Eighty in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | અસ્સી

Featured Books
  • دوستی — ایک خوبصورت احساس

    دوستی — ایک خوبصورت احساسزندگی میں بہت سے رشتے ہمیں پیدائش ک...

  • شعور

    بھاری آسمان پر گھنے بادل جمع ہو رہے ہیں۔ وہ چلچلاتی دھوپ میں...

  • Safar e Raigah - 21

    منظر۔شاہ میر نے کیمرے کے لینس سے اپنی نظر ہٹائی اور مڑ کر آی...

  • بندھن — ایک پیار کا

    ایک چھوٹے سے خوبصورت شہر میں عائشہ اپنے والدین کے ساتھ رہتی...

  • دماغ

    آپ کی نظر آپ کی نگاہیں اشاروں سے کچھ کہہ رہی ہیں۔ ہماری زندگ...

Categories
Share

અસ્સી

અસ્સી
- રાકેશ ઠક્કર
 
    તાપસી પન્નુના એક શક્તિશાળી અભિનેત્રી તરીકેના જે ચાહકો છે એ ચોક્કસપણે ફિલ્મ ‘અસ્સી’ માટે તેને 90 થી 95 માર્ક્સ આપી શકે છે. જો અભિનયમાં વિવિધતા અને પાત્રની નવીનતાની વાત કરીએ તો તેને 80 થી 85 માર્ક્સ આપવા વધુ તટસ્થ ગણાશે. અલબત્ત 100 માંથી 100 માર્ક્સ કદાચ તેના ઉમદા ઈરાદાને આપી શકાય. પરંતુ એક કલાકાર તરીકે તેના શ્રેષ્ઠ અભિનયની યાદીમાં 'થપ્પડ' હજુ પણ ટોચ પર રહેશે.
 
   તાપસીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે માત્ર 'ગ્લેમર' માટે નહીં પણ સામાજિક રીતે મહત્વના અને અઘરા વિષયો માટે ફિલ્મો પસંદ કરે છે. તે આ પ્રકારના ગંભીર રોલ્સમાં માહેર થઈ ગઈ છે. તેણે પાત્રની ગંભીરતાને ક્યાંય પણ ઓછી થવા દીધી નથી. કેટલાક વિવેચકો માને છે કે આ વખતે કંઈ નવું જોવા મળ્યું નથી. ‘મુલ્ક’ માં તેણે વકીલનું પાત્ર ભજવ્યું હતું લગભગ તેના જેવું જ લાગે છે. તેની સ્ટાઈલ અને આક્રોશ થોડો સ્ટીરિયોટાઇપ બની ગયો હોય તેવું લાગે છે. તાપસી પન્નુ અને અનુભવ સિંહાની જોડી જ્યારે પણ સાથે આવે છે ત્યારે અપેક્ષાઓ આસમાને હોય છે. 'મુલ્ક' અને 'થપ્પડ' જેવી સફળ ફિલ્મો બાદ તેમની નવી ફિલ્મ 'અસ્સી' પાસેથી પણ ટ્રેડ સમીક્ષકોને ઘણી આશા હતી. અનુભવ સિંહાએ પોતે પણ કહ્યું છે કે તેઓ બોક્સ ઓફિસના આંકડાઓ કરતા ફિલ્મની વાત લોકો સુધી પહોંચે તેમાં વધુ રસ ધરાવે છે. તાપસી પન્નુ માટે આ એક નવો પડકાર છે. પરંતુ જે રીતે આ ફિલ્મ સામાજિક મુદ્દાઓને સ્પર્શે છે તે જોતા લાંબે ગાળે તે OTT કે વર્ડ ઓફ માઉથ દ્વારા પોતાની ઓળખ બનાવી શકે છે.
 
         આ કોઈ સાધારણ મનોરંજક ડ્રામા નથી પરંતુ સમાજની વરવી વાસ્તવિકતા પર એક આકરો પ્રહાર છે. ફિલ્મની શરૂઆતથી જ પ્રેક્ષકોને એક ડાર્ક અને ગંભીર માહોલનો અહેસાસ થાય છે. વાર્તામાં દર 20 મિનિટે સ્ક્રીન પર લોહી જેવો લાલ રંગ અને લખાણ આવે છે. જે આપણને યાદ અપાવે છે કે આપણે જેટલી વાર ફિલ્મ જોઈ રહ્યા છીએ તેટલી જ વારમાં દેશના કોઈ ખૂણે ફરી એક ઘૃણાસ્પદ અપરાધ આચરવામાં આવ્યો છે. આ ટેકનિક પ્રેક્ષકોને સતત ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડે છે અને વિચારતા કરી મૂકે છે.
 
         આ ફિલ્મનું હૃદય તેનું લેખન છે. ગૌરવ સોલંકી દ્વારા લખાયેલ પટકથા અને વાર્તા ખરેખર પ્રશંસનીય છે. ગૌરવ સોલંકીને આ ફિલ્મ માટે અન્ય કોઈપણ અભિનેતા કે દિગ્દર્શક કરતાં સૌથી વધુ પૈસા મળ્યા છે. ફિલ્મ જોયા પછી સમજી શકાશે કે તેમને આટલા પૈસા કેમ મળ્યા હશે. અનુભવ સિંહાએ 'મુલ્ક', 'થપ્પડ', 'આર્ટિકલ 15', 'ભીડ' જેવી ફિલ્મો બનાવી છે. જેમાં તેમણે સમાજમાં જે કંઈ પણ બને છે તેનું પ્રત્યક્ષ અને હિંમતભેર ચિત્રણ કર્યું છે. ફિલ્મનું નિર્દેશન ખૂબ જ પરિપક્વ છે અને તેમાં ક્યાંય પણ ગુનાને ગ્લેમરાઈઝ કરવાનો કે બિનજરૂરી રીતે ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.
 
         'પિંક', 'મુલક' અને 'થપ્પડ' જેવી ફિલ્મો બાદ તાપસી માટે આવા ગંભીર પાત્રો ભજવવા જાણે એક સહજ કળા બની ગઈ છે. તાપસી પન્નુએ આ ફિલ્મમાં એક મજબૂત વકીલની ભૂમિકા ભજવી છે. તે પોતાની દમદાર એક્ટિંગ અને સંવાદો દ્વારા કોર્ટરૂમમાં જે રીતે દલીલો કરે છે તે પ્રશંસનીય છે. જોકે, ફિલ્મના ક્લાઈમેક્સમાં તેનો લાંબો મોનોલોગ એટલે કે એકધારું ભાષણ અસરકારક તો છે પરંતુ લેખનની દ્રષ્ટિએ તેમાં થોડી વધુ ધાર હોત તો તે વધુ યાદગાર બની શક્યું હોત. તેમ છતાં એક કલાકાર તરીકે તાપસીએ ફિલ્મના વિષયની ગંભીરતાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે.
 
         ફિલ્મમાં સૌથી વધુ ચોંકાવનારું અને પ્રશંસનીય કામ મલયાલમ અભિનેત્રી કની કુસરુતિએ કર્યું છે. જેમણે સર્વાઈવરની ભૂમિકા ભજવી છે. ખાસ કરીને કારવાળું દ્રશ્ય એટલો વાસ્તવિક અને રુવાડા ઉભા કરી દે તેવો છે કે તે નબળા હૃદયના લોકો માટે જોવો મુશ્કેલ બની શકે છે. ફિલ્મમાં હિંસા અને ક્રૂરતાના કારણે તેને 'A' રેટિંગ આપવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે આ ફિલ્મ બાળકો કે પરિવાર સાથે જોવા જેવી નથી. ફિલ્મના કેટલાક દ્રશ્યો અને ખાસ કરીને ક્લાઈમેક્સમાં જે રીતે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે થોડું વધુ પડતું ફિલ્મી કે ઉપદેશાત્મક લાગે છે.
 

         વાર્તામાં જે રીતે આખા દેશની પીડાને આલેખવાનો પ્રયાસ થયો છે તેની સામે અંત થોડો નબળો જણાય છે. ક્લાઈમેક્સ જેટલો દમદાર હોવો જોઈતો હતો તેટલો હાર્ડકોર અનુભવાતો નથી. તેમ છતાં જે રીતે આ વિષયને દુનિયા સામે લાવવામાં આવ્યો છે તે ખરેખર બિરદાવવા લાયક છે. કલાકારોનો અભિનય અને નિર્દેશકની હિંમત સૌથી મજબૂત પાસાં છે. આ કોઈ પ્રોપગેન્ડા ફિલ્મ નથી પરંતુ વાસ્તવિકતાનો અરીસો છે. ગંભીર અને હાર્ડ-હિટિંગ સિનેમા જોવાના શોખીન હોય તો 'અસ્સી' ચોક્કસપણે એક વખત જોવી જોઈએ. તે માત્ર મનોરંજન નથી આપતી પરંતુ એક સમાજ તરીકે આપણી નિષ્ફળતાઓ વિશે ગંભીર પ્રશ્નો પૂછે છે.