Let's move, let's go to the horizon ... - Chapter 6 books and stories free download online pdf in Gujarati

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 6

"તો વૅકેશનમાં ક્યાં જઈશ?"

"આપડે તો આપડું ઘર ભલું, હોસ્ટેલમાં રહીને ઘરનું જમવાનું ઘણું મીસ કર્યું. ૧૫ દિવસ બરાબર મમ્મીના હાથનું ખાઈશ, તમે ક્યાં જશો?"

"બાપુના ઘરે. btw , તે અહ્યાંની ઘારી ટ્રાય કરી? "

"ના, ખાલી નામ જ સાંભળ્યું છે?"

"ચંદી-પડવાના દિવસે ખાઈએ અમે, કોઈપણ મીઠાઇવાળાને ત્યાં મળી જશે, લઇ જજે તારા ઘરે."

"એ શું?"

"શરદપૂનમ પછીની એકમ. એ દિવસે બધા સુરતી ઘારી ને ભૂસું ખાઈએ"

"એ બધું તો ઠીક, હેપી ન્યૂ યર ઈન એડવાન્સ"

"હેપી ન્યૂ યર. હજુ ઘણી વાર છે, એ દિવસે કેજે "

"કેવી રીતે વિશ કરીશ મારી પાસે તો તમારો નંબર પણ નથી ને મારા ખ્યાલથી તમે ફેસબુક પર પણ નથી"

"હેહે...હું છું ફેસબુક પર...લે મારો નંબર લખ...99XXXXXXXX " કહીંને ધારાએ પોતાનો નોકિયા ફોન કાઢ્યો ને ફેસબુક ખોલ્યું. એણે આકાશ પંચાલ નું નામ સર્ચ કર્યુંને આકાશને બતાવ્યું. "આ તું જ છે ને?"

"હા, હું તને રિંગ આપું, એટલે મારો નંબર આવી જશે" આકાશ મનોમન ખુબ જ ખુશ હતો, વાહ આજે તો બેઉ મળી ગયા.

"ઓયે, મને પણ આપજે, ને મારી request પણ accept કરજે, બાય, દિવાળી પછી મળીશું. " શિવાની પોતાનું લગેજ લઈને ફટાફટ ઓટો પકડવા જતી હતી તો ધરાએ એને સ્ટેશન સુધી મૂકી આવવાની ઓફર કરી.

બધી જ ફોર્માલિટી પુરી કરીને બધા છુટ્ટા પડ્યા. આજે આટલા દિવસ પછી એનો નમ્બર મળ્યો હતો એને. "અલા, એ fb પર તો હતી, મને કેમ નઈ મળી હોઈ "

“હવે તો હું એને રોજ મેસેજ કરીશ। ચાલો યુનિનોર વાળા જે ૧૦૦ મેસેજ રોજના આપે છે આજે ક્યાંક કામ લાગશે” હરખપદુડાંએ તરત જ ભાભી ની ગળીમાં જઈને રિચાર્જ કરવાનું વિચાર્યું. શુભ કામ મેં દેરી કૈસી?

ભાભીની ગળી, આ કોઈ ભીભત્સ વાત નથી. આ એક જગ્યાનું નામ છે. આમ તો એ હોસ્ટેલની પાસે આવેલી એક રહીશ સોસાયટીમાં આવેલ માર્કેટ છે. ત્યાં એક ગલી પડે છે, જ્યાં સાંજના સમયે સુંદર ભાભીઓ શાક્ભાજી અને ફળફળાદી લેવા ભેગી થતી હોઈ છે. ભાભીઓના આ માનવમેળા ને કારણે જ હોસ્ટેલવાસીઓ દ્વારા એને “ભાભીની ગળી” બિરુદ મળ્યું હતું. કોણ જાણે એ સોસાયટી નું સાચું નામ શું હશે. હોસ્ટૅલસહપાઠીઓ બધા આજ સુંદર નજારાને માણવા માટે સાંજે ચા પીવા તફરી પર ભેગાં થતાં. ચા તો ફક્ત બહાનું હોઈ છે, આ ચાની તફરીઓ તો અનેક દોસ્તી તથા પ્રેમની કહાનીઓ જોઈ ચૂક્યું હશે. ભાભી સિવાય અહ્યા કોલેજની છોકરીઓ પણ પાણીપુરી ની લારીઓ પર જોવા મળી જતી હોઈ છે. સાંજના સમયે આ આખો રોડ હર્યોભર્યો થઇ જતો હોઈ છે.

“કેમ એકલો એકલો ચા પીવા આવી ગયો, સાચું કેજે કલાસની છોકરીઓને લઈને આવ્યો હતો ને તું?” બિપિને ખખડી ગયેલી SPLENDOR ચાના સ્ટોલ સામે ડબલ સ્ટેન્ડ પર કરીને બેસી ગયો. બૅગમાં પડેલ ગોગલ્સ કેસમાંથી ગોગલ્સ આંખે ચઢાવીને એ સુંદર નજરાંણો માણવા લાગ્યો

“અરવિંદભાઈ એક મસ્ત ગોલ્ડન કટીંગ તૈય્યાર કરો ભાઈ માટે”

“એક મોટી ગોલ્ડફલેક પણ આપજો, એને પેલા ડોફાઓ ક્યાં રહી ગયા. ચિનુડો (ચિન્મય) તો ફેક્તો હતો કે હમણાં પાંચ મિનિટ માં આવું. પૈસા સૂંઘી ગયા છે આ બધા જ”

“સરજી આપ ભી તો ઇતના કમાતે હો, થોડા ઉનકો કમાને દો”

“જો આપડો એક ઉસૂલ છે મરજી થી કામ કરવાનું, આમ ઘસાઈ જવાનું થોડી હોય. અરવિંદભાઈ, દેખો હમારી તો ગાડી ભી ખખડી ગયેલી હે નમ્બર પ્લેટ સે ભી દો નમ્બર ગાયબ હે.” કહીને એને એની તૂટી ગયેલી નંબર પ્લેટ બતાવીને કહ્યું “૧૭૨૭ હતો નમ્બર. પણ હવે ખાલી ૭૨ બચ્યા”

“શું બોત્તેરપતિ ક્યાં મરાઇને આવ્યો આજે” બોક્સરના ખિસ્સામાંથી ફોને કાઢીને હિતેશે પણ ચીનુડાને કોલ લગાવ્યો;

“એ ક્યાં મારી ગયો સ્વામી, આ ટીલું કરવાવાળા નો ભરોસો જ ના કરાઈ, ગમે ત્યારે એમ જ કે કે પાણ્ણ્ણન્ચ મિનિટ માં આવ્યો. એની પહેલા આ બિપીનચંદુ નાં અમેરિકા થી વિઝા આવી જશે, પણ આ ની આવે”

:આ વખતે તો ભાઈના વિઝા પાક્કા જ છે. પછી જશું બધા જ દમણ. કેમ લા, આકાશ આવીશ ને દમણ જસુ દિવાળી પર.”

“ના ભાઈ, હું તો ઘરે જાઉં છું”

“તમે ઘરમાં જ ભરાઈ રેશો. થોડા મોટા થાઓ. કોઈ માલબાલ પટાવ્યો કે પછી એમાં પણ હજુ અપના હાથ જગન્નાથ, તારે ના કરવું હોય તો કેજે અમે નવરાં જ બેઠાં છીએ”

આકાશને ખબર કે અહ્યા આપડી કોઈ દાળ નઈ પાકે એટલે એ એની ચા પર ફોકસ કરવાં લાગ્યો

“જય સ્વામિનારાયણ, હું કાલે આવીશ તમારે ત્યાં રાજુભાઈ. આજે તો ટાઈમ જ નથી કાલે પાક્કું”

“એ ચીના, મુકને. કાં તો પૈસા કાં તો ફોનમાં પડ્યો હોય. આ બાજુ જો અસલી મજા તો તારાથી ૨ની કલોક પર ઉભી રહીને પાણીપુરી ખાઈ છે.” સોહમ પણ મંડળીમાં જોડાયો “કસમથી ઓલા પાણીપુરી વાળાને જલસા છે, ચારે બાજુ હરિયાળી, ને આ એક અરવિંદભાઈ, ચા થોડી ઢંગ ની બનાવો તો અહ્યા પણ દિવાળી થાય” કહીને સોહમે બિપિનની સિગારેટથી પોતાની સિગારેટ સળગાવી. સિગારેટ ના બે કશ ખેંચી ને ચાનો ઉંઘડો માર્યો. “અહા ! એની માને , જન્નત તો આ જ છે”

ઘડિયાળના કાંટા મુજબ એક દોસ્તાર બીજા દોસ્તારને ટૂંકમાં સમજાવી દે કે તેનાથી કઈ ડિરેકશનમાં સારી છોકરી ઉભી છે, જાહેરમાં ઉપયોગ થતી તેમજ બધાને કાનોકાન ખબર પણ ના પડે એવી સાંકેતીક ભાષાનો પ્રયોગ પણ તેઓ આ જ રસ્તાઓ પર ક્યારેક એમના સિનિયર્સ પાસેથી શીખ્યા હતા, ને હવે આકાશ એ બધું જાણી-સમજી રહ્યો હતો. આમ તો એ બહારથી ખુશ જોવાતા હતો, પણ મન માં આજે ગજબ નો સન્નાટો હતો “કાલથી એ જોવા નઈ મળશે, આવીને પાછું તરત મારે બેંગુલુરુ જવું પડશે, સારું થયુ કે ઇન્ટરવ્યૂ ની ડેટ કોલેજ ચાલુ થયા પછી ની છે. હું અહ્યા આવીશ, એને જોઈને પછી જઈશ.” કૈક વિચારતો જાય અને ચાનો ઘૂંટડો મારતો જાય.

“આકાશ, ચાલ તને ને હિતેશને હોસ્ટેલ મુકતો આવું , અરવિંદ ભાઈ 5 ચા કે ઔર દો સિગારેટ લિખ દેના ખાતે મેં” ચીનુ એ ગાડી સ્ટાર્ટ કરી અને હોર્ન મારીને હિતેશ-આકાશને પાછળ બેસવાં ઈશારો કર્યો

“ભાઈ હું આપી દઉં મારી પાસે છે દર વખતે તમે જ લોકો આપો છો ક્યારેક મને મોકો આપો,” કહીને આકાશે પાકીટ ખોલ્યું

“જલસા કરને તું, અરવિંદભાઈ એનાં પૈસા નઈ લેતાં, જુનિયર છે એ” અરવિંદભાઈ પણ વરસોથી ચાલતા આવતાં આ સીનીઅર-જુનિયર વ્યવહારને સારી રીતે જાણતા હતા એટલે પૈસા નઈ લીધા.

********************************************************************************

“કાલની બસ છે, પણ જવાનું મન નથી જરા, લાવને મેસેજ કરી જોઉં.

"Hi Dhara, good evening , પહેલો મેસેજ, પહેલી વાર કોઈ છોકરીના માટે આકાશે ધ્રુજતા હાથે ટાઈપ કર્યો. પાંચ મિનિટ પછી, હજુ પણ એ પેલા ટાઈપ કરેલ મેસેજ ને જોઈને મૂંઝાતો હતો કે સેન્ડ કરું કે ના કરું. “એવું કરીશ તો એ વિચારશે કે બીજા બધાની જેમ મેં પણ નમ્બર આવ્યો કે તરત જ ચીપકુંની જેમ મેસેજ કરી દીધો, ચાલ રેહવા દઉં, દિવાળીના દિવસે કરીશ એટલે એવું ચિપ પણ નઈ લાગે” એણે મેસેજ ડિલીટ કરી દીધો.

“ચાલ, એનું fb એકાઉન્ટ જોઉં. હટ્ટ યાર, એક પણ ફોટો નથી જોવા મળતો. આમતો ટેગ તો બો બધા કરે છે. okay, તો એનો જન્મદિવસ મારાથી exact એક મહિના પછી આવે છે એમને. અલા, આ તો એક વર્ષ મોટી છે. પણ ચાલે, પ્રેમ ઉમર થોડી જોઈ, એક વર્ષ માં શું ફર્ક પડે?, અભિષેક પણ તો લગભગ ૫ વર્ષ નાનો છે ઐશ્વર્યા થી. અરે વાહ! humanismમાં માને છે એમ ને, લાવ મારુ શું છે? ઓકે, આજથી આપણે માનીશું માનવધર્મ. કોપી ના લાગે એટલે આપડે ગુજરાતી માં લખી દીધું, હીહી” પોતાની સાથે જ ધરા વિશે કલાકો વાતો કરતાં પણ એ થાકતો નહોતો. હમણાં તો એનું મન અને પેલી ડાયરી જ એનાં પરમમિત્ર હતા.