રિચા આજે ખૂબ ખુશ હતી..ક્યારેક અરીસા સામે ઉભી રહી કલાકો પોતાને જોયા કરતી...તો ઘડી વાર આખો વોર્ડ રોબ ખાલી કરી એક પછી એક બધા કપડા પહેરી જોતી કે પોતે કેવી લાગે છે.. આજે તેને હવા સાથે વાતો કરવાનું મન ...Read Moreતો ક્યારેક પતંગિયા સંગ ઉડવાનું મન થતું. તો વળી..ઘડી વાર ઝાંઝર પહેરી ગીત ગાતી..લહેરાતી નૃત્ય કરવા લાગતી... ❤️આજે નાચું હું થઈ પ્રેમ દિવાની... બની હું તુજમાં વિલીન થઈ હું પ્રેમદિવાની... આવ જરા જો મારા હાલ... બની હું પાગલ થઈ હું પ્રેમ દિવાની..❤️ કોઈ બે આંખો તેની આ બધી હરકતો જોઇ અને ધ્યાનથી નિહાળી રહી હતી. અને કઈક વિચારી રહી હતી..
મધ્યમવર્ગનો આ નાનકડો પરિવાર પોતાની જિંદગીમાં ખુશ હતો.. પણ હમણાં થોડાક દિવસોથી રોહંભાઈને હીરવાની ખૂબ ચિંતા થતી..હિરવા ૨o વર્ષની થવા આવી હતી.. એટલે રોહન ભાઈ તેના લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતા... આજે પણ દુકાનેથી ...Read Moreજમીને બહાર બગીચામાં બેઠા બેઠા વિચારતા હતા.. ત્યાં જ હિરવા આવી.. "મામા તમે મને આજે ફરી બચાવી લીધી.. હંમેશની જેમ..." રોહનભાઈ હસતા ચહેરે હિરવાની સામે જોયું અને તેના માથે હાથ મુકતા સ્નેહભરી નજરે બોલ્યા... "બેટા મને તારા પર ખુદથી પણ વધુ વિશ્વાસ છે.. તું આ ભરોસો કદી નહીં તોડે એ પણ વિશ્વાસ છે.. તું જાણે છે તું મારા હૃદય નો ટુકડો છે.. તું ખુશ
આખી રાત રિચાના વિચારોના લીધે તે સૂઈ ન શકી.. તેના મનમાં અનેક સવાલોએ ઝંઝાવાત સર્જાયો હતો.. પોતાની ખાસ સહેલી આટલી મોટી વાત તેનાથી કેમ છુપાવે છે..? તે સવાલ સતત તેના મનને કોરી રહ્યો હતો.. આજે તો કોલેજ ...Read Moreને પોતે રિચાને સીધું જ પૂછી લેશે.. એમ વિચારી માંડ માંડ તેણે સુવાની કોશિશ કરી.. માનવ મન પણ બહુ વિચિત્ર હોય છે.. જ્યારે કોઈને અનહદ પ્રેમ કરતા હોય ત્યારે તેની નાની નાની અજુગતી વાતમાં પણ અવનવા સવાલો પેદા કરે છે ..હિરવાના મનની હાલત પણ કંઈક આવી જ હતી.. બીજા દિવસે સવારે કોલેજ જવાના સમયે હિરવા તૈયાર થઈ બહાર નીકળતી હતી.. ત્યાં જ
" હિરવા તું મારા માટે મારી સહેલી જ નહીં.. પણ મારી બહેન પણ છે.. તે મને હંમેશ દરેક બાબતે સંભાળી છે..અને અગાઢ પ્રેમ આપ્યો છે..તારા આવ્યા પછી જાણે મારા જીવનની હર કમી પૂરી થઈ ...Read Moreમેં આવું કર્યું એટલે તને લાગશે કે મેં તારો વિશ્વાસ તોડ્યો છે..પણ હું જાણું છું ..તુ મામાના લીધે ક્યારેય વિહાનના પ્રેમને સ્વીકારીશ નહીં... આજે પહેલીવાર હું તારી પાસે કંઈક માંગુ છું... વિહાનને મારા માટે મનાવ..કંઈક એવું કર ..કે.. તે મારા પ્રેમ ને સ્વીકારી લે...મને જિંદગીભર માટે વિહાનનો સાથ આપી દે..તેનો પ્રેમ આપી દે....! આંખોમાં આંસુ સાથે રિચા એક શ્વાસે બધું બોલી ગઈ.... આ બધું
હિરવા તેની આ હાલત જોઈ શકતી નહોતી.. તેણે રિચાને બેસાડી પાણી પીવડાવ્યું ..અને સમજાવતા બોલી.. . "તુ આમ તૂટી જાય તે કેમ ચાલશે ..? તું કહે તો હજુ એકવાર વિહાનને સમજાવું..?" ના હિરવા મારી લાગણી ભલે જે પણ ...Read Moreપણ વિહાનની વાત બિલકુલ સાચી છે .. પ્રેમ કંઈ પરાણે ના થાય.. એ તને દિલોજાનથી ચાહે છે ..તો મારે તો ખુશ થવું જોઈએ ..એના બદલે હું મારા સ્વાર્થમાં તારી ખુશી પણ ભૂલી ગઈ હતી.. તારી સખી થઈ તારા જ પ્રેમને પામવા ચાલી હતી.. વિહાને મને એક બહુ મોટું પાપ કરતા બચાવી... આ આંસુઓ મને મારા લીધે જ મળ્યા છે .. એમાં