Window of third floor - 2 books and stories free download online pdf in Gujarati

ત્રીજા માળની એ બારી - 2

લાંબા છુટા વાળ કોઈ ટોવેલથી ઝાટકી રહ્યું હતું. મારી નજર ત્યાં સ્થિર થઈ ગઈ. મને ફક્ત એનું કમર સુધીનું શરીર દેખાતું હતું. પણ એ છોકરીને જોઈને મારી આંખો પોહળી થઈ ગઈ હતી. મને એ ચેહરો સ્પષ્ટ નહતો દેખાતો પણ એ છતાંય એ સૌંદર્ય મને એ તરફ ખેંચી રહ્યું હતું. મેં એલાર્મ મુકેલો એ વાગ્યો અને મેં ફટાફટ શુઝ પહેરીને ગળામાં ટાઈ નાખી. ત્રીજા માળની બારીએ જોવા અંતે ફરી એક વાર મન લલચાઈ ગયું. પણ હવે વધારે મોડું થાય એ પેહલા મેં બહારના દરવાજા તરફ પ્રયાણ કર્યું અને બહાર નીકળતા પેહલા ફરી મેં બાલ્કની ખોલીને એ તરફ એક વાર જોઈ લીધું પણ હવે એ બારી બંધ હતી.

હું ફટાફટ પગથિયાં ઉતર્યો. અને ડાબી તરફ વાળવાની બદલે મારાથી અનાયાસે જ જમણી તરફ વળાય ગયું. એ ખુલા વાળ અને કાળા ડ્રેસ વાળી છોકરી મને સામેના ઘરના ગૅઇટમાંથી નીકળીને એ તરફ જતી દેખાઈ. હું એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. પણ એની આસપાસ બીજી બે છોકરીઓ ચાલતી હતી. એ એનાં સ્ટોપ પર પહોંચી અને હું બાજુમાં પડતી ગલીમાંથી પાછો મારા મુકામ તરફ જવા લાગ્યો.

એક દિવસ પત્યો. ઓફિસથી બધું કામ પતાવીને ઘરે આવીને થાકીને આડો પડ્યો. પહેલા દિવસનો થાક એટલો લાગ્યો હતો કે હવે જમવાની બિલકુલ ઈચ્છા નહતી. દિવસ એકંદરે સારો ગયો હતો. મન એની મેળે ધારણા કરી બેઠું હતું. કદાચ પેલી છોકરીને જોઈ એટલે જ... હવે નીંદર સરખી આવી જાય એટલે ફરી એક વાર એ તરફ જોવાની ઈચ્છા થાય આવી. બાલ્કનીમાં અડધી કલાક ઉભ્યા પછી પગને થોડો થાક વર્તાયો એટલે ત્યાં પડેલી ખુરસી ખેંચીને લંબાવ્યું. અને ત્રણ કલાક રાહ જોઈ. પણ એ સામેના રૂમના કાળા ઓરડામાં અમાસ જ રહી. અને હું એ અમાસની રાતમાં ઘસઘસાટ ઊંઘવા મારા પલંગ પર આડો પડ્યો. વિચારમાં ક્યારે ઊંઘ આવી ગઈ એની મને ખબર ન રહી.

હવે રોજનો એક નિત્યક્રમ બની ગયો હતો.. બ્રશ, નાહવું અને નવ વાગે એટલે બાલ્કનીમાં ઉભવું... આ કાર્યક્રમ રોજ ચાલતો.. પછી એલાર્મનું વાગવું... શુઝ અને ટાઈ... ફટાફટ પગથિયાં ઉતરી અને પાછળ જવું એનાં સ્ટોપ પર એ ઉભે એટલે બાજુની ગલીમાં વળીને મારી ઓફિસ તરફ પ્રયાણ કરવું.. અને પછી રાતે આવીને બાલ્કનીમાં બેસવું અને પછી નિરાશ થઈને સુઈ જવું... પણ આજે રાત્રે ઊંઘ નહતી આવતી. મનમાં એક જ વિચાર આવતો હતો. ચહેરો જોયા વગર અને આમ પીછો કરીને ક્યાં સુધી જીવવું. એક અઠવાડિયું થવા આવ્યું હતું. એક વાર હાય.. હેલો થવું જોઈએ અને પછી વધારે કઈ નહીં તો મિત્રતા તો થવી જ જોઈએ. અને આ જ વિચારે મેં મનોમન નક્કી કર્યું કે આ સોમવારે એ નીકળે એટલે એની સામે જઈને ઉભું રહી જવું.

પણ સોમવારની શરૂઆત થોડી અલગ થઈ. આજે ત્રીજા માળની એ બારી નવ વાગે પણ ન ખુલી. ફટાફટ પગથિયાં ઉતર્યો અને સામે ઉભી જવાની તૈયારી કરી. પણ આજે ત્રણની બદલે બે જ છોકરીઓ હતી. પહેલા તો થયું કે પૂછી લવ પેલી ક્યાં? પણ વળી સામેથઈ સવાલ આવે કોણ પેલી? તો શું કહેવું? આવા કેટલાય વિચારો અને હું આજે જમણી તરફ વળ્યો.

પછી તો મંગળવાર અને બુધવાર... પણ ગયા. અને ગુરુવારે હું પેલી બે ની સામે જઈને ઉભી ગયો. ધ્રુજતા પગે અને અચકાતી જીભે એટલું જ નીકળ્યું. તમારી ત્રીજી ફ્રેન્ડ? અને પેલી બંને એ એકબીજી સામે સ્માઈલ આપ્યું. અને સાંજે આવજે કહીને એમણે તો ચાલતી પકડી. ક્યાં એટલું જ નીકળ્યું મોઢામાંથી પણ એ ય એમના ગયા પછી.

હવે સાંજ પાડવાની ઉતાવળમાં ઓફિસમાં હું કેટલીય વાર ઘડિયાળમાં જોઈ ચુક્યો હતો. અને છેલ્લે એ બેની સામે હું ઉભો હતો.

મેં ફરી જૂનો જ સવાલ કર્યો. “તમારી ત્રીજી ફ્રેન્ડ?”

અને એમાંથી એક એ જવાબ આપ્યો. તમે એક અઠવાડિયાથી આમ મિસ્ટીરિયસની જેમ અમારો પીછો કરતા હતા એટલે એટલું તો અમને સમજાયું હતું કે કોઈ એમ જ પાછળ ન આવે. અમને ત્રણેયને ખબર હતી કે તમે પાછળ આવો છો. પણ અમને એ નહતી ખબર કે તમે કોની પાછળ આવો છો. એટલે અમારા ત્રણેયમાં બેટ લાગતી. અને એમાં મીના ઘણા ખરા અંશે સાચી હતી. એ હસીને કહેતી'ય ખરી કે આ મારી પાછળ આવે છે. પણ અમે એમ સીધું કેમ પુછીયે. એ પછી એ શું બોલી એ મને કશુંય ન સંભળાયું. મીના... આ શબ્દ એ મારા મનનો કબ્જો લઇ લીધો હતો. આસપાસ બધું સુન્ન્ન થઈ ગયું હતું.

સાંભળો મિસ્ટર... એ જે છોકરીની તમે વાત કરો છોને એ “મીના..” અમારા મામાની દીકરી... રવિવારે એ ગઈ એનાં ઘરે... અમદાવાદ.. એ અહીંયા એની પરીક્ષાઓ આપવા આવેલી. હવે એ ગઈ. આ એનું લાસ્ટ યર હતું. હવે એ નહીં આવે. અને બીજી વાત હવે તમારો કોઈ ચાન્સ નથી... “સી ઈસ એંગેજડ..”. અને છ મહિના પછી એનાં લગ્ન છે... હું તમને ઇન્વાઇટ કરીશ... અને એ બંને ખડખડાટ હસતી ત્યાંથી જતી રહી. અને એ હાસ્ય મારા કાનમાં તીરની જેમ વાગ્યું... ફરી એક મીના... એન્ડ શી ઈસ એન્ગેજ્ડ.

મારા મિત્ર રામના અને પેલી બંને બહેનોના અવાજ મારા કાનમાં એકસાથે વાગતા રહ્યા.. હું રૂમમાં આડો પડ્યો અને મેં પી.જી. ચેન્જ કરવા માટે ગુગલ કરવાનું શરૂ કર્યું.

(સમાપ્ત)