Kasak - 20 books and stories free download online pdf in Gujarati

કસક - 20

તહેવાર પછી જીવન શાંત થઈ જાય છે તેમ કવન અને આરોહીનું જીવન પણ શાંત થઈ ગયું હતું. દિવાળી આવી રહી હતી.કવન અને આરોહી હજી કાલ જ મળ્યા હતા હમેશાંની જેમ રવિવારે, કવન અને આરોહી બંને જાણતા હતા કે હમણાં થોડા દિવસ તે લોકો મળી નહીં શકે તેથી તે દિવસે બંને રાત્રે મોડા સુધી વાતો કરતાં રહ્યા. દિવાળી પછી કવન તેની પ્રેકટીસ મૂકીને આગળ ભણવાનું વિચારી રહ્યો હતો તેથી તે છ મહિના તેની તૈયારી માં વિતાવવાનો હતો.

તે દિવસે કવન અને આરોહી મળ્યા બાદ ત્રણ અઠવાડિયા સુધી તેઓ એકબીજાને ના મળ્યા. એવું ના હતું કે કવન વ્યસ્ત હતો. એક વખત તો તે આરોહીની લાયબ્રેરી પણ જઈ આવ્યો પણ ત્યાં લોક માર્યું હતું, તે વાત ને પણ ૧૦ એક દિવસ વીતી ગયા હતા.ના આરોહીનો કોઈ ફોન કોલ ના કોઈ મેસેજ.કવન ને કઈં સમજાતું ના હતું. બે દિવસ પછી દિવાળી હતી.કવન તેને મેસેજ કરવાનું કે કોલ કરવાનું વિચારી રહ્યો હતો.

તે દિવાળીના આગલા દિવસે કવને આરોહીને કોલ કર્યો, પ્રથમ કોલ તેણે ના ઉઠાવ્યો.કવન મનોમન વિચારી રહ્યો હતો કે તે કદાચ દિવાળીની ખરીદીમાં વ્યસ્ત હશે પણ થોડીક રાહ જોઈને તેણે બીજી વાર ફોન ટ્રાય કર્યો.આરોહી એ મોડો ખરો પણ ફોન ઉઠાવ્યો.

કવને “હેલો થી વાત ની શરૂઆત કરી. બીજી બાજુ અવાજ થોડોક ગમગીન આવ્યો કવને કોઈ દિવસ તેને આ રીતે વાત કરતાં નહોતી સાંભળી.

તે પણ ચિંતાતુર સ્વરે બોલી ઊઠયો “શું થયું આરોહી તું ઠીક છે.”

આરોહી આ સાંભળતા જ રળી પડી.કવન અત્યંત ચિંતાતુર અને બેબકળો થઈ ગયો તેણે તે પણ ના પૂછ્યું કે વાત શું છે તેણે કહ્યું “કયા છું હું તરત જ આવું છું.”

આરોહીએ ફોન પર પૂરી વાત ના કહેતા તેને એડ્રેસ પર આવવા કહ્યું.

અડધી જ કલાકમાં કવન તે હોસ્પિટલમાં પહોંચ્યો જયાં આવાનું એડ્રેસ આરોહીએ આપ્યું હતું.

હોસ્પિટલ ને ત્રીજે માળ આરોહી અને આરતી બહેન એક સોફામાં ગમગીન થઈને બેઠા હતા. કવન ત્યાં પહોંચ્યો અને તે આરોહીની બાજુમાં બેસી ગયો તેણે આરોહીને શું થયું તે ઘટના વિષે જણાવા કહ્યું. આરોહી એ ખુબ દુખી સ્વરમાં સમગ્ર ઘટના વિષે બોલવાનું ચાલુ કર્યું.

“બે અઠવાડિયા પહેલા સુહાસ અંકલ જ્યારે ઓફિસથી ઘરે આવતા હતા.ત્યારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ એક ટ્રક ઓવરટેકમાં તેમની કાર ભયંકર રીતે અથડાઇ અને તેમનો ખરાબ રીતે એક્સિડન્ટ થયો છે.જેમાં તેમના કરોડરજજુ અને માથામાં ખુબ ખરાબ રીતે વાગ્યું છે તે ત્રણ અઠવાડિયાથી કોમા માં છે.”

કવન તે જાણીને સ્તબ્ધ થી ગયો.તેણે યાદ કર્યું કે કદાચ તે દિવસે હાઇવે પર જે ભીડજામ થઈ ગઈ હતી તે કદાચ આજ એક્સિડન્ટ હશે.તે સમયે કવન હોસ્પિટલથી ઘરે જઈ રહ્યો હતો.

કવને આરોહીને દિલાસો આપ્યો અને કેટલીકવાર સુધી તે વિચારોમાં જ ખોવાઈને બેસી રહ્યો.તે માનતો હતો કે તે સુહાસ અંકલને બહુ દિવસથી જાણતો નહોતો પણ તે તેમના અત્યંત પ્રેમાળ સ્વભાવને સારી રીતે જાણતો હતો.બપોરની સાંજ થઈ અને સાંજની રાત થઈ કવન,આરોહી અને આરતીબહેન કઈંજ બોલ્યા વગર બેઠા હતા.

કવન તે સમયમાં ઘણું બધુ વિચારી રહ્યો હતો.

આખરે લાંબા મૌન બાદ તેણે કહ્યું “શું આ વાતની તેમના કોઈ મિત્ર ને ખબર છે?”

આરોહી હવે શાંત હતી તેણે ના કહેતા માથું હલાવ્યું.

તારે તેમને જાણ કરી દેવી જોઈએ, તને સારું લાગસે અને તે મને પણ ખુબ મોડું કહ્યું. ઘણીવાર મિત્ર સાથે દુખ પણ વહેચવું જોઈએ.તમે બંને બે અઠવાડિયાથી એકલા લડી રહ્યા છો.

તે રાત્રે કવન અને વિશ્વાસ હોસ્પિટલ રહ્યા, આરતીબહેન અને આરોહીને ઘરે આરામ માટે મોકલી દીધા.

તે એક્સિડન્ટ ની જાણ થયા બાદ તેમના મિત્રો ખબર અંતર પૂછવા આવ્યા હતા.કવને આરોહી ને અમેરિકા રહેતા તેના પિતા ને પણ આ વિષે જણાવવા કહ્યું.તે તેના બે દિવસમાં જ ત્યાં આવી ગયા.કવનના માતા પિતા પણ તેમની ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા.

ઘણીવાર સાચે જ થોડું દુખ મિત્રો સાથે પણ વહેચવું જોઈએ.તે તેને દૂર તો ના કરી શકે પણ કદાચ તમને દિલાસો જરૂર આપી શકે છે અને તમને દુખ માં હિમંત જરૂર આપે છે.

કવન અને આરોહી વધુ હોસ્પિટલ રહેતા અને પુસ્તક વાંચતા.કવન આરોહીને આ દુખથી બહાર લાવવાની કોશિષ કરતો પણ તે દરેક વખતે નાકામ રહેતો.

ડૉક્ટર પણ વધુ ચિંતામાં હતા કારણકે સુહાસ અંકલ હજી પણ કોમા માંથી બહાર નહોતા આવ્યા.ડૉક્ટર કહેતા રહેતા કે ટ્રીટમેન્ટ ચાલી રહી છે અમે તેમને જલ્દીથી સાજા સરખા કરી દેશું.

હોસ્પિટલમાં સુહાસ અંકલને છ અઠવાડિયા થઈ ગયા હતા.પણ એક રાત્રે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે સુહાસ અંક્લે તેમનો દેહ ત્યાગ કરી દીધો છે.

તે દિવસે કવન અને આરોહી પોતપોતાના ઘરે હતા.કવનને આ વાત સવારે ખબર પડી.જીવન માં ઘણી વાર જે ધાર્યું પણ ના હોય તે થઈ જાય છે.સર્વ મનુષ્યના હાથમાં ક્યારેય નથી બસ તે એક ભ્રમ માં જીવે છે કે બધુ તેના હાથમાં છે.તે વાત છે કે મનુષ્યથી સંસાર ચાલે છે પણ મનુષ્યને તો ઈશ્વર ચલાવે છે ને.

કવને કોઈ દિવસ મૃત્યુ જોયું નહોતું સ્વાભાવિક છે કે તે હજી નવો નવો ડૉક્ટર હતો.તે આરોહીને દિલાસો દેવામાં સક્ષમ પણ નહોતો તેવું તે માની રહ્યો હતો.દિલાસો દેવો દરેક લોકોની વાત નથી.ડોકટર જે કદાચ દુનિયામાં વધુ મૃત્યુ તે જ જોતાં હશે અને કદાચ તેમને એક સમય પછી તે પણ થઈ જતું હશે કે મૃત્યુ એક સમયે નિશ્ચિત છે.જે જન્મ લીધા પછી તો એક દિવસ થવાનું છે તે નક્કી છે.તો જયારે ડૉક્ટરના કોઈ અંગત લોકો કે તેમના પરિવાર માંથી કોઈનું મૃત્યુ થતું હશે ત્યારે તેમની પ્રતિક્રિયા શું હશે તે હું નથી જાણી શક્યો.

એક વખત મારા દાદા એ મને વાર્તા કહી હતી. જે ત્યારે હું નહોતો સમજી શક્યો પણ હવે તે વાત સમજવા હું સક્ષમ છું તેવું લાગે છે.એક સ્મશાનમાં બે ઘરડા માણસ કામ કરતાં હતા.બંને નું એકબીજા શિવાય કોઈ નહીં.આ બહુ જૂની વાત છે એટલે ત્યારે કદાચ લાકડા કાપવા માટે મશીનો નો ઉપયોગ નહોતો થતો.તો એક માણસ સ્મશાનમાં બધી દેખ રેખ રાખતો અને બીજો માણસ ચિતા ને સળગાવવા કુહાળી થી લાકડા કાપતો. બંને ઘણા એવા સમયથી સાથે રહેતાં હતા તો તેમની વચ્ચે સારી એવી મિત્રતા હતી.તે જોતાં કે જે પણ મૃતક શરીરની ચિતા સળગાવવા અને તેમની સાથે જે પરિવાર જનો હાજરી આપવા માટે આવતા તે ખુબ સારી સારી જીવન વિષે વાતો કરતાં.

એક વખત એક ચિતા સળગતી હતી બધા જઈ ચૂક્યા હતા ત્યારે તે લાકડા કાપવા વાળા માણસે કહ્યું કે આપણે ખરેખર ઘણી ચિતાઓ સળગતી જોઈ છે કદાચ આપણને એકબીજાની મૃત્યુ પછી રોવું નહીં આવે.

થોડા દિવસ પછી તેનો સાથી મિત્ર મૃત્યુ પામે છે.તેને તે દિવસે કહેલું યાદ આવે છે કે તેને તેના સાથે રહેલા મિત્રના મૃત્યુ પછી રોવું નહીં આવે. તે કોશિષ કરે છે કે તે તેના મિત્રના મૃત્યુ પર ના રોવે પણ તે જ્યારે ચિતાને અગ્નિ દેવા જાય છે ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે રળી પડે છે.

આ એક સમજણ હતી તે બીજાના મૃત્યુ પર કોઈ માણસ આંશુ નથી સારતો પણ જ્યારે વાત પોતાના માણસોની આવે છે ત્યારે તે રળી પડે છે.કારણકે તેની સાથે લાગણી નો સબંધ છે.મૃત્યુ વિષે બીજી ઘણી વાતો ખુબ રોચક છે.


સુહાસ અંકલની મૃત્યુ પછીની બધી ક્રિયા પતી ગઈ હતી.આરોહી અને આરતીબહેન એક ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યા હતા. સુહાસ અંકલના મૃત્યુ પછી આરોહી અને કવન બંને એક મહિના પછી મળ્યા. આરોહીની લાયબ્રેરીમાં આરોહીજ હવે બહુ આવતી નહીં.તે પણ એક મહિના પછી અહીંયા આવી હતી.તે તેની લાયબ્રેરી હંમેશા માટે બંધ કરી રહી હતી કારણકે આરતીબહેન એકલા હોવાથી તે તેમની સાથે રહેવા માંગતી હતી.

"તો તું હવે અહીંયા નહીં રહે..?"

"હા, હું એજ વિચારું છું. મમ્મી એકલા છે.મારે તેમની સાથે જ રહેવું જોઈએ.મોટા પપ્પા અને મોટા મમ્મી અમેરિકા જતાં રહ્યા છે."

"હા, તારી વાત સાચી છે.આંટી ને તારી જરૂર છે."

થોડીવાર બંને ચૂપ રહ્યા અને ત્યારબાદ આરોહી બોલી..

"સુહાસ અંકલ ના મૃત્યુ પહેલા હું તેમની સાથે થોડા દિવસ રહી હોત તો કેવું સારું હતું."

તેને તે વાત નો વસવસો રહી ગયો હોવ તેવું લાગતું હતું.

કવન ચૂપ હતો દુઃખી હતો અને આરોહી ને સાંભળતો હતો.

જીવંત માણસ કરતા મૃતક માણસની યાદ તમને હંમેશા વધુ આવે છે કારણકે તે જીવતા હોય ત્યારે આપણે તેમના ખરાબ કર્મ જોઈએ છીએ અને મૃત્યુ બાદ આપણે તે માણસના માત્ર સારા કર્મ જોઈએ છીએ.

તને ખબર છે કે મેં તને કહ્યું હતું સુહાસ અંકલ અને મમ્મી એટલે કે આરતી આંટી વચ્ચે પણ ઘણી પ્રોબ્લેમ છે.

કવનને તે દિવસ યાદ આવ્યો જે દિવસે આરોહીએ કવનને તેના પ્રેમ વિષે ની સમજ પર ભાષણ આપ્યું હતું.

કવને હકારમાં માથું હલાવ્યું.

"ખરેખર તેવું મે એટલા માટે કહ્યું હતું કે મારા જન્મ પહેલાં મમ્મી અને પપ્પાને એક છોકરો હતો,બે વર્ષનો.એક વખત જ્યારે તે દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે તેમનો એક્સિડન્ટ થયો હતો.સુહાસ અંકલનું ધ્યાન મોબાઈલમાં હતું.મમ્મી અને તે છોકરો આગળ બેઠા હતા.ત્યારે નઝર ચૂક થતા કાર જોરથી વળાંક લઈ રહેલી ટ્રક સાથે અથડાઈ અને ભયંકર એક્સિડન્ટ થયો.મમ્મી અને પપ્પા બચી ગયા પણ તે છોકરા ઉપરથી કાર ફરી ગઈ અને તે ત્યાંજ મૃત્યુ પામ્યો.ત્યારથી મમ્મી પપ્પા ને તે છોકરાના મૃત્યુ ના ગુનેગાર માનતા હતા.પછી મારો જન્મ થયો અને તેમણે મને દત્તક લીધી.ત્યાર પછી તેમની વચ્ચે તો બધું ઠીક થઈ ગયું પણ તે ઠીક તેટલું પણ ના થઇ શક્યું જેટલું પહેલા હતું."

કવન વિચારતો હતો કે કદાચ કેટલાક ખરાબ અનુભવો ને કારણે આરોહીના મનમાં પ્રેમ ને લઈને વિરુદ્ધ વિચાર છે.પણ આ તે સમય ન હતો કે તે તેની સાથે કોઈપણ જાતની દલીલ કરી શકે.

આરોહી એ હંમેશા માટે તે લાઈબ્રેરી બંધ કરી દીધી. હવે કવન અને આરોહી બે એક અઠવાડિયે મળતા.આરોહી થોડા દિવસથી ગુમસુમ રહેતી હતી.

ક્રમશ

વાર્તા ને ખુબ પ્રેમ આપવા બદલ આભાર.આપને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો.આપના પ્રતિભાવો મારી માટે અગત્ય નો છે.આપને વાર્તા પસંદ આવી હોય તો આપ માતૃભારતી,ઇન્સ્ટાગ્રામ,ફેસબુક અને વૉટ્સએપ પર જરૂર થી સ્ટોરી મૂકી ને લોકો ને જણાવશો.

આપનો આભાર...