Sarthi (Short Stories) books and stories free download online pdf in Gujarati

Sarthi (Short Stories)

સારથી. (ર્વાતા સંગ્રહ)

વિનસ પાલનપુરી

9408418155

harjibhai31@gmail.com

અનુક્રમણિકા

(૧) કરો કંકુના

(૨) લોહીનો સંબંધ

(૩) આધાર

(૪) આંખ ખુલી

(૫) અર્પણ

(૧) કરો કંકુના.

મમ્મી તું હવે તો મને છોડી નહી જાય ને? રસોડાના ઓટલા ઉપર બેઠેલા દેવેને કુંમકુંમના ચહેરાને પંપાળી પુછયું ગાલને ટપલી મારતા કુંમકુંમ બોલી ના હો બેટા નહી જાઉં બસ!

દેવેન હજીતો કુંમકુંમને ગઈ કાલે જ ડીસા બસ ડેપોમા મળયો હતો કુંમકુંમના લગન થયાને પાંચ વરસ થયા હતા પણ તેનો પતિ મયંક તેનીજ ઓફિસની કામિની સાથે ભાગી ગયાને આજે ચાર વરસ થઇ ગયા અને આજ સવારે મયંકનો ફોન આવેલ કહેકે હું તને મળવા માગું છું મળવું તો હતું છતા કોઇ જવાબ નોહતો આપયો કુંમકુંમ તલાટીની પરિક્ષા આપી ડીસા બસ ડેપોમા ઉભી હતી ને પાછળથી ત્રણ વરસનો દેવેન અચાનક મમ્મી મમ્મી કરીને કુંમકુંમને બાઝી પડયો કુંમકુંમ કઈ પણ સમજે એ પહેલા દેવેન કાલીઘેલી ભાષામા બોલયો મમ્મી મમ્મી તું હવે મને છોડીને કયાંય ન જતી કુંમકુંમનું મા રદય દેવેનનું મન રાખવા બોલી હતી ના બેટા નહી જાઉં હો ખિચોખીચ ભરેલા બસ ડેપોમા કુંમકુંમને દેવેન એકલો લાગયો લાગયું કે દેવેનને કંઇક ગેર સમજ થઇ હસે એમ માની ડેપોના માઇકમા સુચના અપાવી હતી છતાં દેવેનનું કોઇ પણ સગું કે સંબંઘી આવયું નહી આથી દેવેનને એ સાંજે ઘેર લઇ આવી હતી ઘરનાને દેવેન ગમી ગયો હતો કે એની દયા આવતીતી તેના વીશે જાણકારી મેળવવા આકાશ પાતાળ એક કરતા હતા મળયા પછીથી દેવેન કુંમકુંમને મમ્મી મમ્મી કરી રહયો હતો રાત્રે સુતી વખતે તે કુંમકુંન ને ચપોચપ ચોટીને સુતો હતો રાત્રે ત્રણ ચાર વખત ઉંઘમા બડબ઼ડતો રહયો કે મમ્મી મમ્મી તું મને મુકી ને કયાંય જતી ના કુંમકુંમ પણ દેવેનને છાતી સરસો ચાપી સુઇ હતી વહેલી સવારે કુંમકુંમના મોટા ભાઈ સમીરના અવાજે એની ઉંઘ ઉડાડી સમીર દેવેનના પપ્પા માનવ જોડે ફોન ઉપર વાત કરી એમના ઘરનુ સરનામું આપયું હતું કુંમકુંમ જો જલદી તૈયાર થઇ મહેમાન માટે નાસતો બનાવજે દેવેનના પપ્પા માનવ ડીસા સેસનકોૅટમા નોકરી કરે છે અને દેવેનની મમ્મીનું અવસાન થયાને માંડ એક વરસ થયું છે અને તેનો આ ફોટો કુંમકુંમને જાણે સમીરે એનોજ ફોટો બતાવયો હોય એમ આંખોને પટપટાવયા વગર એકી નજરે જોઇ રહી આબેહુબ જાણે કુંમકુંમ જ જોઇલો તેના ફોનની રીંગવાગી ને ચમકી ફોન મયંકનો હતો

બેઠક ખંડમા સમીર એક યુવક જોડે વાત કરી રહયો હતો કુંમકુંમ નાસતા લઈ આવી પાછળ પાછળ પાલવ પકડી દેવેન પણ. માનવને જોઇ દેવેન બાઝી પડયો માનવે છાતી સરસો ચાપીને લલાટમાં ચુંબન કરી બોલયા બેટા કયાં ગયો હતો? દેવેન નીખાલસ ભાવે બોલયો પયાલી મમ્મી જોડે માનવે દેવેનને સોફામાં બેસાડી કુંમકુંમ સામે નમસતે કહયું વળતામા કુંમકુંમે પણ નમસતે કહયું જશોદાબેન કુંમકુંમના મમ્મી એ કુંમકુંમને રસોડામા બોલાવી પપ્પા સંજયભાઈએ કહયું જો બેટા કુંમકુંમ છોકરો પણ સારો છે પૈસે ટકે પણ સંતાનમા એક દેવેન જ છે તું હા કહેતો વાત આગળ વધારીએ સમીરે બધીજ વાત માનવથી કરી લીધી છે બસ તારી હા હોય તો.

બઘાં બેઠકખંડમા હતા મયંક પણ આવીને પાછળના સોફામાં ગરીબ ગાયની જેમ મોઢું નીચું રાખી બેઠો હતો ઘરના બધાં જ બેઠકખંડમા આવી ગયા હતા અને બધાંની નજર દેવેનને ખોળામા લઇ બેઠેલ કુંમકુંમ ઉપર હતી બધાંની આંખોમા એકજ સવાલ હતો હા કે ના. જશોદાબેને મૌન તોડયું બોલ કુંમકુંમ તારો શું જવાબ છે અને કુંમકુંમે ધીરેથી દેવેનના કાનમા કંઇક કહયું એટલે દેવેન માનવ સામે જોઇ બોલયો પપ્પા મમ્મી એ કહયુ " કરો કંકુના" અને બેઠકખંડમા હાસ્યનું મોજું ફ રી વળયું અને એ હાસ્યમા એક પગલાંનો અવાજ દબાઇ ગયો.

(૨) લોહીનો સંબંધ.

" ચાલ અનુંજ આજે મારે ઘેર તને મારા મમ્મીપપ્પા થી મુલાકાત કરાવું"

હૉસ્ટેલની રુમમા પ્રવેશતાજ અભય બોલ્યો. મમ્મીનું નામ સાભળતાંજ અનુંજની આંખોમાં બાળપણમાં ગુજરી ગયેલ મમ્મીની તસ્વીર ઉભરી આવી ઉજળા કપાળમાં લગાવેલ લાલ ચાંદલો સીંદુરથી ભરેલ સેંથી માથે ઔઢેલ ડોઢીયું ગળામા મંગળસુત્ર અને સદાય હસતું રહેતું મુખડું. યાદ આવતાજ અનુંજની આંખો ભીની થઇ ગઇ,

અભય :- કેમ શું થયું અનુંજ ?

અનુંજ :- બસ કઇ નહી આમજ મમ્મીની યાદ આવી ગઇ!

અભય :- નાનપણવાળી કે પછી.......???

અનુંજ :- બંન્ને!

ચાર મહીના પહેલા અનુંજ જયારે કોલેજથી હૉસ્ટેલ આવતો હતો ત્યારે રસ્તામાં અનામત આંદોલનમાં ઘવાયેલ એક મહીલાને રસ્તામાં બેભાન અવસ્થામાં જોઇ રંગરુપે જાણે મમ્મી જ અને અનુંજ એ મહીલાને તરત ડાૅં.પંડયાની હોસ્પિટલે લઇ ગયો હતો. ઘા ઉંડો હોવાથી લોહી વધારે વહી ગયું હતું અને અનુંજે લોહીની એક બોટલ અાપી હતી. મહીલાની તબીયત સુધારા ઉપર હતી પણ તેમ છતાં બોલી શકાતું નોહતું. અનુંજને જાણે મમ્મીના મળી હોય એટલી ચિંતા કરતો હતો ડાૅંકટરે દવા લાવવા લીસ્ટ આપયું હતું ને અનુંજ દવા લેવા મેડીકલમાં ગયો ને રસ્તો ઓળંગતા બાઇકે ટકકર મારી ને બસ. ભાનમાં આવ્યો ત્યારે હૉસ્ટેલનું રુમ હતું એજ ચહેરો એજ હાવભાવ મળતાં આવતાં હતાં.જાણે એજ મમ્મી ત્યાજ છુટી ગઇ. વિચારોને વિચારોમાં જાણે કયારે અભયનું ઘર આવી ગયું ખબર ના પડી. અભય અને અનુંજ કોલેજના પ્રથમ વર્ષમાં મળેલા બંન્નેના આચાર વિચારને લીધે દોસ્તી ત્રણ વર્ષથી કાયમ હતી. અનુંજ નાનપણથી માંબાપ વગરનો હોવાથી હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો.

દરવાજાની ડોરબેલ વાગીને અભયની નાની બેન અપેક્ષાએ દરવાજો ખોલ્યો.

અપેક્ષા :- આવો અનુંજભાઇ કેમ છો? અપેક્ષાએ આવકાર આપતા કહ્યું.

અનુંજ :- તું મને ઓળખે છે અપેક્ષા?

અપેક્ષા :- ના પણ આતો અભયભાઇ તમારી વાતો કરે છે ને એટલે.

અનુંજ :- વાહ.. બહુસરસ કહેવાય અપેક્ષા!!

અનુંજ અભયના પપ્પા રાજેશભાઇને મળ્યો બધાં પુજાના રુમમાં ગયા ધીમા સાદે અભયનાં મમ્મી આરતી ગાતા હતા. બધાં આરતીમાં ઉભાં રહ્યા આગળ અભય ને અપેક્ષા એમની પાછળ રાજેશભાઇ અને અભયના મમ્મી પાછળ અનુંજ,

શારદાબેન આરતીની થાળી લઇ જેવા પાછળ ફક્યા કે અનુંજને જોઇ જોઇજ રહ્યા ને કહ્યું રાજેશ આ એજ છોકરો છે જેણે મને હોસ્પિટલ લઇ જઇ લોહી આપ્યું હતું. અનુંજની આંખો ભરાઇ ગઇ. ગળા માંથી એકજ અવાજ આવ્યો " મમ્મી " અને શારદાબેન અનુજને ભેટી પડ્યાં.

(૩) આધાર.

દુર સુધી કોઇ દેખાયું નહી આથી પાસે જઇ જોયું લઘરવઘર મેલા કપડાં ને દીવસોથી નાહયા વગર નું અંગ પરસેવાથી ગંધ મારતું હતું પગ મૈલાને અદલ

બદલ ચંપલનું ઔશીકુ પેટનો ખાડો ભુખથી જાણે વરસોથી ઉંડો ઉતરી ગયેલ ના હોય ગુચળા વળી ગયેલ વાળ ને,મેં હળવેકથી એના માંથા ઉપર હાથ ફેરવયો ને સફળો જોગીને હાથ જો઼ડી કરગરવા માડયો સાહેબ મે ચોરી નથી કરી સાહેબ હું ભુખે મરી જાઉં પણ આવું કામના કરું,

મે કહયું બસ હવે કઇ હું પોલીસ નથી ચાલ ઉભો થા,

અને એને હું મારી કલનિકમા લઇ ગયો નટુંકાકાને કહી નાહવા મોકલયો બાજુની દુકાન માથી બે જોડી કપડાં મંગાવયા નાહયા પછી નટુંકાકા એને મારી પાસે લઇ આવ્યા મેં કહયુ જો સામેજ સ્કુલ છે રોજ ભણવા જવાનું અને નટુકાકા જોડે રહેવાનું ને જમવાનું બરાબર,જવાબમાં એણે ખાલી ડોકું હલાવયું.

કયારે કયારે તે નટુકાકા ને કલનિકમા મદદ કરતો હું તેને પુછી લેતો કેમ ચાલે છે અભ્યાસ તે કહેતો બરાબર.

એક દીવસ એને મે નારાજ જોયો ને નટુકાકાને બોલાવી પુછયું શું થયું? કેમ એ આમ ઉદાસ લાગે છે નટુકાકા બોલયા સું કહું સાહેબ આજે ફરી ચોપડાં ખોઇ નાખયા મેં કહયું તમે એને પુછયું નટુકાકા એ કહયું ના એને અહી બોલાવો થોડી વાર પછી નટુકાકા એને મારી પાસે લઇ આવ્યા,

કેમ શું થયું ? કોઇ તકલીફ હોયતો મને જણાવ તેની આંખમા ઝળઝળીયાં આવી ગયાને બોલયો સાહેબ તકલીફ તો કઇ નથી પણ મારાં ચોપડાં મેં જ મારી સાથે ભણતા કુબેરને આપી દીધા છે સાહેબ કુબેર મારી સાથે જ મારા કલાશમાં ભણે છે અને સાહેબ એના માબાપ તો નથી પણ તે નગર પાલિકા ના જુના મકાનમા જ રહેછે એની પાસે એક પણ ચોપડી નથી સાહેબ આથી મેં મારાં ચોપડા જાતેજ તેને આપી દીધા.

મેં એની પીઠ થાબડી ને કહયું જા અને તારા એ દોસ્તને અહી લઇ આવ થોડી વારના બંન્ને મારી સામે મારી કલનિકમા હતાં બેલ વગાડી મેં નટુકાકાને બોલાવ્યા જુઓ નટુકાકા બાજુવાળું મકાન ખોલી નાખો ને તેમા એક હૉસ્ટેલ ચાલુ કરવાની છે, વાહ બહુસરસ સાહેબ ને નટુકાકા ચાવી લઇ બહાર નીકળ્યા ને પાછળ પાછળ કુબેર ને કર્ણ પણ એક બીજાનો હાથ પકડીને બહાર નીકળ્યાં જેમ વરસો પગલા કોઇએ મારો હાથ પકડ્યો હતો.

(૪) આંખ ખુલી.

સોસાયટીના દરવાજેથી ગાડી અંદર વાળી કે હરેશભાઈના ઘર આગળ સોસાયટીના લોકોનું ટોળું જોયું થયું કે આતો રોજનું હશે! બસ એજ હરેશભાઇના પત્નિ ર્ઉમિલાબેન અને એમના સાસુ ધુડીમાંનો ઝગડો હશે.પણ આજે આ ટોળું આટલું કેમ ભેગું થયું હશે? એ જાણવા મેં ગાડી વધારે આગળ લીધી.

હરેશ ધુડીમાંનો એકનો એક દીકરો હતો.અને તેની પત્નિ ર્ઉમિલા અને તેનો પુત્ર સોહન સોસાયટીમા રહેતા હતા.હરેશ ડીસા ગંજ મા બળવંત રાય ની પેઢી મા મહેતાનું કામકાજ સંભાળતો અને થોડી ઘણી બચત કરી કચ્છી કોલોનીમા પોતાનું ઘરનું મકાન બનાવયું હતું.પહેલા ભાડાના મકાનમા જગ્યા નાની પડતાં ધુડીમાં ગામડે રહેતા હતા.મકાન તૈયાર થતા ધુડીમાં પણ શહેરમા બધાં સાથે રહેવા આવ્યા હતા. પણ અવાર નવાર ધુડીમાંને ર્ઉમિલાબેન વચ્ચે નાની નાની બાબતોને લીધે બોલા ચાલી થતી અને આ રોજનું થઇ ગયું. રોજ કોઇને કોઇ વાતે સાસુને વહુ લડતા ઝધડતા રહે.

ધુડીમાં સાથે રહે એ ર્ઉમિલાને ગમતું નોહતું એથી કોઇ પણ બહાને તે ધુડીમાં સાથે ઔખડતી રહેતી તો પણ ધુડીમાં હરેશને જોઇ જીરવીને જીવતા હતા.

પણ આજે આ ટોળું જોતા માજરો કઇંક જુદો જ લાગ્યો ગાડી રોકી હું નીચ્ચે ઉતરર્યો અને જોયું તો ર્ઉમિલા ધુડીમાંના વાળ ખેંચી ઘર માંથી બહાર ખેંચી રહી હતી અને ધુડીમાં બે હાથ જોડી ર્ઉમિલાને કરગરીને કહેતા હતા કે હું બધુજ વેઠી લઇશ પણ મારા દીકરા વગર હવે નહી રહી શકું પણ ર્ઉમિલા એકની બે થાય એમ નોહ્તી અને ધુડીમાંને ઘર માંથી બહાર ખેંચી લાવી હરેશ ઘરે હતો જ નહી અને ઘરે હોયતો કોઇ ફેર પડવાનો નોહ્તો કારણકે ઘરમા કોઇ પણ ફેસલો ર્ઉમિલા જ કરતી હરેશનું એની આગળ કાંઇપણ ચાલતું નહી,

સોસાયટીમા નવો નવો આવ્યાને મને હજી એક મહીનો જ થયો હતો સોસાયટી ના ગણયા ગાઠ્યા લોકો જ મને ઓળખતા હતા.

હું ધીરે રહીને ર્ઉમિલાના ત્રણ વરસના સોહનને લઈ ગાડીમા બેઠોને ગાડીના બધાં દરવાજાને કાચ લોક કર્યા ડ્રાયવર સાઇડનો કાચ ઉચો કરતાં જ ર્ઉમિલાની નજર મારા ને સોહન ઉપર પડી ને વીફરેલી વાધણ જેમ ગાડી તરફ ધસી આવી ને બોલી અલા એ સાહેબ લાવ મારા દીકરાને અને કયાં લઇ જાય છે મારા સોહનને? અરે કાચ ખોલો લાવો મારા દીકરાને બેબાકળી થઇ બુમો પાડી કહી રહી હતી અરે કોઇતો આવો આ માણસ પાસેથી મારા દીકરાને છોડાવો!! અને બે હાથે ગાડીના કાચ તોડવા મથી રહી બધાજ લોકો ગાડીની આજુબાજુ જમા થયા હતા.ને હું ગાડીની અંદર સોહન સાથે. સોહન આરામથી સીટમા રમતો હતો. ર્ઉમિલાના હોશકોશ ઉડી ગયા હતા. અને જોરજોરથી રડી રહી હતી.ધુડીમાં પણ દીકરાના દીકરા માટે આજીજી કરી જીભા જોડી કરતા હતા.આજુબાજુ વાળા લોકો કહી રહ્યા હતા કે એમ કરો ગાડીના કાચ તોડી નાખો આમ કંઇ થોડા કોઇકના છોકરા લઇ લેવાય એક બે જણાએ તો કાચ તોડવા પ્રયત્ન પણ કરી જોયો પણ કાચ તુટયો નહી. આમનું આમ એક કલાક ચાલ્યું મેં ગાડીનો કાચ નીચે કરીને ર્ઉમિલાને હાથ બતાવીને કહ્યુ ''આવજો'' અને ગાડી ચાલુ કરી ગાડી ચાલુ થતા ર્ઉમિલા વાઘણની માફક તરાપ મારી ગાડી ઉપર ચડીને કાચ તોડવા મથી રહી ''લાવ મારા દીકરાને હું મારા સોહન વગર નહી જીવી શકું અરે કોઇતો સમજાવો આ સાહેબને કે મારો સોહન મને પાછો આપી દે'' પછી મેં ધીરેથી ગાડીનો દરવાજો ખોલીને સોહનને ર્ઉમિલાના હાથમા સોપ્યો ર્ઉમિલા સોહનને ગળે વળગાડીને ચુંબનો ઉપર ચુંબન કરી ને કહી રહી હતી કે '' હે ભગવાન તારો લાખ લાખ વાર આભાર કે મારો સોહન સહી સલામત મને પાછો મળ્યો'' બે હાથ વચ્ચે સોહનનો ચહેરો લઇ ર્ઉમિલા બોલી '' બેટા તારા વગર તો મને આ ધરતી ઉપર જીવવું પણ ભારે પડી જાત'' હા ર્ઉમિલાબેન તમારે જીવવું ભારે પડી જાત?'' મેં કહ્યું અને બધા લોકો મને શાંત થઇ જોઇ રહ્યા ર્ઉમિલા બોલી '' હા સાહેબ હું મારા દીકરા વગર જીવી ના શકું'' મેં કહ્યું '' ના હોય '' ર્ઉમિલા બોલી હા હું સોહન વગર એક ક્ષણ પણ ના રહી શકું. મેં કહ્યું '' ર્ઉમિલાબેન તમે તમારા દીકરા વગર એક ક્ષણ પણ ના રહી શકો તો પછી આ ધુડીમાં એમના દીકરા વગર કેમ રહી શકશે? હં? બોલો ર્ઉમિલાબેન આજે તમારે મારા પ્રશ્ર્નનો જવાબ આપવોજ પડશે? '' મારો પ્રશ્ર્ન સાંભળીને ર્ઉમિલાની આંખ માથી દડદડ આસું સરી પડ્યાં ને ગાલ પરના આસું લુછતા બોલી '' તમારી વાત સાચી છે સાહેબ મારાથી મોટી ભુલ થઇ ગઇ મને માફ કરો. મને મારી ભુલ સમજાઇ ગઇ સાહેબ'' અને ર્ઉમિલાએ સોહનને ધુડીમાંને તેડાવીને ધુડીમાંનો હાથ પકડી ઘરમા લઇ ગઇ. અને સોસાયટીના બધાં લોકો મારી પાસે આવી બોલ્યા '' વાહ સાબ જી કયા બાત હૈ !!.

(૫) અર્પણ.

“કેપ્ટન ધર્મેન્દ્રસિંહ આપશ્રીની રજા માટેની અરજી મંજુર થઇ ગઇ છે અને આપશ્રીને પંદર દીવસની રજા મળી છે રજા પુરી થતાં તુરંત ફરજ ઉપર હાજર થવું પડશે” જવાબમાં કેપ્ટન ધર્મેન્દ્રસિંહે પગ પછાડી સેલ્યુટ મારી બોલ્યો “ જી સર” અને બુટ્ટાસિંહે કેપ્ટન ધર્મેન્દ્રસિંહને સેલેરીનો લીફાફો આપી સહી કરાવી ધર્મેન્દ્ર ઓફિસ માંથી સાધો પોતાની રુમ ઉપર આવ્યો પલંગમાં પડી બન્ને આંખો બંધ કરીને એક ઉંડો શ્ર્વાસ ભરી ને રોશનીના વિચારમાં પડી ગયો.

ધર્મેન્દ્રસિંહ બાલુસિંહ જાટ ગામ સોરડા તાલુકો દાંતીવાડા જીલ્લો બનાસકાંઠા. રાજસ્થાન-ગુજરાત બોડર ઉપર આવેલ એક નાનકડા ગામનો વતની હતો.પિતા બાલુસિંહનું અવસાન ધર્મેન્દ્ર આંઠ વરસનો હતો ત્યારે ડફેરોના અડફેટે આવી જતા થયું હતું ધરમા ધર્મેન્દ્રને તેની માં બેજ જણ હતા ધર્મેન્દ્ર સ્વભાવે હસમુખો નીડર ને રંગે થોડો શ્યામ ર્વણો હતો. હજી છ મહિના પહેલા રોશનીને ધર્મેન્દ્રના લગ્ન થયા હતા. લગ્નના દીવસે ફોન આવ્યો હતો કે પાકિસ્તાન બોડરે ફાયરીંગ થતા તેને તુરંત સવારે દશ વાગ્યે હાજર થવું પડશે! ધર્મેન્દ્ર પચાસ જવાનોની ટુકડીનો કેપ્ટન હતો.અને આ છ મહિનામાં રોશનીનો ના કોઇ ફોન કે ના કોઇ ચીઠ્ઠી ધર્મેન્દ્રને મળી નોહ્તી. હા ધર્મેન્દ્રની માં નો ત્રણ થી ચાર વખત ફોન આવ્યો હશે.પણ હમણાં પંદર દીવસ પહેલા તેની માં છેક નડાબેટ બોડર ઉપર મળવા આવી હતી અને જે વાત થઇ એના પછી ધર્મેન્દ્ર થોડો ઉદાસ હતો બીજે દીવસે માં ને છેક સુઇગામ બસમાં બેસાડી આવ્યો હતો. કર્વોટર ઉપર આવી તેણે તેની માં એ આપેલો ફોટો પાકીટમાંથી નીકાળી જોવા લાગ્યો.ફોટો એક ગામઠી છોકરાનો હતો.અને આ ફોટો રોશનીના કપડાંમાંથી ધર્મેન્દ્રની માં ને મળ્યો હતો. ને ધર્મેન્દ્રની માં એ તપાસ પણ કરાવી હતી ને જાણવા મળેલું કે આ ફોટાવાળો છોકરોને રોશની એકબીજાને દીલોજાનથી પ્રેમ કરે છે. તેની માં એ આ વાત ધર્મેન્દ્રને પણ કરી હતીને આગળ શું કરવુ તેનો નિર્ણય ધર્મેન્દ્ર ઉપર છોડયો હતો,

રોશની આમતો રંગે ગૌરી સ્વભાવે શાંત કદ કાઠીએ નવોઢા નમણી ને ઓછું બોલતી હતી પણ ધર્મેન્દ્ર એ તો હજી એની સાથે માત્ર પાંચ કલાક વીતાવ્યા હતા. અને એ પણ ફકત ઔપચારીક વાતો થઇ હતી.છતાં માં એ ફેસલો તેના હાથમાં સોપ્યો હતો કે રોશનીનું હવે શું કરવું.ધર્મેન્દ્ર એમ વિચારતો હતો કે જો આમ હોયતો પછી આખી જીંદગી કેમ જાય અને બીજાને પ્રેમ કરે છે. તો પછી તેને અહી કેમ રાખવા મજબુર કરવી. ધર્મેન્દ્ર કેપ્ટન હતો ને એક આખરી નિર્ણય કરી ને સુઇ ગયો,

સવારના નવ વાગ્યાને પાંચ મિનીટ થઇને સોરડા રેલ્વેસ્ટેશન પર ગાડી આવી.ગાડી માથી ધર્મેન્દ્રની સાથે સાથે એના જેવોજ ઘઉંર્વણો યુવાન ઉતર્યો.બન્ને રીક્ષામાં બેસી ગયા.ડેલીના દરવાજા પાસે રીક્ષા ઉભી રહી ધર્મેન્દ્રને પેલો યુવાન બન્ને ઉતર્યા ડેલી ખોલી અંદર ગયા. માં આગણાંમા ઉભી હતીને પાછળ ઓસરીમાં રોશની સાવરણી લઇ લઇ ઉભી હતી.ધર્મેન્દ્ર અને યુવાનને જોઇ રોશની આ બાજુ દોડી બે ચાર ડગલાં દોડીને ખચકાઇને ઉભી રહી ને બોલી “દીપક થેં અઠે કઠાં થી” દીપકે જવાબમાં ફકત ધર્મેન્દ્ર સામે જોયું ને રોશનીએ લાજ ખેચી સહેજ પાછી પડી. ધર્મેન્દ્રએ માં ને પગે પડી આશીવાદ લીધા માં એ અવારણાં લઇ લલાટે ચુંબન કર્યુ ને માથે હાથ ફેરવયો દીપકના પણ માં એ અવારણાં લીધા ને માથે હાથ ફેરવ્યો સાડલાનાં છેડે આંખમાં આવેલા આંસુ એવી રીતે લુછ્યા કે કોઇને ખબર પણ ના પડી. ધર્મેન્દ્રને દીપક બન્ને ઓસરીમાં ખાટલા ઉપર બેઠાં.રોશનીએ પાણી આપ્યું.સામે હિંચકે માં આવી બેઠાં અને પાણી પી ધર્મેન્દ્ર રોશની સામે જોઇ બોલ્યો “ અરે ગાંડી અહી આવ આ વાત તે મને પહેલા કેમના જણાવી જો રોશની જેમ મારો હક છે એમ તને પણ તારી રીતે જીવવાનો હક છેજ મને કંઇ વાંધો નથી.તું અને દીપક ખુસ રહો તો હું પણ ખુસ છું” અને ધર્મેન્દ્રએ બેગમાંથી કાગળ લઇ રોશની સામે ઘર્યા. કહ્યું આ છુટાછેડાના કાગળ છે મેં સહી કરી લીધી છે. રોશનીએ કાગળ હાથમાં લીધાં રોશની નીચું જોઇ રહી થોડી ધુજારી એના અંગ ઉપર ર્વતાતી હતી. આછી ઓઢણીમા એનું મુખ આછું આછું કળાતું હતું. આમતો ધર્મેન્દ્રને રોશની બહુજ ગમતી હતી.પાંચ મહિના તો રોજ રોશનીના સપના જોતો હતો પણ માં નો છેલ્લો ફોન આવ્યોને એના સપના ટુટી ગયા મન મોટું કરી આ નિર્ણય લીધો હતો.ધર્મેન્દ્ર બોલ્યો “રોશની જો મારા થી કોઇપણ નાની મોટી ભુલ થઇ હોયતો મને માફ કરજે” અને રોશનીના માથા ઉપર હાથ મુકી તેનો હાથ પકડી દીપકના હાથમા હાથ આપી ધર્મેન્દ્ર ફરી બોલ્યો “રોશની..જી..તમારો સામાન પેક કરોજો અત્યારે બાડમેર જવાનું છે”

ધર્મેન્દ્રને દીપકે ચા પીધી ત્યા સુધીમાં રોશની તૈયાર થઇ ગઇ હતી માં ને ધર્મેન્દ્ર બન્નેને મુકવા ડેલી બહાર આવ્યા ધર્મેન્દ્રએ રીક્ષા બોલાવી સામાન અંદર મુકાવ્યો પહેલા દીપક રીક્ષામાં બેઠો ને રોશની માં ના ચરણ સ્પર્શ કર્યા ને માં ના હાથ ઉપર ચુંબન કર્યુ ને માં ના હાથ ઉપર રોશનીના આંસુ પડ્યા ને માં બોલ્યા દીકરી જયાં પણ રહે સદા ખુસ રહેજે અને સમય મળે તો બન્ને જણાં આ માં ને મળવા આવજો રોશનીએ હા મા માંથું હલાવ્યુને રોશનીએ ધર્મેન્દ્રનો હાથ પકડી નીચે નમાવી કપાળના ભાગે ચુંબન કર્યુ ને બોલી “મને માફ કરજો”ને રડવા લાગી ધર્મેન્દ્ર એ માથા ઉપર હાથ ફેરવી કહ્યું “બસ હવે રોશની રડવાનું નહી”અને રોશનીને રીક્ષાના બેસાડી.સાડીનો છેડો બહાર રહી જતા માં એ પાલવ ખોળામા મુકાવ્યો અને રીક્ષા ભરરર..ફટફટ... કરતી નીકળી ગઇ.ડેલીમા વળતા માં બોલી દીકરા ચિંતા કરીશ નહી આપણને વળી બીજુ ઠેકાણું મળી રહેશે.

ધર્મેન્દ્રની રજાઓ કાલે પુરી થવાની હતી આજ બપોરે જવા તૈયાર થયો હતો.ને ડેલીએ સાંકળ ખડખડી માં ડેલી ખોલી આવી અને સાથે સાથે એક છોકરી પણ આવી.છોકરીએ આવી ધર્મેન્દ્રથી હાથ મિલાવી બોલી “ હેલો ધર્મેન્દ્રસિંહ આઇ એમ શ્રુતિ પ્રેસ રીપોર્ટર ર્ફોમ ડીસા ધર્મેન્દ્રસિંહ આપશ્રીને હું જાણું છું વધારે માહીતી મને વિનસ પાલનપુરી તરફથી મળી હતી” શ્રુતિ બોલી. એક નજર ધર્મેન્દ્રની માં તરફ જોઇ ફરી બોલી “હું એક દરખાસ્ત લઇ આવી છું શું તમે ઉતાવળમાં છો” ધર્મેન્દ્ર બોલ્યો “હા મારે ડુયુટી ઉપર જવાનું છે”.શ્રુતિ એ ધર્મેન્દ્રને અને માં ને હીંચકા ઉપર બેસાડી બોલી ધર્મેન્દ્રસિંહ હું માં અને તમારી જીંદગી ભર સેવા કરવા માંગું છું અને તમે પાછા આવો ત્યાં સુધી રાહ પણ જોઇશ મંજુર હોય તો હા કહો” અને ધર્મેન્દ્રની માં એ શ્રુતિના બન્ને હાથ પકડી લલાટે ચુંબન કરી બોલ્યા “જુગ જુગ જીવો મારા દીકરા“ જતા જતા ધર્મેન્દ્રએ એના ફોનમાં મા અને શ્રુતિને કિલીક કરી લીધા.અને એક નવું સપનું લઇ ઘરથી નીકળ્યો.