Aa Samaj books and stories free download online pdf in Gujarati

આ સમાજ

નવલિકા

આ સમાજ

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


આ સમાજ

જન્મ લેતાવેંત જ કયારેક અણગમતી બની જાય છે દીકરીઓ. દીકરાના અરમાન હોય ને દીકરીઓ જનમ્યા કરે ત્યાં આ દીકરીઓ “વધારાની આવી છે” એવું જ માનવામાં આવે છે. હજી અમુક રૂઢિચુસ્ત કુુટુંબમાં દીકરા માટે ઘણી બધી સુવાવડો વેઠવી પડે છે સ્ત્રીને. આવી સ્ત્રીના મનની વ્યથા કોણ સમજી શકે ? “દીકરી સાપનો ભારો, દીકરો વંશ આગળ વધારે” એવુ એમના મનથી કાઢવું કદાચ અશક્ય છે. આવા વિચારવાળા વ્યક્તિઓ પુત્ર માટે પથ્થર એટલા દેવ કરે. કદાચ પુત્રની આશાએ ઘણી બધી પુત્રીઓને જન્મ આપ્યા જ કરે એમના ઘરની પુત્રવધૂ. આવા લોકોને સમય સાથે બદલાવ મંજૂર જ ના હોય. “હમ તો ઐસે હી રહેંગે, યહ હમારી પરંપરા હૈ, લડકા તો ચાહીયે”. આવા તો એમના મનના હલકા વિચાર હોય છે. આ બધામાં શોષણ તો સ્ત્રીનું જ થાય ને ? એ બિચારી આટલી સુવાવડો પછી સાવ નબળી પડી જાય, સાથે સાથે આટલાં બાળકોનો ઉછેર,ઘરનું કામ,પરિવારની જવાબદારીઓ વગેરે કરૂણામય પરિસ્થિતિમાંથી પસાર થતી હોય છે.પતિ સમજુ હોય તો થોડો ટેકો રહે પણ પતિ પણ ઘરના અન્ય વ્યક્તિ જેવો નઠોર હોય ત્યાં એ સ્ત્રી પાસે લાચારી સિવાય શું હોય ? હમણા એક અખબારમાં મેં વાંચ્યું હતું કે પાંચ પુત્રીઓના પિતાએ પુત્રપ્રાપ્તિ માટે છતી પત્નીએ બીજાં લગ્ન કર્યાં અને બીજી પત્નીને ઘરમાં સાથે જ રાખે છે. શું ખરેખર આ વ્યાજબી વાત છે ? કેમ દબાઇ જાય છે ને સહન કરે છે આવા આધુનીક યુગમાં પણ નારીઓ, ઘણા કડક કાયદાઓ આવ્યા છે સ્ત્રી સતામણીની તરફેણમાં. મારો પતિ બદનામ થશે, દીકરીઓને કોણ પરણશે ? ઘરમાંથી મને હાંકી મૂકશે એ ડરના લીધે મૂંગા મોઢે સહન કરતી હોય છે.આવી ગભરૂ સ્ત્રીઓને મારી એક નમ્ર અપીલ છે. સમાજ ને કુટુંબના ડરથી ખોટું સહન ન કરો.કોઇ નારી સંસ્થા દ્વારા તમારી સમસ્યા માટે કાયદેસર સલાહ અને માહિતી લો..કાયદો ભલભલાને સીધા કરી નાખે છે. આવા જુનવાણી લોકોને ફક્ત કાયદાની સોટી જ બતાવાય છે,સીધા રસ્તા લાવવા. આવો સરસ મનુષ્યભવ મળ્યો છે.એને ખુશીથી જીવો,સહન કરીને કે દબાઇને નહીં. “નારી તું સહનશક્તિ,નારી તું ત્યાગની મૂર્તિ” એ બધી જૂના જમાનાની કહેવતો છે.આજના આધુુનિક યુગ માં “નારી તું ના હારી”, “નારી સફળતાનું બીજું નામ”,જેવી કહેવતો લાગુ પડે છે. પોતાનું સ્વાભિમાન કેળવતાં આપણે પોતે જ શીખવું પડશે.