૂની પેટી, જે ખખડધજ હાલતમાં તો હતી પણ ખોલતા જ જાણે જિંદગી મળી ગઈ હોઈ એમ ઉનના ગોટા, આભલા, સોઈ અને બીજા રંગબેરંગી ધાગા ની સાથે ઘર સુશોભન માટે ની સામગ્રી સંઘરાયેલી હતી.જ્યારે પણ હીરલી દુઃખી કે ખુશ થતી હોય તો ભાતભાત ના બિડવર્ક, બાંધણી, ભરતકામ અને તોરણ એમ જાત જાતની અવનવી કળા થી જોનારનું મન હરખાય જ જાય એવી કળા હસ્તક હતી.એ નાની હતી ત્યાર થી જ શોખ હતો. એના બાપને ચાર દીકરા પછી ની દીકરી હીરલી ઘરની શોભા હતી, પ્રેમ નું ઝરણું હતું અને લાડકોડથી ઉછરેલી હતી.

સાત રંગથી સજતું પાથરણું પાથરીને જિંદગી ના પટારા માથી ભાણભા માટે કેડિયું, એની થનારી બાઇડી માટે બાંધણી અને ઘર ને સજાવવા માટે બીડવર્ક કરવાનો વિચાર એના મન ને હરખ આપતો હતો. આજ પ્રેમ છે, પામવુ એના કરતાં બલિદાન અને પ્રિયતમ ની ખુશીમાં જિંદગી ખર્ચી દેવી.પ્રીતની સોહામણી યાદોમાં સોઈ ધાગા થી આભલા કંડારવા લાગી.તે કેડિયું નહિ પણ પ્રિતને કંડારી રહી હતી.

જોત જોતામાં જ બે મહિના નો સમય વિતી જાય છે.જેમ સમય નજીક આવી રહ્યો હતો એમ જીવ વધુ બળી રહ્યો હતો. એ કેડિયું, બાંધણી અને બિડવર્કને પ્રીતના અરમાનોથી સજાવીને તૈયાર કરી રાખ્યા હતા.પરંતુ ભાણભા સુધી પહોચાડવું કેવી રીતે એ જ ન્હોતું સમજાતું?

પ્રેમના વૈરાગમાં વૈરાગીની જેમ મનની અંદર ઉથલપાથલ થઈ રહેલા વિચારોમાં ખુદ પર થી આપા ખોઇ બેઠેલો ભાણભા પર કોઈ ભાવ જ જરહરિત થતો જોવા નથી મળતો.
" જે હાલત મારી થઈ રહી સ તે હાલત કેમ હીરલીની નથી થતી? શમ બધું જ મારા પર વિતી રહ્યું સ? હૈયામાં ઉમટી રેલી પીડા મન એક દી જરૂર થી રાખ બેગો કરહે."
પોતાની જાત સાથે સંઘર્ષમાં પરીનમેલા વિચારોના યુધ્ધમાં હાર તો માત્ર ધીરજની થઈ રહી હતી.પ્રેમની પીડા તો બંને તરફ સરખી જ હતી.પરંતુ હીરલી જાણતી હતી કે આ પ્રેમમાં એક થઈ શકવાની કોઈ શક્યતા જ નથી એની સમજણ હતી તો બીજી તરફ ભાણભાની પ્રેમને પામવાની જીદ હતી.
લગ્નની શરણાઈના સૂર, ઢોલના ધબકાર અને સ્વજનોના વધામણા થઈ રહ્યા હતા.સોહામણા મુખે બાઈઓ લગણીયા ગાઈ રહી હતી.છોકરાઓ ધમાચકડી મચાવી રહ્યા હતા.લગ્નનું માહોલ બરાબર જામી રહ્યું હતું.પણ એની અસર ભાણભા ન્હોતી વર્તાઈ રહી, તે એક ખૂણામાં મરેલા ઉરની હાલતમાં પડ્યા હતા. એવા એક છોકરી ચોરી છુપે આવે છે.

" લ્યો, ભાણભા. હીરલીએ તમારા માટ મોકલ્યું સ,અન કેવડાવ્યું સ ક લગન ટાણે આ પેરજો, હારું લાગહે." એમ કહીને વહી ગઈ.

ભાણભા ઉતાવળા થઈને તે ઠેલીમાંથી કાઠી ને જોઈ લે છે કે શું શું મોકલ્યું છે?કેડિયું, બાંધણી અને રાધાકૃષ્ણનુ તોરણીયું મોકલ્યું હતું. તોરણીયાને જોતા જ એના મનના બધા જ પ્રશ્નોના ઉકેલ મળી જાય છે. પ્રીતમાં એક ન થઈ શકાય પરંતુ સદાય માટે હૈયામાં રાખી શકાય છે,પ્રેમ જીવંત રહે છે. આ વાતની ભાણભા ગાંઠ બાંધી દે છે.વૈરાગી અવસ્થામાંથી બહાર આવે છે અને વાસ્તવિક જીવનમાં પગ મૂકે છે.


' આવી જ શરણાઈ અન ઢોલ વાગી રહ્યા હતા.ચોરેલી પીઠી ની સુગંધ, હાથમાં મુકેલી મેહંદી , એ શણગાર, લાલ ચૂડો........ શેટલા ખુશ હતા બાપુ અન ભાઈઓ.લાડ કોડ થી ઉછરેલી હીરલીના હોંશે હોંશે લગન કરાયાં'તા. બઉ ઓરતા હતા બાપાના. પણ એ બાપાની લાડલી હીરલી આજ એ હીરલી ન હોધુ સુ.' પોતાના અંતર સાથે જિંદગીના વર્ણુકેલા સંઘર્ષમાં ખુદની પ્રતીતિ શોધતા ઘરના ઉંબરે બેઠેલી હતી.તે ખુદના અસ્તિત્વની શોધમાં હતી. જિંદગીમાં ક્યાંક એવી અવસ્થા હોઈ છે જ્યારે આપણે ભૂતકાળને વર્તમાન સાથે તાલમેલ કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ, પણ નીર્થક નીવડે છે. બસ, આજ અવસ્થા સમાજે વિધવા માટે ઘડેલી હતી. જે માર્ગ મોકળો કરવાના બદલે કાંટા પાથરવાનું કામ કરતો હતો.


હીરલીએ હેતથી મઢેલું કેડિયામાં સજીધજીને ભાણભા અને જાનૈયા જાણ લઈને રંગેચંગે પ્રસ્થાન કરે છે. લગ્નની વિધિ થઈ રહી હતી, લગનીયા ગવાઈ રહ્યા હતા,ખુશીનો માહોલ ચારેબાજુ છલકાય રહ્યો હતો પણ ભાણભાના હૈયામાં ક્યાંકને ક્યાંક ઉણપ વર્તાય રહી હતી. સઘળી લીલાશ ભરી યાદોને સંકોળી ને ફરી હયાતી વર્તાઈ રહી હતી. જરા ત્રાસી નજર કરીને પાણેતર માં સજેલી જાગલી ને જોવાની કૌશીશ કરી રહ્યો હતો. પણ એ જાગલીને હીરલીના રૂપમાં શોધી રહ્યો હતો.

ક્રમશ:..............