Rainey Romance - 7 books and stories free download online pdf in Gujarati

રેઈની રોમાન્સ - 7

પ્રકરણ 7

ન્યારી ડેમ પાસે શાંત અને એકાંતપ્રીય વાતાવરણમાં આવેલું 'ફ્રેન્ડહાઉસ' મારી ગમતી મિટીંગ પ્લેસ હતી. આ બહુ પ્રખ્યાત અને મારું ફેવરિટ કોફીહાઉસ હતું. આ રાજકોટના બુદ્ધિજીવીઓ અને રિચકલાસ પ્રેમીપંખીડાઓનો અડ્ડો હતો. આખું કાચનું બનેલું હાઉસ અંદરથી રજવાડી વારસાનો ટચ ધરાવતું હતું. તેની 'હાફડોર' સીસ્ટમને લીધે તમે કાચ ઉપર કે નીચે કરી અડધે સુધી ખુલ્લો કરી શકતાં. કોઈ અગત્યની ચર્ચા કે ગ્રુપ મિટીંગ માટે જરૂર પડ્યે પ્રાઇવેટ કેબીન પણ બની શકતી. ચોમાસામાં વરસતાં વરસાદની આછી વાછટની સંગત સાથે કોફીની ચુસ્કી રંગતમાં મારી ક્રિએટિવિટી પૂરબહારમાં ખીલી ઉઠતી. ઘણીવાર હું કલાકો સુધી અહીયાં બેસીને લખ્યા કરતો. આજે ગરમ કોફીની ચુસ્કી લેતાં લેતાં ક્રાઇમ નોવેલ વાંચી રહ્યો હતો. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. આ વર્ષે ચોમાસું વહેલું બેસી ગયું હતું. થોડે દુર ડેમના કાંઠે પક્ષીઓના ઝુંડ કલબલાટ કરતાં વરસાદમાં નાહી રહ્યા હતા.તેમને જોઇ થયું કુદરતે સર્જેલ માનવી સિવાયના કોઇપણ જીવ કપડાં ના પહેરવા છતાં કેટલા સુંદર લાગતા હતાં.

મેં ઘડીયાળમાં જોયું પાંચ વાગવા આવ્યા હતા. હું રેવા અને સાગરિકાની રાહ જોઇ રહ્યો હતો. સાગરિકા સાથે મારી મુલાકાત તેની ન્યુઝ ચેનલ માટે આપેલા ઇન્ટરવ્યુ દરમીયાન થઇ હતી. આમ તો તે મારા લેખનથી પ્રભાવીત હતી. પરંતુ ઇન્ટરવ્યુ બાદ તે મારી હાર્ડકોર ફેન બની ગઇ હતી. ફેન કરતાં પણ વધારે તે એક લવીંગ એન્ડ કેરીંગ ફ્રેન્ડ હતી. અમે મેસેજ દ્રારા સંપર્કમાં રહેતાં. ઘણીવાર અનાયસે તો ક્યારેક સ્પેશ્યલ ડિનર કે આ રીતે કોફી માટે રેસ્ટોરન્ટમાં મળતાં. કોઈવાર બુક્સના રીસર્ચ માટે જરુર પડે તો તે મને અવશ્ય મદદ કરતી. કેટલીક પ્રખ્યાત હસ્તીઓ પાસે કળથી કામ લેવા તેને મારી જરૂર પડતી.

તેના વાંકડીયા વાળ મને બહુ ગમતા. તેના જેવી જ નાજુક ચશ્માંની ફ્રેમ પાછળ ટગર ટગર તાગતી આંખોના તેજથી બચવું મુશ્કેલ હતું.

તે થોડી નમણી અને ઉંચી હોત તો મારી ગર્લફ્રેન્ડના લીસ્ટમાં તેનું નામ ચોક્કસ હોત. આજે તે મને આસાનીથી ઓળખી ના જાય તે માટે મે થોડો વેશપલટો કર્યો હતો.
એટલામાં દરવાજા ખુલ્યો. એક સૌંદર્ય મહેક પ્રસરાવતું અંદર પ્રવેશી રહ્યું હતું.. તેને જોતાં જ કોફીનો કપ, મનના વિચારો અને આંખો બધું સ્થીર થઇ ગયું હતું.
તે એકદમ નમણી અને ગજબની સુંદર લાગતી હતી. સફેદ કલરના મોરપીંચ્છ ડીઝાઇનવાળા લોન્ગ સ્કર્ટ પર, આછું ભરત ભરેલો ગુલાબી કુર્તો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાડતા હતા. દરવાજાના હેન્ડલ પર ફરતા લીસ્સા અને લાબાં હાથમાં ઝુલતું નાનકડું પર્સ પણ ધ્યાન ખેચતું હતું. બીજા હાથથી તે હવામાં લહેરાતાં પોતાના ઘટાટોપ ખુલ્લા વાળને સરખા કરવાનો પ્રયત્ન કરી રહી હતી. તેના અડધા ચહેરા પર ફેલાયેલા સિલ્કી વાળને લીધે તેની કુદરતી નમણાશ અને નારી સહજ લજ્જાના ભાવો કોઇ જુદો જ નીખાર આપતાં હતાં. તે કોઇ ઇન્ટરનેશનલ મોડેલ જેવી સુકલકડી નહી પરન્તું ઓરીજનલ ભારતીય નારી જેવી ભરાવદાર અને તંદુરસ્ત હતી. એકવાર નજર પડ્યા પછી હટાવી ના શકો તેવા કુદરતી ઘાટીલા વળાંકોમાં મારું મન વારવાંર લપસી પડતું હતું. તેમાં પણ તેની સ્ત્રી સહજ કશીશ ભળતાં તેનું વ્યક્તીત્વ વધુ રહસ્યમય લાગતું હતું. તે બહુ રુપાળી નહી, પરન્તું સહેજ ભીનેવાન હતી. તેની ચાલમાંથી આધુનીકતાનો બીન્દાસ એટીટ્યુડ ટપકતો હતો. આજુબાજુ કોઇને શોધતી તેની આંખોમા રહેલી નિર્દોષતા અને મોં પર રમતાં આછા હાસ્યએ મને ઘાયલ કરી મુક્યો હતો. તે વેઇટર જોડે ટેબલ માટે વાતચીત કરી રહી હતી. મારું વ્યક્તીત્વનું સ્કેનીંગ મીટર તે રેવા હોવાની પાકી ખાતરી આપી ચુક્યું હતું.
થોડીવારમાં, તે મારી આગળના ટેબલ પર મારી સામે ચહેરો રહે તે રીતે ગોઠવાઇ. તે લાકડાંની કલાત્મક ખુરશી પર પોતાને સેટ કરી રહી હતી. જ્યારે હું નોવેલમાં તેને મારા કેરેક્ટર તરીકે સેટ કરવાની મથામણ કરી રહ્યો હતો. તે મોબાઇલમાં ગુંચવાઇ ગઇ. હું બુક્સ વાચવાનો ઢોંગ કરતાં તેની સુંદરતાને મનભરીને માણી રહ્યો હતો. તે અનાયસે મારી તરફ નજર ફેરવી લેતી હતી.
કોફી પુરી થતાં મે કોલ્ડ કોફી અને નાસ્તાનો ઓર્ડર આપ્યો. વેઇટ્રેસ જોડે આત્મીયતાથી વાતો કરતાં પહેલીવાર તેનું ધ્યાન મારી તરફ ખેચાયું. પણ જાણે મારે મન તેની કોઇ કીંમત ના હોય તેવી રીતે તેની તરફ નજર ફેંકી. તે સમસમી ગઇ.
જે માણસને તમે સૌથી વધુ નફરત કરી શકો તેને જ સૌથી વધુ પ્રેમ કરી શકો. છોકરીઓ સાથે આ નફરતને ક્યાં સ્ટેજે પ્રેમમાં લઇ જવી તેની મારી પાસે જોરદાર માસ્ટરી હતી. હજુ સુધી મને અટકાવી શકે એવી કોઈ મળી નહોતી. આ શોધમાં મારી ગર્લફ્રેન્ડો બદલાયા કરતી. હું તેને ઇગ્નોર કરવાના બહાને નોવેલ વાંચવાં માંડ્યો.
એટલામાં તેના ફોનની રીંગ વાગતાં તેને વાત કરી. અને દરવાજા સામે જોયું. તેના બંને હોઠે ઘાયલ કરી દે એવા સ્માઈલ સાથે હોઠોની આકાર બદલ્યો હતો. તે ઉભી થઇ ઝડપથી દરવાજા તરફ દોડી. સાગરિકાને જોતાં જ વર્ષો પછી કોઇ જુની સહેલીઓ એકબીજાને મળતી હોય તેમ હરખથી ચીચયારી પાડતી ભેંટી પડી. સ્વાભાવીક પણે બધાનું ધ્યાન તે તરફ ખેચાયું. પરંતુ તે બંન્ને કોઈની પરવા વગર દોસ્તીના સ્નેહમીલનમાં મસ્ત હતી.
મીલનનો ઉભરો શમતાં જ બંન્ને ટેબલ પર ગોઠવાઇ. "વાઉ સાગુ , યુ લુકીંગ હોટ એન્ડ ગોર્જીયસ ઇન કર્લી હેર એન્ડ આ તારી ચશ્માની ફ્રેમ કેટલી મસ્ત લાગે છે." રેવા બોલી.
સાગરિકા આમ પણ બહુ બોલતી. આજે તો એ થોડી ચુપ બેસવાની હતી. " અને તું કંઇ ઓછી માયા છો. દેશ આખો ગાંડો કર્યો છે તે.... સાથે મને પણ..... જેને ખબર પડી છે કે હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું તે બધા તને મળવા માટે મારું લોહી પી ગયી છે યાર. મને જ ખબર છે એ બધાને હું કેમ મેનેજ કરું છું."
રેવાએ ટેબલ પાસેનું હાફડોર ઓપન કર્યું. અને વરસતાં વરસાદના પાણીના અવાજને લીધે તેમની ચોખ્ખી અને ચટ સંભળાતી વાતો હવે અનુમાન આધારીત થઇ ગઇ. તેમને વેઇટરને બોલાવી ઓર્ડર આપ્યો.
મે થોડા કાન સરવા કર્યા. આંખો સતેજ કરી. પણ બધુ નિષ્ફળ. બહાર વરસાદનું જોર વધી રહ્યું હતું. થોડીવાર પહેલા નશીલો લાગતો વરસાદ હવે દુશ્મન બની બેઠો હતો. તેના પ્રત્યે સખત ચીડ ચડી. મનમાં ને મનમાં બે ચાર ગાળો આપી દીધી.
નાસ્તો કરતાં કરતાં તે બંન્નેની કદી ના ખુટનારી વાતોના અમુક અંશ ક્યારેક મારા કાને અથડાઇ જતા.અમુક વખતે રેવાનું મોં ગુસ્સાથી લાલ ટામેટાં જેવું થઇ જતું. રેવાના હાવભાવ મારી નાનકડી ડાયરીમાં કોડ લેગ્વેજ સ્વરુપે કેદ થઇ રહ્યા હતા. સાગરિકાએ પોતાની બેગમાંથી એક કવર કાઢી મીરાને આપ્યું. ત્યારબાદ વાતોનો આખો ટોન બદલાય ગયો. બંન્ને સહેલીઓ જુની યાદો તાજા કરતી હોય તેમ લાગ્યું. તેમાં ક્યારેક રેવાનો ખડખડાટ હસતો ચહેરો બાળક જેવો નિર્દોષ બની જતો. સાવ નિખાસલ અને સતત જોવ ગમે તેવો. તેમનો નાસ્તો પણ પુરો થઇ ગયો હતો. સાગરિકાએ બીલ માટે ઇશારો કર્યો.
મને લાગ્યું કે રેવાને ઇન્ટ્રો આપવાનો સમય આવી ગયો છે. મે મારું કામ શરું કરતાં રેવા સામે સતત એકટીશે જોવાનું ચાલું કર્યું. તેને કેરેક્ટરમાં કેદ કરવાનો સમય હવે આવી પહોચ્યોં હતો. મારી નજરોના બાણ સામે તે ક્યારેક તીરછી નજરે જોઇ લેતી. તેના ચહેરાના હાવભાવ હવે બદલાઇ રહ્યા હોય તેવું લાગ્યું. પણ મારી આંખોનો હુમલો સતત ચાલું જ હતો. હવે તો થોડી અસહજતા અનુભવતી હતી. એટલામાં વેઇટર આવ્યો. સાગરિકાએ બીલ ચુકવવાનો આગ્રહ કર્યો. બીલ બાબતની બંન્નેની મીઠી નોંકઝોંકને લીધે હું હસી પડ્યો.
અને બસ તેની સહનશીલતા જવાબ દઇ ગઇ. આખરે પાંચ મીનીટની મારી આંખોની મહેનત સામે તેની સહનશક્તી હારી ગઇ હતી.
તે ઉભી થઇ મારી પાસે આવીને બોલી."એ મીસ્ટર તમને કંઇ પ્રોબ્લેમ છે? ".
મે સહજભાવે કહ્યું " નહી તો? કેમ? ".
" તો ક્યારના મારી સામે શું ક્યારેય સુંદર છોકરી ના જોય હોમ તેમ ઘુરક્યા કરો છો? " તેનો વળતો પ્રહાર સ્વાભાવીક હતો.
" પણ તમને કેમ ખબર પડી કે હું સતત તમારી જ સામે જોઇ રહ્યો છું એન્ડ તમને કોણે કે તમે સુંદર છો !! "મને ખબર હતી મારે શું જવાબ આપવાનો હતો.
એટલામાં સાગરિકાએ અમારી વાતચીત સાંભળી પેમેન્ટ ચુકવી તરત મારી સામે જોયું " આકાશ, નાલાયક તું અહીયાં ? " તે મારા અવાજને લીધે mane ઓળખી ગઈ હતી.
હવે રેવા આશ્ચચર્યથી મારી સામે જોઇ રહી.
" હા સેગ, સ્ટોરી માટે કેરેક્ટની શોધમાં ફરતો હતો ત્યાં તારી આ દોસ્ત રેવા દિવાન પંડિત હોર્ડીગ્સમાં દેખાઇ ગઇ. હું તેનામાં રહેલાં મારા હિરો મિન્સ હીરોઇનના કેરેક્ટરના પ્રેમમાં પડી ગયો. એ બિલકુલ તારી ફ્રેન્ડ જેવું જ છે. હોટ એન્ડ...." મારું વાક્ય અધુરું રાખતાં બોલ્યો.
" ઓન્લી મીરા પંડિત, એન્ડ બે ચાર બુક્સ લખી નાખવાથી કંઇ લેખક નથી બની જવાતું મીસ્ટર ઉત્સવ પટેલ " તે ભવા નચાવતાં બોલી.
" ઓહો..... તો તમે પણ મને ઓળખો છો. ધેટ્સ સરપ્રાઈઝ ફોર મી. મને એમ હતું કે મારી રિચ તમારા જેવા રીચ પીપલ સુધી નહીં હોય. એન્ડ હું હજુ લેખક નથી બન્યો પણ હવે જો રેવાને ' રેઇની રોમાન્સ 'ના બંધમાં કેદ કરી શકીશ તો ચોક્કસ બની જઇશ." મે કહ્યું.
એટલામાં સાગરિકા બોલી " યાર ઉત્સવ મારી ફ્રેન્ડ પર તો લાઇન મારવાનું બંધ કર."
રેવાએ તેને અટકાવતા કહ્યું " રહેવા દે સાગુ, ઇન્ડીયામાં આવું ઘણું સહન કરવાની આદત પાડવી પડે છે."
" ડોન્ટ વરી મીરા હું બળાત્કાર નહી કરું અને આજની જેમ નજરથી તો ક્યારેય નહી. બસ આપણે થોડો સમય સાથે સ્પેન્ડ કરીશું. મને મારું કેરેક્ટર મળી જતાં યુ આર ફ્રી "હું ખુરશી પરથી ઉભો થતાં બોલ્યો.
તે હસતાં હસતાં બોલી " તું કમાલ છે યાર. હજુ મે હા પણ નથી પાડીને તું તો બધું પ્લાનીંગ પણ કરવા માંડ્યો."
" પણ તે ના પણ નથી પાડી. ઓકે એકવાર મને એક કલાક મળવાનો ચાન્સ આપ તને ૧ % પણ એ ડેટીગમાં મજા ના આવે તો મારી સ્ટોરી હું ત્યાં જ પુરી કરી દઇશ બસ. આ મારું પ્રોમિસ છે." મેં ચાન્સ લેતાં કહ્યું.
રેવાએ થોડીવાર વિચાર કર્યો. પછી સાગરિકા સામે જોયું."તું ક્યારેય નહીં સુધરે. રેવા તું હા નહીં પાડે ત્યાં સુધી આ તને નહીં છોડે. અને તું નહીં ઈચ્છે ત્યાં સુધી તારી છેડતી પણ નહીં કરે. આ નાલાયક એક જ મેટરમાં હોનેસ્ટ છે.પુનમ સાગરિકાની આંખોમાં રહેલો અનુભવ સાથેનો વિશ્વાસ બોલી રહ્યો હતો.
" ઓકે, મને મજુંર છે પણ મારી એક શર્ત છે.!! " રેવાએ સાગરિકાનું માન રાખતાં કહ્યું.
મે કહ્યું " શર્ત ? શું મળવા માટેના કોઇ નિયમો છે.!! "
" પરમ દિવસે સેમ પ્લેસ એન્ડ સેમ ટાઇમ. જો એ તમારી આખરી મુલાકાત નહી હોય તો તમને શર્ત વિશે સાભંળવા મળશે. જોઇ લઇશું. સ્ટોરીમાં કેટલો દમ છે." તે વ્યંગ સાથે જવાની તૈયારી કરતાં બોલી.
" રેવા દમ સ્ટોરીમાં નહી તેને લખનારમાં હોય છે. અને કદાચ એવું પણ બની શકે એ મુલાકાત પછી મને મેળવવા માટે તારે ભગવાન પાસે માનતા કરવી પડે." હું પુરા વિશ્વાસથી બોલ્યો. રેવાની આંખોનું અને ચહેરાનું હાસ્ય આ કામ કેટલું અઘરું છે એ સાબિત કરી રહ્યું હતું.
" ઉત્સવ તે આ વખતે સ્ટોરી માટે ખોટું કેરેક્ટર પકડ્યું છે. લખી રાખજે આ વખતો તું મરવાનો થયો છે." સાગરિકા વિદાય લેતાં બોલી.
" સેગ હું તને રાતે ફોન કરીશ.... તારી આ બેસ્ટ ફ્રેન્ડ માટે કંઇ ટીપ્સ તો આપજે " મેં થોડા ઉંચા અવાજે કહ્યું.
બંન્ને પાછળ ફરી મરક મરક હાસ્ય વેરતી મારી સાંજ ખુશનુમા બનાવી ત્યાંથી ચાલી નીકળી.

* * * * * * * * * * * * * *

રાત્રીના દસ વાગ્યે ......
સુરત સ્ટેશન પર રાજકોટ - મુંબઇ ફાસ્ટ પેસેન્જર ટ્રેન આવી પહોચીં હતી. બધા પેસેન્જર પોતાનો ડબ્બો શોધવા આમથી તેમ દોડાદોડી કરી રહ્યા હતા.પણ એક નમણા અને વાને સહેજ ઉજળા નવયુવાનની આંખોમાં ચમક આવી ગઇ હતી. લાંબા અને વાંકડિયા વાળ, નીલી ભુરી મદહોશ કરી દેતી આંખો અને એકદમ કસાયેલું કસરતી શરીર. ૫"૧૧ ની હાઇટ અને કોઇપણ છોકરીને ગમે તેવી ચહેરા પર પુર્ણપણે ઉગેલી આછી દાઢી.તે બેફીરાઇથી ચાલતો ચાલતો છેલ્લા ડબ્બા સુધી આવ્યો. ટ્રેનનાં છેલ્લા ડબ્બામાં રહેલા ગાર્ડ સાથે હાથ લાંબો કર્યો.
"ભનુભાઇ, નીરજે તમને વાત કરી હશે.રાજકોટ સુધીની રંગીલી સફરમાં મને હમસફર બનાવવા માટે." તેના અવાજમાં ગજબનું સંમોહન હતું.
ગાર્ડે આવકારો આપતાં હાથ લાંબો કરી તેને ઉપર ખેચ્યો."મારો દિકરો તમારા નાટકોનો ગાંડો ફેન છે. મેં પણ તમારા બે ત્રણ નાટકો જોયા છે. બોસ દમ છે તારામાં. મને થતું હતું તું ક્યા વેશમાં મારી સામે આવીશ."
" ભનુભાઇ, હું જરુર પડશે ત્યારે ઓરીજનલ વેશમાં પણ આવીશ. " તેને એક કાતીલ સ્માઇલ સાથે કહ્યુ.
એટલામાં ટ્રેનની વ્હીસલ વાગી. બંન્ને બાજુથી લીલીઝંડી મળતાં ટ્રેને પોતાની મંઝીલ તરફ ગતી કરવા માંડી. એ મુસાફરે ફોન પર નંબર ડાયલ કર્યો.
" હેલ્લો રેવા, હું નીકળી ચુક્યો છું તારી સાથે લગ્ન કરવા માટે........મારી ઈચ્છા તો નથી પણ મજબૂર છું. તને મળ્યા પછી બની શકે તું મારા વગર રહી ના શકે. જોઈએ તારી તકદીર તને ક્યાં સુધી મારાથી બચાવીને રાખે છે." રેવાના જવાબરૂપે કહેવાયેલા શબ્દોમાંથી અપશબ્દોના અગનગોળા ટ્રેન કરતાં પણ વધુ ઝડપે વરસી રહ્યા હતાં.
"બસ કર મીરા હવે કેટલો ભીંજવીશ તારા વહાલમાં. પ્રેમ કરવા માટે સૌથી પહેલાં નફરતની જરુર પડે છે. એટલે થોડી બચાવીને રાખજે. નહીં તો આ મંત્રના જાદુથી મુગ્ધ થતાં કોઈ રોકી નહીં શકે. તારી ગ્રાન્ડ દિવાન પાર્ટીમાં આપણી પહેલી મુલાકાતની સાક્ષી બનશે. ."આ સાથે જ ફોને નર્મદા નદીના પુલ પરથી પડતું મુકી આત્મહત્યાં કરી લીધી. કોને ખબર રેવા તેને મોક્ષ આપશે કે નહીં ...!

To be continued.......