માઁ ની મુંજવણ - ૯

(35)
  • 3.1k
  • 4
  • 1.3k

આપણે જોયું કે શિવને કીમો થેરેપી પુરી થઈ ગઈ અને કીમો થેરેપી ની સાઈડ ઈફેક્ટ સ્કિન પર થઈ હતી, શિવને આખા શરીર પર ખુબ ખંજવાળ આવતી હતી. શિવની સ્કિન કાળી થઈ ગઈ હતી, ખુબ જ રૂપવાન શિવ બિહામણો લાગે એવો થઈ ગયો હતો. હવે આગળ...આજ કીમો થેરેપીનો ૮મો દિવસ પૂરો થયો હતો. તૃપ્તિ શિવની બાજુમાં બેઠી હતી, એ પોતાના બાળકને જોઈને દુઃખી થઈ રહી હતી, થોડી થોડી વારે શિવ માઁ ને ક્યારેક પીઠમાં તો ક્યારેક પગમાં તો ક્યારેક કેથેટર ફિટ કર્યું એ ભાગમાં ખુબ ખંજવાળ આવે છે ની ફરિયાદ કરી રહ્યો હતો. તૃપ્તિ શિવને ખંજવાળ કરી આપતી અને શિવના માથા