Sambadhona Sathvare books and stories free download online pdf in Gujarati

સંબંધોના સથવારે

સંબંધોના સથવારે...

માનવીના જીવનમાં સંબંધોનું એક આગવું અને વિશિષ્ટ મહત્વ રહેલું છે. સંબંધો માનવ જીવન પર ખૂબ સારી એવી અસર ઉપજાવે છે. સંબંધો વિના માનવીનું કોઈ જ અસ્તિત્વ નથી, અને માટે જ માનવી સંબંધ સાથે અને સંબંધ માનવી સાથે જોડાયેલ છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. માટે જ તે કદી એક સમાન હોતા નથી. કેટલાક સંબંધો દિલ સાથે જોડાયેલ હોય છે. તો કેટલાક સંબંધો માત્ર નામના જ હોય છે. દરેક સંબંધની એક સીમા હોય છે. કોઈ પણ માનવી જ્યારે આ સીમા પાર કરે છે ત્યારે સંબંધોનું અસ્તિત્વ જોખમાય છે. દરેક માણસની આપણા મનમાં એક અલગ છબી હોય છે જે ધૂંધળી હોય છે. સમય જતા જયારે અે સ્પષ્ટ દેખાય છે ત્ત્યારે જ એ વ્યક્તિના સ્વભાવની સાચી વાસ્તવીકતા સામે આવે છે. જીવનમાં ક્યા સંબંધને કેટલું મહત્વ આપવું એ તો આખરે આપણે જ નક્કી કરવાનું છે...

આજની આ કપટી દુનિયામાં આપણું સારુ ઇચ્છવા વાળા અને આપણું સારું બોલવાવાળા ભાગ્યે જ એકાદ હોય છે પણ આપણું ખરાબ બોલવા વાળા અસંખ્ય હોય છે. માણસ છલ, કપટ, કાવા-દાવાનો સહારો લઈને પણ અન્યના હ્રદયને દુ:ખ પહોંચાડતા અચકાતો નથી. માણસ પોતાની ખામી છુપાવવા અન્યની ખૂબીને પણ ખામીમાં સાબીત કરી આપે છે. પોતાના દોષનો ટોપલો અન્ય પર ઢોળવો તે માણસની આદત બની ચુકી છે. સંબંધ બહુ નાજુક હોય છે. જો તેને જાળવવામાં ન આવે તો એક દિવસ તે પાણીના પ્રવાહની માફક સમય સાથે વહી જાય છે. સાચો સંબંધ એ જ કહેવાય જેમાં માણસ હળવાશ અનુભવી શકે,માણસ જેવો છે તેવો જ પ્રસ્તુત થઈ શકે. સંબંધો એવા હોવા જોઈએ કે જેમાં માણસ એકબીજાની ખામીને પણ સ્વીકારી શકે. અમૂક લોકો સંબંધોને સાવ નેવે મુકીને જીવન જીવે છે પણ ત્યારે માણસ એ ભુલી જાય છે કે આખરે તો તેને સંબંધો સાથે જ જીવન જીવવાનું છે...

વ્યક્તિના વર્તન દ્વારા સંબંધોનું સત્ય અને તેનું આયુષ્ય જાણી શકાય છે તથા તેના સંસકારો જ તે સંબંધને યોગ્ય રીતે જાળવીને રાખવામાં મદદરૂપ થઈ શકે છે. જે રીતે ખોરાક માણસનું અસ્તિત્વ ટકાવી રાખવા જરૂરી છે એજ રીતે સંબંધો પણ માણસની જરૂરિયાત છે. સંબંધોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેસંબંધોમાં પ્રેમ, લાગણી, સંવેદના તથા સહકાર ખૂબ જ જરૂરી છે. જીવન દરમિયાન માનવી જેટલા સંબંધો બાંધે છે એથી વધુ તોડે છે અને જ્યારે સંબંધો તુટે છે ત્યારે માણસ પોતાની જાતને સાવ એકલો અટલુ મહેસુસ કરે છે. માણસ દુ:ખમાં જે વ્યક્તિનો સાથ ઝંખે છે એ જ વ્યક્તિ જ્યારે માણસનો સાથ છોડે છે ત્યારે ’મારુ કોણ?’ એવો પ્રશ્ન માણસના મનમાં અચુક ઉદભવે છે. દિલ તુટે ત્યારે સંબંધો સાથ આપે છે પણ જ્યારે સંબંધો તુટે ત્યારે કોણ સાથ આપે?

માણસ પોતાના જીવનકાળ દરમિયાન અવિરત સંબંધ નામના તોફાન સામે લડતો રહે છે. એ તોફાન માંથી કઈ રીતે બહાર નીકળવું એ વિચારો માણસની માનસિક શાંતી હણી લે છે. સંબંધોમાં કંઈ ખાસ પામી તો નથી શકાતું પણ શીખવા ઘણુ મળે છે. બહારથી સુખી દેખાતો માણસ સંબંધોને લીધે અંદરથી દુ:ખી હોય છે. નવી વ્યક્તિ મળતા માણસ આતુરતા પૂર્વક તેમની સાથે ગાઢ સંબંધ બાંધવાની કોશિશ કરતો રહે છે પણ પછી એટલી જ આતુરતાથી તે સંબંધને સાચવવાની કોશિશ કરવાને બદલે ગેરસમજના કાદવમાં વધુને વધુ ખૂંચતો જાય છે. જે સંબંધમાં પ્રેમ, લાગણી, સમર્પણ, ત્યાગ અને સમજણ ન હોય તે સંબંધ લાંબો ટકતો નથી...

માણસ રોજ એક નવા સંબંધને જન્મ તો આપે છે પણ પછી જીવનભર તે સંબંધને સાચવી નથી શકતો. જ્યારે સંબંધોના સમુદ્રમાં ઓટ આવે છે ત્યારે માણસના જીવનમાં પણ ઓટ આવે છે, પરિણામે તેમના જીવનની ખૂશી અને ઉલ્લાસ પણ છીનવાઈ જાય છે. જે વ્યક્તિ પર આપણે પોતાની જાતથી વધુ વિશ્વાસ મુક્યો હોય, જેમને આપણે આપણા જીવનનું સર્વસ્વ શોંપ્યુ હોય, જેમનું સ્થાન આપણા જીવનમાં ઇશ્વર ઉપર હોય એ જ વ્યક્તિ જ્યારે આપણી લાગણી, આપણી સંવેદના તથા આપણી સહનશિલતા સાથે અમૂક પ્રકારની રમત રમીને જતો રહે છે ત્યારે સબંધો પરથી વિશ્વાસ ઉડી જાય છે. આપણા માટે એ વ્યક્તિ સાથેનો સંબંધ જ આપણા જીવનનું અસ્તિત્વ હોય છે, જ્યારે તેમના માટે સંબંધ માત્ર એક રમત હોય છે, પરિણામે આપણી દ્રષ્ટીમાં જીવનના તમામ સંબંધોની બુનિયાદ સાવ ખોખલી સાબીત થાય છે...

જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે માણસને ગમતું કરવા છતા આનંદ નથી મળ્તો પરિણામે ચોતરફ ખૂશી શોધતો ફરે છે. સવાર પડતા રાત્રીની આતુરતાથી રાહ જોવે છે અને રાત થતા સવારનો સુર્યોદય જોવાની ઇચ્છા રાખે છે. જીવનનું અમૃત જાણે શુકાય ગયુ હોય તેવો આભાષ નિરંતર થયા કરે છે. માટે જ જીવન નર્ક સમાન બની જાય છે. તન આરામ શંખે છે અને મન શાંતી ઝંખે છે. માણસ ખુલ્લી આંખે સપનું તો જોવે છે પણ તેને સાર્થક કરવામાં નિષ્ફળ નિવડે છે. પથારી પર માણસનું તન તો સુવે છે પણ મન જાગૃત રહે છે. પરિણામે માણસ આળસુ બનતો જાય છે. માણસ જીવનમાં કંઈક અલગ તો કરવા ઇચ્છે છે પણ અનિંદ્રાને કારણે આજનું કાર્ય આવતી કાલ પર છોડે છે અને દિવસોના દિવસો વિતતા રહે છે. આવતી કાલ અને ગઈ કાલની હરોળમાં માણસનું જીવન પણ ઓગળતુ રહે છે. આની પાછળનું કારણ શું?

માણસ માટે જીવનમાં સૌથી કપરુ કાર્ય કોઈ હોય તો એ છે સંબંધોના ચક્રવ્યુહ માંથી બહાર નિકળવુ. જીવનમાં ક્યારેક માણસને પોતાના પારકા લાગે છે તો ક્યારેક પારકા પોતાના લાગે છે. ક્યારેક લોહીનો સંબંધ ચડીયાતો લાગે છે તો ક્યારેક સાવ ખોખલો લાગે છે. માં, બહેન તથ દીકરી પણ એક સ્ત્રી છે અને પત્ની પણ એક સ્ત્રી છે. આમ છતા પ્રુષને માં, દીકરી અને બહેન જેટલો સારી રીતે સમજી શકે છે અને સ્વીકારી શકે છે તથા સ્ત્રીને એમનો બાપ જેટલો સમજી શકે છે અને સ્વીકારી શકે છે એટલો એક ભાઈ અને પતિ ભાગ્યે જ સમજી શકે છે અને સ્વીકારી શકે છે. જીવનભર પિતા નથી દીકરી સાથે રહી શકતો કે નથી દીકરી પિતા સાથે રહી શકતી માટે એક વાત સ્વીકારવી જ રહી કે સંબંધોના સથવારે જીવન જીવી શકાય છે પણ માણી નથી શકાતુ. જીવન તો માત્ર પોતાની જાત સાથે જ માણી શકાય. માણસ રડવા માટે એકાંત શોધે છે, લખવા માટે કે વાંચવા માટે એકાંત શોધે છે, ચિંતન માટે એકાંત શોધે છે તો પછી ખૂશ રહેવા માટે અન્યનો સાથ શા માટે ઝંખે છે?

જીવનમાં બધા પાસે હોય છે પણ સાથે કોઈ જ નથી હોતુ. માટે જ કોઈકે કહ્યુ છે કે ’સુખ કે સબ સાથી, દુ:ખ મેં ન કોઈ’. માણસ પોતાનો અંગત સ્વાર્થ પોસવા અન્યના સુખમાં તો ભાગીદાર બને છે પણ દુ:ખમાં પોતાનો સ્વાર્થ ન સંતોષાય ત્યારે પોતાના પરિવારના લોકોનો સાથ પણ છોડી દે છે. જીવનમાં બે અક્ષર પૈસો આવતા અઢી અક્ષર પ્રેમ આપોઆપ આવી જાય છે અને જીવન માંથી અઢી અક્ષરનો સ્વાર્થ નીકળી જતા અઢી જ અક્ષરનો સ્નેહ આપોઆપ આવી જાય છે..

જ્યારે સંબંધોમાં ભુકંપ સર્જાય છે ત્યારે માણસ કહે છે કે ભૂતકાળ ભૂલી ફરી સંબંધોને પ્રેમ, લાગણી અને સંવેદનાની સુવાસથી મહેકાવો પણ એક વાત સ્વીકારવી જ રહી કે ભૂતકાળને દાટી શકાય છે પણ્સાવ બાળી શકાતો નથી પરિણામે રાત્રીના અંધકારમાં ભૂતકાળની કબર પર પ્રેમ, લાગણી અને સંબેદનાની ચિતા સળગતી દેખાય છે. જે સંબંધોના અસ્તિત્વને જ ઓગાળી નાખે છે. સંવેદનશીલ વ્યક્તિ ભાગ્યે જ તંદુરસ્ત હોય છે પણ સ્વાર્થી વ્યક્તિ ૧૦૦% તંદુરસ્ત હોય છે...

કસોટી હંમેશા સત્યની જ થાય છે, કસોટી હંમેશા શિલની જ થાય છે, કસોટી હંમેશા શૌમ્યતાની જ થાય છે, કસોટી હંમેશા સંવેદનાની જ થાય છે, કસોટી હંમેશા સંસ્કારની જ થાય છે અને કસોટી હંમેશા શ્રેષ્ઠતાની જ થાય છે પણ જ્યારે શિલ, શૌમ્યતા, સંવેદના, સહનશિલતા, સંસ્કાર અને શ્રેષ્ઠતાની જીત થાય છે ત્યારે સત્ય પરમ સત્ય બની જાય છે. ઘણી વખત આંખે જોયેલું સત્ય ના હોઈ શકે, કાને સાંભળેલુ સત્ય ના હોય શકે પણ અનુભવેલું હંએશા સત્ય જ હોય છે..

સંબંધોમાં જ્યારે અવિશ્વાસની ખાઈ અને જુઠ્ઠાણાની દિવાલ ચણાય જાય છે તથા પ્રેમનું સ્થાન પૈસો, સંવેદનાનું સ્થાન સ્વાર્થ, લાગણીનું સ્થાન લેવડ-દેવડ, મમતાનું સ્થાન મિલકત અને ફરજનું સ્થાન ફેશન લે છે ત્યારે એ સંબંધની બુનિયાદ સાવ ખોખલી બની જાય છે. દુનિયાની વાસ્તવિકતા જણાયા બાદ અને સંબંધોનું સત્ય સ્મજાયા બાદ કાં તો માણસ સંયમના પંથે પ્રયાણ કરે છે અને કાં તો સ્વાર્થી બને છે. સંયમ માણસને આત્માની ઓળખ કરાવી મોક્ષના માર્ગે પ્રયાણ કરાવે છે, જ્યારે સ્વાર્થ માણસ્સને સ્વનો મિત્ર બનાવી સફળતાનો માર્ગ દેખાડે છે..

જે સંબંધમાં હંમેશા મારુ મારુ થતુ હોય એ સંબંધના વ્યક્તિ કદી પોતાના હોઈ જ ના શકે. આમ છતા જો લોહીનો સંબંધ હોવાને લીધે આપણે તેને પોતાના સમજીએ છીએ તો એ આપણો ભ્રમ છે કારણ કે લોહીના સંબંધોની લાગણી અને સુવાસ કદી મુરઝાતી નથી. આમ છતા જો મુરઝાય છે તો સમજવું કે તે લોહીને હવે બદલવાનો સમય આવી ગયો છે...

ધર્મિષ્ઠા પારેખ

8460603192