Beauty Mindset - Part (2) books and stories free download online pdf in Gujarati

સૌંદર્યની માનસિકતા - ભાગ (૨)

૨)તાંત્રિક વિધિ
પરોઢિયાના પાંચ વાગ્યે કેતકી તાંત્રિક પાસે જવા માટે નીકળી. ચારેબાજુ અંધકાર હતો, પણ કેતકીના મુખ પર સુંદર થવાનો ઉજાસ જોવા મળી રહ્યો હતો.

કેતકી તાંત્રિક પાસે પહોંચે તે પહેલાં જ તાંત્રિકે બધી જ વિધિ ગોઠવીને રાખી હતી. કેતકી તાંત્રિકના ચરણોમાં નર્ત મસ્તક પ્રણામ કરે છે.તાંત્રિક કેતકીને ઇશારો કરીને સામેના કુંડમાં સ્નાન કરવા માટે કહે છે. ગુલાબ, ચંપા એમ જાતજાતના અને ભાતભાતના પુષ્પોથી કુંડનું જળ સુંગધ પ્રસરાવી રહ્યું હતું. કુંડના ચારેબાજુ ફરતે મુકેલ દિવાથી એ અંધકારમાં પણ સૂર્યની હાજરી વર્તાતી હતી. એ દૃશ્ય મનને પ્રસન્ન અને તનને પવિત્રતા પ્રદાન કરે એમ હતું પણ ભીતરથી તો કાળાશ છવાયેલી હતી. આ કાળાશ કેતકીના નસેનસમાં પસરી રહી હતી.તેને શું થઈ રહ્યું છે ? કે શું કરી રહી છે ? એનું ભાન નહોતું રહ્યું.એ માત્ર તાંત્રિકના શબ્દોના ઈશારે જ પોતાની જાતને ઢાળી રહી હતી. કઠપૂતળીનો ખેલ રમાઈ રહ્યો હતો.

કેતકી છાતીથી લઈને ઘૂંટણ સુધીનું વસ્ત્ર ધારણ કરીને અર્ધનગ્ન અવસ્થામાં કુંડમાં પ્રવેશ કરે છે.તે ધીમે ધીમે પોતાના તનને ભીંજવી રહી હતી અને આશાને જગાવી રહી હતી.તે અંદરથી ખુશ થઈ રહી હતી.પોતાના તનને ધન્યતા અર્પી રહી હતી. બીજી તરફ તાંત્રિક મંત્રોચ્ચાર અને પુષ્પ કેતકી પર વરસાવી રહ્યો હતો. કેતકી કુંડમાં ડૂબકી લગાવી સંપૂર્ણ તનને ભીંજવી દે છે.કેતકીની સુંદરતા પરત મળશે કે નહીં તે તાંત્રિક માટે ગૌણ હતું પરંતુ તેના માટે તો કેતકી અમર થવા માટેનું માધ્યમ હતું.

તાંત્રિક કેતકીને વશમાં કરી ચુક્યો હતો.હવે જે પણ તાંત્રિક કહે તે કરવા માટે બંધાઈ જાય છે. " કેતકી, તને તનની સુંદરતા જરૂરથી પરત મળશે જ નહિ પણ તારી યુવાની અને સુંદરતા અમર પણ થઈ જશે. એના માટે તારે અગિયાર સ્વરૂપવાન અને મોહક યુવાનો સાથે, અહીંજ આ સ્થાને સહવાસ માણવો પડશે.જ્યાં સુધી આ વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી અરીસાથી દૂર રહેવું પડશે અને કોઈ પણ માધ્યમમાં તારું પ્રતિબિંબ નહિ જોવું. જો એમ થશે તો તુ ઘરડી અને કદરૂપી બની જઈશ."

તાંત્રિકે ઈશારો કરીને કેતકીને કુંડથી બહાર આવવા માટે કહે છે. કેતકી ધીરે ધીરે ભીંજાયેલી હાલતમાં કુંડમાંથી બહાર નીકળે છે. સમયના પ્રવાહમાં કાયા ભલે ઢીલી પડી ગઈ હોઈ પણ હજુ એ આકર્ષિત લાગતુ હતુ. ભીંજાયેલ વસ્ત્ર તનની સાથે લપેટાઈ ગયું હતું.જેના લીધે તનના ઉપસેલા અંગો સ્પષ્ટપણે કામુકતા પેદા કરી રહ્યા હતા.વાળ પરથી સરકતી પાણીના બુંદ ઝાકળથી જેમ પુષ્પ ભીંજાઈને નિખરે છે એમ કેતકીની કાયા ભાસી રહી હતી.ઉંમરની અસર પણ વર્તાય રહી હતી.

કેતકીની અર્ધનગ્ન અને કામુક અવસ્થામાં જોઈને તાંત્રિકની પણ ઉતેજના જાગી.તે કેતકીને પોતાની આગોશમાં લઈને સુંગંધ માણવા લાગ્યો. કેતકી પણ સંપૂર્ણપણે તાંત્રિકમય બની ગઈ હતી.તેને તો માત્ર જોબનની સુંદરતા જ પરત જોઈતી હતી. તાંત્રિક કેતકીના તનને પીંખી દે છે.જાણે વર્ષોથી તરસ્યો હોઈ એમ તનની તરસ મિટાવી લે છે.

******

સૂર્ય પોતાની ગતિએ આકાશમાં વધી રહ્યો હતો. કેતકી તાંત્રિકે કહેલ વહેણ પ્રમાણે ઘરના સર્વ અરીસા કે પ્રતિબિંબ જોઈ શકાય એવી સર્વ વસ્તુઓ પર પડદા મરાવી દે છે.હવે ઘરમાં ખુદની એકલતાને પુરાવી દે છે. સાચો માર્ગ દેખાડનાર અરીસા પણ અંધ બનીને જોઈ રહ્યા.

કેતકી મેકઅપથી લપેટાઈને સુંદર દેખવાનો ઢોંગ કરે છે. તન પર આકર્ષિત વસ્ત્રો અને કામુકતાભરી લચક સાથે સ્વરૂપવાન યુવાનની શોધમાં મંઝિલ આગળ ધપાવે છે.

કેતકી ભર બજારે ઉભી હતી.નજર ચારેબાજુ મંડરાઈ રહી હતી પણ ગમતો સુંદર યુવાન મળવો મુશ્કેલ લાગ્યું. ઘણા લોકો કેતકી પર ગંદી નજર નાખતા, સ્મિત કરતાં અને પોતાના રસ્તે આગળ વધતા.જે યુવાન કેતકીને પસંદ કરતો તેને કેતકી પસંદ નહોતી કરતી અને જે યુવાન કેતકીને ગમતો તે ભાવ આપતો ન્હોતો.આમ ને આમ નજરોની રમત સૂર્યાસ્ત સુધી ચાલી અને કેતકીની આશા પણ અસ્ત થઈ.તે મનમાં વિચારી રહી હતી કે એમ રસ્તે ઉભા રહીને કોઈ ગમતો યુવાન નહિ મળે. એના માટે બીજો રસ્તો અપનાવવો પડશે. "હા, લવમેટ મારી સુંદરતા વધારવાની આશા પૂર્ણ કરશે." એવો મગજમાં ખ્યાલ કરે છે.

લવ મેટ એટલે ઓનલાઈન પ્રેમી અને પ્રેમિકાને મળવાનું માધ્યમ. ઘણાં યુવાનો સોશીયલ મિડીયાના સહારે પ્રેમ કરે છે, ડેટ કરે છે અને બિસ્તર સુધી જાય છે. કેતકી પણ માનતી હતી કે મને પણ એક સુંદર યુવાન મળશે.કેતકી લવમેટ પર પોતાનું એકાઉન્ટ બનાવે છે અને ભૂતકાળની સુંદર છબી રાખે છે.જે છબી આકર્ષક અને સૌંદર્યની મૂરત લાગતી હતી.હવે ઈન્તજાર કરે છે સુંદર યુવાનના મેસેજની.....

ક્રમશઃ....