Let's move, let's go to the horizon ... - Chapter 3 books and stories free download online pdf in Gujarati

ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 3

“તો, આવતા શુક્રવારે રિશફલિંગમાં જવાના છો એમને?”

“હા, કેમ તું નથી આવાનો?”

“ના, હું તો જાઉં છું, physio conphysics માટે ચાંગા. કેતનભાઈ આવેલા ક્લાસમાં પૂછવા, તો મેં મારુ નામ નોંધાઈ દીધું.”

“તને ખબર છે એ દિવસે આપડો એનાટોમી નો viva પણ છે?”

“હેં? મને નથી ખબર. એવું કહીં દઈશ કે હું તો રિશફલિંગમાં ગયો હતો એટલે viva નઈ આપ્યા.” પોતાનું બહાનું તુરંત જ બનાવી ને એ ખુશ થઇ ગયો.

'આહા! બો ભારે'।

“તો તમે પણ નઈ આપો viva ?” બંને આંગળીઓ ક્રોસ કરીને એને સવાલ પૂછ્યો. "કાશ! એ એવું બોલે કે VIVA જ આપીશ અને રેશફલિંગમાં ના જાઉં."

“જોઈએ હવે”.

************************************************************************************************

“મારે આજે કૉલેજ જવું જ નથી, એને તો શાયદ બીજે મળી ગયું હશે” ઉઠતાવેંત જ આકાશ બબડ્યો. “ઓહ યાર ,પેલી ક્લાસ મોનીટર ચાંપલી થઇ જશે તો ખોટી પનીશમેન્ટ મળશે, જવું તો પડશે જ” મન વગર જ ઉઠીને નાહવા જવાની તૈય્યારી કરતાં આકાશ રેડિયો ચાલુ કરીને બાથરૂમમાં ગયો.

“તો કેવી રહી તમારી conphycs?”

“ઠીક” .

“શું થયું મૂડ ખરાબ છે કે શું?”

અચાનક એવું પૂછનારની તરફ એણે મોઢું કર્યું, જોઈને તરત જ આકાશના મોઢાં પર સ્મિત અને આંખમાં ચમક આવી ગઈ. એની ખુશી ફૂલી નહોતીસમાતી. એને ગળે લગાવી દેવાની એને ઈચ્છા થઇ ગઈ. એને આજે વિશ્વાસ થઇ ગયો હતો કે ભગવાન સાચા દિલથી કરેલી પ્રાર્થના અચૂક સાંભળે છે

અચાનક એનું મૂડ બદલાતું જોઈને ધરાને જરા નવાઈ લાગી પણ એ કાંઈ બોલી નઈ।

“ના તો કેટલી મજા પડી conphycsમા તો , તમારે બી આવા જેવું હતું. થોડુંક એકલું લાગતું હતું કેમકે આપડા ક્લાસમાંથી એકલો જ હતો, એટલે SENIORSનું માથું ખાધું.”

“પહેલા કે'તો તો આવતી, તે મને પૂછ્યું જ ની.”

“ઓહ ! હા શું થયું તમારા રિશફલિંગનું?”

“હું ગઈ જ નો'તી”

“કેમ ?”

“એમજ મન ની થયું એ દિવસે”

“અચ્છા સારું કે'વાય, તો પછી VIVA?”

“ખબર ની આજે ખબર પડશે પાસ થયા કે ની”

“શું લાગે છે તને ?”

“કાંઈ ની પાસ થવાના ચાન્સીસ લાગતાં તો નથી પછી જોયું જશે”

“હા એમ પણ કોલેજમાં માર્ક્સ કોઈ નઈ જુવે”

“આજે તમારી ખાસ દોસ્ત પ્રિયા ના આવી?”

“એને તો બીજે મળી ગયું હશે મેં પૂછ્યું નઈ એને”

“સારું લાગ્યું તમને અહ્યાં પાછા જોઈને.”

“ચાલ, હું આવ્યો લાયબ્રેરીમાંથી બૂક્સ લઈને”.

બૂક્સ કાઢતી વખતે આકાશ આજે ધારાની બાજુમાં એકદમ એની નજીક, એની જ બેન્ચ પર બેસવા મળશે એની ખુશીમાં સાતમા આસમાને હતો.

"hi મારુ નામ શિવાની છે, હું તારી બાજુમાં બેશું?"

"હા, નેકી ઔર પૂછ પૂછ, બેસી જા. બાય દ વે, હું ધરા." ધરાએ બાજુમાં ખસીને શિવાનીને બેસવાની જગ્યા આપી.

"THANK YOU ધારા"

"ઇટ્સ ધરા નોટ ધારા." ધરાએ શિવાનીને સુધારતા કહ્યું.

"ઓહ! સોરી ધરા."

ધરા ને એવું લાગે કે આકાશ હોશિયાર છોકરો છે એ બતાવવા આકાશ ૪-૫ મોટી મોટી બુકસ ઉઠાવી આવ્યો. "પણ આ શું? આ કોણ ચુડેલ એની બાજુમાં આવીને બેસી ગઈ,આખા પ્લાન પાર પાણી ફેરવી દેશે આ બટકી"

"HI, આકાશ? મારુ નામ શિવાની, કેવું લાગે છે આટલી બધી છોકરીઓ વચ્ચે ?" શિવાનીએ આકાશ સાથે મજાકના અંદાજમાં પોતાનો પરિચય કરાવ્યો.

"એને તો આ બધી કાબરો લાગે છે, એને માથું દુઃખે આપડા બધાના અવાજથી બોલ" ધરા એ આકાશની ખેંચતા જઈને કહ્યું.

"હે..હે.. એવું કઈ નથી. મને આમ તો મજા આવે છે, હવે એવું લાગે છે કે કોઈ મારી જોડે વાત પણ કરે છે."

સાંજે હોસ્ટેલમાં જઈને આકાશ એ પોતાની ડાયરી ખોલી, હજુ કાલે જ તો એ લાવ્યો હતો આ ડાયરીને, પોતાની ધરા વિશેની ફીલિંગ્સ કહેવા. એને પોતાની આ અજીબ લાગણીઓને શબ્દ આપવા હતા, એને કંડારી દેવા હતા. ધરાને એ બતાવું હતું કે કેવી રીતે પહેલા જ દિવસથી એનું મન એના માટે લાગી ગયું હતું. ડાયરીનું પહેલું પાનું ખોલ્યું. એણે વિચાર્યું કે આ ડાયરી ને હું કંઈક નામ આપું, ડાયરી ને વધુ પોતાની નજીક રાખું.

"ધરા, આજથી મારી વહાલી ડાયરી તારું નામ છે ધરા." ને એમ કહી એણે પોતાની ડાયરી નું નામકરણ કર્યું. પછી ડાયરી પર લખેલ ધરા નામને પ્રેમથી ચૂમીને એણે આગળ લખવાનું ચાલુ કર્યું.

ક્યાંક કુદરત પણ આકાશ અને ધરાને સાથે જોવાં માંગતો હતો. એટલે જ તો આકાશને છેક જૂનાગઢમાં એન્જિનિરીંગમાંથી અહ્યાં પટક્યો, એટલે જ તો એણે પણ ધરાને બરોડાથી અહ્યાં બોલાવી દીધી હતી. વળી, શિવજી એ પણ તો ધરાને રિશફલિંગમાં જતા રોકી દીધી હતીને. આકાશ પણ હવે એવું જ માનવા લાગ્યો હતો, એને પણ વિશ્વાસ થવા લાગ્યો હતો કે એક દિવસ એને ધરા મળી જશે. એકદિવસ ધરા એની પાસે આવીને એને બાથ ભીડી દેશે. ત્યારે જે આકાશ માં ક્ષિતિજ જોવાય છે ને એ હકીકત થઇ જશે, એ હવે myth નઈ રહેશે, જૂઠું કહે છે એ લોકો કે આકાશ-ધરા એક ના થઇ શકે, પણ અહ્યાં, આકાશના પ્રેમ પ્રકરણના અંત માં એને જરૂર એની મંઝિલ મળી જશે.

************************************************************************

આજે ફ્રેશર્સ પાર્ટી, આકાશની કોલેજ લાઈફનો પહેલો પ્રસંગ. આજે તો ધરા પણ સોળે કળાએ ખીલીને આવશે. આકાશે તો પોતાનો ઉજાશ બતાવવો જ પડશે. seniors દ્વારા નક્કી કરાયેલા ડ્રેસ કોડ (કાળો શર્ટ, લાલ ટાઈ અને બ્લુ જિન્સ) પ્રમાણેના કપડાં શોધવા આકાશ સવારનો માર્કેટમાં નીકળી ગયો હતો, આજે એને ધરા ને ઇમ્પ્રેસ્સ કરવાની હતી. એણે ક્યાંકથી સાંભળી લીધું હતું કે ફ્રેશર્સ પાર્ટીમાં સિનિયોર્સ જ નવા જુનિયર બોય્સ ને કોઈ એક ગર્લને પ્રોપોઝ કરવાનું કહે છે, ને એના ક્લાસમાં તો એ એક જ હતો, આજે તો એને કહી જ દેશે એ એના મન ની વાત, જો ના પડશે તો ખાલી ટાસ્ક હતું એમ કહી ને બચી જશે ને, હા પડશે તો ભયો ભયો, આવા ફુલ પ્રૂફ પ્લાન સાથે આકાશ તૈયાર થયો, પોતાની ફર્સ્ટ કૉલેજ પાર્ટીમાં જવા માટે.

રેમ્પ-વોલ્ક કરતા જઈને બધા જ નવા આવેલ જુનિયોર્સ ક્લાસ માં એન્ટર થયા. આખો ડોમ સ્ટુડેંટ્સ ના ચિચિયારીઓથી ગુંજતો હતો. બધાને નવા સ્ટુડેંટ્સ ને જોવાનો ને એમને જેમ તેમ શરમાતા જઈને રેમ્પવોલ્ક કરતા જોઈને એમની મજાક કરવાનો લ્હાવો લેવો હતો. બધા જ જુનિયોર્સ ક્લાસમાં આવી ગયા હતા. સૌથી પહેલા બધાનો ઈન્ટ્રોડ્યૂકશન લેવામાં આવ્યો, પછી કાર્યક્રમ આગળ વધ્યો. બે સિનિયોર્સ એક બાઉલમાં થોડીક ચિઠ્ઠીઓ લઈને આવ્યા અને આકાશ તથા બીજી ત્રણ છોકરીઓને મંચ પર બોલાવ્યા. ટાસ્ક હતું, ચિઠ્ઠી ઉઠાવાની અને જે અંદર આવે એ પર્ફોર્મ કરવાનું. આકાશના ભાગે આવ્યું, કોઈ પણ એક છોકરીને પ્રોપોઝ કરવાનું. એજ તો આકાશ ઈચ્છતો હતો

"વાહ, મજા પડી, ચાલ શોધું કે ધરા ક્યાં છે?" ચારે બાજુ નજર ફેરવતા ફેરવતા આકાશ ધરાને શોધવા લાગ્યો. પણ ધરા આજે નો'તી આવી. "પૈસા બરબાદ, એ કેમ જોવાતી નઈ?"

"ઓહ, હેલો, ચાલ જલ્દી જલ્દી કોઈને પણ પકડ ને કામ ખતમ કર, અમારે હજુ ડાન્સ પણ કરવાનો chhe" એક સિનિયર છોકરી ધમકીભર્યા અવાજે આકાશના કાનમાં બોલી અને ફરીને જવા જ કરતી હતી ત્યાં આકાશ એનો હાથ પકડીને બેસી ગયો. ચારે બાજુ થી ફરી એક વારે ચિચિયારીઓ પડવા મંડી, આ વખતે બધા "આકાશ, આકાશ " ના નારા બોલવા લાગ્યા