Rainey Romance - 6 books and stories free download online pdf in Gujarati

રેઈની રોમાન્સ - 6

રાજકોટના બીજા રીંગરોડ પરનું એ 'ડી.પી.હાઉસ'. ત્રીસ માળના વિશાળ બિલ્ડીંગ ફરતે દોરાયેલા ચીત્રો જોનારને અચંબીત કરી મુકતાં. તેનો આ કલાત્મક દેખાવ દર વર્ષે બદલાતો રહેતો. આની પાછળ દિવાન પંડિતનો કલાપ્રેમ જવાબદાર હતો.

40,000 કરોડની માર્કેટવેલ્યુ ધરાવતું 'દિવાનપંડીત' ગ્રુપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતાં ઉઘોગ એકમોમાનું એક હતું. શિપિંગ, ઈમ્પોર્ટ એક્સપોર્ટ, કેમિકલ, ટેકનોલોજી અને ફૂડ & એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જેવા અનેક સેકટરમાં આ ગ્રુપનો બિઝનેસ ફેલાયેલો હતો.1990માં અશોક પંડીત અને મહાવીર દિવાન નામના બે મિત્રોએ આનો પાયો નાખ્યો હતો.. બાર વર્ષ બાદ મહાવીર દિવાન એક રોડ અકસ્માતમાં રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા. અશોક પંડીત 2004માં આકસ્મીક રીતે મોતને ભેટ્યા. બંન્ને મીત્રોએ આ સાહસ પાછળ પોતાની બધી મુડી દાવ પર લગાવી દીધેલી. તેમની પ્રગતિની સફર અકલ્પનીય હતી. તેમના મૃત્યુ પછી કંપનીના રોકાણો અને તેની સંપતિ જોઇ કેટલાયના મોં માંથી લાળો ટપકવા માંડેલી. કંપનીનાં વિલમાં વારસદાર તરીકે કોઇ હેમલતાબેનનું નામ હતું. સાથે જ 'રેવા' નામની છોકરીનો ઉલ્લેખ હતો. રેવા 25 વર્ષની થાય ત્યાં સુધીમાં તેના લગ્ન કરાવી તેને સાચવવાની જવાબદારી હેમલતાબેનને સોંપવામાં આવી હતી. બંને મિત્રોએ બનાવેલું બીજું એક વિલ ત્યારબાદ ખોલવાનું રહેશે એવો પણ ઉલ્લેખ તેમાં હતો. આ વારસાઈ હક્ક વિશે બંન્ને મિત્રોના ફેમિલીમાંથી પણ કોઈને ખ્યાલ નહોતો.. 12 વર્ષ હેમલતાબેને જાતે જ જ સંચાલન કર્યું. વિલ મુજબ રેવાનો ઉછેર પણ કર્યો. છેલ્લા 7 વર્ષથી પોતાના પુત્ર રાજવીરસીંહને કંપનીનું સંચાલન સોંપી પોતે નિવૃત થઇ ગયેલા. રાજવીરસીંહની મહેનતને લીધે છેલ્લા પાંચ વર્ષમાં કંપનીની પ્રગતિ જોઇને કેટલાયની આંખો અંજાઇ ગઇ હતી. રાજવીરસિંહે પોતાનું નામ બદલીને દિવાન પંડિતની નવી ઓળખ ધારણ કરી હતી. વિલ મુજબ અત્યારે આ ગ્રુપની એકમાત્ર વારસદાર રેવા હતી. રેવાને આ વિશે સહેજ પણ અણસાર નહોતો. તે તો દિવાન પંડિતને જ પોતાના પિતા માનતી હતી. જે ઘણાને મંજૂર નહોતું.


રાજવીરસીંહ અત્યારે પોતાની બેનમુન ઓફીસમાં બેસી રાજકોટની રોનક નીરખતાં દિવાન હાઉસની ઉંચાઇ પર ગર્વ લેતાં હતાં. દસ વર્ષમાં પોતે ડીપીગ્રુપને પાયામાંથી ઉભુ કરી આકાશની ઉંચાઇઓ આંબતું કરી દીધું હતું. પણ શું સફળતા માટે અપવનાવેલો રસ્તો યોગ્ય હતો ? જે હોય તે પણ પોતે જ આ સફળતાના એકમાત્ર હક્કદાર હતા.


એટલામાં જ ઇન્ટરકોમ પર રીસેપ્શનીસ્ટે સુલતાનના આવવાના સમાચાર આપ્યા. રાજવીરે તેને અંદર મોકલવાની સુચના આપી. થોડીવારમાં ઓફીસનો ઓટોમેટીક દરવાજો ખુલ્યો.


૪૦ વર્ષીય બેઠી દડીનો ,ભરાવદાર મુંછો,ચકચકીત ટાલ અને ચહેરા પર અનેક ઘા ના નિશાન વાળો પુરુષ ધીમે પણ મક્કમ ડગલે ઓફીસમાં દાખલ થયો. તેની આંખો હવાના રજકણોમાંથી પણ સુરાગ શોધી લે તેટલી સતેજ હતી. સુલતાન શેખ ભારતીય જાસુસી સંસ્થા 'રો' ના અનેક સફળ મીશનોનો પડદા પાછળનો હીરો હતો. માનવ સ્વભાવ, મશીન અને અને ભાષા સાથે કામ પાર પાડવાની તેની આવડતે કેટલાય મનોવૈજ્ઞાનીકોને વિચારતાં કરી મુકયાં હતા. 'રો' માંથી નિવુત થઇ તેને શરુ કરેલી સુરક્ષા એજન્સીનું અત્યારે દેશમાં અત્યારે મોખરાનું સ્થાન હતું. ડીપી ગ્રુપ દસ વર્ષ તેની સેવા લઇ રહ્યું હતું. રેવા બાબતની રાજવીરસીંહની ચિંતાને લીધે સુલતાને તાત્કાલીક મુંબઇથી પ્લેન પકડી રાજકોટ આવવું પડ્યું હતું.


પોતાનો બ્લેઝર સરખો કરી ખુરશીમાં બેસતાં સુલતાન બોલ્યો "શું વાત છે દિવાન સાહેબ કેમ મુઝાયેલાં લાગો છો ?"


"સુલતાન હુ માણસ છું. બધો ટાઇમ થોડો ખુશ રહી શકું !!" દિવાન આછું હસ્યા.


" પણ આ ખોવાયેલું હાસ્ય પાછું લાવામાં હું કંઇ મદદ કરી શકું તો મને ગમશે." સુલતાન શબ્દોની રમતનો ખેલાડી હતો.


"સુલતાન હવે રેવાની ચિંતા થાય છે.તે પોતાનો ભુતકાળ જાણવા તલપાપડ બની છે. તેને પોતાની જર્નાલિસ્ટ ફ્રેન્ડ સાગરિકાની મદદથી આ કામ ચાલું પણ કરી દીધું છે. સાગરિકા વિશે તો તું જાણે જ છે...." દિવાન બોલ્યા.


સુલતાને થોડું વિચાર્યું. " તો દિવાનસાહેબ શું ઇચ્છે છે?"


"ઇતિહાસ કબરમાં એમ જ દફન રહે અને રેવાના લગ્ન ખુશથી પતી જાય. બોલ થઇ શકશે સુલતાન?" દિવાને કહ્યું.


રેવાનો જુસ્સો, તેની હોશીંયારી અને આપણા અમુક બાબતોમાં બંધાયેલાં હાથ જોતાં એ કોઇ કાળે શક્ય નથી. બીજા ખરાબ સમાચાર એ છે તમારા ભુતકાળના મડદા બેઠા કરવા હજુ એક વ્યક્તી તૈયાર થઇ રહી છે. પાક્કા રીપોર્ટ આવશે એટલે તને જણાવીશ."સુલતાને કહ્યું.


"સુલતાન મંત્ર પણ સક્રિય થઈ ચુક્યો છે. દાદીને રેવાના લગ્નની શું ઉતાવળ છે તે સમજાતું નથી. જો એ બધું બહાર આવશે તો ડીપી ગ્રુપની ઇમારતને કડકભુસ થતાં જરા પણ વાર નહી લાગે." દિવાન ચિંતામાં બોલ્યા.


"દિવાનસાહેબ, મને કામ અઘરું હોય તેમ વધું મજા આવે. અહીયાં આ કેસ જરા અટપટો છે. રેવાને તમારે રોકવી પડશે. કારણ કે એ કામ મારા સિધ્ધાંતની વિરુધ્ધ છે. બાકી બધું હુ હેન્ડલ કરી લઇશ. પણ આ લાગણીના સંબંધોની રમત છે માટે સફળતાની કોઇ ગેરેન્ટી નથી. એન્ડ હવેથી આ કેસ સીધો મારા અન્ડરમાં રહેશે." સુલતાને કહ્યું.


"સુલતાન મારે પણ થોડા પથ્થરદિલ બનવું પડશે. જાણ્યે - અજાણ્યે હું પણ હવે આ કહાનીનો એક ભાગ બની ચુક્યો છું." દિવાન થોડા હાશકારા સાથે બોલ્યા.


" દિવાન સાહેબ હવે હું રજા લઉં. હું મારાથી બનતાં પ્રયત્નો કરીશ.જતાં પહેલાં એક સલાહ આપતો જાઉં ' જીદંગીની બધી રમત બંધ બાજીએ રમી જીતી ના શકાય ક્યારેક બાજી ખુલ્લી કરવાની હીમ્મત કેળવવી પડે. સામેવાળો કદાચ હાર પણ માની લે.'કંઇ જરુર પડે તો ગમે ક્યારે કોલ કરજો." કહી તેને જવાની તૈયારી કરી.


સુલતાનની લગભગ ક્લાયન્ટ સાથેની મીટીંગ માંડ 15 મિનિટ ચાલતી. તે કોઇ પણ ક્લાયન્ટ સાથે ચા કે નાસ્તા વગરના ફક્ત પ્રોફેશનલ સંબંધ જ રાખતો. દિવાન તેને જતો જોઇ રહ્યાં


* * * * * * * * * * * * * * * *


આજે 20 જૂને સ્વંયવરના ઉમેદવારોની એન્ટ્રી ક્લોઝ થઈ ચૂકી હતી. કુલ 10,42,604 એન્ટ્રી આવી હતી. જે મારી કલ્પના બહાર હતું. આજની મિલેનિયમ જનરેશન 500 રૂપિયાની એન્ટ્રી ફી હોવા છતાં મને પરણવા આટલી આતુર હતી. આરવને પણ આ બધું મેનેજ કરવામાં પરસેવો વળી ગયો હતો. દેશ અને દુનિયાના મીડિયાનું હવે મારા સ્વંયવર તરફ ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું હતું. કેટલાંક પાપરાઝી પત્રકારો મારી દરેક મોમેન્ટ્સની ખબર રાખી રહ્યા હતાં. તેમની બાજ નજરને કારણે મારી ફ્રીડમ પર એક જાતનો અંકુશ આવી ગયો હતો.


"મી.આરવ, આ પરમ દિવસની એક્ઝામના 100 સવાલોનું જવાબ સાથેનું લિસ્ટ. આ 2 કલાકની ઓનલાઈન એક્ઝામનું ફોરમેટ તમને પહેલાં જ સમજાવી દીધું હતું. આમ છતાં એકવાર ચેક કરી કોઈ સવાલ હોય તો એનિટાઇમ પૂછજો. તમામ ડિટેઇલ્સ આ કવરમાં છે." મેં એક સીલબંધ કવર આરવને સોંપતા કહયું.


" મેમ, તમારી દીવાનગીનો નશો તમે વિચારી ના શકો એ હદે છવાયેલો છે. આ સ્વંયવરની માઉથ પબ્લિસિટી જ એટલી થઈ છે કે અમારે ફક્ત ફોરમાલીટી પૂરતું જ માર્કેટિંગ કરવું પડે છે. આ એક્ઝામને લીધે અમારું 80 % કામ આસાન થઈ જશે. આપ કેન્ડીડેટને મળવાનું ક્યારથી સ્ટાર્ટ કરવાના છો એ કહી દેજો. અને ગ્રાન્ડ દિવાન પાર્ટીની ડેટ પણ ફિક્સ કરી દો તો અમને મેનેજ કરવું થોડું ઇઝી રહેશે." હળવા સ્મિત સાથે આરવ બોલ્યો.


" મી, આરવ આપણે ટોટલ 1000 કેન્ડીડેટ્સને સિલેક્ટ કરવાના છે. આપણે નક્કી કરેલા માપદંડો મુજબ આંકડો વધુ આવે તો કહેજો. જરૂર પડે તો વધુ એક એક્ઝામ લઈ લેશું. મને આ એક્ઝામમાં સિલેક્ટ થયેલા કેન્ડીડેટ્સનું લિસ્ટ મોકલી આપજો. રિઝલ્ટ આવ્યા પછી આપણે પાર્ટીની ડેટ અને વેન્યુ ફિક્સ કરીશું. હવે કોઈ સવાલ ?" અમારી 45 મિનિટથી ચાલી રહેલી મિટિંગ પૂર્ણ કરતાં મેં કહ્યું.


" નો. મેમ. આપ જઈ શકો છો." આરવનું પ્રોફેસનાલિઝમ મને વિદાય આપતાં બોલ્યું.


આ 'સ્વંયવર' શા માટે ? મારી પાસે કોઈ જવાબ નહોતો. ઇન્ડિયા આવ્યા પછી મારી આખી લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ હતી. કેટલા અરમાનો અને આયોજનો હતાં. પ્રેમ વિશે કેવું કેવું વિચાર્યું હતું. પરન્તુ પ્રેમ કરવાનો તો શું એ વિશે વિચારવાનો પણ સમય મળશે કે કેમ ? એ હું નક્કી કરી શકતી નહોતી. આ બધાથી વિશેષ હજુ હું લગ્ન માટે મેન્ટલી તૈયાર જ નહોતી. મારા ચાલતા પગની સાથે મનની વિચારયાત્રા આરવની ઓફિસની બહાર વરસી રહેલાં ઝરમર વરસાદના સ્પર્શે અટકાવી. રસ્તા પર ગાડીનો દરવાજો મારા માટે ખુલી ચુક્યો હતો. પરન્તુ વરસાદના સ્પર્શે મારો મૂડ બદલાવી ચુક્યો હતો. જેનો અંદાજ ગાડીના ડ્રાયવરને આવી ચુક્યો હતો. એને આંખોના ઇશારાથી મારી રજા લીધી.


હું આજની આ વરસાદી સાંજે રસ્તા પર ચાલતી ચાલતી ભીંજાઈ રહી હતી. મારે આજે મન મુકીને ન્હાવું હતું. વાદળોની ગર્જના સાથે વીજળીના ધરતીને સ્પર્શતાં ચમકારા સાંજને વધુ ઘનઘોર બનાવી રહ્યા હતાં. હવે ઝરમર વરસાદ પોતાનું વર્ઝન અપડેટ કરી મુશળધાર વરસી રહ્યો હતો. હું પણ શાન, ભાન સાથે રસ્તા ભૂલીને મારા સહજરૂપે દિલ ખોલીને વહી રહી હતી. અચાનક મહિલા કોલેજના સ્વિમિંગપુલમાં ફેરવાયેલા અન્ડરબ્રિજને જોઈને મારી અંદરનું બાળક સજીવન થઈ ગયું. મનની મોજ તમને અણધાર્યા પર 'ટુ ડુ લિસ્ટ' ના મનગમતાં ડેસ્ટિનેશનની સરપ્રાઈઝ ગમે ત્યારે આપી શકે છે. મોબાઈલ યુનિ. પર સાંભળેલું આજે અનુભવ્યું. બધા મોજથી ધુબાકા મારી રહયા હતાં. એમની નિર્દોષ મસ્તી અને કુદરતને મનભરીને માણવાના મિજાજ આગળ ખુદને ક્યાં સુધી કાબુમાં રાખું ...! મેં પણ એક જોરદાર સિટી મારીને પાણીમાં છલાંગ લગાવી. આ સાથે જ હું પણ બધાની વચ્ચે હસ્તી મટીને મસ્તી કરતી થઈ ગઈ. કેટલાકે ઓળખવાનો પ્રયત્ન કર્યો. પણ પાણીથી તરબતર જુવાન છોકરીની અદાઓ,નખરાં અને નજાકત સામે પુરુષના વિચારો કેટલું ટકી શકે ? પરન્તુ પત્રકારોની નજર અને ફરજપરસ્તીથી હું ના બચી શકી. કાલની ન્યૂઝપેપરની હેડલાઈનમાં મારું આજનું આ કારસ્તાન છવાઈ જવાનું હતું એ નક્કી હતું.


હું...... સ્વંયવર અને આ રેઈની રોમાન્સ માટે.....હવે તૈયાર હતી. કારણે કે અત્યાર સુધી વિચારો અને જવાબદારીના બંધનમાં રહેલી હું આજે વહેવાનું શીખી ગઈ હતી.

To be continued........