અંતિમ આશ્રમ

(474)
  • 33k
  • 17
  • 16.7k

શહેરથી દૂર આવેલા 'વયવંદન જીવન આશ્રમ'માં ઉજેશભાઇએ પ્રવેશ મેળવ્યો એની પાછળ તેઓ વૃધ્ધ અને એકલા હતા એ એકમાત્ર કારણ ન હતું. એક અલગ આશય સાથે તેમણે પ્રવેશ મેળવ્યો હતો. તેમને ખબર ન હતી કે તેમનો હેતુ કેટલો પાર પડવાનો છે અને તે વહેતા ઝરણાના નિર્મળ નીર જેટલી સરળતાથી રહી શકવાના છે કે દરિયામાં આવતા તોફાન જેવો અનુભવ કરવાના છે. આ આશ્રમ બીજા વૃધ્ધાશ્રમોથી અલગ હતો. એમાં આર્થિક રીતે પછાત કે જીવનમાં દુ:ખી વૃધ્ધોથી પ્રવેશ મેળવી શકાતો ન હતો. આ એવા વૃધ્ધો માટેનો આશ્રમ હતો જ્યાં રહેવા માટે મોટી કિંમત ચૂકવવી પડતી હતી. સમાજમાં એવા અનેક એકલા વૃધ્ધ સ્ત્રી-પુરુષો છે જેમની પાસે પૈસા છે પણ તેમની સાથે કોઇ વાત કરે કે રહે એવી પરિસ્થિતિ નથી. એવા વૃધ્ધો આ આશ્રમમાં નિવાસ કરીને એકલતા દૂર કરી શકે અને પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉજેશભાઇ 'વયવંદન જીવન આશ્રમ'માં પ્રવેશ માટેની એ બંને લાયકાત ધરાવતા હતા જેનું નિર્ધારણ આશ્રમની સ્થાપના વખતે થયું હતું.

Full Novel

1

અંતિમ આશ્રમ - 1

રાકેશ ઠક્કર પ્રકરણ-૧ શહેરથી દૂર આવેલા 'વયવંદન જીવન આશ્રમ'માં ઉજેશભાઇએ પ્રવેશ મેળવ્યો એની પાછળ તેઓ વૃધ્ધ અને એકલા હતા એકમાત્ર કારણ ન હતું. એક અલગ આશય સાથે તેમણે પ્રવેશ મેળવ્યો હતો. તેમને ખબર ન હતી કે તેમનો હેતુ કેટલો પાર પડવાનો છે અને તે વહેતા ઝરણાના નિર્મળ નીર જેટલી સરળતાથી રહી શકવાના છે કે દરિયામાં આવતા તોફાન જેવો અનુભવ કરવાના છે. આ આશ્રમ બીજા વૃધ્ધાશ્રમોથી અલગ હતો. એમાં આર્થિક રીતે પછાત કે જીવનમાં દુ:ખી વૃધ્ધોથી પ્રવેશ મેળવી શકાતો ન હતો. આ એવા વૃધ્ધો માટેનો આશ્રમ હતો જ્યાં રહેવા માટે મોટી કિંમત ચૂકવવી પડતી હતી. સમાજમાં એવા અનેક એકલા વૃધ્ધ ...Read More

2

અંતિમ આશ્રમ - 2

રાકેશ ઠક્કર પ્રકરણ-૨ ઉજેશ રાજપરાએ ગહન ચિંતન કરીને 'જીવનલેખા' માટેની નવી નવલકથાના કરારમાં કેટલીક સત્તા તંત્રી જયરામ શેઠને આપી પહેલાં તો ઉજેશભાઇને આવી કલ્પના જ ન હતી. જયરામ શેઠ આવી શરત મૂકશે એ કલ્પના બહારનું જ નહીં માની શકાય ના એવું હતું. ઉજેશભાઇએ જ્યારે જાણ્યું કે 'વયવંદન જીવન આશ્રમ' કાર્યરત છે અને તેમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત સામાન્ય વૃધ્ધાશ્રમોથી અલગ છે ત્યારે રસ પડ્યો. અને એ આશ્રમ વિશે થોડું જાણ્યા પછી એના પરથી એક અલગ પ્રકારની નવલકથા લખવાનો વિચાર આવ્યો. એક એવી કથા જેમાં જુદા-જુદા વર્ગમાંથી જુદા-જુદા વિચાર ધરાવતા પૈસાદાર લોકોના જીવનની કથની હોય અને તે એકબીજાને સમાંતર ચાલતી ...Read More

3

અંતિમ આશ્રમ - 3

રાકેશ ઠક્કર પ્રકરણ-૩ ઉજેશભાઇ માટે અલ્પનાનો પહેલો પરિચય ચોંકાવનારો હતો. પોતે વિચારતા હતા કે 'વયવંદન જીવન આશ્રમ' માં રહેતા ફાઇલમાં પ્રાથમિક પરિચય જ છે. પરંતુ પોતે અહીં આવે એ પહેલાં પોતાની પ્રસિધ્ધિ અહીં આવી પહોંચી હતી? અલ્પનાબેન પોતાને ઓળખતા હતા એ વાત માની લઇએ. એ ઓળખ બેંક મેનેજર પૂરતી સીમિત છે કે લેખક સુધી વિસ્તરેલી છે એનો ખ્યાલ આવતો નથી. પણ અહીં આવવાનો મારો હેતુ એ જાણે છે અને કોઇને પોઇન્ટ બ્લેન્કથી ગોળી મારતા હોય એમ કહે છે એ આશ્ચર્યજનક કરતાં ડરાવનારું વધારે છે. ઉજેશભાઇને શું જવાબ આપવો એ જ સમજાતું નથી. આ મહિલા પોતાના મોંએથી જ હું મારો ...Read More

4

અંતિમ આશ્રમ - 4

રાકેશ ઠક્કર પ્રકરણ-૪ ઉજેશભાઇને થયું કે અલ્પનાનું જ્યોતિષ જ્ઞાન એના જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થયું એ જાણતા પહેલાં જીવન માટે મુશ્કેલી સર્જી જશે. અલ્પનાની પહેલી આગાહી જ ચોંકાવનારી હતી. બાળપણના લખવાના શોખને કારણે પોતે લેખક બનવાનો છે એવી આગાહી કરી છે. ઉજેશભાઇએ એને ખોટી ઠરાવવા કહ્યું:"બાળપણમાં તો બધાને જ લખવાનો શોખ હોય છે. અભ્યાસ કરતી વખતે તો લખવાનું જ વધારે હોય ને! અને હું તો મોટો થયા પછી બેંકની અને બીજી પરીક્ષાની નોકરી આપવા માટે પણ ઘણું વાંચતો અને લખતો હતો...." ઉજેશભાઇ પોતાની વાતથી અલ્પનાની વાતને બીજા પાટા પર લઇ જવામાં સફળ રહ્યા. એને વધારે વિચારવાની કે ગણતરી ...Read More

5

અંતિમ આશ્રમ - 5

રાકેશ ઠક્કર પ્રકરણ-૫ ઉજેશભાઇને થયું કે 'વયવંદન જીવન આશ્રમ' ની અસલી હકીકત બતાવીને તેમણે ભૂલ કરી છે. પોતાનો હેતુ હસમુખભાઇ જાણે છે? એમને ઓળખવામાં હું થાપ ખાઇ ગયો છું. યોજનાબધ્ધ રીતે 'વયવંદન જીવન આશ્રમ' ચાલી રહ્યો છે? પોતે આશ્રમથી કેટલો પ્રભાવિત થઇ ગયો હતો. આશ્રમના નામ પર અહીં બીજી જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. વૃધ્ધો માટેના ઓઠા હેઠળ પ્રવેશ અપાય છે પણ એમના પર સંસ્થાનું કોઇ નિયંત્રણ નથી. મને તો બધા નિયમોની વાત કરી હતી. ઉજેશભાઇએ કહ્યું:"મારો હેતુ તો બધાંને મળવાનો જ છે....તમે જે નિયમો બનાવ્યા હોવાનું કહ્યું હતું એનું પાલન કોણ કરે છે?" "તમારો જે હેતુ હોય એ, ...Read More

6

અંતિમ આશ્રમ - 6

રાકેશ ઠક્કર પ્રકરણ-૬ સાધુની સામે બોલવાની કોઇ હિંમત કરી રહ્યું ન હતું. કદાચ તેમનો પ્રભાવ હતો. માથા પર ત્રિશુળનો અને કોઇ ઓજસથી ચમકતો ચહેરો હતો. તેમનું અડધું ઉઘાડું શરીર બળવાન પણ સાબિત કરતું હતું. કોઇને પણ આંજી દે એવો પ્રભાવશાળી ચહેરો બધાંની બોલતી બંધ કરી દે એવો હતો. બધાંને ચૂપ જોઇ સાધુએ એક મિનિટ માટે આંખો મીંચી દીધી. એ ધ્યાન ધરતા હતા કે શું? સાધુ કોઇ ચમત્કારીક શક્તિ ધરાવતા હશે કે શું? બધાના મન ફફડી રહ્યા હતા. સાધુએ આંખ ખોલી. તેમના ચહેરા પર કોઇ આભા છવાયેલી લાગતી હતી. એ શાંત ચિત્ત હોવાનું ચહેરા પરથી દેખાતું હતું. તે સહેજ મુસ્કુરાયા ...Read More

7

અંતિમ આશ્રમ - 7

રાકેશ ઠક્કર પ્રકરણ-૭ સાધુ જીવનસ્ય તો મને આશીર્વાદ આપીને પોતાના નિવાસ પર જતા રહ્યા. ઉજેશભાઇને હજુ પણ વિશ્વાસ આવતો હતો કે એમનું જીવન એમના જ હાથમાં આવી ગયું છે. એની ખાતરી કરવી જરૂરી હતી. ઉજેશભાઇએ નવું પ્રકરણ લખવાનું શરૂ કર્યું. ઉજેશભાઇને થયું કે આ પ્રકરણમાં હું મારો પ્રેમ અલ્પના સમક્ષ વ્યક્ત કરું છું અને એ મારા હાથમાં પોતાનો હાથ સોંપવા રાજી થઇ જાય છે એવું લખીશ. અલ્પના આમ તો મને હા પાડી દેવાની નથી. આશ્રમના કેટલાય વૃધ્ધો એને રાજી કરવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. હું કોઇ પ્રયત્ન વગર એમાં સફળ થઇ જઇશ. મારે આ પ્રકરણ લખીને 'જીવનલેખા' ...Read More

8

અંતિમ આશ્રમ - 8

રાકેશ ઠક્કર પ્રકરણ-૮ ઉજેશભાઇ જાણે આખી દુનિયાને ભૂલી ગયા. અલ્પનાના પ્રેમભર્યા શબ્દોએ દિલને ખુશીઓનો ખજાનો આપી દીધો. અલ્પનાના આ છે કે મારો કોઇ ભ્રમ છે? એવું વિચારતા ઉજેશભાઇ અલ્પનાને બાથ ભરી લેવા થનગની રહ્યા. પછી પોતાની મર્યાદાનું ભાન થયું હોય એમ મનને અટકાવ્યું. "તમારા દિલમાં મારા માટે પ્રેમની લાગણીઓ છે ને?"અલ્પનાના એ શબ્દો તેમના કાનમાં પડઘાવા લાગ્યા હતા. તે બોલી ઊઠ્યા:"હા, તું મને ગમે છે." અને અલ્પનાના હાથને દબાવ્યા. એનાથી અલ્પનાને હૂંફ મળી હોય એમ ભાવવિભોર થઇને શરમાવા લાગી. ઉજેશભાઇને થયું કે સમય અહીં જ થીજી જાય. આ સમય ક્યારેય બદલાય નહીં. અલ્પનાએ ધીમેથી પોતાના હાથ પાછા ખેંચીને કહ્યું:"ઉજેશભાઇ, ...Read More

9

અંતિમ આશ્રમ - 9

રાકેશ ઠક્કર પ્રકરણ-૯ ઉજેશભાઇ દિલ પર પથ્થર રાખીને લખી રહ્યા હતા. એક પ્રેમી પોતાની પ્રેમિકાનો હાથ મજબૂરીમાં બીજાને સોંપી એવા દુ:ખ અને દર્દ સાથે એમની કલમ ચાલી રહી હતી. એમના માટે આ કામ વધારે કઠિન બની રહ્યું હતું. જયરામે તાકીદ કરી હતી કે વાચકોને એ વાત ગળે ઉતરવી જોઇએ કે એક સાધુ શા માટે સાધુતાને ત્યજીને સંસારમાં પાછો આવે છે અને એક મહિલા સાથે પ્રેમ કરે છે કે મહિલાનો પ્રેમ સ્વીકારે છે. ઉજેશભાઇના દિલને વધારે દર્દ થાય એવી આ વાત હતી. પોતે કરારમાં બંધાયેલા હતા. આજે એક વ્યક્તિ તરીકે નહીં પણ લેખક તરીકે – એક ત્રાહિત વ્યક્તિ તરીકે પ્રકરણ ...Read More

10

અંતિમ આશ્રમ - 10 - છેલ્લો ભાગ

રાકેશ ઠક્કર પ્રકરણ-૧૦ સાધુ જીવનસ્ય એટલે કે જીવનકુમાર અને અલ્પના વચ્ચેના પ્રેમના મેળાપથી મન એટલું નિરાશ થયું હતું કે લખેલું ફરી વખત વાંચવાની ઇચ્છા થતી ન હતી. એમાં વ્યાકરણની કે બીજી ભૂલો હશે એ 'જીવનલેખા' વાળા સુધારશે એમ વિચારી મન અને દિલને હળવું કરવા બહાર નીકળ્યા. જેવા બહાર નીકળ્યા કે પહેલી નજર અલ્પનાના આવાસ પર પડી. હવે એ એક સપ્તાહની જ મહેમાન છે. જીવનકુમાર સાથે નવું જીવન શરૂ કરશે. અલ્પના મારી દુઆ તારી સાથે છે. જીવનસ્ય બહુ સારા માણસ છે. એ મારા કરતાં તને વધારે સુખી રાખશે. એ મારા કરતાં વધારે ભલા માણસ છે. ઉજેશભાઇ મનમાં જ જીવનસ્યના વખાણ ...Read More