રેલ્વે સ્ટેશન પર થતી ગાડીઓની આવાજાહી અને અવાજ રેડિયો વીંધીને નૈતિક સુધી પહોંચી રહ્યો હતો … ….RJ વૈષ્ણવીએ એમણે કોઈ ખાસ ગીત ગાવાનો આગ્રહ કર્યો ત્યારે આવા અનેક કેમ્પસ કરી ચુકેલા યુવાનોએ એક ગીત ગાયું …” સુરાંગની ..સુરાંગની …સુરાંગનીક માલુ ગનવા “ ને નૈતિક જાણે એક સંમોહનમાં ખેંચાઈ ગયો … મદ્રાસ રેલ્વે સ્ટેશન …

Full Novel

1

અવઢવ : ભાગ : ૧

રેલ્વે સ્ટેશન પર થતી ગાડીઓની આવાજાહી અને અવાજ રેડિયો વીંધીને નૈતિક સુધી પહોંચી રહ્યો હતો … ….RJ વૈષ્ણવીએ એમણે ખાસ ગીત ગાવાનો આગ્રહ કર્યો ત્યારે આવા અનેક કેમ્પસ કરી ચુકેલા યુવાનોએ એક ગીત ગાયું …” સુરાંગની ..સુરાંગની …સુરાંગનીક માલુ ગનવા “ ને નૈતિક જાણે એક સંમોહનમાં ખેંચાઈ ગયો … મદ્રાસ રેલ્વે સ્ટેશન … ...Read More

2

અવઢવ : ભાગ : ૨

મોટેભાગે કેટલીક યાદો લગોલગ ચાલતી હોય છે ..તો કેટલાક અફસોસો કાળક્રમે સળવળી લેતા હોય છે….ક્યારેક કેટલીક ઝંખનાઓ જાગૃત થતી છે …તો વળી ક્યારેક કેટલીક કચડાઈ ગયેલી વસંતો પાછી ઉગી નીકળતી હોય છે … જીવનમાં આગળ વધી જઈને પાછળ વળી બે વાર જોવાતું હોય છે … એક વાર પોતે કેટલે દુર આવી પહોચ્યા છે એ જોવા અને બીજી વાર પાછળ કોણ કોણ છૂટી ગયું છે …શું શું છૂટી ગયું છે એ જોવા …. કોઈ અર્થ ન હોય …આવા ઉજાગરાની કોઈ જરૂર પણ ન હોય ..પણ માણસનું હૃદય નિષ્ફળતાઓને પણ ક્યારેક વાગોળી લે છે . ...Read More

3

અવઢવ : ભાગ : ૩

સ્મરણોની એક ખાસિયત છે …વણઝારની જેમ એક પછી એક આવ્યા જ કરે .છાના ખૂણે ત્રાટક્યા જ કરે . .કેટલાય પહેલા બનેલી ઘટના જાણે આળસ મરડીને મનોપટ પર છવાઈ ગઈ …ક્ષણો પર વળેલી રાખ જાણે ઉડી ગઈ . આવું જ ત્વરાને થતું હશે ને …!! કદાચ થતું જ હશે .ક્યાં હશે ? શું કરતી હશે ? એવી જ ચુપચાપ અને શાંત હશે ? મને યાદ કરતી હશે ? મારી જેમ બધું મનમાં રાખી જીવતી હશે ? ‘ઉફ્ફ ….ત્વરા , તું ક્યાં છે ?’ જાણે ત્વરા સાથે વિતાવેલા એ ક્ષણોએ નૈતિકના મનને રીચાર્જ કરી દીધું .એની આંખોમાં ઊંઘનું નામો નિશાન ન હતું . એ ઉભો થઇ ગયો .બેગ ખોલી એમાંથી લેપટોપ કાઢ્યું .. નેટ કનેક્ટ કર્યું . ફેસબુક ખોલ્યું .એણે ટાઈપ કર્યું …… ત્વરા …!!! ...Read More

4

અવઢવ : ભાગ : ૪

કહેવાય છે કે સંબંધો ચાર પ્રકારના હોય છે …સુખના સંબંધો , સુખદુઃખના સંબંધો , જીવતાના સંબંધો અને મરણ પછીના ….પણ કેટલાક વણકહ્યા સંબંધ તો સાવ અલગ અને અનોખા હોય છે . પ્રેમ ક્યારેય નિષ્ફળ નથી હોતો … એના જવાબમાં નકાર હોઈ શકે …પણ બેમાંથી એક જણના નકાર કે મૌનથી પ્રેમ નિષ્ફળ થયો કેવી રીતે ગણાય ? સફળ થવાની જ આશા રાખે એ પ્રેમ હોય ? પ્રત્યુતર ન મળે તો પ્રેમ ખતમ થઇ જાય ? પ્રેમ કદાચ જીવંત ન રહી શકે પણ જીવતો તો રહે જ છે … કદાચ બહુ બોલકો ન રહી શકે પણ ભીતર પલોંઠી વાળીને બેઠેલો હોય છે …દરેકના જીવનમાં એક સંબંધ એવો હોઈ શકે જે અધુરો હોય છતાં મધુરો હોય ….!!! ત્વરા ….વર્ષો સુધી મનનાં એક લીલાછમ ખૂણામાં સુષુપ્ત અવસ્થામાં પડેલો વણકહ્યો સંબંધ ….!!! લગભગ ૨૫ વર્ષો પછી જોયેલો એ ચહેરો જે સમયના એક ખાસ ખંડમાં એના દિલોદિમાગ પર છવાયેલો રહેતો. ત્વરા …. એક શરુ થતા સાથે સ્થગિત થયેલો સંબંધ …. એક આરપાર જોઈ શકાય તેવો પારદર્શક સંબંધ ..!!! ...Read More

5

અવઢવ : ભાગ : ૫

માનવસંબંધો એક બહુ મોટું આશ્ચર્ય છે ..ચમત્કાર છે …આમ જોવા જઈએ તો સંબંધ જ જીવન છે …ફક્ત એના આયામો કરે છે …નામ બદલાયા કરે છે ..અર્થો બદલાયા કરે છે …ભાવ બદલાયા કરે છે ..અને આમ પણ દરેક સંબંધ એક મુકામે પહોંચે જ એ ક્યાં જરૂરી હોય છે ..!! સંબંધોનું ખળખળ વહેતા ઝરણા જેવું છે ..વહેતા વહેતા વહેણ દિશા પણ બદલી શકે …સુકાઈ પણ જઈ શકે …કોઈ દેખીતા કારણ વગર અચાનક રસ્તાઓ અલગ થઇ પણ શકે .. પ્રેરક … માતા પિતાએ પસંદ કરેલું પાત્ર … એક સરસ પરિવારનું સંતાન …પીએચ ડી કરી ગુજરાત યુનિમાં કોમર્સ ડીપાર્ટમેન્ટમાં ભણાવતો પ્રેરક અને એની સાથે સહજતાથી ગોઠવાઈ ગયેલી શાંત ત્વરા ..!!! ...Read More

6

અવઢવ : ભાગ : ૬

એણે ત્વરા સામે જોઈ કહ્યું: ‘ તને એક વાત ખબર છે ત્વરા .. પ્રેમ એટલે પાપ નહી ….!! ૨૨ ૨૩ વર્ષની ઉંમરે કોઈ કહે કે એમનું મન કોઈ તરફ ખેંચાયું જ નથી કે કોઈ તરફ થોડી વિશેષ લાગણી થઇ જ નથી તો હું તો એ વાત માનું જ નહિ. મારી આજુબાજુ દેખાતી ..સાથે ભણતી ..અને હવે મારી પાસે ભણતી ઘણી છોકરીઓ મને આકર્ષક લાગી છે …કોઈને કોઈ લક્ષણ વિશેષ હોય એટલે ધ્યાન બહાર જાય જ નહિ ..પણ એ ફક્ત આકર્ષણ હોય …આપણને ક્યારેક પ્રેમ જેવું પણ લાગે પણ એવું હોય પણ અને ન પણ હોય …ઘણીવાર એથી આગળ યા તો આપણે વિચારી નથી શકતા યા તો આપણે કબુલી નથી શકતા …અને એ સમય હાથમાંથી સરી જાય છે … આ જ આ ઉંમરની વિડંબના છે . પણ મને નથી લાગતું કે આવી …એક સમયે તીવ્ર લાગતી લાગણી જીવનભર કોઈને હેરાન કરે …!! અને આ તો પ્રેમ હતો કે નહી એ પણ તને ખબર નથી તો તારે નૈતિકને એક વણજોઈતા ભાર નહી એક સારા ભાઈબંધ તરીકે મનમાં સાચવી રાખવાનો . જો હું કહું કે ‘એને ભૂલી જા’ …તો તું કહીશ ‘ભૂલી ગઈ’ …પણ સાચું કહે .. તું ભૂલી જઈશ એના કરતા એ અધુરા સંબંધને એક નામ આપી દે ..એને દોસ્ત માની લે .. જીવન આસાન થઇ જશે . ન તું મારી સાથે અન્યાય કરીશ ન તારી જાત સાથે … !! એક આગવા ભૂતકાળ વગરની કોઈ વ્યક્તિ હોઈ જ ન શકે એ આપણું મન કબુલતું થાય એ બહુ જરૂરી છે…શું લાગે છે હું ખોટો છું ...Read More

7

અવઢવ : ભાગ : ૭

એ રાતે પણ બાળકો અને પ્રેરકના ઊંઘી ગયા પછી ત્વરા અને નૈતિક online આવ્યા. ત્વરા બપોરે નૈતિક સાથે વાત પછી ઘણી રિલેક્ષ લાગતી હતી. પોતપોતાની ઓફીસ અને ઘરની વાતો પરથી ફરી પાછી વાત કેમ્પના દિવસો તરફ વળવા લાગી . કોડાઈકેનાલ , બોટ અને બસની મુસાફરી યાદ આવતા બંને ભાવુક થઇ ગયા. પત્રો , પત્રોના વિષયો અને એવી બધી વાતો કરતા રહ્યા . અને નૈતિકથી કહેવાઈ જ ગયું ‘ તું મને બહુ ગમતી ,ત્વરા …!! ‘ ...Read More

8

અવઢવ : ભાગ : ૮

નૈતિક મારા માટે શું છે કદાચ મિત્ર છે પણ પ્રેરણા માટે હું શું હોઈશ કોઇ કે બંધન , ન અપેક્ષા કે શરત વગરનો સંબંધ હોઈ શકે હકીકત એ છે કે મિત્રતા આપણે જાતે બનાવેલો …કમાયેલો …મેળવેલો …કેળવેલો ..સીંચેલો સંબંધ હોય છે …એટલે આવા સંબંધને હર્યોભર્યો રાખવા …જાળવવામાં લોહીના સંબંધ કરતા પડકાર વધારે હોય ……..!!! મારા તરફની પ્રેરકની આસ્થા અને નૈતિકનો અનુરાગ બંને મારે કોઈ પણ ભોગે જાળવી લેવાના છે …. એવું એણે જાતને વચન આપ્યું ત્યાં જ મેસેજ ટોન સંભળાયો …….નૈતિકનો મેસેજ હતો .. ...Read More

9

અવઢવ : ભાગ : ૯

પ્રેમ હોય , નફરત હોય કે ક્ષમતા હોય….જ્યારે આપણે કશુંક સાબિત કરવા લાગી પડીએ છીએ ત્યારે સાબૂત નથી રહેવાતું…..કશુંક ખૂણે વિખેરાતું , વલોવાતું કે તૂટ્તુ હોય છે….બહુ સુક્ષ્મ રીતે …. સાબિત કરવું પડે એ સંજોગો જ મારકણા હોય છે ….. !! લાગણીનો સ્વભાવ કંઇક વધારે જ ચંચળ છે ….. કોઇ નવી વ્યક્તિના ઉમેરાવાથી સમીકરણો બદલાતા વાર નથી લાગતી…….! એક ઘા નૈતિકના મન પર લાગ્યો જે હવે ઘારું બનવા જઈ રહ્યો હતો . ...Read More

10

અવઢવ : ભાગ : ૧૦

બોલાતા શબ્દો ભલે અદ્રશ્ય હોય પણ એમની ધાર બહુ અણીયાળી હોય છે …. લાગણીના ચાબખા પર ફરિયાદ લપેટી એણે નૈતિકને તો ઘાયલ કરી જ નાખ્યો હતો પણ સાથે સાથે પોતે પણ ઘાયલ થઇ રહી હતી … અને ભૂલ એ થઇ હતી કે આ વખતે લાગણી ઓછી પણ ફરિયાદ વધુ ધારદાર દેખાઈ આવી હતી .બંને વચ્ચેની ગેરસમજ અને અવિશ્વાસ હવે સાવ ઉઘાડા પડી ગયા હતા . હવે એ બેઉ વચ્ચે પડેલી ખાઈને કેવી રીતે ભરવી એ એક મોટો પડકાર હતો . ...Read More

11

અવઢવ : ભાગ : ૧૧

આ બાજુ કોમ્પ્યુટર બંધ કરીને પ્રેરકની પડખે આવી આડી પડેલી ત્વરાની આંખોમાં પણ ક્યાં ઊંઘ હતી આટલી રીતે નૈતિક સાથે વાત કરવા બદલ એ પોતાની જાતને એ જરૂરી હતું એમ સમજાવવામાં લાગી હતી. ખુલ્લી આંખે છત સામે જોઈ રહેલી ત્વરાની આંખોમાંથી એ ગુસ્સો ખારું પાણી બની ઓશીકા પર ટપકી રહ્યો હતો. સ્વભાવે થોડું વધુ લાગણીશીલ હોવાથી સંબંધનો અસ્ત સ્ત્રીના મનમાં થોડો મોડો થતો હશે કે પછી વાતને વિસારે પાડવામાં થોડી વધારે વાર કદાચ વાતને વાગોળ્યા કરવાની આદત જવાબદાર હશે .પણ આટલા વર્ષે નૈતિકનું એના જીવનમાં પુનરાગમન અને ઉભી થયેલી સાવ અવઢવ જેવી સ્થિતિ ત્વરા માટે અસહ્ય બની રહી હતી. કેટલાક સંબંધો માવઠા જેવા હોય છે ….સાવ બેમોસમી વરસાદ જેવા …..આવે ત્યારે ઘડી બેઘડી માટીની મહેક મનને તરોતાજા ..તરબતર કરી મુકે …પણ પછી બધું વેરવિખેર …..અસ્તવ્યસ્ત કરી મુકે …..!!!! ...Read More

12

અવઢવ : ભાગ : ૧૨

પણ વર્ષો પછી જે દિવસે તે નૈતિકની રીક્વેસ્ટ આવી છે અને તે સ્વીકારી છે એ કહ્યું ત્યારે હું નવેસરથી હલબલી ગયો હતો . એ દિવસે તારી ખુશી તારા આખા અસ્તિત્વમાં દોડતી હું અનુભવી રહ્યો હતો … એ રાતે હું સુઈ ગયો છું એમ ધારી તું ઉભી થઈને સ્ટડી રૂમમાં ગઈ ત્યારે કબૂલ કરું છું કે એક ખાલીપણું મારા દિલમાં વિસ્તરવા માંડ્યું હતું .એ પછી પણ રોજ રાતે ઊંઘમાં પડખું ફરી તારી તરફ હાથ લંબાવતો ત્યારે તારી એ ખાલી જગ્યા મારા મનમાં એક ન સમજાવી શકું એવી લાગણી ભરી દેતી . નૈતિક તારા માટે એક પ્રિય પાત્ર રહ્યું છે એ વર્ષો પહેલા જાણ્યા પછી હવે રહી રહીને હું મિત્ર મટી ફક્ત પતિ બની જતો હતો .અલબત તારી પર શંકા કરું એટલી હલકી માનસિકતા મારી નથી .પણ એક અધિકારભાવ હળવેથી માથું ઊંચકતો હતો . ...Read More

13

અવઢવ : ભાગ : ૧૩

એક સરસ ફેમીલી ફોટો સામે આવીને સ્થિર થઇ ગયો . પ્રેરક ,ત્વરા ,પ્રાપ્તિ તો ઓળખાઈ ગયા .સમર્થને ટેગ કર્યો એટલે એનું નામ પણ સમજાઈ ગયું . એક ઉભડક નજરે બીજું બધું જોઈ પ્રેરણાની નજર ત્વરા પર જઈને અટકી . પ્રેરણા કરતા થોડી વધુ તંદુરસ્ત પણ ખુબ જ શાલીન અને એલીગન્ટ લાગતી હતી ત્વરા .ચશ્માની આરપાર દેખાતી એની ચમકતી આંખોમાં જાણે એક સંમોહન હતું . ચોકસાઈથી પહેરેલી સાડી અને ફરફર ઉડી રહેલા વાળ …એના ફોટા પરથી નજર હટાવવાનું થોડું મુશ્કેલ લાગ્યું …. પ્રેરણાએ મનોમન કબૂલ કરી લીધું કે ત્વરામાં કશુંક આકર્ષણ આજે પણ છે તો વર્ષો પહેલા પણ હશે જ . આવી સ્ત્રીથી પ્રભાવિત ન થાય એવો કોઈ પુરુષ ન હોઈ શકે . નૈતિક આજે ફરી પાછો આ પ્રભાવના પાલવમાં લપેટાઈ રહ્યો છે એ વિચાર એક ઉછાળા સાથે બહાર કુદી આવ્યો. ...Read More

14

અવઢવ : ભાગ : ૧૪

એક મૈત્રીથી થોડું વધુ હોય … કોઈ ખાસ થોડું વધુ ગમતું હોય … કોઈ ખુશ રહે એ ગમતું હોય ખુશી…. એના દુઃખ સાથે સંકળાઈ જવું ગમતું હોય … એવું બને …બને જ .આપણી કામ કરવાની કે અવરજવરની જગ્યા પર કોઈક એવું હોય જ છે કે જેની સાથે થોડું વધુ અંગત અનુભવાય છે … પણ આવા સંજોગોમાં સામેવાળા પાત્રને કહેવાની ભૂલ લોકો કરી બેસતા હોય છે ….જયારે લાગણી કહેવા બેસીએ ત્યારે એને એક નામ આપવું પડે છે ….અને એ ખરેખર બહુ અઘરું કામ છે …!! અને આમ પણ પોતાની લાગણી કહીને કોઈનો વસાવેલો સંસાર …આખું જીવન ડહોળી નાખવું જરાય વ્યાજબી ન કહેવાય …ને અરસપરસ પ્રેમ હોય એટલે સાથે રહેવું એવું થોડું હોય માબાપ , સગા સ્નેહીઓને પ્રેમ કરવા છતાં બધા સાથે …બધો સમય રહી શકીએ છીએ રહીએ છીએ ….એકમેકથી દૂર રહી ….એકબીજાને જાણ પણ કર્યા વગર એની ખુશી માટે દુવા કરવી ….એ પ્રેમની પરાકાષ્ઠા કહેવાય ……!! ...Read More