કસક - Novels
by Kuldeep Sompura
in
Gujarati Love Stories
મારુ નામ કુલદીપ સોમપુરા છે.મારુ પ્રથમ પુસ્તક વાંચ્યા બાદ કદાચ તમે મારુ નામ જાણતા હશો અને જો તમે પ્રથમ વખત મારુ નામ વાંચી કે સાંભળી રહ્યા છો તો ભગવાનનો અને તમારો ખુબ ખુબ આભાર કે હું આ પુસ્તક તમારા ...Read Moreસુધી પહોંચાડવા સક્ષમ બન્યો.સૌ પ્રથમ તો આ પુસ્તક મે ખુબ સુંદર સમયે લખ્યું છે.સુંદર સમય એટલે એમ કહી શકાય કે જ્યારે હું આ પુસ્તક લખવા અને વિવિધ પુસ્તકો વાંચવા શિવાય કોઈ કામ નહોતો કરતો.બધાના જીવનમાં એક સમય એવો હોય છે જેને તે પોતે સુંદર કહે છે.
પ્રથમ પુસ્તકના લેખક પરિચયમાં મે જેમ જણાવ્યું તેમ હું પણ એક એન્જિનિયર છું અને એક લેખક પણ છું.કદાચ આ વાક્ય તમે બહુ બધા લેખક ના પરિચયમાં જોતાં હશો.પ્રથમ પુસ્તક લખ્યા બાદ મને લાગ્યું કે જે વાતો હું પ્રથમ પુસ્તકમાં ના કહી શક્યો તે વાતો હું બીજા પુસ્તકમાં કહી દઇશ.આ પરથી એમ ના સમજતા કે બંને પુસ્તક પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે.ખરેખર બંને પુસ્તકોના વિષય અને પ્રકારમાં એમ કહી શકાય કે જમીન અને આકાશ જેટલોજ ફરક છે.જેમ આપણે કોઈ આપણાં પ્રિય વ્યકિત સાથે વાત કરી લીધા બાદ જ્યારે જુદા પડીએ ત્યારે આપણને હમેશાં લાગે છે કે આપણી ઘણી ખરી વાતો આપણાં પ્રિય વ્યકિતને કહેવાની છૂટી ગઈ અને પછી આપણે તેની સાથે બીજી વખત મુલાકાત ની રાહ જોઈએ છીએ બસ મારા અને તમારા વચ્ચે તેજ પ્રિય વ્યકિત જેવો સંબંધ છે.તેથી જ હું એવું ઈચ્છું છું કે આવું મારા પૂરા જીવન દરમ્યાન ચાલ્યા કરે કે મારાથી દર વખતે પુસ્તકમાં કેટલુંક કહેવાનું છૂટી જાય અને તેને હું નવા પુસ્તક સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કરું.આવું કદાચ દરેક લેખક ઇચ્છતા હશે.
મારુ નામ કુલદીપ સોમપુરા છે.મારુ પ્રથમ પુસ્તક વાંચ્યા બાદ કદાચ તમે મારુ નામ જાણતા હશો અને જો તમે પ્રથમ વખત મારુ નામ વાંચી કે સાંભળી રહ્યા છો તો ભગવાનનો અને તમારો ખુબ ખુબ આભાર કે હું આ પુસ્તક તમારા ...Read Moreસુધી પહોંચાડવા સક્ષમ બન્યો.
આ એક નવલકથા છે જે એપિસોડમાં રજૂ થશે.
ચેપ્ટર-૨ બીજા દિવસે સવારે આંખ થોડી મોડી ખુલી.આજે રવિવાર હતો.તે પોતાની રોજની દિનચર્યા પતાવીને હજી વિચારતો હતો કે આજનો શું પ્લાન છે?,તે બિલકુલ ભૂલી ગયો હતો કે આજે તેને વિશ્વાસના ચિત્રોના પ્રદશન માં જવાનું હતું.તેણે ઘડિયાળ માં જોયું તો ...Read Moreવાગ્યા હતા.તેણે ફિલ્મ જવા જોવાનું વિચાર્યું.એમ પણ તે થિયેટર માં એક સારી ફિલ્મ લાગી હતી, “કોંજ્યુરિંગ-૨”. તે ઈંગ્લીશ ફિલ્મ હતી અને સાથે સાથે તે હોરર ફિલ્મ હતી.કવનને હોરર ફિલ્મ ખૂબ ગમતી હતી.આ ફિલ્મ જોવા જવાનું બીજું કારણ તે પણ હતું કે જ્યારે કવન તેનો પ્રથમ ભાગ જોવા ગયો હતો ત્યારે તેણે આરોહીને પણ ત્યાં થિયેટર માં જોઈ હતી.વાચક તરીકે તમને
ચેપ્ટર-3કવન અને વિશ્વાસ બંને પોતાનો સામાન લઈને સ્ટેશન ઊભા હતા.આખરે તે દિવસ આવી જ ગયો જે દિવસ ની રાહ જોવાતી હતી.સ્ટેશન પર ભીડ બહુ ઓછી હતી કારણકે ટ્રેન રાત ની હતી.કવન અને વિશ્વાસ બંને ખુબ વહેલા પહોંચી ગયા હતા. ...Read Moreસુહાસ અને તેમના મિત્રો ઘરે થી નિકડી ગયા હતા, તેમને પહોંચવામાં હજી થોડીક વાર હતી. કવન અને વિશ્વાસ બંને એ સ્ટેશન પર રહેલી એક નાની ચાની કિટલી માંથી ચા પીતા હતા. બંને ના કપમાં રહેલી ચા પૂરી થતાંની સાથે અંકલ સુહાસ રેલવેસ્ટેશન ના ગેટમાં પ્રવેશ્યા તેમની બાજુમાં તેમના પત્ની આરતી બહેન અને અંકલ સુહાસના એક ખાસ મિત્ર નીરવભાઈ આવી રહ્યા
ચેપ્ટર-૪ ટ્રેન સાંજે મનાલી પહોંચી ગઈ.સુહાસ અંકલે પહેલેથીજ હોટેલ ના રૂમની વાત તેમના મિત્ર સાથે કરી રાખી હતી.તે હોટેલ ના મેનેજર તેમના ખાસ મિત્ર હતા.બધાએ પોતપોતાના રૂમમાં સામાન મૂકી ફ્રેશ થઈને ઠીક રાત્રે ૯ વાગ્યે નીચે જમવા માટે મળવાનું ...Read Moreકર્યું હતું.કવન અને વિશ્વાસ બંને એકજ રૂમમાં રોકાયા હતા.તે ઠીક નવ વાગ્યે નીચે જમવા માટે ગયા.ટેબલ પર આમતો બધા આવીજ ગયા હતા.બસ કદાચ ખુશાલભાઈ અને તેમના પત્ની જ બાકી હતા.કવન અને આરોહી એક બીજાની સામ સામે બેઠા હતા.જ્યારે ખુશાલભાઈ અને તેમના પત્ની આવ્યા ત્યારે બધાએ એક સાથે જમવાનું શરૂ કર્યું.બધાજ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા.ત્યારે સુહાસ અંકલે વિશ્વાસ અને તેમના
ચેપ્ટર-૫ કવન જ્યારે રૂમ માં પહોંચ્યો ત્યારે વિશ્વાસ હજી નહોતો આવ્યો.તેને થયું કે કદાચ હજી કોઈ નહિ આવ્યું હોય.તે તેના રૂમની બાલ્કની માં ગયો અને ત્યાં રહેલ ખુરશીમાં બેસી ગયો.તે મનમાં જ વિચારતો હતો કે કેટલી સુંદર સવાર હતી, ...Read Moreસવાર વિશે પોતે કઇંક લખવું જોઈએ.ત્યારે એકાએક તેને યાદ આવ્યું કે ગાર્ડનમાં તેણે આરોહીનો હાથ પકડી લીધો હતો આટલી હિંમત તેનામાં ક્યાંથી આવી?, તે મનમાં જ પોતાનાં પર હસતો હતો. થોડીકવાર માટે કવન દીર્ધ વિચારોમાં ખોવાઈ ગયો હતો. ત્યાંજ કોઇકે બહારથી બેલ માર્યો.કવને બે બેલ સુધી તો સાંભડયું નહીં પણ પછી તેને ખ્યાલ આવ્યો કે કોઈક ક્યારનું બેલ મારી રહ્યું
ચેપ્ટર-૬ દરેક લવસ્ટોરી પહેલા શાંત પછી ગુંચવળ ભરી અને અંતે હ્રદય અને મન ને શાંતિ નો અનુભવ કરાવનારી હોય છે.મને નથી ખબર કોઈ લેખક કે આ લખ્યું છે કે નહીં પણ મે તમને સત્ય કીધું.બીજા દિવસે સવારે કવન ઊઠયો ...Read Moreવિશ્વાસ જાગી ગયો હતો.તે કદાચ કવનના ઊઠવાની રાહ જોઈ રહ્યો હતો.તે ઊઠયો ત્યારે વિશ્વાસે કવનની સામે જોઈને કીધું “કવન હું તને કઈંક કહું?”કવન હજી ઊઠયોજ હતો.તેણે સાંભળ્યું અને આળસ મરળતા કહ્યું “હા,બોલ શું કહેવું છે?”“કવન મને લાગે છે કે મને કાવ્યા ગમે છે.”કવન હજી તે પૂરું સાંભળીને સમજી નહોતો શક્યો કારણકે હજી તે હાલ જ ઊઠયો હતો.થોડીકવાર બાદ વિશ્વાસ જે
ચેપ્ટર-૭ આજે બધાએ બીજલી “વિજળી” મહાદેવ મંદિર જવાનું હતું.વિજળી મહાદેવ મંદિર જવાનો રસ્તો ખૂબ ઉબડખાબડ હતો કારણકે ત્યાં પૂરો રોડ ના હતો.પહેલાતો સુહાસ અંક્લે વિચાર્યું હતું કે તે બધા ત્યાં બાઇક પર જાય તો પણ વધુ સારું રહે પણ ...Read Moreતેમને વિચાર આવ્યો કે તેની કરતાં એક ઓપન જીપ લેવી જ વધુ સારું રહેશે.આમ તો તે મંદિર જવાના બે રસ્તા હતા એક તો જે રસ્તે તે જઈ રહ્યા હતા.જાના વોટર ફોલ થઈ ને અને બીજો કુલ્લૂ થી એક કલાક નો ટ્રેક કરીને.સુહાસ અંક્લે બીજો રસ્તો એટલે રહેવા દીધો કારણકે આજે સવારે નીકળવામાં થોડુ મોડું થઈ ગયું હતું ત્યાં ટ્રેક કરીને
કાર આજે ક્લાથ જઈને ઉભી રહી.સુહાસ અંકલે બધાને ખુશ કરવા માટે એક સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું હતું.તે લોકો આજે હોટેલમાં નહોતા રહેવાના આજે તેઓ કેમ્પઈંગ કરવાના હતા. આરતી બહેને સુહાસ અંકલને કહ્યું."આ તમે ક્યારે વિચાર્યું,કોઈને કહ્યું પણ નહીં?""હા, હું બધાને ...Read Moreઆપવા માંગતો હતો.આજે આપણે અહીંયા કેમ્પ માં રહેવાનું છે."ખુશાલભાઈ એ કહ્યું "પણ શું તમને આ જગ્યા વિશે ખબર હતી?""નહીતો મેં ગૂગલ પર સર્ચ કર્યું અને આમ પણ આપણે ટ્રેકીંગ નથી કર્યું તો પછી કેમ્પઇંગ જ ખરું."વિશ્વાસ બોલ્યો "ખરેખર સારો વિચાર છે તમારો સુહાસ અંકલ"તો ચાલો તમે બધા પોતપોતાના ટેન્ટ માં જઈને આરામ કરો.બધાજ સાંજે જમવા વખતે મળીએ. તથા બધાને એક
બીજા દિવસે પહેલા તે લોકો હમ્તા પાસ ટ્રેક ગયા.હમ્તા પાસ એક ખૂબ સુંદર ફિલ્મી જગ્યા છે. જયાં મોટા મોટા પાઈન વૃક્ષો આવેલા છે.સાથે સાથે ત્યાંની સામાન્ય ઠંડી હવા મનમોહક લાગે છે અને જમીન પર જાણે ચારે બાજુ લીલી ચાદર ...Read Moreહોય તેમ દૂર દૂર સુધી ઘાસ પથરાયેલું હોય છે.જમીન પણ એકદમ સમથળ નહિ પરંતુ નાના નાના ડુંગરની જેમ એક કુદરતી દ્રશ્ય પુરવાર કરતી આ જગ્યા, મનાલીની ઘણી સુંદર જગ્યા માની એક સુંદર જગ્યા.તેના પછીના દિવસે બધા રોહતાંગ પાસ જવાના હતા અને તે જ રાત્રે તેઓ અમદાવાદ પાછા ફરવાના હતા.કવન અને વિશ્વાસ ખુશ પણ હતા અને એક રીતે દુઃખી પણ હતા
રોહતાંગ પાસમનાલી માં બધાનો છેલ્લો દિવસ હતો આજે સવારે વહેલાજ બધા રોહતાંગ પાસ જવા નીકળી ગયા હતા.આજના દિવસમાં ખૂબ ટ્રાવેલિંગ કરવાનું હતું. કારણકે રોહતાંગ પાસથી આવીને સુહાસ અંકલે પ્લાન કર્યું હતું તે પ્રમાણે રાત્રે દશ કે અગિયાર વાગ્યે દિલ્હી ...Read Moreનીકળવાનું હતું અને ત્યાંથી ફ્લાઈટમાં અમદાવાદ.રોહતાંગ પાસ નો રસ્તો ખૂબ કપરો હતો.છતાંય ઘણા લોકો સાઇકલમાં પણ ત્યાં જઈ રહ્યા હતા.જે કારમાંથી જોવા મળતા હતા.રોહતાંગ પાસ ખૂબ ઉંચાઈ ઊપર આવેલું છે.સાથે તેટલુંજ સુંદર પણ છે.ત્યાં આ સીઝનમાં બરફ ખાસો રહે છે.જો કે કાર ચાલકે કહ્યું હતું કે દશ દિવસ પહેલા જ બધા રસ્તા સાફ કર્યા હતા.તેથી બરફની સમસ્યા તેમને નળે તેમ
બપોરના બે વાગ્યા હતા.શિયાળોનો પ્રકોપ હવે થોડોક ઓછો થઈ ગયો હતો અને ઉનાળો બે એક મહિના દૂર હતો. પણ છતાંય વસંત ઋતુ કહી શકાય, વાતાવરણ કઇંક તેમ હતું. આ તે ઋતુ હતી જે ઋતુમાં વૃક્ષોની સૂકી ડાળીઓ પર નવા ...Read Moreઆવે છે. જેમાં સાંજ નું વાતાવરણ તમને સારું લાગવા લાગે છે, જેમાં બાગ બગીચાના ફૂલો આછા સૂરજના કિરણોમાં મહેકી ઉઠે છે. કવન લાયબ્રેરી ની બહાર અને ગેટની થોડીક અંદર સૂરજના આછા તડકામાં ઊભો હતો.કવનના પગની નીચે કેટલાક સૂકા પાન જમીન પર વિખરાયેલા પડ્યા હતા. આજુબાજુ કેટલાક લોકો લાયબ્રેરી માંથી આવી રહ્યા હતા તો કેટલાક લોકો હજી અંદર જઈ રહ્યા હતા.
આરોહી અને કવનની મુલાકાત બે અઠવાડિયે ફરી થઈ.ત્યાં સુધી ના કોઈ આરોહીનો મેસેજ હતો ના ફોન.માત્ર જે દિવસે મળવાનું હતું તેના આગલા દિવસે મેસેજ આવ્યો હતો.જોકે વચ્ચેના દિવસો માં કવન અને વિશ્વાસ હવે પહેલાની જેમ રોજ મળતા હતા.એક બાજુ ...Read Moreઅને કાવ્યા ની વાર્તા ખૂબ પ્રોગ્રેસ કરી રહી હતી.તે રોજબરોજ કાવ્યા સાથે શું વાતો કરતો હતો તે બધુજ કવનને કહેતો હતો.એમ પણ જો તમે તમારા પ્રથમ પ્રેમની દરેક વાતો તમારા મિત્રને ના કહો તો તમે ખાક પ્રેમ કર્યો કહેવાય.તે કવનને કહેતો તમે માત્ર કામ પૂરતી વાતો કરો છો, કોઈક વખત એમનેમ પણવાતો કરી લો."પણ તે વ્યસ્ત હશે તો?, એમ પણ
આ રવિવાર કવન માટે જલ્દી આવ્યો.કવન અને આરોહી ફરીથી મળ્યા. આરોહી એ વાત ની શરૂઆત રમૂજથી કરી, તે કદાચ આજે રમૂજ ના મૂળ માં હતી. "પ્રેમ શું છે?,કવન" "કેમ આરોહી આજે કોઈ રોમેન્ટિક ફિલ્મ જોઈ કે શું?" આરોહી હસવા ...Read Moreઅને તેણે તેના હાથમાં રહેલું પુસ્તક ઊંચું કર્યું જે તેણે પહેલા અઠવાડીયાએ મળ્યા ત્યારે લીધું હતું.ત્યારે આરોહી અને કવન લાયબ્રેરીમાં પ્રથમ વાર મળ્યા હતા. "ઓહહ..તો આજે તારા માથે આ પુસ્તક ના કારણે પ્રેમ સવાર છે?" "હા, ખૂબ સારું પુસ્તક છે. તે દિવસે તે બરોબર જ કીધું હતું કે મારે જાતે કઈંક નવું શોધવું જોઈએ." "હા, આભાર તમારો." "તો બોલ પ્રેમ
એવી વ્યકિતને પ્રેમ કરવું કદાચ સહેલું છે જે બીજાને પ્રેમ કરતું હોય પણ તેવી વ્યકિત ને પ્રેમ કરવું બહુ અઘરું છે જે પ્રેમ સમજતું જ નહોય.કવન તે પરિસ્થિતિમાં હતો જ્યાંથી તેની આગળ રહેલો દરિયો ખૂબ રમણીય લાગતો હતો.પણ ના ...Read Moreતે તેમાં છલાંગ લગાવીને સ્નાન કરી શકે ના તો તેનું પાણી પીને તરસ છીપાવી શકે.કવન માટે આરોહીનો પ્રેમ દરિયા જેવોજ હતો દેખાવ માં ખૂબ સુંદર પણ જેને માત્ર નિહાળી શકાય. માણસ ના જીવનમાં આંખ ભગવાને આપેલી એક સુંદર ભેટ છે જેનાથી આપણે દુનિયા નિહાળી શકીએ છીએ.પણ ક્યારેક કેટલીક વસ્તુઓ માનવીને આંખમાં કાંટા ની જેમ વાગવા લાગે છે. અઠવાડિયું કવન માટે
બુધવારે સાંજે આરોહી અને કવન બંને ત્રણ અઠવાડિયા બાદ મળી રહ્યા હતા.કવન બે વાતથી ખુશ હતો એકતો તે આરોહીને આજે આટલા દિવસો બાદ મળી રહ્યો હતો અને બીજી કે વિશ્વાસ આજે કાવ્યા ની સામે પોતાના પ્રેમનો ઇઝહાર કરવાનો હતો. ...Read Moreતેનો જન્મ દિવસ સાદી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું.તેથી તેણે તેના એક દોસ્તના કેફમાં નાનું એવું આયોજન કર્યું હતું અને જેમાં તેણે ઘણા નજીકના મિત્રો ને આમંત્રણ આપ્યું હતું.જેમકે તેના કોલેજ ના મિત્રો અને કવન અને આરોહી શિવાય બીજા ત્રણ એક સ્કૂલના મિત્રો. જે કવન અને આરોહીની પણ સાથે ભણતા હોવાથી ઓળખતા હતા.વિશ્વાસ ના માતા પિતા એ જાણી જોઈને પાર્ટીમાં