Sathvaro - 16 books and stories free download online pdf in Gujarati

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 16

પડછાયાં
●●●●●●○○○○○●●●●●○○○○●●●●
અમોઘાએ પત્રનો અર્થ શોધવાની મથામણ ચાલું કરી દીધી. અશ્ર્વિનીબહેને તાકીદ્ કરી કે મિત્રો સાથે આવી અંગત વાતો કરવી નહીં.તેનાં ખુદમાં પણ ઉઁમર કરતાં અનેકગણી પરિપક્વતા હતી.

અર્થ સમજાતાં એણે પહેલા જ અશ્ર્વિનીબહેનને કહ્યું
"આ મારી માએ......,એ લખે છે ,હું મારી અંગત મજબુરીઓને કારણે મારી દિકરીને મારાથી દુર કરું છું,એની સંભાળ રાખશો,સમય આવ્યે હું એને મારી પાસે લઈ જઈશ".,પોતાની માએ કોઈ અણગમાનાં કારણે તરછોડી નહોતી તે જાણી એને સારું લાગ્યું.. એણે પુછ્યું " હે મમ્મી પછી એણે ક્યારેય મારી ખબર ન લીધી? એને ખબર હતી હું તમારી પાસે છું? અત્યારે ક્યાં છે મા?" અશ્ર્વિનીબહેને એનાં માથા પર હાથ મુકી એને શાંત કરી.

હવે કંઈ છુપાવવાનો અર્થ ન હતો અધુરા સત્યો અણગમો નોતરે. એમણે સાકરમાને બોલાવ્યાં અને બધાં પત્રો ધરી દીધાં અમોઘા સામે.અમોઘાને પત્રનો અર્થ પણ સમજાવતાં રહ્યાં.ક્યારેય ન જોયેલી મા હવે આ દુનિયામાં નથી અને ક્યારેય જોવા પણ નહીં મળે એ હકીકત જાણી ને અમોઘાની આંખો વરસી પડી.કેટલીય વાર સુધી એનાં હીબકાં અને ડુસકાં સંભળાતા રહ્યાં.

સાકરમા કંઈ કેટલાય શબ્દો ગોઠવતાં રહ્યાં એને શાંત કરવાં પણ આજે શબ્દો સાથ નહોતાં આપતાં.એની આંખોય વરસતી હતી ચુપચાપ.યતિનભાઈ ક્યારનાં આવીને દીવાનખંડમાં બેઠાં હતાં એમની મુક હાજરી હુંફાળી હતી,એમનાં હોવાનો અહેસાસ થતાં અશ્ર્વિનીબહેન બહાર આવ્યાં.

પછી તો દક્ષિણમાં ફરવા જવાનો સમય નક્કી થયો અને યતિનભાઈ પણ સાથે જોડાઈ તેવી ગોઠવણ થઈ .અમોઘાને તેનાં નાનાનાં ઘરે લઈ જવી પછી એને ત્યાં રોકાવું કે નહીં એવી કોઈ ચર્ચા કરવાનું ટાળ્યું, બેઉઁ માએ નક્કી કર્યું ત્યાં ગયાં પછી માહોલ અને અમોઘાનું
મન જાણીને નિર્ણય લેશું.

યતિનભાઈને સવાલોની આદત નહોતી, એમનાં માટે તો અશ્ર્વિનીબહેનનાં બોલ એ જ આદેશ.

આખરે એ દિવસ આવી ગયો.લાંબી મુસાફરી અને હમસફર સહુંના મનની ગતિ અલગઅલગ .સાકરમા પહેલીવાર ટ્રેનમાં મુસાફરી કરતાં હતાં,એ વર્તમાનમાં જીવવા વાળો આત્મા તો યાત્રામાં જ તલ્લીન,એમની બુઝુર્ગ આંખોમાં બાળક જેવું વિસ્મય. વચ્ચે વચ્ચે દ્રષ્ટિ લંબાતી તો અશ્ર્વિનીબહેનનાં ચહેરાનું તાણ વાંચી આંખોથી જ ધરપત આપતાં.

અમોઘાનું બાળમન આશા નિરાશામાં ગોથા ખાતું હતું,ઘડીમાં મન એમ વિચારતું કે નાનાનાં ઘરે જઈશ તો બધા બહું લાડ કરશે,નાની સાકરમાની જેમ વહાલ વરસાવશે તો વળી મા હયાત નથી એ વિચારી દિલ દુઃખી જતું.અહીં રહીશ તો માને મમ્મી ,યતિનદાદા બધા મારાં વિના શું કરશે?એવો પણ વિચાર આવી જતો.અત્યારે તો ટ્રેન કે વિચાર કોની ગતિ તેજ હતી તે નક્કી કરવું બહું મુશ્કેલ હતું.

છેક ધારવાડ પહોંચ્યાં પછી અમોઘાને જણાવ્યું કે એનું મોસાળ મૈસૂરમાં છે,આસપાસ ફરીને પછી ત્યાં જઈશું એવું કહ્યું ત્યારે અમોઘાએ તરત જ વિરોધ નોંધાવ્યો," મારે આજે ને અત્યારે જ ત્યાં જવું છે, ફરવું નથી અને કંઈ
જોવું પણ નથી".

અશ્ર્વિનીબહેનની છઠ્ઠી ઈન્દ્રીય કહેતી હતી કે ઓચિંતા જવામાં આવકાર નહીં મળે અને અમોઘાનું મન દુભાશે .
શબ્દો પાછળનાં અર્થ અને લખનારનાં સ્વભાવ ઓળખવાની આવડત એ શિક્ષક જીવ પાસે હતી.મૈસુર
પહોચ્યાં પછી સાકરમા અને અમોઘા આરામ કરતાં હતાં ત્યારે અશ્ર્વિનીબહેન યતિનભાઈ સાથે નિકળી અને અમોઘાનાં નાનાને મળવા નિકળી પડ્યાં એસ.એમ. એનનાથમ અહીં બહું આદરપુર્વક લેવાતું નામ હતું. એમને સરનામું શોધવામાં સહેજે તકલીફ ન પડી.

એ ઘરની જાહોજલાલી જોઈને જ અશ્ર્વિનીબહેનનાં પગ થંભી ગયાં," અમોઘાને અમારાં જેવાં સામાન્ય માણસો સાથે આ લોકો પળભર નહીં રહેવા દે " તેવું બબડ્યાં પછી યતિનભાઈની હાજરીનો ખ્યાલ આવતાં ઓજપાઈ ગયાં.યતિનભાઈને બહાર રાહ જોવાની તાકીદ કરી દરવાનને ગુજરાતથી કોઈ આવ્યું છે એમ અંદર જાણ કરવાં કહ્યું.

એ એમને લોખંડનાં તોતિંગ દરવાજામાંથી અંદર દોરી ગયો, અંદર જતાં ડાબી તરફ જુનવાણી ઢબનો લાકડાનો દરવાજાવાળો બેઠકખંડ હતો,ત્યાં રાહ જોવાં કહ્યું ,દરવાન થોડું હિન્દી જાણતો હોવાથી સરળતાં થઈ .


બેઠકખંડ મુલાકાતીઓ માટે જ અલાયદો બનાવાયેલા
હતો, અહીં થી ઘરનો મુખ્ય દરવાજો સો મીટર જેટલી દુરી પર હતો.બેઠકખંડનું રાચરચીલું અને તૈલચિત્રો શાસ્ત્રિય સંગીત તરફનો ઝુકાવ દર્શાવતાં હતાં.

પંદર- વીસ મિનીટ પછી એક પડછંદ,સાઠ વર્ષની આસપાસનો પુરૂષ આવતો દેખાયો,સફેદ શર્ટ ,સોનેરી કીનારીવાળી લુંગી,કોલર પાસેથી ડોકીયાં કરતી જનોઈ,ભાવવિહીન સપાટ ચહેરો એમાં સમયે આંકેલી
સખ્તાઈ.આવતાંની સાથે એમણે અશ્ર્વિનીબહેનને બેસવા
ઈશારો કર્યો.અશ્ર્વિનીબહેને નમસ્કાર કર્યા વાતની શરૂઆત કેમ કરવી એ અવઢવમાં બંને મૌન રહ્યાં થોડીવાર.

ત્યાં જ એક જાજરમાન સ્ત્રી દાખલ થઈ,એનાં ચહેરા પર ઉત્કંઠા ,આંખમાં ઝળઝળિયાં અને હેત જોઈ અશ્ર્વિનીબહેન સમજી ગયાં આ જ અમોઘાનાં નાની.તુટક્
તુટ્ક હિન્દી અને અંગ્રેજીમાં સંવાદો સંધાયાં.

કલાક એક ચાલેલાં વાર્તાલાપમાં અમોઘાનાં ભવિષ્યની સુકાન હતી.

બહાર યતિનભાઈ અડધી પામેલી કહાનીનો તાગ મેળવવાં મળતાં હતાં..

ઉતર અને દક્ષિણ ધ્રુવ જેવાં બે અલગ પરિવારજનો પ્રેમ

મળશે એ બાળાને?


@ ડો ચાંદની અગ્રાવત