રેઈની રોમાન્સ

(278)
  • 45.3k
  • 18
  • 16.3k

પ્રકરણ 1વરસાદ, પ્રેમ અને પ્રકૃતિ. મને આ ત્રણેય સાથે અનહદ લગાવ. કારણ કે આ ત્રણેય મારી અને જિંદગીની જેમ કોઈના કહ્યામાં ના રહી શકે. ત્રણેય સાથે પ્રાર્થના કે માનતાનું શ્રદ્ધારૂપી તત્વ અનાયાસે જોડાયેલું હોય. તેનું ફળ મળે તો નસીબદાર…નહીં તો… તક રૂપી ‘સરપ્રાઈઝ’ઈશ્વર સતત આપતો રહે. અનિચ્છા કે જરૂરિયાત ના હોય તો પણ. હું અત્યાર સુધી બીજા માટે આવું માનતી હતી. જ્યારે ખુદને અનુભવ થયો ત્યારે બેફામ બનીને વિહરતી હું અચાનક સ્થિર બની વહેવા લાગી. આ માટેના કારણો વિચારવા લાગી. હું રેવા…બ્રેઇનના સેલમાં વીજળી વેગે ગતિ કરતાં હૃદયની લાગણીઓ અને મનની માંગણીઓના કારણો

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

રેઈની રોમાન્સ - 1

પ્રકરણ 1વરસાદ, પ્રેમ અને પ્રકૃતિ. મને આ ત્રણેય સાથે અનહદ લગાવ. કે આ ત્રણેય મારી અને જિંદગીની જેમ કોઈના કહ્યામાં ના રહી શકે. ત્રણેય સાથે પ્રાર્થના કે માનતાનું શ્રદ્ધારૂપી તત્વ અનાયાસે જોડાયેલું હોય. તેનું ફળ મળે તો નસીબદાર…નહીં તો… તક રૂપી ‘સરપ્રાઈઝ’ઈશ્વર સતત આપતો રહે. અનિચ્છા કે જરૂરિયાત ના હોય તો પણ. હું અત્યાર સુધી બીજા માટે આવું માનતી હતી. જ્યારે ખુદને અનુભવ થયો ત્યારે બેફામ બનીને વિહરતી હું અચાનક સ્થિર બની વહેવા લાગી. આ માટેના કારણો વિચારવા લાગી. હું રેવા…બ્રેઇનના સેલમાં વીજળી વેગે ગતિ કરતાં હૃદયની લાગણીઓ અને મનની માંગણીઓના કારણો ...Read More

2

રેઈની રોમાન્સ - 2

પ્રકરણ - 2 “ મી. આરવ, તમારી ચારેય પ્રપોઝલ મને ગમી છે. બટ આઈ લાઈક સમથિંગ ડિફરન્ટ. મને ગમતો છોકરો શોધવા માટે આ ક્રાઇટેરિયા પૂરતાં નથી. ફાઇનલ પ્રપોઝલ માટે હજુ તમારે મહેનત કરવી પડશે. હું મારા સૂચનો મેઈલમાં મોકલી આપીશ. આઇ હોપ કે બે દિવસમાં તમે બધું કમ્પ્લીટ કરી લેશો.” DB હાઉસના આલીશાન દિવાનખંડમાં સોફા પર બેસી હું લગ્ન વિશે અવનવા વિચારો સાથે આગળ વધી રહી હતી.“યસ મેમ, આજે સાંજે મેઈલ મોકલી આપશો તો કાલ સાંજ સુધીમાં તમને ફાઇનલ પ્રપોઝલ મળી જશે. આપણે આ આખી ઇવેન્ટને કઈ રીતે ડિઝાઇન કરીશું તેનું ...Read More

3

રેઈની રોમાન્સ - 3

પ્રકરણ - 3 "દેશના મહાનગરોના હોર્ડિંગ્સથી લઈ ઇન્ટરનેટ પર રેલાતાં રેવાના બિન્દાસ હાસ્યએ કેટલાય હૃદયને ઘાયલ કરી મુક્યા છે. હાલમાં, લોકલથી લઈ નેશનલ મીડિયામાં આ મોર્ડન સ્વંયવર ચર્ચાસ્પદ મુદ્દો બની ચુક્યો છે. ઇવન કેટલાંક શહેરોમાં તો જાહેરાતના બોલ્ડ લખાણ સામે વિરોધ પ્રદર્શનો પણ થયા છે. મને આ સ્ટોરીમાં એક સ્પાર્ક દેખાય છે. આ ભારતની મિલેનિયમ જનરેશનની સ્પષ્ટ અને બિન્દાસ બનતી જતી માનસિકતાનું પ્રતિબિંબ. સાથે જ પોતાના નિર્ણયોને હિંમતપૂર્વક વળગી રહેવાની દ્રઢતા નજરે ચડે છે. આ સ્વંયવર દેશના ઇતિહાસમાં એક માઇલસ્ટોન તરીકે સ્થાન પામશે એ નક્કી છે. તો ફ્રેંન્ડ્સ, હવે આપણે આપણાં સ્વંયવર વિશેના પ્લાનની ચર્ચા કરીશું." પોતાના શબ્દોને ...Read More

4

રેઈની રોમાન્સ - 4

પ્રકરણ - 4 બીજા રિંગ રોડ પરનું 'અપના અડ્ડા' કોલેજ સ્ટુડન્ટસના કલબલાટથી સતત ધમધમતું રહેતું. રાત્રે યાર, દોસ્તોનીની મોહબ્બતની મહેફિલ જામતી. જેની ચર્ચા અને સ્મરણોની યાદગારીનો ક્યારેક ઉગતો સૂરજ પણ ઈર્ષા કરતો. કેટલાંય ગ્રુપની જેમ અમારી દોસ્તીનો આ કાયમી અડ્ડો હતો. આજે અમારી ચંડાલ ચોકડી ઘણાં સમય પછી અહીંયા ભેગી થઇ હતી. આરવ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતો હતો. જ્યારે સૌમ્ય પ્રોફેશનલ હેકર હતો. વિવિધ એજન્સી અને અમુક સોફ્ટવેર કંપનીને તે સેવા પુરી પાડતો હતો. તથાગત ગવર્મેન્ટ ઓફીસર હતો. એક લગ્ન પ્રસંગમાં અનાયસે ભેગા થયેલા અમે બધા આજે પાક્કા ભાઇબંધ બની ચુક્યા હતા. અમારી ચંડાળ ચોકડી અઠવાડીયામાં બે દિવસ ...Read More

5

રેઈની રોમાન્સ - 5

પ્રકરણ 5 "મેમ, કામ બહુ અઘરું છે. સુલતાનની સિક્યુરિટીના હાઇરિસ્ક ઝોનમાં પ્રવેશવાનું ?" આ શબ્દોમાં ડર વર્તાઈ રહ્યો હતો. " આઈ નો. પણ તારી કાબેલિયત આગળ એની કશી વિસાત નથી. મને આ કામ માટે ફક્ત તારા પર ભરોસો છે. કહ્યું એ ટાઇમ લિમિટમાં કામ પૂરું થઈ જશે ને ?" સાગરિકા પોતાના સોર્સને તૈયાર કરી રહી હતી. "તમને ના પાડવાનો સવાલ જ નથી. તમારે લીધે તો આજે હું જીવતો છું. આજે ઋણ ચૂકવવાની તક મળી છે. બસ, એક પ્રોબ્લેમમાં જરૂર પડે તો હેલ્પ કરવી પડશે. બાકી હું જોઈ લઈશ." શબ્દો બહુ જોખીને લાગણીપૂર્વક બોલાયા હતાં. "મારે ...Read More

6

રેઈની રોમાન્સ - 6

રાજકોટના બીજા રીંગરોડ પરનું એ 'ડી.પી.હાઉસ'. ત્રીસ માળના વિશાળ બિલ્ડીંગ ફરતે દોરાયેલા ચીત્રો જોનારને અચંબીત કરી મુકતાં. આ કલાત્મક દેખાવ દર વર્ષે બદલાતો રહેતો. આની પાછળ દિવાન પંડિતનો કલાપ્રેમ જવાબદાર હતો. 40,000 કરોડની માર્કેટવેલ્યુ ધરાવતું 'દિવાનપંડીત' ગ્રુપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતાં ઉઘોગ એકમોમાનું એક હતું. શિપિંગ, ઈમ્પોર્ટ એક્સપોર્ટ, કેમિકલ, ટેકનોલોજી અને ફૂડ & એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જેવા અનેક સેકટરમાં આ ગ્રુપનો બિઝનેસ ફેલાયેલો હતો.1990માં અશોક પંડીત અને મહાવીર દિવાન નામના બે મિત્રોએ આનો પાયો નાખ્યો હતો.. બાર વર્ષ બાદ મહાવીર દિવાન એક રોડ ...Read More

7

રેઈની રોમાન્સ - 7

પ્રકરણ 7 ન્યારી ડેમ પાસે શાંત અને વાતાવરણમાં આવેલું 'ફ્રેન્ડહાઉસ' મારી ગમતી મિટીંગ પ્લેસ હતી. આ બહુ પ્રખ્યાત અને મારું ફેવરિટ કોફીહાઉસ હતું. આ રાજકોટના બુદ્ધિજીવીઓ અને રિચકલાસ પ્રેમીપંખીડાઓનો અડ્ડો હતો. આખું કાચનું બનેલું હાઉસ અંદરથી રજવાડી વારસાનો ટચ ધરાવતું હતું. તેની 'હાફડોર' સીસ્ટમને લીધે તમે કાચ ઉપર કે નીચે કરી અડધે સુધી ખુલ્લો કરી શકતાં. કોઈ અગત્યની ચર્ચા કે ગ્રુપ મિટીંગ માટે જરૂર પડ્યે પ્રાઇવેટ કેબીન પણ બની શકતી. ચોમાસામાં વરસતાં વરસાદની આછી વાછટની સંગત સાથે કોફીની ચુસ્કી રંગતમાં મારી ક્રિએટિવિટી પૂરબહારમાં ખીલી ઉઠતી. ઘણીવાર હું કલાકો સુધી અહીયાં બેસીને લખ્યા કરતો. આજે ...Read More

8

રેઈની રોમાન્સ - 8

પ્રકરણ 8 સોશ્યલ મારા સ્વંયવર અને આજની એક્ઝામને લઈને કેટલાય હેશટેગના ટ્રેન્ડમાં હતા. સવારે 10 થી 12 સુધીની આ ઓનલાઈન એક્ઝામના અમુક સવાલોએ ભારે વિવાદ પેદા કર્યો હતો. સ્વંયવર ઉમેદવારો પોતાના પેપરો સબમિટ કરી રહ્યા હતા. હું આરવની ઓફિસમાં બેઠી બેઠી સિલેકટેડ જવાબોને મોટી સ્ક્રિન પર નિહાળી રહી હતી. મોટાભાગના ઉમેદવારોએ તો મસ્તીમાં અમસ્તા જ ભાગ લીધો હોય એવું લાગતું હતું. તેમના જવાબ રુપે રજૂ થતાં વિચારોમાં સ્ત્રીની પોતાનાથી વધારે બુદ્ધિ, સમજદારી અને જ્ઞાન તેમનો ઇગો હર્ટ કરતી હોય તેવું દ્રશ્ય ઉપસતું હતું. અમુક જવાબો વાંચીને ખરેખર દુઃખ થતું હતું. એકવાર તો વિચારનું લખલખું સ્વયંવરના નિર્ણયની યોગ્યતાને ડગમગાવી ...Read More

9

રેઈની રોમાન્સ - 9

પ્રકરણ 9..... 'ફ્રેન્ડહાઉસ' સાગરિકા સાથે અહીંયા આવેલી. ત્યારથી આ જગ્યા ખૂબ ગમેલી. રાજકોટ જેવા સતત દોડતા શહેરમાં આવી શાંત અને નયનરમ્ય જગ્યા મળવી બહુ મુશ્કેલ છે. છેલ્લા ચારેક દિવસથી રોજ બપોર પછી ઝાપટાં જેવો વરસાદ આવી જતો. આવા માદક વાતાવરણમાં, આવું નશીલું એકાંત અને મનગમતો પુરુષ સાથે હોય પછી પુછવું જ શું ! કાલની દુઃખદ આંચકારૂપ ઘટનામાંથી બહાર નીકળતાં આખી રાતનો ઉજાગરો થયો હતો. એ બધું ભૂલીને મારું મન પ્રેમ કરવા અને મેળવવા માટે બેતાબ બની રહ્યું હતું. મને વરસાદમાં બિન્દાસ બનીને નાચવું બહુ ગમતું. પણ હજુ એવી તક મળી નહોતી. કુદરત સાથે એકાકાર થઇ જવું એ મારા માટે ...Read More

10

રેઈની રોમાન્સ - 10

પ્રકરણ 10 29 જૂન, 2020 મારો લખવાનો મૂડ આજે પણ જળવાઇ રહ્યો હતો. દિવાલનો ટેકો લઇ પગ લાંબા કરીને બેઠો હતો. ખોળામાં ઓશીકા ઉપર રહેલા કી- બોર્ડ પર આંગળીઓ વિજળીવેગે ફરી રહી હતી. બાજુમાં પડેલાં કપમાં ભરેલી ચા ઠરીને ઠીકરું થઇ ગઇ હતી. હવા ન મળવાથી અડધી સીગારેટ ઓલવાઇને સુમસામ પડી હતી. દિવાલમાં ટીંગાયેલા ટીવીની વિશાળ સ્ક્રીન પર શબ્દો 'રેઇની રોમાન્સ' નો એકભાગ બની પોતાને નસીબદાર માનતાં હતા. છેલ્લી ત્રણ રાતોથી હું સુતો નહોતો. ચાર દિવસમાં હું માંડ દસેક વખત ઉભો થયો હોઇશ. મને કામના સમયે ખાવા- પીવાનું કંઇ ભાન ના રહેતું. બે વખત ઓર્ડર કરેલા પીત્ઝા ...Read More

11

રેઈની રોમાન્સ - 11

રેઈની રોમાન્સ 11 હું મોટેભાગે નિર્જીવ રહેતો. સાવ પથ્થર જેવો. પણ જ્યારે સ્ટેજ પર આવતો ત્યારે મારા અભીનય અને ડાયલોગમાં લાગણીઓ નદીના પાણીની જેમ વહેવા લાગતી. બસ એ ક્ષણો પુરતી મારા પથ્થર દિલ પર સંવેદનશીલતા કબ્જો લઇ લેતી. હું ફકત આર્ટિસ્ટ નહોતો. હાર્ટિસ્ટ હતો. ક્રિએટિવ હાર્ટિસ્ટ. મારી અદાકારી પર દુનિયા ફિદા હતી. મારા અભિનયના ઓજસથી હું સહુ કોઈ મંત્રમુગ્ધ હતાં. હું જાણે ઈશ્વરમાં એકાકાર થતો હોય તેમ પાત્રમાં ખૂંપી જતો. મારું સમગ્ર પાગલપન પાત્રોમાં નિચોવાય જતું. જે મનેને નોર્મલ રહેવામાં મદદ કરતું. ACC..... આર્ટ ક્રિએશન કેમ્પસ. રાજકોટના બીજા રીંગરોડ પર ૫૦ એકરમાં આકાર પામેલો કલાસાધકો માટેનો આધુનિક રંગમંચ. કેમ્પસમાં ...Read More

12

રેઈની રોમાન્સ - 12

પ્રકરણ 12 ઇશ્વરીયા પાર્કમાં નવા વિકસેલી 'ફ્લાવર ગાર્ડન વેલી' ની સુંદરતા અદ્ભુત હતી. આજની આ ખુશનુમાં સાંજે ફૂલોની વોકસ્ટ્રીટમાં ચાલવાનો અાનંદ જ અનેરો હતો. મારી જોડે ચાલનાર એ નસીબદારની આવવાની ઘડીઓ ગણાઇ રહી હતી. આકાશમાં ઘનઘોર વાદળોને જોતાં હમણાં વરસાદ તુટી પડશે એવું લાગતું હતું. નવરા બેઠા મને વિચારોની ભુલભુલામણીમાં ખોવાઇ જવાની બહુ મજા પડતી. ઇશ્વરે સ્ત્રીને પણ કેવી કમાલની સર્જી છે. લગ્ન પછી એક જ ઝટકે બધું છોડી પોતાનું સમગ્ર અસ્તિત્વ બીજામાં ઓગાળી દેવાનું. પોતાની ઇચ્છાઓ મનના કોઈ ખૂણામાં ધરબી દઈ પતિના ઘરના નિયમો મુજબ પોતાની જાતને ...Read More

13

રેઈની રોમાન્સ - 13

લાઇફ સીક્યોર એજન્સી, હેડક્વાર્ટર. લાઇફ હાઉસ, મુંબઇ. સુલતાન શેખની ઓફીસનું આ હેડક્વાર્ટર હતું. ૭ ભાગમાં વહેંચાયેલા લાઇફ હાઉસમાં ૧૨૦૦ માણસોનો સ્ટાફ કામ કરતો હતો. દેશના કેટલાય નામાંકિત જાહેર તથા ખાનગી એકમો 'લાઇફ' ના સુરક્ષાચક્ર હેઠળ હતા. તેનો વિદેશમાં પણ સારો એવો પગપેસારો હતો. તેની સાથે કરાર કરતાં દરેક ક્લાયન્ટે પોતે દેશવિરોધી પ્રવૃતી સાથે સંકળાયેલા ના હોવાની ખાતરી આપવી પડતી. 'લાઇફ' તેના ક્લાયન્ટના અંગત હીતોની રક્ષા માટે ચુસ્ત સલામતી જાળવતી હતી. સુલતાનની તાકાત અને તેના નેટવર્કની બધાને ખબર હતી. માટે ઉંચી ફી હોવા છતાં સુલતાનને સ્ટાફમાં સતત વધારો કરવો પડતો હતો. અમુક સામાન્ય સુરક્ષા માટે તેને અન્ય કંપની જોડે કોન્ટ્રાક્ટ ...Read More

14

રેઈની રોમાન્સ - 14

સમય રાત્રીના ૨ વાગ્યે.... રાજકોટથી આશરે 20 km દૂર ઇન્ડસ્ટ્રીયલ ઝોન નજીક એક નાનકડું ગામડું આવેલું હતું. હજુ સુધી અહીંયા રાજકોટની શહેરી હવા પહોંચી નહોતી. રાત્રીનો ભેંકાર વાતાવરણને વધુ નિર્જન બનાવી રહ્યો હતો. તમરાના અવાજો ચારેબાજુ સંભળાય રહ્યા હતા. ક્યારેક કૂતરાના ભસવાના અવાજ પણ સંભળાય જતાં. ગામના પાદરથી દૂર અને મેઇન રોડથી ખાસ્સુ અંદરના ભાગમાં એક જુનું ઓઇલમીલ આવેલું હતું. જે બહારથી સાવ જુનવાણી અને ખંડેર જેવું લાગી રહ્યું હતું. મીલના પાછળના ભાગે પણ સ્થાનિક લોકોને જ ખબર હોય તેવો ખેતરાઉ માર્ગ પણ હતો. ક્યારેક અહીયાં માલ ભરેલા મોટા ટ્રકો આવતાં. ગામમાં બધા એમ માનતાં કે આ મીલ ...Read More

15

રેઈની રોમાન્સ - 15

પ્રકરણ 15 કોઇ લેખક માટે પોતાની પહેલી બુક સફળતા અને પ્રસિદ્ધિના નવા આયામો સર કરે પછી બીજી બુકનું મહત્વ શું હોય ? એ સફળતાને ટકાવી રાખવાનું ટેન્શન બહુ વધારે હોય છે. એવું જ ટેન્શન આજ રેવા સાથેની બીજી મુલાકાત અંગે અનુભવી રહ્યો હતો. એક તો તેને મુકેલી શરતો બહુ આકરી હતી. તેનું વ્યક્તીત્વ જોતાં એક જ મુલાકાતમાં તેનાં અંગે કશીક ધારણા બાંધવી બહુ મુશ્કેલ હતી. ' રેઇની રોમાન્સ ' ની સફળતા માટે થોડું પ્રેમનું નાટક કરવું પડે તો પણ મને મજુંર હતુ. જો વરસાદ આવશે તો..... મારી પાસે ગર્વમેન્ટની જેમ કોઇ પ્રીમોન્સુન પ્લાન તૈયાર નહોતો. ...Read More

16

રેઈની રોમાન્સ - 16

પ્રકરણ 16 એસ.ટી. બસપોર્ટ, રાજકોટ રીક્ષા બસ સ્ટેન્ડના ગેટ પાસે ઉભા રહી. મેં રંગબેરંગી છત્રી ખોલી પ્રથમ ડગલું બહાર મુક્યું. પગમાં પહેરેલા સાદા ચંપલ પાણામાં ગરકાવ થઇ ગયા હતા. બ્લુ જીન્સ અને પીળા કલરના રંગબેરંગી ફુલોવાળા ટોપમાં હું દેશી છોકરી જેવી લાગતી હતી.. સાદા રબર બેન્ડમાં બાંધેલા વાળ નીચેથી ખુલ્લા હતા. આંખોના ભાવ છુપાવવા ભણેશરી છોકરીને શોભે તેવા જાડી ફ્રેમના ચશ્માં પહેર્યા હતા. ખભે લટકી રહેલા પર્સ સાથે હું ધીમે ડગલે આગળ વધી રહી હતી. વિજળીના કડાકા સાથે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. પવનની ગતિ સામાન્ય કરતાં વધારે હતી. છત્રી હોવા છતાં હું અડધી પલળી ગઇ હતી. ચારેબાજુ ...Read More

17

રેઈની રોમાન્સ - 17

'દિવાન ફાર્મ'...... રાજકોટથી થોડે દૂર આ સુંદર જગ્યા આવેલી નાની ટેકરીઓથી ઘેરાયેલા આ 'દિવાન ફાર્મ' ની આસપાસનું વાતાવરણ અત્યંત શાંત હતું. ડી. પી. ગ્રુપના તમામ બિઝનેસનું આ ઇમરજન્સી હેડક્વાર્ટર હતું. 100 એકરના ગાઢ વૃક્ષોના કૃત્રિમ જંગલ વડે ઘેરાયેલું 'દિવાન ફાર્મ' પક્ષીઓના કલબલાટથી સતત ગુંજતું રહેતું. ફાર્મમાં બનાવેલા નાનકડા તળાવના ફરતાં કિનારે ૪૦ જેટલા રુમ, મેઈન બિલ્ડીંગ અને બે હોલમાં ફેલાયેલ તેની ખુબસુરતી કંઇક ઔર જ હતી. વિશાળ બગીચો રંગબેરંગી ફુલોની સુંગધથી સતત મહેકતો રહેતો. પક્ષીઓના કલરવથી આજની સાંજ વધુ રળીયામણી બની રહી હતી. આજની મીટીંગ માટે હોલને બદલે વનરાઇથી લચેલો બગીચો પસંદ કરવામાં આવ્યો હતો. દિવાન પંડિત ...Read More

18

રેઈની રોમાન્સ - 18

પ્રકરણ 18 સાગરિકા આજે મારી મહેમાનગતિ માણવા આવી હતી. 'ફ્રેન્ડહાઉસ' ની મુલાકાત પછી અમારી વર્ચ્યુઅલ દોસ્તી વધુ મજબૂત બની હતી. રૂબરૂ મુલાકાતો ક્યારેક જ શક્ય બનતી. પરન્તુ જ્યારે થતી ત્યારે એ વાતો અને ચર્ચાના ચકમકમાંથી ઝરતાં તણખા સાહિત્ય અને મીડિયાની દુનિયામાં આગ જરૂર લગાડતાં. આજે પણ આવો જ કંઈક માહોલ હતો. "બાબુ મોશાય, આટલીવારમાં તો મેગીનો વીડિયો બનાવી મારી ચેનલ પર અપલોડ પણ થઈ ગયો હોય. અને 1મિલિયન વ્યુઝ પણ મળી ગયા હોય." ફોન પાસે કામ લેતી સાગરિકા રસોડામાં આંટા મારી રહી હતી. "ઓયે હોયે..... આ જલપરી રેસિપી ચેનલ ચાલુ કરી.....! મને સમજાતું નથી લોકો તને સહન ...Read More