OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Paridhi by Dipikaba Parmar | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. પરિધિ - Novels
પરિધિ by Dipikaba Parmar in Gujarati
Novels

પરિધિ - Novels

by Dipikaba Parmar Matrubharti Verified in Gujarati Novel Episodes

(1.3k)
  • 35.4k

  • 56.4k

  • 66

"ઈટ ઈઝ ઓલરેડી સેવન.... તેં તો આજે બહુ મોડું કર્યું. હવે તૈયાર રહેજે, તારું આવી બન્યું, આશા." કંઈક હાસ્યમિશ્રિત લહેકાથી પ્રિયંવદા આશાને ડરાવી રહી. પોતાના નામ મુજબ હંમેશા પ્રિય બોલનાર પ્રિયંવદા 'સત્ય' મેન્શનમાં આવી એને આજે બરાબર ૨૫ ...Read Moreપુરા થતા હતા. આખા મેન્શનમાં કે બહાર કોઈ દિવસ કોઈએ એને ઝઘડો કરતા કે ઊંચેથી બોલતા જોઈ ન હતી. પ્રિયંવદાએ આખા ઘર ઊર્ફે ચાર માળના મેન્શનનો કારભાર સિફતથી પોતાના પાલવ સાથે બાંધી રાખ્યો હતો. પોતાના પતિના બિઝનેસમાં ભાગીદાર થયા વગર પણ એ એના પતિ સમોવડી હતી. પોતાના પતિ સત્યજિતની સમગ્ર દિનચર્યાની

Read Full Story
Download on Mobile

પરિધિ - 1

(47)
  • 2.2k

  • 3.6k

"ઈટ ઈઝ ઓલરેડી સેવન.... તેં તો આજે બહુ મોડું કર્યું. હવે તૈયાર રહેજે, તારું આવી બન્યું, આશા." કંઈક હાસ્યમિશ્રિત લહેકાથી પ્રિયંવદા આશાને ડરાવી રહી. પોતાના નામ મુજબ હંમેશા પ્રિય બોલનાર પ્રિયંવદા 'સત્ય' મેન્શનમાં આવી એને આજે બરાબર ૨૫ ...Read Moreપુરા થતા હતા. આખા મેન્શનમાં કે બહાર કોઈ દિવસ કોઈએ એને ઝઘડો કરતા કે ઊંચેથી બોલતા જોઈ ન હતી. પ્રિયંવદાએ આખા ઘર ઊર્ફે ચાર માળના મેન્શનનો કારભાર સિફતથી પોતાના પાલવ સાથે બાંધી રાખ્યો હતો. પોતાના પતિના બિઝનેસમાં ભાગીદાર થયા વગર પણ એ એના પતિ સમોવડી હતી. પોતાના પતિ સત્યજિતની સમગ્ર દિનચર્યાની

  • Read

પરિધિ - 2

(38)
  • 1.6k

  • 2k

પરિધિ-૨ "મેં આઈ કમ ઇન સર?" "યસ..." સિદ્ધાર્થની સાથે બધા આવનાર યુવતીને નવાઈથી જોઈ રહ્યા કારણ કે તેણે દુપટ્ટો માથે ઓઢી રાખ્યો હતો. એ યુવતીના હાવભાવ જોઈને સિદ્ધાર્થ સિવાયના બધા હસી રહ્યા હતા પરંતુ સિદ્ધાર્થ એકદમ ...Read Moreહતો. "આ કોલેજમાં આવી રીતે માથે દુપટ્ટો ઓઢવાનું કારણ હું જાણી શકું?" આવો પ્રશ્ન પુછવા બદલ સિદ્ધાર્થે વિનય સામે તીખી નજરે જોયું. સિદ્ધાર્થને પસંદ ના હતું કે ઇન્ટરવ્યૂ વખતે કોઇપણ ઉમેદવારને પર્સનલ પ્રશ્ન પૂછવામાં આવે. એ માત્ર કાબેલિયતના આધારે જ ઉમેદવારો પસંદ કરતો. "એમાં એવું છે ને સર, કે અમે ગમે એટલું

  • Read

પરિધિ - 3

(34)
  • 1.5k

  • 1.6k

"કેટલી મસ્ત ઓફિસ છે, નિધિ!! જબરું ઇન્ટિરિયર છે. આપણે તો આખું જીવન કમાઈને તૂટી જઈએ તો પણ આ ખર્ચા જેટલો પૈસો ભેગો ના થાય હો!" "હા, વાત તો તારી સાચી છે, પણ તે એક વાત નોટીસ કરી?" ...Read Moreતો હું બધું નોટિસ કરતી જ હોઉં છું, છતાં તું કહી શકે છે કે કઈ વાત?" "એ જ કે આપણા સિવાય કોઈ વાતો કરી રહ્યું નથી. હે મેડમજી, કામે લાગી જાવ. નવી નોકરી છે, બક્ષી દો. જો નોકરી જશે તો પછી નવરા બેસીને વાતો કરવા સિવાય કશું કામ નહીં રહે!" "આ તમારી ફ્રેન્ડ પણ ગજબ છે હોં!

  • Read

પરિધિ - 4

(34)
  • 1.4k

  • 1.7k

"પાકું? એ જ છે?" "પાકું મતલબ? તેં એમને નથી જોયા? છેક એમના ઉપર ગરોળી નાખી આવી અને હવે ઓળખતી નથી?" "એવું બધું ધ્યાન ન હોય. હા, એ જ લાગે છે. ભલેને હોય, બિચારા આપણી જેમ જ્યુપિટર મોલમાં ...Read Moreજોવા આવ્યા હશે. બધાનો હક છે જોવાનો!" " જોવા ન આવ્યા હોય, આ મોલ એમનો હશે!! કેવા મસ્ત લાગે છે નહિ! પર્સનાલિટી કેવી મસ્ત છે! એવું લાગે છે કે બિઝનેસમેન નથી પણ હીરો છે!" "હા, આપણે લાલ દરવાજા ખરીદી કરવા આવીએ ત્યારે પેલા વડ પાસે ખૂણામાં ચંપલ વેચે છે એ દાદા જેવો અણસાર આવે છે. કદાચ

  • Read

પરિધિ - 5

(30)
  • 1.3k

  • 1.7k

"આ તમારો બંનેનો કોન્ટ્રાક્ટ છે, તમારે એમાં સહી કરવાની છે. બીજી બધી શરતો તમે વાંચી લેજો પરંતુ એક મહત્વની શરત છે કે આ કોન્ટ્રાક્ટ સ્વીકાર્યા પછી તમે બે વર્ષ સુધી નોકરી નહીં છોડી શકો સિવાય કે તમને બરતરફ કરવામાં ...Read More "આટલી સારી કંપનીની નોકરી છોડે પણ કોણ, વિનયસર?" નિધિએ કહ્યું. "બરાબર છે, માણસો પડાપડી કરે છે આ કંપનીમાં નોકરી માટે, પરંતુ તમને જાણ કરવી એ મારી ફરજ છે." બીજા પણ ઘણા નિયમો હતા, નિધિએ કશું જ વાંચ્યા વગર અને પરિધિએ ઉપરછલ્લી નજર ફેરવીને વિચારતા વિચારતા સહી કરી આપી.

  • Read

પરિધિ - 6

(30)
  • 1.3k

  • 1.5k

સુંદરકાંડના પાઠ ચાલી રહ્યા હતા, જ્યારે પણ પરિધિ ત્રાંસી નજરે સિદ્ધાર્થ સામે જોતી ત્યારે એને સિદ્ધાર્થની આગઝરતી નજરોનો સામનો કરવો પડતો. તુરંત એ પોતાની નજર પાછી વાળી લેતી, પણ ચંચળ મન... પાછું ત્યાં જોવાઈ જતું. "તેં આજે જે ...Read Moreએને પગ પર કુહાડો મારવો કહેવાય! કાલે આપણું શું થશે?" નિધિએ હળવેકથી કહ્યું. "જે થશે એ જોયું જશે. ભવિષ્યની ચિંતા કરીને વર્તમાન ક્ષણને બગાડવી નહીં. જે થવાનું હોય એ થ‌ઈને જ રહે છે! કર્મ કોઈને છોડતા નથી." "આટલી ઉંમર પરંતુ આધ્યાત્મિક જ્ઞાન ઘણું સારું છે." બંનેની વાત સાંભળી રહેલા એક

  • Read

પરિધિ - 7

(40)
  • 1.3k

  • 1.7k

પરિધિ-૭ સિદ્ધાર્થે ઊંચે જોયા વગર પૂછ્યું, " એવી તો કઈ વાત છે કે તમારે તમારા હેડનો સંપર્ક કરવાને બદલે સીધું મારી પાસે આવવું પડ્યું?" "સર, તમારે વઢવાનું હોય તો હવે વઢી લો એટલે કામ પતે. હું ક્યારની ...Read Moreજોઉં છું અને તમે તો જાણે ગઇ કાલે રાત્રે કશું જ બન્યું ન હોય એમ વર્તી રહ્યા છો.." સિદ્ધાર્થ નવાઈથી પરિધિ સામે જોઈ રહ્યો. આ તે કેવી છોકરી છે! માહી કે ભવ્યા જો આવું કંઈ કરે તો મમ્મી એને હરખપદૂડી કહેતી. સિદ્ધાર્થને કોઈ દિવસ પોતાની માતાનો વિચાર આવતો નહીં પરંતુ આજે આવી ગયો. એવું ઘણું બધું બની રહ્યું હતું

  • Read

પરિધિ - 8

(41)
  • 1.3k

  • 1.7k

પરિધિ-૮ "ના પપ્પા, અમે તમારી કોઈ જ વાત સાંભળવા તૈયાર નથી." " પપ્પા, ભવ્યા સાચું કહે છે. તમારી એનિવર્સરી અને એ પણ પચ્ચીસમી, જતી રહી છતાં પણ નો પાર્ટી? પાર્ટી તો રાખવી જ પડશે." "તમારી પાસે ...Read Moreકોઇ જ ઓપ્શન નથી પપ્પા." "તમે બંને બંધ કરો બોલવાનું તો હું કંઇક બોલું." "હા સારું, બોલો." "જો બેટા! અત્યારે ભાઈના હાથે પાટો છે. ડોક્ટરે એને આરામ કરવાનું પણ કહ્યું છે. એટલે પાર્ટી પછી કોઈ વાર રાખીશું." "તો એ તો સારી વાત છે ને પપ્પા! આપણે પાર્ટી ઘેર જ રાખીશું. ભાઈ પાર્ટીમાં હાજર રહી શકશે. જો

  • Read

પરિધિ - 9

(40)
  • 1.3k

  • 1.7k

"અમે તો ફક્ત મજાક કરતા હતા, તમારી તબિયત કેવી છે સર?" "તમારે માટે તો જિંદગી જ આખી મજાક છે, બરાબરને! મહામૂર્ખ કોણ છે એ તો બધા જાણે છે. અત્યારે તમે અમારા ઘેર મહેમાન છો એટલે મારે વધારે કશું ...Read Moreનથી, પરંતુ એવી ચેષ્ટાઓ ન કરવી કે જેના પરિણામરૂપે ફરી પોતાની જ આંખોમાં આંસુ આવી જાય." સિદ્ધાર્થ જતો રહ્યો, નિધિ ઠપકાભરી નજરે પરિધિ સામે જોઈ રહી. "જેના સૌથી ખરાબ ભાગ્ય હોય તો એવી વ્યક્તિ તરીકે દુનિયામાં હું બીજા નંબરે છું નિધિ. અમોની હાસ્યરસ ઉત્પન્ન કરવાની ચેષ્ટામાં પણ કરુણ રસ બિનચૂક ભળી જ જાય છે." "હેં.... તો

  • Read

પરિધિ - 10

(38)
  • 1.3k

  • 1.9k

પરિધિ-૧૦ "અહંકારની પણ હદ હોય છે, નિધિ. ખડૂસસર એમના મનમાં સમજે છે શું? ગમે ત્યારે ગમે એનું અપમાન કરી નાખશે એ નહી ચાલે." "મારો વાંક છે. હું તને જીદ કરીને ત્યાં લઈ ના ગઈ હોત તો સારું ...Read More "તારો કશો વાંક નથી, પણ સરને જીભ છે કે ચાબખા એ જ નથી સમજાતું. હવે તો હદ થઈ. સ્પષ્ટ કહી દેવું છે કે હું કંઈ તમારી નોકર નથી. ભલે કોન્ટ્રાકટ તૂટી જાય પણ હવે ત્યાં જવું નથી." "જો પરિધિ, તું અત્યારે ગુસ્સામાં છે, સવારે શાંતિથી વિચારજે. તું કોન્ટ્રાક્ટ તોડીશ તો એના પરિણામો પણ વિચારવા પડે." નિધિ એને

  • Read

પરિધિ - 11

(39)
  • 1.3k

  • 1.6k

પરિધિ-૧૧ "જરૂર પડ્યે મૌન ધારણ કરવું હિતાવહ છે, કેટલાક મનુષ્યોના મૌન ધારણ કરવાને કારણે ઘણા જીવ બચી જાય છે." "શું.... એટલે તમે કહેવા શું માગો છો...... પરિધિ પ્રશ્ન પૂરો કરે એ પહેલા સિદ્ધાર્થ ત્યાંથી ચાલતો ...Read Moreગયો. એણે પરિધિના મોં પર પોતાનો હાથ મૂક્યો હતો એ આશા અને પ્રિયંવદા બંનેએ જોયું હતું. સિદ્ધાર્થનું નિયમો તોડવાનું રહસ્ય મને હવે થોડું થોડું સમજાય છે એવું પ્રિયંવદા હળવેકથી બોલી અને આશા હસી. " તારી ગિફ્ટમાં શીંગ જોઈ એટલે મને પાકો વિશ્વાસ હતો કે તારે ઝાલાવાડ સાથે નક્કી કંઈ તાર જોડાયેલાં હોવા જોઈએ. તને ખબર છે? તારી મમ્મી

  • Read

પરિધિ - 12

(44)
  • 1.3k

  • 1.9k

પરિધિ ૧૨ આજે તો ભાગ્યની બાબતમાં જેઠાલાલને પણ પાછળ રાખી દેવા હોય એમ એ ગબડીને સિદ્ધાર્થના ખોળામાં પડી, એની આંખો બંધ થઈ ગઈ કારણ કે સિદ્ધાર્થની આગઝરતી નજરનો સામનો કરવો અઘરો હતો. એણે માથે ઓઢેલી સાડી ખસી ગઈ અને ...Read Moreસામે પરિધિ પ્રગટ થઈ. "મારા હાથ-પગ તમે ભાંગી આપશો, કે હું જાતે જ ભાંગી લ‌ઉં?" પરિધિ કંઈ બોલી નહીં. સિદ્ધાર્થ જોઈએ એટલો ગુસ્સો પોતાના શબ્દોમાં લાવી શક્યો નહીં, પોતાનાથી માંડ અડધા ફૂટ જેટલા અંતરે રહેલી પરિધિ સામેથી એકીટશે તાકી રહ્યો. પરિધિએ સિદ્ધાર્થના બંને કોલર પોતાના હાથ વડે પકડી રાખ્યા હતા. પરિધિના હોઠ ખરેખર ડરના માર્યા ફફડી રહ્યા હતા

  • Read

પરિધિ - 13

(44)
  • 1.2k

  • 1.8k

પરિધિ-૧૩ "તમને ખબર નથી? એને એપેન્ડિક્સનો દુખાવો છે! પપ્પાએ એને અહીં મૂકવા આવવાનું મને કહ્યું અને રસ્તામાં એને એપેન્ડીક્ષનો ખૂબ દુખાવો ઉપડ્યો. દવા પણ લીધી નથી લાગતી. માત્ર લીંબુ શરબત પીને દુખાવો મટાડે છે. મારી કંપની તરફથી બધા કર્મચારીઓને ...Read Moreઓપરેશનની સવલત મળે છે. હું કાલે જ ડોક્ટર પાસે એપોઇન્ટમેન્ટ નોંધાવી દઉં છું. કાલે જ ઓપરેશન કરાવી આવો." "પરિધિ! તું મને કહેતી પણ નથી? બેટા! બહુ દુખાવો થાય છે? ચાલો અત્યારે જ દવા લઈ આવીએ. તું સાવ ગાંડી છે. એપેન્ડિક્સનો દુખાવો તો કેટલો બધો વધારે હોય! એવું સહન કરાય?" પરિધિ એકદમ છોભીલી પડી ગઈ. પોતાનો દાવ પોતાની જ

  • Read

પરિધિ - 14

(44)
  • 1.2k

  • 1.8k

પરિધિ-૧૪ "તમારો ખુબ ખુબ આભાર. તમારી નોકરી કરવી એના કરતાં તો ઘેર રહેવું સારું. સારું થયું કે મારે કોન્ટ્રાક્ટ તોડવાની જરૂર ન પડી. તમારે ત્યાં ગુલામ રહેવા કરતાં તો હું બીજું કાંઈ પણ કામ પસંદ ...Read Moreઅરે તમારું કામ કરવું એના કરતાં તો ભીખ માગવી સારી. જોઈ મોટી સત્ય કંપની! નામ બડે ઔર દર્શન છોટે! એમ્પ્લોઈને કામ કરવા રાખો છો કે નિયમ પડાવવા મને તો એ જ નહોતું સમજાતું. મોટા અવાજે બોલવાનું નહીં, લ્યો બોલો કેવી વાત! મોટા અવાજે બોલીએ તો કોઈના બાપુજીનું શું લુંટાઈ જવાનુ છે? ને વળી બે મિનિટ પણ મોડું નહીં આવવાનું.

  • Read

પરિધિ - 15

(46)
  • 1.2k

  • 1.7k

પરિધિ-૧૫ ગઈકાલ રાતે એકદમ દુઃખી થયેલી નિધિનો વિચાર કરતી કરતી પરિધિ તૈયાર થઈ. સામાન્ય રીતે ઝીણામાં ઝીણી વાતો એકબીજાને જણાવવાનો બંને સખીઓનો નિયમ હતો. પણ જરૂર કોઇ મોટી વાત હોવી જોઈએ, ઘણું પૂછવા છતાં નિધિ કશું બોલી ન ...Read More પરિધિએ આખો સફેદ કલરનો ડ્રેસ પહેર્યો. વાળ ખુલ્લા રાખ્યાં. એ હજુ તૈયાર થઇ રહી હતી ત્યાં જ નિધિ આવી પહોંચી. "તને ખબર છે નિધિ? તું સો વર્ષની ડોશી થવાની છે. હું હજુ અત્યારે તને જ યાદ કરી રહી હતી. કહેને નિધિ! તું કાલે રાત્રે એટલી બધી દુઃખી કેમ હતી?" "કશું નહીં. બસ એટલો વિચાર આવ્યો કે બધું

  • Read

પરિધિ - 16

(48)
  • 1.1k

  • 1.9k

પરિધિ-૧૬ સિદ્ધાર્થ દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. એના હાથમાં પ્રસાદીની વાટકી હતી. પરિધિએ બનાવેલા શીરાનો સ્વાદ ખરેખર ખૂબ સરસ હતો. "એક વાત કહું બેટા? તું માનશે?" "તમે કહો એટલી વાત માનીશ." "તું ઓફિસ ફરીવાર ...Read Moreકરી લે. મને હૃદયથી ખૂબ ઇચ્છા છે કે તું અહીં જ કામ કરે. તારામાં આવડત છે, તને બીજી ઘણી જગ્યાએ નોકરી મળી શકે, પરંતુ મને હૃદયથી ઈચ્છા છે કે મારી સખીની દીકરી બીજે ક્યાંય ન જાય." પરિધિએ કશો જવાબ ન આપ્યો અને એના મોં પરના હાવભાવ બદલાઈ ગયા કારણકે એને સિદ્ધાર્થ સાથેનો ઝઘડો યાદ આવી ગયો. પ્રિયંવદા બધી

  • Read

પરિધિ - 17

(40)
  • 1.2k

  • 1.9k

પરિધિ-૧૭ પરિધિએ પ્રિયંવદાના કહેવા પર ફરી પાછા સત્ય કંપનીમાં નોકરી કરવાનો નિર્ણય લીધો છે એ જાણીને મમ્મીને આનંદ થયો. "હં...... હવે તું સમજદાર થતી જાય છે, તે ફરી પાછા નોકરી શરૂ કરવાનો નિર્ણય કરીને સમજદારીવાળું કામ કર્યું ...Read Moreહરિઈચ્છાએ કદાચ મને કશું થાય તો આમ જ સમજદારી દાખવજે." "મમ્મી ફરી પાછું તેં શરુ કર્યું?" મમ્મી હસવા લાગી. *** એ મોડી ઓફિસે પહોંચી. જઈને એણે પોતાનું કામ શરૂ કર્યું પરંતુ મોડા પહોંચવા બદલ કશી સજા સાંભળવા ન મળી એટલે એણે વિનયને પૂછી લીધું. "માના કે મોગેમ્બો હમારે બોસ નહિ હૈ અબ. લેકિન દેર

  • Read

પરિધિ - 18

(48)
  • 1.1k

  • 1.9k

પરિધિ-૧૮ પરિધિ ઘરની અંદરનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ બની ગઈ. એના પગ ધ્રૂજવા લાગ્યા, ગળા નીચે થૂંક ઊતરી શકતું ન હતું. મમ્મી અડધી સોફામાં અને અડધી નીચે એવી રીતે પડી હતી. મૃત્યુ પછીની શાંતિ એના મોં પર પથરાયેલી હતી. ...Read Moreથયું હશે એ પરિધિ સમજી શકતી હતી, એ હકીકત હતી? મમ્મી કેટલી સરળ હતી, એટલી જ સરળ એની વિદાય હતી? *** સિદ્ધાર્થ ગુસ્સામાં લાલ પીળો થઇ રહ્યો હતો, અજંતા કંપનીવાળાનો ઘણો સમય વેડફાઇ ચૂક્યો હતો. "પપ્પા, મેં તમને પહેલેથી જ ના કહી હતી ને! એ છોકરી સિવાય ઓફિસમાં કેટલીયે જવાબદાર વ્યક્તિઓ છે. તમને એ જ મળી હતી?

  • Read

પરિધિ - 19

(52)
  • 1.2k

  • 2.3k

પરિધિ-૧૯ "પરિધિ, ઊભી થા ને! ક્યાં સુધી આમ બેસી રહીશ? થોડું ખાઈ લે, તું કેવી થ‌ઈ ગઈ છે! ડોક્ટર કહેતા હતા કે કદાચ ગ્લુકોઝનો બાટલો ચડાવવો પડશે. સાંભળે છે ને પરિધિ! " એક કૂદતી ઊછળતી નદી એકદમ ...Read Moreથઈ ગઈ હતી. પોતે કેટલા દિવસોથી આવી હાલતમાં હતી એ પરિધિને યાદ ન હતું, એકધારી રસોડા કે બારણા સામે તાકી રહેતી, હમણાં મમ્મી દેખાશે એની રાહમાં એ જોઈ રહેતી. પલંગ પાસે બેઠેલી એની નજર થાકતી એટલે ત્યાં જ માથું ઢાળીને સૂઈ જતી. રાત્રે પણ નિધિ જેટલીવાર જોતી એટલી વાર એ સ્થિર નજરે તાકતી દેખાતી. એ એકવાર મન ભરીને રડી લે

  • Read

પરિધિ - 20

(48)
  • 1.1k

  • 2.1k

પરિધિ-૨૦ "તું સત્ય કંપનીમાં નોકરી કરતી હતી?" રેવતીજી પોતાના વિશેની આટલી બધી માહિતી ધરાવે છે એ જાણીને એને આંચકો લાગ્યો પરંતુ એણે પોતાના મોં પરના હાવભાવ બદલાવા દીધા નહીં. "બહુ લાંબો સમય નહીં, થોડો સમય જ ત્યાં ...Read Moreકરી છે. મારા મમ્મી સ્વર્ગવાસ થયા એટલે પછી હું ત્યાં ગઈ નહીં." "અંહી આવવાનું કારણ?" "હું કોના માટે જીવું? મારે મમ્મી સિવાય દુનિયામાં કોઈ ન હતું. વળી કોઈએ મને કહ્યું કે આ આશ્રમમાં માનસિક શાંતિ મળે છે...." "તમે બધા લોકો અને આશ્રમ શા માટે કહો છો? આગૃહ છે, શાંતિગૃહ. હા, તો હવે આગળ બોલ." " મારા

  • Read

પરિધિ - 21

(49)
  • 1.2k

  • 2.8k

પરિધિ-૨૧ "રેવતીજી, આ મહાશય નિઃશંક મોટી પેઢીના માલિક હશે, એક સમયે મેં પણ એમને ત્યાં જીવનનિર્વાહ માટે કામ કર્યું હશે, કિન્તુ અમો તમોને પૂર્વ પણ કહી ચૂક્યા છીએ એમ હાલ એમની સાથે વાત કરવાનું કોઈ કારણ નથી." ...Read Moreઅવળું ફરીને ઊભો રહ્યો. રેવતીજીએ પરિધિને જવા કહ્યું. એ બહાર ગઈ અને દરવાજો આડો કર્યો. સેન્ડલ પહેરવાના બહાને નીચે બેઠી અને સાવ ધીમે ધીમે સેન્ડલ પહેરવા લાગી, એણે સહેજ ખુલ્લા રાખેલા દરવાજામાંથી રેવતીનો અવાજ રેલાયો, "સિદ્ધાર્થ બેટા, એ છોકરી પાસેથી હું તો ફક્ત એટલું જ જાણવા ઈચ્છતી હતી કે એ તને કોઈ રીતે

  • Read

પરિધિ - 22

(50)
  • 1.1k

  • 2.2k

પરિધિ-૨૨ "સિદ્ધાર્થ બેટા, આશાના સાસુ મૃત્યુ પામ્યા છે, થોડા દિવસ કોઈ રીતે એ આવી શકે એમ નથી. તું હા પાડે તો હું નાસ્તો બનાવી આપું?" સિદ્ધાર્થનું મૌન પ્રિયંવદા માટે પરવાનગી હતી. કશું બોલ્યા વગર સિદ્ધાર્થે ખાઈ લીધું. ...Read Moreદિવસે પોતાના માટે ઓફિસના રસોડામાં રોટલી બનાવનાર પરિધિ અને એનું નાટક એને યાદ આવી ગયાં. એનાં મોં પર સ્મિત આવી ગયું. નાસ્તો કરીને એ જતો રહ્યો. આ બધું જોઈ, ખુશ થતી ભવ્યા અને માહી મમ્મીને વળગી પડી. ધીમે ધીમે ઘણું બદલાઈ રહ્યું હતું. *** "મને ખબર હતી કે કો'ક દિ તો એવું કો'ક આવશે, જેનામાં

  • Read

પરિધિ - 23

(53)
  • 1.1k

  • 1.9k

પરિધિ-૨૩ પરિધિને કશેથી લોહી નીકળ્યું ન હતું, પરંતુ એ બેભાન થઈ ગઈ હતી. પરિધિને તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ડોક્ટરે પરિધિના એક્સ રે લીધા, તપાસ્યા અને નિદાન કર્યું. પરિધિ ભાનમાં આવી ગઈ ત્યારે પૂછપરછ પણ કરી. ડોક્ટર બહાર ...Read More "જૂઓ, પરિધિને આમ તો એક ઉઝરડો પણ થયો નથી. પરંતુ મગજમાં એક જગ્યાએ માર વાગ્યો છે. એના કારણે એને કશું યાદ નથી." "શું?" એક સાથે બધા બોલી ઊઠ્યા. "તો એની કશી દવા તો હશે ને! જરૂરિયાત જેવું જણાતું હોય તો એને બોમ્બે અથવા દિલ્હી લઈ જઈએ." "જૂઓ, તમારે જ્યાં પણ લઈ જવી હોય ત્યાં લઈ જઈ

  • Read

પરિધિ - 24

(48)
  • 1.1k

  • 1.8k

પરિધિ-૨૪ "નમસ્તુભ્યમ આર્યપુત્ર!! કિંચિત્ સમય પૂર્વ અજ્ઞાનમાં અમોએ તમોને જે અપમાનજનક વચનો કહેલ છે, એ બદલ અમો આપના ક્ષમાપ્રાર્થી છીએ. કિન્તુ આપ માન્યવરનું અપમાન કરવાનો અમોનો લેશમાત્ર પણ ઈરાદો ન હતો, અમો તો માત્ર આપને ...Read Moreસમજી રહેલ અને આપને આપની ફરજનિષ્ઠાનું ભાન કરાવવા પ્રયત્નશીલ હતા. ઘટી રહેલ ઘટનાક્રમને કારણે અમારું મસ્તિષ્ક ચકરાઈ રહેલ છે, આજ્ઞા હોય તો અમો હવે થોડો સમય આરામ કરવાને ઇચ્છુક છીએ." કહીને પરિધિ સિદ્ધાર્થ સામે તાકી રહી. સિદ્ધાર્થ તો પરિધિએ કહેલા શબ્દોને સમજવા માટે હવાતિયાં મારી રહ્યો હતો. "આર્યપુત્ર, આજ્ઞા છે?" "હં..... હા....." એ પોતાના રૂમ તરફ

  • Read

પરિધિ - 25

(51)
  • 964

  • 2.1k

પરિધિ-૨૫ સારું થયું કે પ્રિયંવદાએ સિદ્ધાર્થ માટે અલગથી ટિફિન મોકલી આપ્યું નહીં તો એ ભૂખ્યો જ રહેતો. "સર... મારે તમને નહોતું કહેવું છતાં મને એવું લાગે છે કે હવે મારા કહ્યા વગર તમે નહીં સમજી શકો." જેનીએ ...Read Moreકહ્યું. "એવી કઈ બાબત છે?" "હું ગોળ-ગોળ વાત નહીં કરું. હું તમને એટલું જ પૂછવા માગું છું કે એ છોકરીમાં એવી તે શું વસ્તુ છે, કે તમે સતત એનાથી જ ખેંચાયેલા રહો છો. હું તમને ચાહું છું. મારી લાગણીઓ દર્શાવવાના મેં ઘણી વાર પ્રયત્ન કર્યા છે પરંતુ તમને તો પરિધિ સિવાય કશું દેખાતું નથી. પરંતુ જેને કશું જ

  • Read

પરિધિ - 26

(46)
  • 972

  • 1.8k

.પરિધિ-૨૬ "હું પણ નથી સમજી શકતો કે એની યાદશક્તિ કેમ પાછી આવી રહી નથી? સામાન્ય રીતે આવા કેસમાં નવ્વાણું ટકા એક બે કલાકમાં જ સ્મૃતિ આવી જાય છે કારણ કે મગજ પર ચડેલી તમ્મર ઠીક થતાં જ બધું ...Read Moreજેવું થઈ જાય છે." "આજે પૂરા ચાર દિવસ થયા ડોક્ટર, કશું ગંભીર તો નહીં હોય ને!!" "આજે ફરી તપાસ કરી છે, હું એવું માનું છું કે ઠીક થઈ જ જવું જોઈએ." સિદ્ધાર્થે ઊંડો શ્વાસ લીધો, થોડીવાર એક નજરે ટેબલ પર પડેલા સ્ટેથોસ્કોપ સામે તાકી રહ્યો. " હં..... શું તકલીફ છે એ કદાચ મને સમજાઈ ગઈ છે."

  • Read

પરિધિ - 27

(46)
  • 988

  • 1.9k

પરિધિ-૨૭ ફરી એની આંખોમાં આંસુ તગતગવા લાગ્યા હતા. "પરી...." આ અવાજને તો પોતે હજારો અવાજમાંથી પણ અલગ તારવી શકે. "તારે દુઃખી જ થવું હતું તો અહીં આવી શું કામ? દુઃખી થઈને તું માસીના આત્માને પણ દુઃખ ...Read Moreરહી છે. એમણે ચિઠ્ઠી લખી હતી તેમાં તને કહ્યું છે ને કે તારે આનંદમાં રહેવાનું!!" સિદ્ધાર્થે એની સામે ચિઠ્ઠી ધરી, મમ્મી જાણે ફરીવાર પોતાની રૂબરૂ થઈ. એ એક એક શબ્દે એની આંખોમાંથી આંસુની ધાર થતી ગઈ. ફરી એક વખત એનું હૃદય મમ્મીના અનઅસ્તિત્વને સ્વીકારવા તૈયાર ન હતું. પોતાની મમ્મીના મરણને બાર દિવસ થયા એ જ દિવસે પ્રિયંવદાને પોતાનો

  • Read

પરિધિ - 28

(56)
  • 936

  • 1.9k

પરિધિ-૨૮ "પધુડી.... બારણું ખોલવા માટે આટલી બધી વાર હોય? અને આ બધું શું છે? આટલા બધા ફુલ ક્યાંથી લાવી? કાલે રાત્રે તો નહોતા? જવાબ દે નકે ઠૈડ કાઢી નાખીશ." "બહુ ઊંઘ આવતી હતી.... સોરી... બારણુ ખોલવામાં વાર ...Read Moreકાશીબા, નહીં નહીં, કશિશ. આ ફૂલ તો.... એ તો..." "એ તો... એ તો... શું? ગૂંગળી થઈ ગઈ છે કે શું?" "એ ફૂલના હાર બનાવવાના હતા. પણ પછી ખબર પડી કે એ ફૂલ જમીન પર પડેલા હતા, એટલે એનો બનાવેલો હાર તો ભગવાનને ન પહેરાવાય ને? પછી થયું કે થેલામાં ભરેલા ફુલ બગડી જશે એટલે મેં અહીં પથારી ઉપર

  • Read

પરિધિ - 29 - છેલ્લો ભાગ

(75)
  • 950

  • 1.8k

"અચાનક કાશીબા?" " એ તો ફરતા રહે છે, એમને જે પણ સગાંવહાલાંને ઘેર જવાની ઈચ્છા થાય ત્યાં પહોંચી જાય છે અને ગમે ત્યાં સુધી રોકાય છે." " બહુ ગુસ્સો કરે છે? પણ ઉમરલાયક છે એટલે સ્વભાવ એવો ...Read Moreજાય." " તમે આવું બધું કેમ સમજાવો છો?" "મારા દાદાજી જીવતા હતા ત્યારે છેલ્લે એમનો સ્વભાવ ચીડિયો થઈ ગયેલો, એમની સેવાચાકરી કરનાર ઘણી વખત એમના પર ગુસ્સે થઈ જતા. પણ જ્યારે એ દુનિયા છોડી જતા રહ્યા ત્યારે બધાને એમના લીધે પડેલો ખાલીપો પીડા આપી રહ્યો." "એ તો ઘરડા હોય તો ને! કાશીબા તો પોતાની જાતને ઘરડા

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Novel Episodes | Dipikaba Parmar Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Dipikaba Parmar

Dipikaba Parmar Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.