Let's move, let's go to the horizon ... - Chapter 4 books and stories free download online pdf in Gujarati

ચાલને, ક્ષિતિજ જઈએ...- પ્રકરણ 2

“આ કોણ છે ? વાહ કેટલી નિર્દોષ આંખો છે”, આકાશની હિમ્મત નઈ થતી કોઈ જોડે વાત કરવાની એટલે એ બધી જ વાતો એકલો-એકલો કરતો. એ આંખો ની એનાટોમી જોવા ભીડ ની નજીક ગયો. "અલા, આતો કાલે આવી એજ છે”.

ખબર નઈ શું ભણાવ્યું હશે ક્લાસમાં, પણ આજે એ નિર્દોષ આંખોએ કોઈનું કતલ જરૂર કરી દીધું હતું. પુરા એક કલાક બસ એને જ જોયા કર્યો, ક્યારેક આ બાજુથી ડોકિયું કરે તો ક્યારેક પેલી બાજુથી. એને નજીક આવેલો જોઈને આજુબાજુ ની છોકરીઓ જરાક દૂર ખસી ગયેલી. ખેતરમાં ઉભેલા એ એકલાં બેજાન ચાડિયામાં આજે જીવસંચાર થયો હતો, એને તો આજે આ નવાં પારેવડાં જોડે ઉડી જવું હતું, એની પાસે જવું હતું, એને કહેવું હતું કે આ તારી આંખો ગુનેગાર થઇ ગઈ છે, અને તને ઉમરકૈદ કરી દેવું છે. ગમે તેમ હિમ્મત ભેગી કરીને એ પાસે ગયો ત્યાં તો ક્લાસ પૂરો.બધા છૂટી ગયા. ઓહ, યાર! ક્લાસ કેમ આટલો નાનો ચાલ્યો આજે. હજુ તો ઘણું ભણવું હતું મારે, આ એનાટોમી વાળા ખાલી ૩ જ કલાક કેમ ભાણવતા હશે, હજુ થોડું ભણાવી દેતે તો લંકા નઈ લૂંટાઈ જતી એમની. છોડો, અલા, પેલી તો જતી પણ રહી. ચાલ હવે બ્રેક પછી.

ફટાફટ જમવાનું પતાવીને એ ક્લાસમાં આવ્યો. એને કલાસમાં પહેલા જ સ્કેન કરી લીધું કે એ ચિતચોર ક્યાં છે, પછી એની જસ્ટ બાજુ ની બેન્ચ પર જઈનેએ બેસી ગયો. વાહ, કેટલો સરસ દિવસ છે આજે તો. THANK YOU , શિવજી મને અગ્રિકલ્ચર એન્જિનિરીંગ માંથી અહ્યા મોકલવા, THANK YOU, THANK YOU SO MUCH, FOR SUCH A GREAT OPPORTUNITY.

બેન્ચ પર માથું મૂકીને સુતા સુતા એ future plannings કરવા લાગ્યો. "હાશ! એની પાસે જ જગા મળી ગઈ, હવે તો એનું નામ જાણી જ લઉ, પછી ફેસબુક પર શોધીને એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દઈશ, પછી ચેટ કરીશ, ને પછી...."

"તને માથું દુ:ખે છે?" કોઈએ એને ટકોર્યો.

માથું ઉપર કર્યું તો એના મોઢાંમાંથી કોઈ શબ્દ જ ના નીકળ્યો,” omg ! એણે મને બોલાવ્યો, કેટલો મીઠો અવાજ છે. કહીં દઉં…કહીં દઉં કે મને તું પહેલીજ નજરે ગમી ગઈ છો?, ના અબે, માર ખાઇશ તું.”

"હૈં?" સ્વસ્થ થઈને એણે પૂછ્યું.

"મને થયું કે તને માથું દુખે છે?"

"હા, આ કાબરો નો કલબલ સાંભળીને." એણે અમસ્તું જ કહી દીધું.

"તો જતો રે, આમ પણ લગભગ ક્લાસ નઈ થાય."

“એ કે છે કે જતો રે, તો તો જતા રેવું પડશે, ની તો એને એમ થશે કે મેં એની વાત ના સાંભળી.”

"ચાલ, તો હું જાઉં છું, બાય."

“ heartbeats એકદમ વધી ગયેલા આજે તો. સવારે એની આંખો ને હવે એનો અવાજ. સારું થયું આવી ગયો, આગળ શું બોલતો મેં? મારી તોરીતસરની ફાટી પડેલી. ચાલો રૂમ પર જઈને સુઈ જાઉં, આમ પણ આજે ઓવરડોસ થઈ ગયો છે. ઓત્તરી, નામ તો પૂછવાનું રહી જ ગયું, ઉતાવળીયો સાલો. પાછો જઈશ તો એને એમ થશે કે હું ખોટું બોલ્યો. તને છે ને કઈ આવડતું જ નઈ, એક પૈસા ની બુદ્ધિ નઈ તારામાં. હવે રૂમ પર જઈને પણ શુંકરીશ.,” કાંઈ ના સૂઝતા એણે એનો સેમસંગ મેટ્રો ડ્યૂઓસ ફોન કાઢ્યો, ને earphone કાનમાં ચિપકાવી બાહ્ય દુનિયાથી કટઓફ્ફ થવા એણે ગીતચાલુ કર્યું.

"હો દેખા જો તુઝે યાર ,દિલ મેં બજી ગીટાર

છલકા આંખોસે પ્યાર,દિલ મેં બજી ગીટાર

છા રહા કૈસા યે નશા રે,આ રહા જીને કા મજા રે

અરે રે રે મૈં તો ગયા રે ,દિલ ભી ગયા રે…"

[Movie/album: Apna Sapna Money Money

Singer: Amit Kumar

Song Lyricists: Shabbir Ahmed]

“હવે તો રોજ એની આજુ બાજુ જ બેસીસ,નામ તો જાણવું જ પડશે બેટા. આજુબાજુ બેસીને એની વાતો પરથી અંદાજ પણ આવી જશે કે એને શું ગમે છેને શું નઈ?” આવતી કાલનું પ્લાંનિંગ કરતાં કરતાં ક્યારે એની આંખ લાગી ગઈ.

********************************************************************************

બીજા દિવસે, બરાબર એમની પાછળ માથું બેન્ચ પર મૂકી એ બેસી ગયો.

“હમ્મ.. તો એની બેહનપણી નું નામ પ્રિયા છે.” કુતુહલવશ બેઉ છોકરીઓની વાત સાંભળતા સાંભળતા એ બોલ્યો

"તું અમારી વાતો તો નથી સાંભળતો ને ?" પ્રિયાએ પાછળ ફરીને આકાશને પૂછ્યું.

"ના તો, મને તો અહ્યા કાંઈ સંભળાતું જ નથી, આ જોને કેટલું બોલે છે આ બધીઓ ." માથું ઉપર ઉઠાવીને પોતાનો બચાવ કરતા આકાશ બોલ્યો.

"એતો રેસે જ. આજે તો માથું નથી દુઃખતું ને?" મનગમતો અવાજ આકાશના કાને પડ્યો.

"આ...આકાશ, ને તમારું ?."

"ધરા અને આ પ્રિયા."

“વાહ..આકાશ અને ધરા, આતો રબ ને બનાદી જોડી જેવું નામ છે. નામ તો જચે છે મારુ એની જોડે.” નામ સાંભળતાંવેંત જ એ હરખપદુડો પોતાનીકાલ્પનિક દુનિયામાં સરી પડ્યો.

કલ્પનામાંથી બહાર આવીને એણે ઉમેર્યુ. Y"હા, આનું નામ તો મેં સાંભળ્યું, પણ મેં તમારી કોઈ વાત નથી સાંભળી હેં." ધરા ને પ્રિયા બેઉ એકબીજા નેંજોઈને હસવા લાગ્યા.

“આમ પણ અમારી વાતો થોડી અજીબ હોય છે”

“તમે લોકો રિશફલિંગ અહ્યાં આવ્યા? કે પછી આ ફર્સ્ટ સિલેકશન હતું.”

“મને આમ તો બરોડા માં મળેલું, પણ બીજા માં અહ્યાં મળ્યું તો આવી ગઈ, હજુ અમારા બંનેનો પ્લાન છે કે નેક્સટ રેશફલિંગ માં જઈએ.” ધરા ધીમાધીમા અવાજે બોલી.

“કેમ, અહ્યાં ના મજા આવી?”

“કોલેજ જ જોને, કેવી ભંગાર છે, આપડી ફર્સ્ટ કોલેજ આવા નાનકડા રૂમ જેટલી તો ના જ હોવી જોઈએ”

“હું પણ વિચારું છું કે રેશફલિંગ માં જાઉં. નેક્સટ મંથ છે ને?”

“ક્યાં વિચાર છે તારો”

“હું વિચારું છું કે દાહોદ માં જ લઇ લાઉ, હું ત્યાંનો છું.”

“તો પહેલા કેમ ના લીધું ત્યાં?”

“મન માં એવું હતું કે હજુ સુધી તો દાહોદ જ ભણ્યો છું, હવે ક્યાંક બીજે જાઉં, ઘર થી દૂર.”

“તો હવે કેમ દાહોદ લેવું છે”

“એમજ…મન થયું,,”

“ઓયે, તું દાહોદ નો છે?” થોડેક દૂર બેસેલી સીમા એ ટાપસી પુરી.

“મને પહેલા દાહોદ માં મળેલું, દાહોદ તો જબરું છે, ડર લાગે. સારું થયું કે અહ્યા મળી ગયું.” સીમા હાશકારો અનુભવતા બોલી.

“ના, હેં….દાહોદ સારું જ છે, ખાલી જ લોકો બદનામ કરે છે, ત્યાંના લોકો બો જ ભોળા છે અને હા ગુસ્સે થયા તો આગ ના ગોળા છે.. હાહા મજાક કરુંહેં.. અહ્યાં જેવું જ છે ત્યાં પણ.. મને તો કદી ત્યાં એવું ફીલ નથી થયું.”

હજુ નવું નવું તો મન લાગ્યું હતું આકાશનું સુરત માં...ને આ ધરા બીજે જવાનું કહે છે... તો એણે પણ અમસ્તું જ કહીં દીધું કે એને પણ હવે જવું છે. આનાનકડો રૂમ હવે એને મોટો લાગતો હતો. એને ક્યાં બીજા લોકો સાથે કોઈ લેવા દેવા હતા, આ ચાડિયા ને હવે હવે આ પારેવડું ખુબ જ ગમી ગયું હતું. પણ પારેવડું તો બીજા ખેતરે જવા ની વાત કરે છે. મનમાં પ્રાર્થના કરતાં બોલ્યો કે “કાશ.. એને બીજે એડમિશન ના જ મળે, એક નારિયેળ ચઢાવી દઈશશિવજી ને.” શિવજી ને પણ આમતો ખબર કે આ આકાશ દરવખતે ખોટા જ વાયદા કરે છે, છતાં પણ એ હંમેશા એના મનની વાત સાંભળી લેતા હોઈ છે, કોઈપણ લાંચ લીધા વગર.