કલ્પના મૃત્યુ

Gujarati   |   44m 48s   |   16.3k Views

‘જેલ’ શબ્દ સાંભળતાં જ આપણે જેલના સળિયાઓની એકાદી બારીની એક બાજુ તરફ ઊભાં રહી જઈએ છીએ, કેમ ખરું ને? આપણામાંના કોઈને પણ એ બારીની પેલી બાજુ વિષે જાણવું પણ નથી..કેમ સાચું ને? જેલની એ બારી જ્યારે પોતાના સંવેદનો રજૂ કરે છેને ત્યારે તમારી કલ્પનામાં પણ ના હોય એવા રહસ્યો ઉજાગર થવા લાગે છે! જેલની એ દીવાલો, એ સળિયાઓ, એ અંધારું, પોતાના સ્વજનોથી દૂર થઈ જઈને અનુભવાતી એકલતા અને ક્યાંક કોઈ ગાળિયે લટકતું મોત! તમારી કલ્પના બહારના સંજોગો, કદી પૂરી ના થતી સજાઓ, અસહ્ય શારીરિક પીડાઓ, માનસિક યાતનાઓ, મૂંગી સંવેદનાઓ અને તમારી જાણ બહાર થઈ જતું કલ્પના મૃત્યુ........ જેલની બારીની પેલે પાર જેટલી મૂંઝવણ છે, એ દરેક પાત્રના જીવનનો સંઘર્ષ છે. અને બહારના જીવન સાથે જોડાયેલી એની યાદો જ એના ડરનું અને પછી એ પાત્રના સંઘર્ષનું કારણ બને છે! માતૃભારતી અને ઓરોબોરસ લઈને આવે છે એક આવા જ સંઘર્ષનો પરિચય કરાવતું નાટક! લોકસાહિત્યના શિરમોર ઝવેરચંદ મેઘાણીની જ એક લઘુવાર્તા ‘જેલ ઑફિસની બારી’ પરથી નાટ્ય રૂપાંતર કરનાર વિરાજગિરિ ગોસ્વામી અને દિગ્દર્શક અને નાટકના એક મુખ્ય પાત્ર તરીકે અભિનય કરનાર ઋષિ દવેનું આ નાટક તમને આવી બધી જ અનભૂતિ કરાવશે અને તમે આંખનું મટકું ય મારી નહીં શકો..સહાયક નિર્દેશક અને જેલર તરીકેના પાત્રને ન્યાય આપનાર ધારેશ શુક્લને પણ તમે નહીં ભૂલી શકો! મૃત્યુ કરતાં પણ ભયાનક હોય છે એની કલ્પના જેવા વિચારને જીવંત કરતું આ નાટક તમને મેઘાણીની વાર્તાસૃષ્ટિનો સુપેરે પરિચય કરાવશે અને એ સાથે જ તમે પણ જેલનો અનુભવ કરવામાંથી બચી નહીં શકો! કદી કર્યો છે આ અનુભવ? એક વાર પેલી જેલ ઓફિસની બારીએ તો ઊભાં રહી જુઓ....ત્યાં તમને જે અનુભવાશે તે હશે મૃત્યુ કરતાં પણ ભયાનક કલ્પના મૃત્યુ... આવો સાથે મળીને આ અનુભવ પણ લઈએ...

×
×
કલ્પના મૃત્યુ