AN incredible love story - 5 books and stories free download online pdf in Gujarati

AN incredible love story - 5

ગત અંકથી શરુ.........



કલ્પનાઓ સજાવવાની નહિ પરંતુ જીવવાની હોય છે, માન્યું કે જીવન અમૂલ્ય છે, પરંતુ આખરેતો બધું કલ્પનાથી જ નિર્મિત છે...



અનુરાગે મમ્મીના હાથથી બનેલા થેપલા સાથે નાસ્તો કર્યો, ઉતાવળમાં તેણે જલ્દી - જલ્દી કોલેજનું id કાર્ડ ગાળામાં લટકાવ્યું, કોલેજના નિયમો બીજી કોલેજો કરતા અલગ હતા કારણકે રંગપુરમાં આવેલી રેવા કોલેજ ગુજરાતની બેસ્ટ કોલેજોમાંથી એક હતી.....



વહિકલ સ્ટાર્ટ થયું...... ઠંડી ઠંડી હવાઓમાં તેનું શરીર કંપતું જણાતું હતું... તે કોલેજ પહોંચ્યો સિક્યોરિટીએ ચેકીંગ કર્યું અને id બતાવ્યા બાદ બધાને પ્રવેશ મળતો હતો પરંતુ અનુરાગને ચેકીંગણી જરૂર ન હતી કારણકે તેના પોસ્ટરો કોલેજના નોટિસબોર્ડ ઉપર મોટા અક્ષરોથી લાગેલા ઘણીવાર વિશેષ પ્રવૃતિઓમાં જોવા મળતા હતા....


અનુરાગે 7 વાગે કોલેજ કેમ્પસમાં પ્રવેશ મેળવ્યો પોણા આઠ (8:45) વાગે લેક્ચર સ્ટાર્ટ થવાનું હતું એ પહેલા અનુરાગે કોલેજની લાઈબ્રેરીમાં આંટો મારવાનું વિચાર્યું, કોલેજની લાઈબ્રેરી આગળ વધતા જ પાછળથી કોઈએ બુમ પાડી, અનુરાગ અરે તું મને જોઈને પણ અજાણ બન્યો ચાલતો જાય છે... અરે નિત્યા તું અહીં છે સોરી જલ્દી - જલ્દીમાં તારી સામે જોયું હશે પણ વિચારોમા ખોવાયેલો હોઈશ સોરી, અરે ક્યાં આજનું સામાયિક વાંચવા જાય છે ને, હું પણ આવીશ વાંચવા મારે પણ થોડું જ્ઞાન લેવું છે....




અનુરાગે લાઈબ્રેરીમાં જઈને લાઈબ્રેરીયન જોડે આ વિકનું સામાયિક માંગ્યું, સમાયિકના પ્રથમ પાના ઉપર એક સુવિચાર લખેલો હતો," કલ્પના અમર છે, પણ હકીકત કોને ખબર છે " નિત્યાએ આ શબ્દો વાંચ્યા તેજ વખતે લાઈબ્રેરીયન પણ હસીને કહેવા લાગ્યા અરે આ લેખકો પણ અમુકવાર હકીકતને પણ ભ્રમણા માનતા હોય છે.....





અનુરાગ અને નિત્યાએ આગળ વાંચવાનું શરુ કર્યું એમને બે ચેર નજીક લાવી અને બંને સમાયિકમાં ચેરમાં બેસીને પાનાઓને વાંચવા લાગ્યા, પાનાઓને ફેરવતા -ફેરવતા ફરીથી એક સુવિચાર આવ્યો "આ પાનાઓ આટલા ફરી ગયા તો પણ તમને મારી કલ્પના જ નજરે પડી " ફરીથી નિત્યા હસી ત્યારે અનુરેંગે કહ્યું અરે નિત્યા આ લાઈબ્રેરી છે સર બોલશે અને તું ફરીથી સર કેમ બોલે છે આ લાઈબ્રેરીયન છે આપણા સર નથી નહિ બોલે, અનુરાગ નિત્યાના સ્વભાવથી જાણીતો હતો, એને ખબર હતી નિત્યાનો સ્વભાવ બધાથી અલગ છે.....




નિત્યનો સ્વભાવ પણ એવો જ હતો બધાથી જલ્દી મિત્રતા તેણે કરવી ન ગમતી પણ જેનાથી તે મિત્રતા કરતી તેણે દિલથી સાથ આપતી અને મૈત્રી નિભાવવી એ તેનો સ્વભાવ રહેતો.... નિત્યની આ વાત અનુરાગ બખુબી જાણતો હતો એટલે જ નિત્યા તેની બેસ્ટ ફ્રેન્ડ હતી... અને નિત્યા પણ પોતાની બધી વાત અનુરાગને જ પહેલા શેર કરી બંનેની મિત્રતા પણ અનેરી હતી...



નિત્યાએ વોચમાં સમય જોયો, પોણા આઠ થયાં એટલે ત્યાંથી બંનેએ લેક્ચરમાં જવાનુ નક્કી કર્યું, લાઈબ્રેરીયનને સામાયિક આપતાં અનુરાગે મજાકમાં કહ્યું લો સર આ સુવિચારો અને તેની કલ્પનાઓથી ભરેલું સામાયિક બંને લાઈબ્રેરીના બહાર આવ્યા એટલે નિત્યાએ કહ્યું અરે વાહ જો આપણી કેમ્પસના બાગમાં કેટલા બધા અલગ -અલગ પ્રકારના ફૂલો છે જો... હા ખબર છે નિત્યા હું રોજ જોવું છું પણ તને કદાચ અત્યારે જ નજરે પડ્યા હશે... અરે એમ નહિ અહીંના ફ્લોર ઉપરથી વધુ સુંદર લાગે છે.. હા નિત્યા એ વાત તો ખરી તારી.... બંનેએ પોતાના ક્લશરૂમ સુધીના સફરમા ઘણી વાતો કરી...


ક્લાશમાં જતા જ બધા ફ્રેંડ્સ જોડે થોડી - ઘણી વાત થઇ અને પછી લેક્ચર શરુ થયાં એમનું લેક્ચર શરુ થતા જ પ્યુનએ ક્લાસરૂમના ડોરને નોક કર્યો... મેમએ પરવાનગી આપી અને પ્યુન કાકા ક્લાસમાં આવ્યા એમના હાથમા એક પત્રક હતું સૂચિ પત્રક તેમાં લખેલુ હતું જેમાં મેમએ પોતાની સાઈન કરી અને કહ્યું આવનારા 2 દિવસ કોલેજમાં રમતોસવ છે.. જેથી દરેકે કાલે 11 વાગ્યાં સુધીમાં મારી જોડે નામ લખાવી દેવાના છે, આ નોટિસનો ફોટો તમારા સ્ટડી ગ્રુપમાં આવી જશે બધી વિગતો જાણીને તમારે યોગ્ય રમત પસંદ કરી આવતી કાલે નામ લખાવવાનું રહેશે અને 12 વાગે ઉત્સવનો કાર્યક્રમ શરુ થઇ જશે...


બધાએ સૂચન મેળવ્યા બાદ ફરીથી લક્ચર સ્ટાર્ટ થયાની રાહ જોઈ, લેક્ચર સ્ટાર્ટ થયું.., ઈતિહાસની વાતો થઇ અને મેઘના મેમએ ક્યારે તે બધી વાતોને સંપૂર્ણ રસ પડે તે રીતે બાળકો સમક્ષ રજુ કરી અનુરાગને ધ્યાન હોવા છતાં તે ભણવામાં ડૂબી ગયેલો કે ક્યાંક કલ્પનામાં ખોવાયેલો નિત્યાને લાગતો હતો...



વધુ આવતા અંકમાં........