Nyay ke anyay books and stories free download online pdf in Gujarati

ન્યાય કે અન્યાય

ન્યાય કે અન્યાય!

પ્રસ્તાવના

આ વાર્તા એક એવા માણસ ની છે જે પોતાની પત્ની ને ખુબ પ્રેમ કરે છે અને એજ એનું ખૂન કરે છે.એને એની દીકરી અને સમાજ માંથી ખુબ નફરત મળે છે.પણ એની ખૂન પાછળ ની સાચીવાત ખરેખર વિચારવા માટે મજબુર કરે છે કે કુદરત નો ન્યાય છેકે અન્યાય.

લેખક

યજ્ઞેશ.જે.ચોકસી

********************************************************************************

શહેર માં એક જ ચર્ચા ચાલી રહી હતી નરાધમે પોતાનીજ પત્ની ની હત્યા કરી નાખી ચારે બાજુ થી આજે ફિટકાર વરસી રહ્યો હતો શૈલેષભાઇ માટે બધા આજે એમને નફરત કરી રહ્યા હતા.અરે એમની પોતાની એક ની એક વહાલ સોયી દીકરી પણ આજે એમના તરફ ઘૃણા ની નજર થી જોઈ રહતી હતી.બધે એકજ વાત થતી હતી એવું તો આ નરાધમ ને આટલી ઉમર બાદ આવું તો સુ થયું કે પોતાની પત્ની ને મારી નાખવી પડે. સાલા ને એક પળ નો વિચાર ના આવ્યો આવ્યું ઘૃણાસ્પદ કૃત્ય કરતા.પણ દિવસ પહેલા બધા એજ શૈલેષભાઇ ના વખાણ કરતા હતા એમના પોડોશીઓ તો એમ કહેતા હતા કે શૈલેષભાઇ તમારા જેવા સીધા,પ્રામાણિક અને બીમાર પડેલી પત્ની ની સેવા કદાચ જ કોઈ કરી શકે.અને અચાનક એવું તો શું થયું કે પાંચજ દિવસ માં લોકો એમને નફરત કરવા લાગ્યા.

વાસ મારતી ગંદી અંધારા વાળી કાળી કોટડી માં બનાવામાં આવેલા ઓટલા પર શૈલેષભાઇ બેઠા હતા. કાલે એમને ફાંસીએ ચડાવી દેવાના હતા એમનો ગુનો હતો કે એમને એમની ધર્મપત્ની નું ખૂન કરેલું હતું.શૈલેષભાઇ ને મળવા માટે એમની દીકરી મોનીકા આવી હતી એ છેલ્લે એટલે મળવા આવી હતી કે એ પોતાના પિતા જોડે જાણી શકે કે આવું તો શું થયું કે એમને એની મને મારી નાખી. મોનીકા ના લગ્ન અમેરિકા માં થયા હતા અને એ શૈલેષભાઇ અને અનુ ની એક ની એક વહાલ સોયી દીકરી હતી.શૈલેષભાઇ અને અનુ એ એને ખુબ લાડ કોડ થી મોટી કરી હતી. મોનીકા એ જૈલ માં સળિયાઓ પાછળ નીચે મોઢું કરેલા પોતાના પિતા સામે જોયું એમના માં પછતાવો ની ભાવના સ્પષ્ટ જોવા મળતી હતી.પરંતુ,એમને જે કૃત્ય કર્યું હતું એ માફી ને લાયક નહતું અને કાનૂને એમને એનીજ સજા આપી હતી.

મોનીકા સળિયા પાસે ઉભી હતી ત્યાં શૈલેષભાઇ એ એમની સામે નજર કરી પણ એ મોનીકા સામે નજર નહતા મિલાવી સકતા એમને તરત નજર ફેરવી લીધી અને એમના આંખો માં આંસુઓ છલકાઈ રહ્યા હતા. મોનીકા એ શૈલેષભાઇ તરફ જોઈને ગુસ્સા માં પૂછ્યું કેમ તમને આવું કર્યું? મમ્મી નો શું વાંક હતો?તમને જરા પણ વિચાર કે શરમ ના આવી આવું કરતા? શૈલેષભાઇ ના મગજ માં આ વાતો તલવાર ની માફક ઘા કરી રહી હતી.એ ક્યાંય સુધી ચૂપ રહ્યા પણ અમને એમના મન માં નક્કી કર્યું કે આજે એ સાચી વાત પોતાની દીકરી ને કરશે એમને કેમ આવું કર્યું શું થયું હતું એ દિવસે? દુનિયાની એમને પર્વ નહતી પણ એમની દીકરી ને એ સાચી વાત કરવા માંગતા હતા એટલે એમને એ ગુનેગાર ના સમજે.એ મોનીકા સામે જોઈને બોલ્યા દીકરી બની શકે તો મને માફ કરી દેજે.પણ એ દિવસે જે પણ થયું એ તારે જાણવું જરૂરી છે.કદાચ એ જાણ્યા બાદ તું મને ગુનેગાર નહિ સમજે.અને પુરી વાત સાંભળ્યા બાદ તું નક્કી કરજે મને માફ કરવો કે નહિ અને મારી સાથે ન્યાય થયો છેકે અન્યાય એ તુજ નક્કી કરજે બેટા.

તારા લગ્ન બાદ ઘર ખાલી ખાલી થઇ ગયું હતું અનુ અને હું તને ખુબ યાદ કરતા હતા.અમને એ વાત ની ખુશી પણ હતી કે દીકરી ના સારા ઘર માં લગ્ન થયા છે અને એ ખુબ ખુશ છે તારી સાથે વાત થતી એટલે અમને તારા ચહેરા પર ખુશી દેખાતી હતી એજ તો ઇચ્છતા હતા અમે.એવા માં એક દિવસ કામ કરતા કરતા અનુ બેભાન થઇ ગઈ.હું તાબડતોડ એને હોસ્પિટલ માં લઇ ગયો એ હોશ માં તો આવી પણ ડોક્ટરે અનુ ના થોડા રિપોર્ટ કરવા માં કીધા.અમે બધા રિપોર્ટ કરાવ્યા અને એ રિપોર્ટ લઈને અમે ડૉક્ટર પાસે ગયા તો અમને અચાનક ખબર પડી કે અનુ ને કેન્સર છે અને એપણ બીજા સ્ટેગ નું અમે લોકો તો એકદમ ડરી ગયા અનુ તો એકદમ પડી ભાંગી.હું તો મન માં વિચારતો હતો અરે પણ અચાનક આમ ક્યાંથી કુદરત નો આવો તો કેવો ન્યાય કે આવી જીવલેણ બીમારી અનુ ને થઇ.ડૉક્ટર સારા હતા એમને અમને વાત કરી જોવો હજુ સમય નીકળી નથી ગયો અનુ ને સારું થઇ શકે છે બસ તમારે થોડી ટ્રીટમેન્ટ કરાવી પડશે.મેડિકલ ક્ષેત્રે આજે જે પ્રગતિ થઇ રહી છે એમાં કેન્સર જેવી બીમારી ને આરામ થી મટાડી શકાય છે.

એ દિવસે અમે ઘરે આવીને ખુબ ચર્ચા કરી કે તને અને વિશે વાત કરવી કે નહિ.હું તો તને અનુ ની બીમારી ની વાત કરવાનો હતો પણ અનુ એ મને સ્પષ્ટ ના પડી હતી એને મને કીધું હતું એ દીકરી વિદેશ માં છે અને એ મારી બીમારી ના સમાચાર સાંભળી ને દુઃખી થશે અને હજુ હમણાં તો લગ્ન થયા છે એના એને સાંસારિક સુખ તો માણવા દો.અને આમ પણ ડોક્ટરે તો વાત કરીજ છે કે માટી જશે તો પછી આપડે શા માટે ચિંતા કરીયે છીએ.અને અમે તને વાત ના કરી અને બીજા દિવસ થી અનુ ની બીમારી નો ઈલાજ શરુ કરી દીધો.

અનુ ની બીમારી ની ઈલાજ ચાલુ હતું અનુ ને દવાની અસર ની સાથે આડ અસર પણ થવા લાગી હતી.ચાર મહિના નીકળી ગયા હતા.મેં અનુ ને ઘર નું એક પણ કામ કરવા દીધું નહતું રસોઈથી માંડી અને કચરા પોતા જેવા દરેક કામ હું કરતો હતો અનુ પથારી માં થી જોતી અને રોજ એના આંખ માંથી આંસુ આવતા એ ખુબ દુઃખી હતી એ મને કામ કરતા જોઈ સકતી નહતી.એ મન માં ને મન માં દુઃખી થયા કરતી એને ક્યારેક મોઢા માંથી લોહી નીકળતું અને એને શરીર માં ઘણી જગ્યા એ લાલાશ આવી હતી અને માથા ના વાળ નીકળી ગયા હતા.એને ઘણી વાર તો શરીર માં એવી બળતરા થતી હતી કે એ ચીસો પડી ઉઠતી.અમે દવાઓ ચાલુ રાખી હતી ડૉક્ટર પણ અમુક અમુક સમય ના અંતરે એનું ચેક અપ કરતા ડોક્ટરે અમને વાત કરી કે અનુ ને આટલી દવાઓ પછી પણ ફરક નથી પડી રહ્યો.

ડોક્ટરે અમને વાર કરેલી કે ઘણી વાર રિકવરી આવતા સમય લાગે છે.અનુ છેલ્લા ઘણા મહિના થી દર્દ થી કરાહી રહી હતી.એને તો જીવવાની આશા છોડી દીધી હતી એતો મને ઘણી વાર કહેતો કે મને મુક્તિ આપવી દે હવે આ દર્દ સહન નથી થતું એ આખી આખી રાત જાગતી એનું શરીર ની બળતરા એને સુવા દેતી નહતી હું પણ એની સાથે જાગતો.દીકરા આજે જે સમાજ મને ફીટકારે છે એમાંથી એક પણ વ્યક્તિ અમારી આ મુશ્કેલ પરિસ્થિતિ માં અમારી સાથે નહતું એમને કોઈ હક નથી ન્યાય કરવાનો.અનુ નું દર્દ દિવસે દિવસે વધી રહ્યું હતું હું પણ એને આ રીતે જોઈ શકતો નહતો એનું એ તો જીવનની આશા ખોઇજ દીધી હતી અને એને આત્મ હત્યા ના ઘણા પ્રયત્નો કાર્ય પણ દરેક વાર મેં એને રોકી હતી એ મારા પર ગુસ્સે થતી હતી કે મારી જિંદગી આજે મને વધારે તકલીફ આપે છે મૌત તો આસાન છે.

મેં અનુ પાસે વચન લીધુંકે એ હવે આત્મ હત્યા નહિ કરે એને કમને મને હા પડી હતી.અમે છેલ્લી વાર જયારે ડૉક્ટર ને બતાવ એના થોડા દિવસો પહેલા અનુ ને દર્દ વધારે થઇ ગયું હતું એ શ્વાસ પણ બરાબર નહતી લઇ સકતી એના શરીર માં અન્ન નો દાણો પણ તાકાતો નહતો અને એનું આખું શરીર પીળું પડી ગયું હતું એને જોઈને એમજ લાગતું હતું કે એનો અંતિમ સમય નજીક આવી ગયો છે.અમે છેલ્લે એનો રિપોર્ટ કરાવ્યો અમે રિપોર્ટ લેવા માટે રોકાયા હતા.અનુ આરામ કરી રહી હતી એને મારા મોઢા પર હાથ મૂકી અને મને કીધું પ્લીસ મને હવે આ પીડા માંથી મુક્ત કરો મારાથી હવે સહન નથી થતું.હું એને ઘણા સમય થી રિબાતા જોતો હતો એનું દર્દ મારાથી જોવાતું નહતું હું પણ ખુબ દુઃખી થતો હતો એ જીવની આશા ખોઈ ચુકી હતી અને દવાની અશર ના બદલે આડ અસર વધારે થતી હતી.અને સ્વસ્થ થવાની દરેક આશા હવે ઠગારી હતી.

એ દિવસે મેં મારા મન ને માન્યું કે આજે હું એને મુક્ત કરીશ મન ભારે હતું હાથ ધ્રુજતા હતા અને આંખો માં આશુ હતા.મેં હાથ માં ઓશીકું લીધું અને અનુ ની આંખો માં જોયું તો આજે અનુ ખુબ ખુશ હતી અને એને મને વહાલ થી હાથ ફેરવ્યો અને બોલી તમારી જાત ને ગુનેગાર ના સમજતા તમે તો કુદરત ના અન્યાય ની સામે મને ન્યાય આપવો છો.અનુ એ દિવસે ખુશ હતી એનું દર્દ ગાયબ થઇ ગયું હતું મેં પણ ભારે હૃદય અને ધ્રુજતા હાથ અને આંખો માં આંશુ લઈને ઓસીકા ને એના મોઢા અને નાક પર દાબી દીધું.અનુ તાડફડિયા મારવા લાગી.મને આવું કરતા જોઈને ત્યાં ઉપસ્થિત થોડા લોકો અને હોસ્પિટલ ના માણસો એ મને રોક્યો પણ મેં મન બનાવી લીધું હતું કે આજે અનુ ને હું મુક્તિ અપાવીનેજ રહીશ.થોડીજ વાર માં અનુ નું તાડફડિયા મારવાનું બંધ થઇ ગયું અનુ પ્રાણ પંખીરું ઉડી ગયું.હું એનો ચહેરો જોઈને ખુટણિયે પડી ગયો અને મને થોડા માણસો એ પકડી રાખ્યો હતો.

થોડી વાર માં ત્યાં પોલીસ આવી અને મને પકડી ને લઇ જય રહી હતી ત્યાં ડોક્ટર મારી પાસે આવી ને બોલ્યા કે અનુ નું કેન્સર ગાયબ થઇ ગયું હતું અને એ જીવલેણ બીમારી માંથી એને મુક્તિ મળી હતી.કેન્સર તો અનુનો જીવ ના લહી શક્યું પણ તે એનો જીવ લઇ લીધો.બસ પછી કોર્ટ માં કેસ ચાલ્યો અનુ ના રિપોર્ટ બધા નોર્મલ હતા એ વાત સાંભળી ને હું ખુબ આઘાત માં આવી ગયો હતો.કુદરત નો આ ન્યાય હતો કે અન્યાય એ સમજ પડતી નહતી.હું કોર્ટ માં એટલેજ ચૂપ હતો કે હું અનુ નો ગુનેગાર હતો અને અનુ મારી રાહ જોઈ રહી હતી એટલે મારે પણ એની પાસે જવું હતું પણ દીકરી હું તારી નફરત થી ચેન થી ના મારી સકત પણ જો તું મને માફ કરી દે તો હું ચેન થી મરી શકીશ. મોનીકા આ વાત સાંભળી ને ખુબ રડી એને પિતાના મોઢા પર પ્રેમ થી હાથ ફેરવ્યો અને બોલી પપ્પા બની શકે તો તમે મને માફ કરજો મેં તમને ના કહેવાનું કહી દીધુ બંને ખુબ રડ્યા હતા એ દિવસે. મોનીકાની મુલાકાત ની સમય પૂરો થઇ ગયો હતો એટલે એને ત્યાં થી જવું પડ્યું બીજા દિવસે શૈલેષભાઇ ને ફાંસી આપી દેવામાં આવી મોનીકા વિચારી રહી હતી આવો તો કેવો ન્યાય કુદરતો. ખરેખર એ ન્યાય હતો કે અન્યાય.