Rainey Romance - 9 books and stories free download online pdf in Gujarati

રેઈની રોમાન્સ - 9

પ્રકરણ 9.....

'ફ્રેન્ડહાઉસ' સાગરિકા સાથે અહીંયા આવેલી. ત્યારથી આ જગ્યા ખૂબ ગમેલી. રાજકોટ જેવા સતત દોડતા શહેરમાં આવી શાંત અને નયનરમ્ય જગ્યા મળવી બહુ મુશ્કેલ છે. છેલ્લા ચારેક દિવસથી રોજ બપોર પછી ઝાપટાં જેવો વરસાદ આવી જતો. આવા માદક વાતાવરણમાં, આવું નશીલું એકાંત અને મનગમતો પુરુષ સાથે હોય પછી પુછવું જ શું ! કાલની દુઃખદ આંચકારૂપ ઘટનામાંથી બહાર નીકળતાં આખી રાતનો ઉજાગરો થયો હતો. એ બધું ભૂલીને મારું મન પ્રેમ કરવા અને મેળવવા માટે બેતાબ બની રહ્યું હતું. મને વરસાદમાં બિન્દાસ બનીને નાચવું બહુ ગમતું. પણ હજુ એવી તક મળી નહોતી. કુદરત સાથે એકાકાર થઇ જવું એ મારા માટે સહજરૂપે સાધ્ય હતું. મારા અભ્યાસને લીધે હું માનવસ્વભાવ અને ઇશ્વરની ખુબ નજીક રહેતી. એટલે ઘણીવાર લાગતું કુદરતની અમુક લીલાને ક્યારેય શબ્દો કે તસવીરોમાં ઝીલી ના શકાય.


આજે સવારથી જ મેં ડેટિંગ જેવા ઇન્ટરવ્યૂની શરૂઆત કરી દિધી હતી. હજુ કોઈને રૂબરૂ મળી નહોતી. બપોરે પાંચેક છોકરા સાથે ઓનલાઈન ડેટ પતાવી હું ચાર વાગ્યાની અહીંયા આવી ગઇ હતી. કલાકથી આ ગરમાગરમ કોફીનો નશો શ્વાસમાં ઘુંટી મારી જાતને તરોતાજા કરી રહી હતી. ઉત્સવના આવવાની રાહ જોતી હતી. એક ફ્રેન્ડના આગ્રહથી તેની બે બુક્સ વાંચેલી. મને બહુ ગમેલી. હું તેની ફેન બની ગઇ હતી. સાલો દિલ નીચોવીને લખતો. એકએક શબ્દમાં લાગણીઓ એટલી નીતરતી કે કેટલુંક ભીંજાવું એ નક્કી ના થઇ શકતું. તેને લખેલું બધું તે દીલ ફાડીને જીવી ગયો હોય તેવું લાગતું. મને એક જ મુલાકાતમાં તે પોતાના શબ્દો જેટલો બિન્દાસ અને બોલ્ડ લાગ્યો. સાગરિકા પાસેથી તેનો ભુતકાળ સાભંળી મને તેના પ્રત્યે માન થઇ આવેલું. મેં તેને મળવા માટે કેમ હા પાડી એ જ હું સમજી શકતી નહોતી. તેના પ્રત્યે હું એક અજીબ આકર્ષણમાં ખેંચાતી જતી હતી. ન સમજાય તેવું અને ન સહેવાય તેવું. હા એ પ્રેમ તો નહોતા એ વાત ચોક્કસ હતી.
એટલામાં તે દરવાજે દેખાયો. અડધો ભીંજાય ગયેલો બેફીરાઇથી પોતાના વાળમાંથી પાણી ખંખેરતો હતો. તેની હાઇટ કદાચ ૫"૧૧ હશે. મધ્યમ બાંધો, ઘવવર્ણી ચામડી, પુરુષાતનના હોર્મોનની ચાડી ખાતી અડધા ગાલ પર ફેલાયેલી આછી દાઢી. તેની આંખોમાં કોઇ રહસ્યમય ચમક હોય તેવું લાગતું. તેના ચહેરાની સેક્સ અપીલ ગજબ હતી. બાકી તેનામાં કપડાં પહેરવાની કોઇ સૂઝ નહોતી. મને તે કોઇ જીપ્સી જેવો લાગતો હતો. આજે પણ તે કદાચ રેગ્યુલર પહેરતો હશે તેવું જીન્સ અને ટીશર્ટ પહેરીને આવ્યો હતો. પગનાં સાદા ચપ્પલ પહેરેલો તે હાથમાં ચાવી ઝુલાવતો મેનેજર સાથે કંઇ વાતો કરી રહ્યો હતો. સાલો મને મળવા આવ્યો છે કે મેનેજરને ? મને થોડું લાગી આવ્યું.
થોડીવારમાં તેને મારી સામે આરામથી ખુરશીમા પડતું મુક્યું. મે કંઇ બોલ્યા વિના હાથની ઘડીયાળ નીરખી રોષભરી નજરે તેની સામે જોયું.
" આ કંઇ તારું અમેરીકા નથી. અહીંયા તો તમે જેમ મોડા આવો એમ તમારી વેલ્યુ વધે. પણ હું તો આ વરસાદને લીધે મોડો પડ્યો. સાલું પ્રેમમાં ક્યારેય ભીંજાયો નથી એટલે લપસવાની બહુ બીક લાગે. માટે ધ્યાનથી ચાલવું પડે. કારણ કે એકવાર લપસ્યા પછી ઇજા કેટલી ગંભીર હોય એ કંઇ કહેવાય નહી." આટલું બોલી તેને પાછળના ખીસ્સામાંથી ચીમાળાય ગયેલું લાલ ગુલાબનું ફુલ કાઢી મારી સામે ધર્યું.
"તું મહાનાલાયક છે તને છોકરીઓ સાથે કેમ વાત કરાય, કેવી રીતે વર્તાય એની સહેજ પણ તમીઝ નથી." હું મનમાં ખુશ થતી પણ તેની સામે ગુસ્સાનો દેખાડો કરતાં બોલી.
" અરે યાર, મનેપેલાં આર્ટીફીશયલ બુકે નથી ગમતાં. તારા માટે છ ફુટ ઉંચી વંડી ઠેકી કોઇના ઘરમાંથી ચોરીને લાવ્યો છું. મને તો એમ કે તું કેટલી બધી ખુશ થઇશ. એને બદલે તું મોં મચકોડીને બેસી ગઇ." તે સહજપણે બોલ્યો.
તે આવું કેવી રીતે કરી શકે એ હું સમજી શકતી નહોતી. મેં અચકાતાં અચકાતાં તે ફુલ લીધું.
"આ બધી નૌટંકી શા માટે ?" હવે હું પણ તેની ભાષામાં વાત કરવા લાગી.

" મારે તારી પાસેથી ટુંકા ટાઇમમાં કેટલું કામ લેવાનું છે એની તને ખબર નથી. ઇન્ડીયમાં બધા કામ માટે લાંચ આપવી પડે. છોકરીઓ સાથે થોડા પ્રેમભર્યા શબ્દો અને રોમેન્ટીક સપનાઓનો દેખાડો કરતાં આવડે એટલે બધા ક્લિઅરન્સ મળી જાય." તે મારી આંખો સાથે વાત કરતાં બોલ્યો.


મને તેની હીમંત માટે માન થઇ આવ્યું. "મે તારા જેવો નફફ્ટ છોકરો હજુ સુધી જોય નથી. ને તને એવું લાગે છે હું તારી આવી વાતોમાં આવી જઇશ અને તું કહીશ એ કરવા માટે તૈયાર થઇ જઇશ. કંઇક તો સારી રીતે વાત કર જે મને સાભંળવાની મજા આવે."
એટલામાં તેને ઓર્ડર દીધેલી કોફી આવી ગઇ. તેના માટે સ્પેશ્યલ અને મારા માટે કોલ્ડ કોફી આવી હતી. તે ઘણીવાર સુધી કોફી પીતાં પીતાં મારી સામે જોતો સાવ ખામોશ બેઠો રહયો. મને ખુબ ગમ્યું. કદાચ પ્રેમ થવા માટે જરુરી એવી મૌનની ભાષાથી અમે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. અડધી કોફી પુરી થતાં તેને કઇંક સુઝ્યું. તેને મને કોફી ટેબલ પર1મુકવા કહ્યું. પછી મારા બંન્ને હાથની આગળીઓ બહુ નાજુર રીતે પકડી. ના તો હું તેનો વિરોધ કરી શકી કે ના તેને ના પાડી શકી. પછી તેને ગળું ખંખેરી કોઇ મહાન ગાયકની અદાથી શરું કર્યું.
ફોરા જેવો તારો પ્રેમ,
સતત મને ભીંજવતો રહે છે...
અનરાધાર જ્યારે વરસે છે ત્યારે,
રીજવતો રહે છે...
દરેક બુંદ તારા પ્રેમની,
અમીધારા લાગે છે...
વાદળોની ગર્જના પણ જોને,
એકરાર જેવી લાગે છે...
તરસ્યા પછીનો વરસી પડતો તારો પ્રેમ,
અંગે અંગ ભીંજવી દે છે...
વરસ્યા પછી ઉગી નીકળતો મારો પ્રેમ,
અંગે અંગને ખીલવી દે છે...
બસ તારો આજ વરસાદી પ્રેમ મને
જીવાડતો રહે છે.......
મને જીવાડતો રહે છે.........
તારા જેવી હોટ્ટી ગોટ્ટીને જોઇ કવિતા ના સૂઝે એવું થોડું બને. કેમ બાકી મસ્ત છે ને ?" તેને પોતાનો ટ્રેક બદલ્યો હતો.
મારા હાથ છોડાવી તેના કપાળ પર હળવેકથી આંગળીઓ મારતાં બોલી. "બુધ્ધુ હજુ આપણે પ્રેમમા પડ્યા નથી. માટે આવી મજાની કવિતાઓ એના માટે બચાવીને રાખ. અને આ કવિતા તે તો નથી જ લખી એ હું ગેરેન્ટીથી કહી શકું." મે પાછું કોફી પીવાનું શરું કર્યું.
તેની ચોરી પકડાઇ ગઇ હોય તેમ બોલ્યો" હા મારી એક દોસ્ત જિજ્ઞા પટેલને અડધી રાતે ઉંઘમાથી ઉઠાડીને લખાવી છે. તેને પણ મારા પ્રેમ માટે કેટલી મહેનતથી લખી આપી."
હું મનમાંને મનમાં હરખાઇ રહી હતી. મારો ચહેરો ફુલગુલાબી બની ગયેલો હું અનુભવી શકતી હતી. કારણ કે ઘણા સમય પછી આજે હું બહુ ખુશ હતી. તે સતત મારી સામે જોઇ રહ્યો હતો. પણ તેની નજરમાં વાસનાનો અંશમાત્ર નહોતો. એક બાળકની જેમ તે નિર્દોષ ભાવે મારામાં કંઇક શોધી રહ્યો હોય તેવું લાગતું હતું. તેની આ નજરકેદમાં હું મને સલામત મહેસુસ કરી રહી હતી.
મે કોફી પુરી કરતાં કહ્યું "શું આમ ક્યારનો મારી સામે ડોળા ફાડીને જોયા કરે છે.?"
"કંઇ નહી વિચારું છું કોઇ છોકરી તારા જેવી કેવી રીતે હોઇ શકે ? આઈ મીન પરફેક્ટ ફોર એવરીમેન. છોડ આ બધું તને અત્યારે નહીં સમજાય. હું તારા જોડે રોમાન્સ ક્યાંથી શરુ કરવો એ નક્કી નથી કરી શકતો." તે હજું કંઇ ગડમથલમાંમાં હતો.
મે ખબર હોવા છતાં પણ મુદ્દાની વાત કરતાં પુછ્યું." બોલ મને અહીંયા શા માટે બોલાવી ?"
તે અચરજથી મારી સામે જોઇને બોલ્યો" હું એક નોવેલ લખું છું. એનું નામ છે 'રેઇની રોમાન્સ' બહુ મહેનત કરવા છતાં પરફેક્ટ સબજેક્ટ મળતો નહોતો. પણ જ્યારે રસ્તા પરના હોર્ડીગમાં તારું બિન્દાસ હાસ્ય જોયું ત્યારે એવું લાગ્યું બસ હવે આ જ.... બીજું કશું નહી. આપણે આ રીતે મળતાં રહીશું. નોર્મલ વાતચીત કરીશું. ક્યારેક જરુર પડશે તો હું સવાલ પુછીશ. તારા વિશે,તારી લાઈફ વિશે અને બીજા કેટલાંક ખાસ સવાલો. બસ આવી રીતે મારે જે જોઇએ તે હું મેળવી લઇશ. અને હા હવે તમારા સ્વંયવરવાળી જ સ્ટોરી મારા પન્નામાં હું કેદ કરીશ પણ એનો એન્ડ તારા પહેલા હું લખીશ."
" જો હું ના પાડું તો ?" મે તેને માપતાં કહ્યું.
" તો મારે આત્મહત્યા કરવાનો વારો આવશે. કારણ કે તારા લગ્નના દિવસે જ મારી બુક લોન્ચ થવાની છે. તેનું માર્કેટીગ પણ શરુ થઇ ચુક્યું છે અને એડવાન્સ બુકીંગ ટૂંક સમયમાં શરૂ થશે. મને પરફેક્શન ના મળે ત્યાં સુધી હું બુકને માર્કેટમાં લોન્ચ નહીં કરું. ગઇકાલની એક્ઝામ પછી ઇન્ડીયાના ફેન ફોલોઅર્સનો તો તને થોડો ખ્યાલ આવી ગયો હશે.. તું વિચારી શકે ને અત્યારે હું કેટલા દબાણ હેઠળ કામ કરતો હોઇશ. હા હું તને ફક્ત વિનંતી કરી શકું મદદ કરવા માટે. બાકી તારી મરજી. આ મદદ માટે તારી જે પણ શર્ત હોય તે મને મજુંર છે." તે હવે ચિંતાગ્રસ્ત હતો.
અમારા બંનેની કોફી હવે પુરી થઇ ચુકી હતી. વાતો હવે મુદા્ની ને ગંભીર બની રહી હતી. બહાર વરસાદ સાથે પવનનું જોર પણ ખાસ્સું વધતું જતું હતું. આ તબક્કે તેની સામે શર્ત મુકવી કે નહી હું નક્કી નહોતી કરી શકતી. આમ પણ તેના માટે થોડો સમય કાઢી શકું તેમ જ હતી. મને સતત કામ વચ્ચે થોડો ચેન્જ મળતો રહે એ જરૂરી હતું. મને તેની કંપનીમાં મજા આવવા લાગી હતી. કદાચ પહેલીવાર કોઇ પોતીકું હોય તેવું લાગ્યું.
હું થોડીવાર વિચાર કરીને બોલી " ઓકે મને તારી સ્ટોરીમાં કેદ થવું ગમશે. પણ જ્યા મને નહી ગમે ત્યાંથી હું અટકી જઇશ. અને હા તારી સ્ટોરી પુરી થાય. ત્યારબાદ હું તેને ઓકે કરીશ પછી જ તું પબ્લીશ કરી શકીશ."
" મીરા તું વધુ પડતી આકરી શરતો મુકી રહી છે. યાર આખી બુક પાછળ જીવ રેડી દીધા પછી તને ના ગમે તો મારે શું એને ફાડીને ફેકી દેવાની ?" તે આક્રોશ સાથે બોલ્યો.
" એકવાર નહી સાત વાર ફાડીને ફેકવી પડશે. તારે લખવું છે. હું તો તને મારી બાયોગ્રાફી લખવા માટે નથી કહેતી. હું જ્યારે મારા લાઇફના સિક્રેટ તારી સાથે શેર કરતી હોવ ત્યારે એની યોગ્ય રજુઆત પણ થવી જોઇએ. હજુ મે મુખ્ય શર્ત તો મુકી જ નથી. વિચારી લે નક્કી તારે કરવાનું છે." મે કહ્યું.
" ભલે મારી મા મને તારી બધી શર્ત મજુંર છે. તું જે કહે તે બધું કરવા હું તૈયાર છું. પણ હું પુછું એ બધા સવાલોના જવાબ તારે આપવા પડશે." તે નિરાશ થઇ બોલ્યો.
"હું તને મારા પર્સનલ નંબર પરથી મેસેજ કરીશ. નેકસ્ટ ટાઇમ મળવાનું થશે ત્યારે હું એગ્રીમેન્ટ પેપર સાથે લેતી આવીશ. એના પર સહી કરીશ પછી જ તારો 'રેઇની રોમાન્સ' આગળ વધી શકશે. એન્ડ હું તારા દરેક સવાલ નો જવાબ આપવા માટે બંધાયેલી નથી." હું મારા પાસા ગોઠવી રહી હતી.
" મીસ મીરા, આટલી વાતચીત પછી પણ જો તમને એગ્રીમેન્ટ પેપર સાઇન કરવા જરૂરી લાગે એટલો વિશ્વાસ ના હોય તો 'રેઇની રોમાન્સ' જાય*** . જરુરી નથી કે તું હશે તો જ એ પુરો થશે. થેક્યુ મારા માટે આટલો ટાઇમ આપી મને સહન કરવા બદલ." તે ગુસ્સાથી લાલચોળ બની ગયો હતો.
" સાગરિકા કહેતી હતી આ દુનિયામાં તારા જેવો દોસ્ત મળવો અતિ મુશ્કેલ છે. આજે તેનું સાચું કારણ મને સમજાય ગયું. કુલ ડાઉન ડીયર, મારે તો એ ચેક કરવું હતું સ્ટોરી માટે તું કંઇ હદ સુધી જઇ શકે છે. તું વાસ્તવીકતા જોઇ થોડો પ્રેક્ટીકલ બન. દુનિયામાં બધા લોકો તારા વિશ્વાસને લાયક નહી હોય. પણ એગ્રીમેન્ટ તરીકે તારે મારી સાથે પાક્કી દોસ્તીનું પ્રોમિસ આપવું પડશે." મે તેની સામે હાથ લંબાવ્યો. તેનો ગુસ્સો પળવારમાં ગાયબ થઈ ગયો હતો.
તેને મારો એ નાજુક હાથને હાથમાં લઇ તેના પર હળવું ચુંબન કર્યું " ફોર અવર સ્પેશયલ રીલેશન" તે ફરીથી પાછો ઓરીજલન નાલાયક બની ગયો હતો.
" હું તને આટલી છુટછાટ લેવા દઉ છું અને તારી સાથે આટલી ફ્રેન્કલી રહું છું એટલે તું એમના સમજતો કે હું તારા પ્રેમમાં છું." મે ગુલાબી ગુલાબી થતાં કહ્યું.
“ તો તું મને પ્રેમ કરવાનું પણ વિચારે છે એમને. તેને ફરીથી મારા હાથ પર કિસ કરી.પછી બહુ નજાકતથી ટેબલ પર મુકયો. તું ભલે ન્યુરો સાયન્સની માસ્ટર હોય પણ લાગણીની બાબતમાં એ સ્ટડી કશું કામ નહીં આવે. વ્યક્તીની બોડી લેગ્વેંજ અને આંખો ક્યારેય ખોટું ના બોલી શકે. સિવાય કે અતી આકરી તાલીમ પામેલા ખંધા જાસુસ હોય. અત્યારે વારે ઘડીએ બદલાતાં રહેતાં ચહેરાના હાવભાવ વગર કહ્યે ઘણું જણાવી દે છે.
તે સાચો હતો. હું કોઇ સામાન્ય છોકરીની જેમ જ શરમથી લાલચટ્ટક બની ગઇ હતી. મને ઉભા થઇ જોરથી તેને વળગી પડવાનું મન થયું. પણ મેં મારા પર માંડ કન્ટ્રોલ કર્યો. અને કહ્યું " લાગે છે તું ગર્લ્સને સારી રીતે જાણે છે પણ ઓળખી શકતો નથી."
તે ઉભો થતાં બોલ્યો " હવે તારી કંપનીમાં રહી ઓળખવાની કોશીશ પણ કરી જોઇશ. મને તારો નંબર મેસેજ એટલે તને આપની નેક્સ ડેટની તારીખ અને ટાઇમ જણાવી દઇશ."
" તું મારી સાથે ફ્લર્ટ કરે છે અને મારી સાથે મેરેજ કરવાના સપના જુએ છે." મે ઉભા થતાં પ્રેમભર્યો ગુસ્સો કર્યો.
" જેને ફ્લર્ટ કરતાં ના આવડે એ અસલી મર્દ ના કહેવાય. આખું ગામ તારા માટે ગાડું છે તો હું પણ કેમ એકાદ ચાન્સ ના લઉ ? પાછું મારી સ્ટોરીમાં રોમાન્સ પણ આવે છે. એ રીયલ લાગે માટે આવી થોડીક પ્રેમભરી મસ્તી પણ થતી રહેવી જોઇએ." તે હવે અસલી મુડમાં આવી ગયો હતો.
મોબાઇલમાં જોયું આરવના ચાર મીસ કોલ હતા. બાપ રે સાડા છ વાગી ગયા હતા. દોઢ કલાક કેમ વીતી ગયો કંઇ ખબર ના પડી." ઉત્સવ એ બધી મસ્તી આપણે પછી કરીશું. હું અત્યારે જાવ છું મારે મોડું થાય છે."
હું ઉભી થઈ ચાલવાનું શરુ કરું ત્યાં જ તે બોલ્યો " મીરા તને લાગતું નથી તું કંઇક ભુલે છે."
હું અટકી. મે આજુબાજુ જોયું. પર્સ પણ ચેક કર્યું. પણ કંઇ સમજાયું નહી. હા કોફીના પૈસા દેવાનુ તો હું ભુલી જ ગઇ હતી. મે પર્સમાં હાથ સરકાવ્યો.
"કોફીના તારા પૈસા તો કોઈ આમ પણ નહી લે. રહેવા દે. આ બીજું જ કંઇ છે." તે ઉખાણા જેવી ભાષામાં બોલ્યો.
" અરે શું ભુલાય છે ? યાર,જલ્દી બોલ મારે મોડું થાય છે." હવે મારાથી રાહ જોવાતી નહોતી.
તે ઉભો થઇ મારા કાન પાસે મોં લાવી હળવેકથી બોલ્યો " ગુડબાય કિસ "
" જનાબની ડીમાન્ડ તો બહું ઉંચી છે. બાય ધ વે, આવી માગણી કોઇ મુર્ખ જ કરી શકે. લાઇફમાં બધું પ્રેમથી મળે તેમાં કંઇ મજા નહી, અમુક ખાસ યાદો ચોરી કરી છીનવી લેવાની હોય." અહીંયા જાહેરમાં તે હવે વધુ કંઇ પ્રેમભર્યું અડપલું કરે તે પહેલાં હું શરમના શેરડામાં છુપાઇને ત્યાંથી ચાલી નીકળી.

ખબર નહી પણ કેમ હું તેને છોડવા માંગતી નહોતી. તે અત્યારે મારા સ્વયંવરનો રજીસ્ટ્રેશન વગરનો મને સૌથી વધુ ગમતો ઉમેદવાર હતો. કદાચ મને પ્રેમ ના થાય તો તે મારો લાસ્ટ ઓપ્શન બની શકે તેમ હતો !



To be continued...........