ચાલને, ક્ષિતિજ જઈએ...

(35)
  • 20.8k
  • 5
  • 6.3k

“સાંભળ, એ કમિટેડ છે, મારાં સૂત્રો અને નેટવર્ક વિશે તો મેં તને કીધેલુને , એ અમારા બાજુની જ છે એટલે માહિતી મળી ગઈ, કેટલાક ફ્રેન્ડ્સ કૉમન છે,એમણે કીધું કે એ કમિટેડ છે અને એકદમ સ્ટ્રોંગ બોન્ડ્સ છે બેઉનાં, પેલો એન્જિનિરીંગમાં છે ને લગભગ બે વર્ષ ઉપર થઇ ગયા હશે બંનેને, મારા ખ્યાલથીબેઉના ઘરે પણ આ વાત ખબર છે….હલ્લો, ભાઈ કાંઈ બોલ તો ખરો, સાંભળે છે ને તું ! ભૂલી જા, બીજી કોઈને શોધ, પેલીની વાત કરતો હતો ને તું કે કલાસમાં પ્રેકટીકલ્સમાં તારી જોડે બો પંચાત કરે, એના વિશે કઈ વિચારજે, ચાલ તારા નસીબ બી મારા જેવા વાંકા છે, મને લાગતું નહિ એમાં તારા કોઈ ચાન્સીસ હોય, ચાલ ધ્યાન રાખજે! સોમવારે મળીયે.” સામેથી ફોન કપાઈ ગયો, પણ આકાશ હજુય એને કાને ધરીને શંકરભગવાનના પોસ્ટર સામે ઉભો હતો.

Full Novel

1

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 1

“સાંભળ, એ કમિટેડ છે, મારાં સૂત્રો અને નેટવર્ક વિશે તો મેં તને કીધેલુને , એ અમારા બાજુની જ છે માહિતી મળી ગઈ, કેટલાક ફ્રેન્ડ્સ કૉમન છે,એમણે કીધું કે એ કમિટેડ છે અને એકદમ સ્ટ્રોંગ બોન્ડ્સ છે બેઉનાં, પેલો એન્જિનિરીંગમાં છે ને લગભગ બે વર્ષ ઉપર થઇ ગયા હશે બંનેને, મારા ખ્યાલથીબેઉના ઘરે પણ આ વાત ખબર છે….હલ્લો, ભાઈ કાંઈ બોલ તો ખરો, સાંભળે છે ને તું ! ભૂલી જા, બીજી કોઈને શોધ, પેલીની વાત કરતો હતો ને તું કે કલાસમાં પ્રેકટીકલ્સમાં તારી જોડે બો પંચાત કરે, એના વિશે કઈ વિચારજે, ચાલ તારા નસીબ બી મારા જેવા વાંકા છે, મને લાગતું નહિ એમાં તારા કોઈ ચાન્સીસ હોય, ચાલ ધ્યાન રાખજે! સોમવારે મળીયે.” સામેથી ફોન કપાઈ ગયો, પણ આકાશ હજુય એને કાને ધરીને શંકરભગવાનના પોસ્ટર સામે ઉભો હતો. વાચાળ એવા આકાશના મોઢામાંથી એક પણ શબ્દ નીકળી રહ્યા નહોતા. “આજે બૌ જ કાઠી ભૂખ લાગી છે અને સંજુભાઈની મેસમાં કૈક સારું બન્યું હશે” એવી આશાએ નીકળેલ પણ હવે જાણે ...Read More

2

ચાલને, ક્ષિતિજ જઈએ...- પ્રકરણ 2

“આ કોણ છે ? વાહ કેટલી નિર્દોષ આંખો છે”, આકાશની હિમ્મત નઈ થતી કોઈ જોડે વાત કરવાની એટલે એ જ વાતો એકલો-એકલો કરતો. એ આંખો ની એનાટોમી જોવા ભીડ ની નજીક ગયો. અલા, આતો કાલે આવી એજ છે”.ખબર નઈ શું ભણાવ્યું હશે ક્લાસમાં, પણ આજે એ નિર્દોષ આંખોએ કોઈનું કતલ જરૂર કરી દીધું હતું. પુરા એક કલાક બસ એને જ જોયા કર્યો, ક્યારેક આ બાજુથી ડોકિયું કરે તો ક્યારેક પેલી બાજુથી. એને નજીક આવેલો જોઈને આજુબાજુ ની છોકરીઓ જરાક દૂર ખસી ગયેલી. ખેતરમાં ઉભેલા એ એકલાં બેજાન ચાડિયામાં આજે જીવસંચાર થયો હતો, એને તો આજે આ નવાં પારેવડાં જોડે ઉડી જવું હતું, એની પાસે જવું હતું, એને કહેવું હતું કે આ તારી આંખો ગુનેગાર થઇ ગઈ છે, અને તને ઉમરકૈદ કરી દેવું છે. ગમે તેમ હિમ્મત ભેગી કરીને એ પાસે ગયો ત્યાં તો ક્લાસ પૂરો.બધા છૂટી ગયા. ઓહ, યાર! ક્લાસ કેમ આટલો નાનો ચાલ્યો આજે. હજુ તો ઘણું ભણવું હતું મારે, આ એનાટોમી વાળા ખાલી ૩ જ કલાક કેમ ભાણવતા હશે, હજુ થોડું ભણાવી દેતે તો લંકા નઈ લૂંટાઈ જતી એમની. છોડો, અલા, પેલી તો જતી પણ રહી. ચાલ હવે બ્રેક પછી.ફટાફટ જમવાનું પતાવીને એ ક્લાસમાં આવ્યો. એને કલાસમાં પહેલા જ સ્કેન કરી લીધું કે એ ચિતચોર ક્યાં છે, પછી એની જસ્ટ બાજુ ની બેન્ચ પર જઈનેએ બેસી ગયો. વાહ, કેટલો સરસ દિવસ છે આજે તો. THANK YOU , શિવજી મને અગ્રિકલ્ચર એન્જિનિરીંગ માંથી અહ્યા મોકલવા, THANK YOU, THANK YOU SO MUCH, FOR SUCH A GREAT OPPORTUNITY. બેન્ચ પર માથું મૂકીને સુતા સુતા એ future plannings કરવા લાગ્યો. હાશ! એની પાસે જ જગા મળી ગઈ, હવે તો એનું નામ જાણી જ લઉ, પછી ફેસબુક પર શોધીને એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દઈશ, પછી ચેટ કરીશ, ને પછી.... તને માથું દુ:ખે છે? કોઈએ એને ટકોર્યો.માથું ઉપર કર્યું તો એના મોઢાંમાંથી કોઈ શબ્દ જ ના નીકળ્યો,” omg ! એણે મને બોલાવ્યો, કેટલો મીઠો અવાજ છે. કહીં દઉં…કહીં દઉં કે મને તું પહેલીજ નજરે ગમી ગઈ છો?, ના અબે, માર ખાઇશ તું.” હૈં? સ્વસ્થ થઈને એણે પૂછ્યું. મને થયું કે તને માથું દુખે છે? હા, આ કાબરો નો કલબલ સાંભળીને. એણે અમસ્તું જ કહી દીધું. તો જતો રે, આમ પણ લગભગ ક્લાસ નઈ થાય. “એ કે છે કે જતો રે, તો તો જતા રેવું પડશે, ની તો એને એમ થશે કે મેં એની વાત ના સાંભળી.” ચાલ, તો હું જાઉં છું, બાય. “ heartbeats એકદમ વધી ગયેલા આજે તો. સવારે એની આંખો ને હવે એનો અવાજ. સારું થયું આવી ગયો, આગળ શું બોલતો મેં? મારી તોરીતસરની ફાટી પડેલી. ચાલો રૂમ પર જઈને સુઈ જાઉં, આમ પણ આજે ઓવરડોસ થઈ ગયો છે. ઓત્તરી, નામ તો પૂછવાનું રહી જ ગયું, ઉતાવળીયો સાલો. પાછો જઈશ તો એને એમ થશે કે હું ખોટું બોલ્યો. તને છે ને કઈ આવડતું જ નઈ, એક પૈસા ની બુદ્ધિ નઈ તારામાં. હવે રૂમ પર જઈને પણ શુંકરીશ.,” કાંઈ ના સૂઝતા એણે એનો સેમસંગ મેટ્રો ડ્યૂઓસ ફોન કાઢ્યો, ને earphone કાનમાં ચિપકાવી બાહ્ય દુનિયાથી કટઓફ્ફ થવા એણે ગીતચાલુ કર્યું. હો દેખા જો તુઝે યાર ,દિલ મેં બજી ગીટારછલકા આંખોસે પ્યાર,દિલ મેં બજી ગીટારછા રહા કૈસા યે નશા રે,આ રહા જીને કા મજા રેઅરે રે રે મૈં તો ગયા રે ,દિલ ભી ગયા રે… [Movie album: Apna Sapna Money MoneySinger: Amit KumarSong Lyricists: Shabbir Ahmed]“હવે તો રોજ એની આજુ બાજુ જ બેસીસ,નામ તો જાણવું જ પડશે બેટા. આજુબાજુ બેસીને એની વાતો પરથી અંદાજ પણ આવી જશે કે એને શું ગમે છેને શું નઈ?” આવતી કાલનું પ્લાંનિંગ કરતાં કરતાં ક્યારે એની આંખ લાગી ગઈ. બીજા દિવસે, બરાબર એમની પાછળ માથું બેન્ચ પર મૂકી એ બેસી ગયો.“હમ્મ.. તો એની બેહનપણી નું નામ પ્રિયા છે.” કુતુહલવશ બેઉ છોકરીઓની વાત સાંભળતા સાંભળતા એ બોલ્યો તું અમારી વાતો તો નથી સાંભળતો ને ? પ્રિયાએ પાછળ ફરીને આકાશને પૂછ્યું. ના તો, મને તો અહ્યા કાંઈ સંભળાતું જ નથી, આ જોને કેટલું બોલે છે આ બધીઓ . માથું ઉપર ઉઠાવીને પોતાનો બચાવ કરતા આકાશ બોલ્યો. એતો રેસે જ. આજે તો માથું નથી દુઃખતું ને? મનગમતો અવાજ આકાશના કાને પડ્યો. આ...આકાશ, ને તમારું ?. ધરા અને આ પ્રિયા. “વાહ..આકાશ અને ધરા, આતો રબ ને બનાદી જોડી જેવું નામ છે. નામ તો જચે છે મારુ એની જોડે.” નામ સાંભળતાંવેંત જ એ હરખપદુડો પોતાનીકાલ્પનિક દુનિયામાં સરી પડ્યો.કલ્પનામાંથી બહાર આવીને એણે ઉમેર્યુ. Y હા, આનું નામ તો મેં સાંભળ્યું, પણ મેં તમારી કોઈ વાત નથી સાંભળી હેં. ધરા ને પ્રિયા બેઉ એકબીજા નેંજોઈને હસવા લાગ્યા.“આમ પણ અમારી વાતો થોડી અજીબ હોય છે”“તમે લોકો રિશફલિંગ અહ્યાં આવ્યા? કે પછી આ ફર્સ્ટ સિલેકશન હતું.”“મને આમ તો બરોડા માં મળેલું, પણ બીજા માં અહ્યાં મળ્યું તો આવી ગઈ, હજુ અમારા બંનેનો પ્લાન છે કે નેક્સટ રેશફલિંગ માં જઈએ.” ધરા ધીમાધીમા અવાજે બોલી.“કેમ, અહ્યાં ના મજા આવી?”“કોલેજ જ જોને, કેવી ભંગાર છે, આપડી ફર્સ્ટ કોલેજ આવા નાનકડા રૂમ જેટલી તો ના જ હોવી જોઈએ”“હું પણ વિચારું છું કે રેશફલિંગ માં જાઉં. નેક્સટ મંથ છે ને?”“ક્યાં વિચાર છે તારો”“હું વિચારું છું કે દાહોદ માં જ લઇ લાઉ, હું ત્યાંનો છું.”“તો પહેલા કેમ ના લીધું ત્યાં?”“મન માં એવું હતું કે હજુ સુધી તો દાહોદ જ ભણ્યો છું, હવે ક્યાંક બીજે જાઉં, ઘર થી દૂર.”“તો હવે કેમ દાહોદ લેવું છે”“એમજ…મન થયું,,”“ઓયે, તું દાહોદ નો છે?” થોડેક દૂર બેસેલી સીમા એ ટાપસી પુરી.“મને પહેલા દાહોદ માં મળેલું, દાહોદ તો જબરું છે, ડર લાગે. સારું થયું કે અહ્યા મળી ગયું.” સીમા હાશકારો અનુભવતા બોલી.“ના, હેં….દાહોદ સારું જ છે, ખાલી જ લોકો બદનામ કરે છે, ત્યાંના લોકો બો જ ભોળા છે અને હા ગુસ્સે થયા તો આગ ના ગોળા છે.. હાહા મજાક કરુંહેં.. અહ્યાં જેવું જ છે ત્યાં પણ.. મને તો કદી ત્યાં એવું ફીલ નથી થયું.”હજુ નવું નવું તો મન લાગ્યું હતું આકાશનું સુરત માં...ને આ ધરા બીજે જવાનું કહે છે... તો એણે પણ અમસ્તું જ કહીં દીધું કે એને પણ હવે જવું છે. આનાનકડો રૂમ હવે એને મોટો લાગતો હતો. એને ક્યાં બીજા લોકો સાથે કોઈ લેવા દેવા હતા, આ ચાડિયા ને હવે હવે આ પારેવડું ખુબ જ ગમી ગયું હતું. પણ પારેવડું તો બીજા ખેતરે જવા ની વાત કરે છે. મનમાં પ્રાર્થના કરતાં બોલ્યો કે “કાશ.. એને બીજે એડમિશન ના જ મળે, એક નારિયેળ ચઢાવી દઈશશિવજી ને.” શિવજી ને પણ આમતો ખબર કે આ આકાશ દરવખતે ખોટા જ વાયદા કરે છે, છતાં પણ એ હંમેશા એના મનની વાત સાંભળી લેતા હોઈ છે, કોઈપણ લાંચ લીધા વગર. ...Read More

3

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 3

“તો, આવતા શુક્રવારે રિશફલિંગમાં જવાના છો એમને?”“હા, કેમ તું નથી આવાનો?”“ના, હું તો જાઉં છું, physio conphysics માટે ચાંગા. આવેલા ક્લાસમાં પૂછવા, તો મેં મારુ નામ નોંધાઈ દીધું.”“તને ખબર છે એ દિવસે આપડો એનાટોમી નો viva પણ છે?”“હેં? મને નથી ખબર. એવું કહીં દઈશ કે હું તો રિશફલિંગમાં ગયો હતો એટલે viva નઈ આપ્યા.” પોતાનું બહાનું તુરંત જ બનાવી ને એ ખુશ થઇ ગયો.'આહા! બો ભારે'।“તો તમે પણ નઈ આપો viva ?” બંને આંગળીઓ ક્રોસ કરીને એને સવાલ પૂછ્યો. કાશ! એ એવું બોલે કે VIVA જ આપીશ અને રેશફલિંગમાં ના જાઉં. “જોઈએ હવે”. “મારે આજે કૉલેજ જવું જ નથી, એને તો શાયદ બીજે મળી ગયું હશે” ઉઠતાવેંત જ આકાશ બબડ્યો. “ઓહ યાર ,પેલી ક્લાસ મોનીટર ચાંપલી થઇ જશે તો ખોટી પનીશમેન્ટ મળશે, જવું તો પડશે જ” મન વગર જ ઉઠીને નાહવા જવાની તૈય્યારી કરતાં આકાશ રેડિયો ચાલુ કરીને બાથરૂમમાં ગયો.“તો કેવી રહી તમારી conphycs?”“ઠીક” .“શું થયું મૂડ ખરાબ છે કે શું?”અચાનક એવું પૂછનારની તરફ એણે મોઢું કર્યું, જોઈને તરત જ આકાશના મોઢાં પર સ્મિત અને આંખમાં ચમક આવી ગઈ. એની ખુશી ફૂલી નહોતીસમાતી. એને ગળે લગાવી દેવાની એને ઈચ્છા થઇ ગઈ. એને આજે વિશ્વાસ થઇ ગયો હતો કે ભગવાન સાચા દિલથી કરેલી પ્રાર્થના અચૂક સાંભળે છેઅચાનક એનું મૂડ બદલાતું જોઈને ધરાને જરા નવાઈ લાગી પણ એ કાંઈ બોલી નઈ।“ના તો કેટલી મજા પડી conphycsમા તો , તમારે બી આવા જેવું હતું. થોડુંક એકલું લાગતું હતું કેમકે આપડા ક્લાસમાંથી એકલો જ હતો, એટલે SENIORSનું માથું ખાધું.”“પહેલા કે'તો તો આવતી, તે મને પૂછ્યું જ ની.”“ઓહ ! હા શું થયું તમારા રિશફલિંગનું?”“હું ગઈ જ નો'તી”“કેમ ?”“એમજ મન ની થયું એ દિવસે”“અચ્છા સારું કે'વાય, તો પછી VIVA?”“ખબર ની આજે ખબર પડશે પાસ થયા કે ની”“શું લાગે છે તને ?”“કાંઈ ની પાસ થવાના ચાન્સીસ ...Read More

4

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 4

વાહ, ડેરિંગ છે બાકી, તને ખબર અર્ચના આપડી જનરલ સેક્રેટરી છે? એક સિનિયર છોકરીએ આકાશની પાસે એની તારીફ જઈને કહ્યું. એતો એમણે કાનમા ધમકાવ્યો, એટલે ડરીને મેં તો એમનો જ હાથ પકડી લીધો. આકાશ ચારેબાજુ નજર ફેરવતાં જઈને બોલ્યો. પાર્ટી સમાપન થવાની કગારે હતી, આકાશને mr.ફ્રેશર્સનું ટાઇટલ આપવામાં આવ્યું, આમતો સામે કોઈ પ્રતિસ્પર્ધી હતું નઈ એટલે ખેપટ આકાશને title મળી ગયું. આ બધી ખુશી વચ્ચે પણ આકાશનું મન બેચેન હતું, એનો તો મૂડ જ મરી ગયેલો હતો. ધરા આવી જ નઈ આજે. શિવાનીને પણ એને પૂછી જોયું, પણ એને પણ કઈ ખ્યાલ નહોતો. આજે એક ચાન્સ હતો આકાશના હાથમાં, એ ગયો. ...Read More

5

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 5

કોલેજમાં નવરાત્રીની તૈય્યારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઈ. ફાઇનલ યરના સ્ટુડેંટ્સ તૈય્યારીમાં કોઈ કચાશ છોડવા માંગતા નહોતા. કોલેજનો એક મોટો શણગારવામાં આવ્યો હતો. હોલની એકદમ વચ્ચે માતાજીનો ચોક બનાવામાં આવ્યો હતો. કોલેજની ઉત્સાહી છોકરીઓએ માતાજીનો ચોક બનાવવામાં પૂરો એક દિવસ કાઢ્યો હતો. સૌનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રીનો એ માહોલ હતો. એમને ખબર હતી કે આ ફક્ત એક દિવસ માટે શણગારવાનું છે તેમ છતાં તેઓ તેને પુરા દિલોજાનથી સજાવી રહ્યાં છે. કોલેજમાં વિદ્યાર્થીઓને એક દિવસ માટે નવરાત્રી ઉજવવાનો મોકો મળતો હતો, ૧ વાગ્યા પછી બધા જ હોલમાં ભેગાં થયા. ચણીયાચોળી તેમજ કેડિયામાં બધા ખુબ જ જચી રહ્યા હતા. ભરબપોરે પણ બધા ...Read More

6

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 6

"તો વૅકેશનમાં ક્યાં જઈશ?" "આપડે તો આપડું ઘર ભલું, હોસ્ટેલમાં રહીને ઘરનું જમવાનું ઘણું મીસ કર્યું. ૧૫ દિવસ બરાબર હાથનું ખાઈશ, તમે ક્યાં જશો?" "બાપુના ઘરે. btw , તે અહ્યાંની ઘારી ટ્રાય કરી? " "ના, ખાલી નામ જ સાંભળ્યું છે?" "ચંદી-પડવાના દિવસે ખાઈએ અમે, કોઈપણ મીઠાઇવાળાને ત્યાં મળી જશે, લઇ જજે તારા ઘરે." "એ શું?" "શરદપૂનમ પછીની એકમ. એ દિવસે બધા સુરતી ઘારી ને ભૂસું ખાઈએ" "એ બધું તો ઠીક, હેપી ન્યૂ યર ઈન એડવાન્સ" "હેપી ન્યૂ યર. હજુ ઘણી વાર છે, એ દિવસે કેજે " "કેવી રીતે વિશ કરીશ મારી પાસે તો તમારો નંબર પણ નથી ને મારા ...Read More

7

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 7

“ઇન્ટરવ્યૂ માટે કોલેજમાંથી રજા તો લીધી છે ને?” દુકાનમાં એકબાજુંના કોર્નર પર લારી સજાવીને ફટાકડા ગોઠવતો આકાશ આ સાંભળી ચોંક્યો, પણ કઈ સાંભળ્યું જ ના હોઈ આમ એ youtube પર વિડિઓ દેખાવાનો ડોળ કરવા લાગ્યો. પપ્પા તો પપ્પા હોઈ છે, એમ થોડી ચલાવી લે. એટલે જોરથી આકાશને બૂમ પાડીને પોતાની પાસે અંદર દુકાનમાં બોલાવ્યો અને નરમાશથી ફરી પૂછ્યું. આ બાજુ ફટાકડાના સ્ટોલ પર ગ્રાહકને આવતા જોઈ નાનોભાઈ રિશી ત્યાં બેસી ગયો અને એમને ટીકડીઓ ફોડવાની બંદૂક બતાવવા લાગ્યો. “પપ્પા, કોલેજ ચાલુ થાય એનાં એક વીક પછી છે. તો મેડમ એ રજા ના આપી, કીધું કે કોલેજ આવવું જ પડશે.” ...Read More

8

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 8

"બેટા, તારા માટે મેથીના થેપલા બનાવી દઉં છું અને બેગ તૈયાર કરી દીધું છે તું જમી લે આટલી વાર। પછી પપ્પા તને સ્ટેશન મુકવા આવી જશે। પોતાના વહાલસોયાને રસ્તામાં કોઈ તકલીફ ના પડે અને અજાણ્યા શહેરમાં પણ પોતાનો પ્રેમ મળી રહે એ માં પોતાનાથી બનતી બધી જ કોશિશ કરે છે સોરી કોશિશ નઈ, બનતું બધું જ કરી દે છે। “મમ્મી, મારે નથી લઇ જવા થેપલા જમીને તો જાઉં છું આમ પણ રાત્રે તો સુઈ જ જઈશ બસમાં સવારે તો સુરત” “તો શું ? સવારે ત્યાં ચા સાથે ખાઈ લેજે ને બસમાં પણ ભૂખ લાગે તો ડબ્બો ખોલીને ...Read More

9

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 9

"શું થયું? જોબ મળી?" ધરા એ મળતાવેંત જ પહેલો સવાલ પૂછી લીધો."ના યાર, આમ પણ મારે તો જવાનું છે હા, ક્યારે જવાનું છે ત્યાં?""બસ કાલે જાઉં છું ઘરે, પછી ત્યાંથી જીજુ સાથે બરોડા અને પછી બેંગ્લોર" "પાછો આવવાનો કોઈ પ્લાન ખરો?" ધરાએ પ્રોફેસર ને ખબરના પડે એમ નોટબૂકના પાછલાં પાનાં પર લખ્યું અને આકાશની તરફ નોટબુક ખસાવી.બંને આંખના ભવાં ચઢાવીને આકાશે પણ પોતાની બોલપેન કાઢીને આગળ કોમેન્ટ લખી."જો તું કે તો અહ્યા જ રહી જાઉં, રોજ આમ નોટબુકને ચેટરૂમ બનાઈ ને રમતા રેશું." આકાશે આંખ મારતું સ્માઈલી દોર્યું. "હાહા,મસ્ત તૈયારી કરજે ને પાસ થઇ જજે""તૈયારી તો કરી નથી કોઈ ...Read More