કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 5

(85)
  • 7.7k
  • 6
  • 3.9k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૫ કરણ જાતે ત્રીજા અપરાધીનું નામ બોલે છે: “વિક્રાંત ગાંધી......” કરણ એક હાથ સંજયનાં ખભા પર અને બીજો હાથ વિશાલનાં ખભા પર મૂકે છે.: “વિક્કી... વિક્રાંત ગાંધીનું હુલામણું નામ... મારા નાનપણનાં ભેરું અર્જુન ગાંધીનો નાનો ભાઈ...” કરણ આટલું વાક્ય બોલી ભૂતકાળમાં સરવાની તૈયારીમાં હતો. ત્યાં યાદ આવે છે એને હોસ્પિટલ જવાનું છે. જ્યારે સંજય અને વિશાલને એક નવો ઝટકો લાગ્યો હતો. બન્નેને પર્વતસિંહ રાઠોડનું અચાનક બીમાર થવાનું નાટક પણ સમજાય છે. અપરાધીનો આત્મવિશ્વાસ અને કરણનું મુંજાવું પણ થોડું સમજમાં આવે છે. સંજય અને વિશાલ ખભા પર મૂકેલા કરણનાં