Darvaja Ni Pachhal books and stories free download online pdf in Gujarati

દરવાજાની પાછળ





"મમ્મી...! હું આવી ગયો. ખૂબ ભૂખ લાગી છે. Please કંઇક ખાવાનું આપો. મારાં પેટમાં ઉંદરો કથક કરી રહ્યાં છે". કોલેજેથી ઘરે આવેલો ઉદય સોફા ઉપર બેસતાં બોલ્યો. ઉદયનાં મમ્મી નિરાલીબહેન બોલ્યાં, "ઉદય...! તું ફ્રેશ થઈ જા. હું ટેબલ પર જમવાનું ગોઠવુ છું".

ઉદય ફ્રેશ થઈને તેનાં મમ્મી સાથે ટેબલ પર જમવા બેસી ગયો. ઉદય બોલ્યો, "મમ્મી, તમને ખબર છે? આજે અમને કોલેજમાંથી એક પ્રોજેક્ટ બનાવવા માટે આપ્યો છે". નિરાલીબહેન બોલ્યાં, "પ્રોજેક્ટનો વિષય શું છે?" ઉદય બોલ્યો, "House Tour, એમાં મારે મારાં રૂમનો, તમારાં રૂમનો, આપણાં મંદિરનો, હોલનો, કિચનનો, ગાર્ડનનો, અગાસીનો આ બધાંનો વીડિયો બનાવી સબમિટ કરવાનો છે. જેનું ઘર સુંદર અને વ્યવસ્થિત હશે, તે સ્ટુડન્ટને બેસ્ટ ઈનોવેટીવ આર્ટિસ્ટ નો એવોર્ડ આપવામાં આવશે". નિરાલીબહેન બોલ્યાં, "તમને આવાં પ્રોજેક્ટ પણ બનાવવા આપે છે?" ઉદય બોલ્યો, "હા મમ્મી! હું આર્ટ્સ સ્ટ્રીમમાં છું એટલે અમારે આવું ઈનોવેટીવ જ શીખવાનું હોય છે." નિરાલીબહેન બોલ્યાં, "તારે આ પ્રોજેક્ટ કયારે સબમિટ કરવાનો છે?" ઉદય બોલ્યો, "એક અઠવાડિયા પછી". નિરાલીબહેન બોલ્યાં, "સારું છે. આટલાં સમયમાં હું ઘરમાં કંઈક ફેરફારો કરીને ઘરને વધારે સુંદર બનાવી દઈશ. ઉદય આપણે એક કામ કરીએ!" ઉદય બોલ્યો, "શું મમ્મી?" નિરાલીબહેન બોલ્યાં, " તારાં પ્રોજેક્ટ માટે આપણી પાસે એક અઠવાડિયા સુધીનો સમય છે. તો આપણે કાલે માર્કેટ જઇશું અને થોડો ઘરવખરીનો અને રાચરચીલાનો સામાન ‌ખરીદી લાવીશું. પછીનાં દિવસથી આપણે ઘરની સાફ સફાઈ ચાલુ કરી દેશું". ઉદય બોલ્યો, "વાહ! સરસ વિચાર છે મમ્મી. મારી મદદ કરવાં માટે Thank You."

બીજાં દિવસે ઉદય અને નિરાલીબહેન ખરીદી કરવા માટે જાય છે. નિરાલીબહેન ઘરવખરીનો સામાન અને ઘરનાં સાજ-શણગારની વસ્તુઓ જેવી કે લાઈટની સિરીઝ, કાચનાં ફ્લાવર પોટ, ફોટો ફ્રેમ, ડિઝાઇનર કેન્ડલ વગેરે ખરીદે છે. તેઓ સારી વસ્તુઓની ખરીદી કરવા માટે આખો દિવસ માર્કેટમાં ફર્યા. રાત્રે તેઓ ઘરે ગયાં ત્યારે એટલાં બધાં થાકી ગયા હતાં કે જમ્યા વગર જ સૂઇ ગયા.

પછીનાં દિવસે તેઓ ઘરની સાફ સફાઈ કરવામાં લાગી ગયા. ઉદયે ગાર્ડનમાં વધારાનું ઘાસ કાપ્યું, છોડવાઓને પાણી છાંટ્યું અને કૂંડાં માં પેઇન્ટિંગ કલરથી વિવિધ પ્રકારની ઇમોજી બનાવી. નિરાલીબહેને કિચનમાં બધાં વાસણો સાફ કર્યા અને બીજી સાફસફાઈ કરી. ઉદય ગાર્ડનમાં કામ પૂરું કરીને પોતાનો રૂમ સાફ કરવાં માટે ગયો. તેણે રૂમની સાફસફાઈ કરી, કબાટમાં તેનાં કપડાં સરખાં કર્યા, રૂમની બારી નાં પડદા; કુશન કવર; બેડશીટ વગેરે ચેન્જ કરી અને રૂમની બારીને લાઈટની સિરીઝથી શણગારી.

પોતાનાં રૂમની સાફસફાઈ કરી ઉદય અગાશીની સીડીઓ ચડીને અગાશી ઉપર જવા લાગ્યો. તેણે જોયું તો ત્યાં એક રૂમ હતો. ઉદય અઠવાડિયા પહેલાં પોતાનાં નાનીનાં ઘરેથી અહીંયા રહેવા આવ્યો હતો. ઉદયે તેનું બાળપણ તેનાં નાનીનાં
ઘરે વિતાવ્યું હતું. તે અગાસી પર પહેલી વખત આવ્યો હતો. તેણે આ રૂમ પહેલાં ક્યારેય જોયો ન હતો. ઉદયે તેનાં મમ્મીને અગાસી ઉપર બોલાવ્યાં.

ઉદય બોલ્યો, "મમ્મી, આ રૂમમાં શું છે? અને આનો દરવાજો કેમ બંધ છે?" નિરાલીબહેન થોડાં અચકાતાં બોલ્યાં, "તું એ રૂમને મૂકને, નીચે ચાલ મારી સાથે મને હોલની સફાઈ કરવામાં મદદ કરે." ઉદય બોલ્યો, "ના મમ્મી! મને કહો કે આ દરવાજાની પાછળ શું છે? અને આ દરવાજો પણ ઘણાં સમયથી બંધ હોય એવું લાગી રહ્યું છે. બોલો મમ્મી! આ દરવાજાની પાછળ શું છે?"

નિરાલીબહેન પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેઠાં અને રડવા લાગ્યાં. ઉદય બોલ્યો, "મમ્મી! રડો છો કેમ? Please તમે રડશો નહિ"‌. નિરાલીબહેન બોલ્યાં, "ઉદય! તે તારું આખું બાળપણ નાનીનાં ઘરે વીતાવ્યું છે એટલે તને એક રાઝની ખબર નથી. ના...ના...ના... ખબર નથી એમ હું ન કહી શકું. અમે તને ખબર પડવા દીધી નથી. આ દરવાજાની પાછળ એક રાઝ છુપાયેલો છે". ઉદય બોલ્યો, "મમ્મી! ક્યાં રાઝની મને ખબર નથી. બોલો મમ્મી બોલો". નિરાલીબહેન બોલ્યાં, " તો સાંભળ ઉદય! તું અમારું પહેલું સંતાન નથી. તારી પહેલાં મેં એક દીકરીને જન્મ આપ્યો હતો". ઉદય બોલ્યો, "આ તમે શું બોલો છો મમ્મી?". નિરાલીબહેન બોલ્યાં, " હા ઉદય! હું સાચું કહું છું. તારી મોટી બહેન હતી". ઉદય બોલ્યો, "શું? તો એ અત્યારે ક્યાં છે?" નિરાલીબહેન બોલ્યાં, "તે અત્યારે આ દુનિયામાં નથી." આટલું બોલીને નિરાલીબહેન રડવા લાગ્યાં. ઉદય તેમને છાના રાખતા બોલ્યો, "મમ્મી! તમે રડશો નહિ. શાંત થઈ જાઓ." નિરાલીબહેન ડૂસકાં ભરીને રડી રહ્યાં હતાં. ઉદય બોલ્યો, "મમ્મી! મોટી બહેનનું મૃત્યુ કેવી રીતે થયું?"

નિરાલીબહેન સ્વસ્થ થતાં બોલ્યાં, "તારી બહેનને પેઇન્ટિંગનો ખૂબ શોખ હતો. તે કાચની વસ્તુઓમાં, કૂંડામાં વગેરેમાં પેઇન્ટિંગની કારીગરી કરતી હતી. તે ખૂબ ક્રિએટિવ હતી. તેને ડેકોરેટીવ વસ્તુઓને બનાવવી ખૂબ ગમતી હતી. તે દસ વર્ષની હતી ત્યારે એક દિવસ હું અને તારાં પપ્પા એક ફેમિલી ફંક્શનમાં ગયાં હતાં. તારી બહેનોની એક્ઝામ ચાલતી હોવાથી અમે તેને અમારી સાથે ન લઇ ગયા હતાં. અમને થયું કે તે સ્કૂલેથી છૂટશે એ પહેલાં અમે પાછાં આવી જઈશું, પણ રસ્તામાં ગાડી પંચર થઈ ગઈ એટલે અમે મોડાં પડ્યાં. તારી બહેનને સ્કૂલમાંથી લેવા જવાની હતી. તે સ્કૂલેથી છૂટી ગઈ હતી. તે સ્કૂલની બહાર તારાં પપ્પાની રાહ જોઈને ઊભી હતી ત્યારે બે બદમાશો તેને કિડનેપ કરીને લઈ ગયાં. તેઓ તેમનાં અડ્ડા પર ગયાં અને ત્યાં જઈને તે બંનેએ તેનાં પર બળાત્કાર ગુજાર્યો અને પછી તેની હત્યા કરી તેની લાશને ઉકરડામાં ફેંકી દીધી. તારાં પપ્પા તારી બહેનને લેવાં સ્કૂલે ગયાં. તે ત્યાં ન મળતાં તેમણે સ્કૂલમાં પૂછપરછ કરી. ત્યાં પણ તેની કોઈ ખબર ન મળી. પછી હું અને તારાં પપ્પા પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા ગયાં. અમારી ફરીયાદ કર્યાનાં 5 કલાક પછી તારી બહેનોની લાશ મળી અને પેલાં બે હેવાનો પણ. પોલીસે તેમને ખૂબ કડક સજા અપાવી". આટલું બોલીને નિરાલીબહેન રડવા લાગ્યાં.

આ બધું સાંભળીને ઉદયની પણ આંખો ભીની થઈ ગઈ હતી. તે પોતાની ભાવનાઓ પર કાબુ મેળવતાં બોલ્યો, "મમ્મી, તમે રડશો નહિ. શાંત થઈ જાઓ. પણ મને એ ન સમજાયું કે તે ઘટનાનો અને આ રૂમનો શું સંબંધ છે? હજુ તમે મને આ દરવાજાની પાછળ શું છે એ નથી જણાવ્યું". નિરાલીબહેન બોલ્યાં, "તારી બહેને જે ડેકોરેટીવ વસ્તુઓ બનાવી હતી તે અમે આ રૂમમાં મૂકી દીધી હતી. જેથી તને આ રાઝની જાણ ન થાય. અમે તેને યાદ કરીને રોજ લોહીનાં આંસું રડીએ છીએ." ઉદય બોલ્યો, "મમ્મી! આ દરવાજો હવે ખુલશે અને હું મારી બહેનની યાદ રૂપે રહેલો સામાન આપણાં ઘરમાં રાખીશ". આટલું બોલીને ઉદયે તે દરવાજો ખોલ્યો. તેણે ત્યાંથી બધી વસ્તુઓ લઈને પોતાના ઘરમાં સજાવી દીધી.

ઉદયે તેનો પ્રોજેક્ટ બનાવીને સબમિટ કરી દીધો હતો. આજે રીઝલ્ટનો દિવસ હતો. ઉદયનાં પ્રોફેસર ક્લાસમાં આવ્યાં અને બોલ્યાં, "Good Morning, Students. તમે બધાં જાણો છો તેમ આજે તમારાં ઈનોવેટીવ પ્રોજેક્ટનાં રીઝલ્ટનો દિવસ છે. તો બેસ્ટ ઈનોવેટીવ આર્ટિસ્ટનો એવોર્ડ જીત્યો છે, ઉદય શાહે." ઉદય પોતાનું નામ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો. પછી તે ઊભો થઈને એવોર્ડ લેવા માટે ગયો. પ્રોફેસર તેને એવોર્ડ આપતાં બોલ્યાં, "Congratulations ઉદય". ઉદય બોલ્યો, "Thank You સર".

ઉદય કોલેજમાંથી છૂટીને ઘરે ગયો. ઘરે જઈને તે તેનાં મમ્મીને ખૂબ આવેગથી ભેટી પડ્યો. તે બોલ્યો, "મમ્મી...! બેસ્ટ ઈનોવેટીવ આર્ટિસ્ટનો એવોર્ડ મને મળ્યો છે". આ સાંભળી નિરાલીબહેન ખુશ થઈ ગયાં. નિરાલીબહેન બોલ્યાં, "આજે તો ખુશીનો દિવસ છે. આજે હું તારાં માટે તારી મોટી બહેનનો ફેવરિટ કપકેક બનાવીશ."


The End