શિયાળા ની ઠંડી પહોર. સવાર ના 6 વાગ્યે, એક વ્યક્તિ હાથ માં કળશો લઇ ને ખેતર બાજુ જય રહ્યો છે. શેરડી ના ખેતર માં પ્રવેશી ને પોતે અધુકડો થઈ ને બેસી ને પોતાની દીર્ઘશંકા ની પ્રક્રિયા હજી શરૂ જ કરવા નો હોય છે ત્યાં અમુક માખી ઓ નો બણબણાટ સંભળાય છે. પોતાની પ્રક્રિયા પુરી કર્યા વગર જ એ દિશા માં આગળ વધે છે અને એની નજરે જે પડે છે એ જોઈ ને એને આંખે તારા આવી જાય છે અને એ તરત જ બેભાન થઈ જાય છે. ત્યાં એક મોટી કાળી પ્લાસ્ટિક ની બેગ પડી હોય વહે જેના ઉપર લાલ કાળી કીડી ઓ બણબણતી હોય છે અને હાથ નો પંજો માત્ર બહાર ની બાજુ પડેલ દેખાય છે. અને આ દ્રશ્ય જોઈ ને એ માણસ બેભાન થઈ જાય છે.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

Blood Game - 1

પ્રકરણ 1શિયાળા ની ઠંડી પહોર. સવાર ના 6 વાગ્યે, એક વ્યક્તિ હાથ માં કળશો લઇ ને ખેતર બાજુ જય છે. શેરડી ના ખેતર માં પ્રવેશી ને પોતે અધુકડો થઈ ને બેસી ને પોતાની દીર્ઘશંકા ની પ્રક્રિયા હજી શરૂ જ કરવા નો હોય છે ત્યાં અમુક માખી ઓ નો બણબણાટ સંભળાય છે. પોતાની પ્રક્રિયા પુરી કર્યા વગર જ એ દિશા માં આગળ વધે છે અને એની નજરે જે પડે છે એ જોઈ ને એને આંખે તારા આવી જાય છે અને એ તરત જ બેભાન થઈ જાય છે. ત્યાં એક મોટી કાળી પ્લાસ્ટિક ની બેગ પડી હોય વહે જેના ઉપર લાલ ...Read More

2

Blood Game - 2

બ્લડ ગેમ પ્રકરણ 2 એજ દિવસે (જ્યારે સુરત માં સવારે ખેતર માં બોડી મળી)સવારે 10 વાગ્યે:વડોદરા ના દિવાળી પુરા એરિયા માં એક ચામડા ની પ્રોડક્ટ બનાવવા ના કારખાના માં મુનિર અલ હામેદ એક મશીન ઉપર કામ કરી રહ્યો હતો જેમા ચામડા નું કટિંગ અને શેપિંગ થતું હતું. મશીન ની ઘરઘરાટી વચ્ચે એનો ફોન વાઈબ્રેટ થયો અને એને ફોન જોયો, જેમાં એક મેસેજ હતો. " વસ્તુ ...Read More

3

Blood Game - 3

બ્લડ ગેમ પ્રકરણ 3ગવર્મેન્ટ હોસ્પિટલ સુરત (એજ દિવસ):ઝાલા ના પગ ચિતા ની સ્પીડે ચાલી રહ્યા હતા અને એ ગવર્મેન્ટ હોસ્પિટલ ના પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યો હતો અને બીજી 4 એક મિનિટ માં ત્યાં પહોંચી ગયો, અને પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ ના એ દિવસ ના ઓન ડ્યુટી ડોકટર ગૌરવ નાથ ને મળ્યા , કેઝ્યુલ અભિવાદન કર્યું અને તરત જ મેઈન પોઇન્ટ પર આવ્યા. "કુછ પતા ચલા ડો. નાથ?"" હા .. દો ચીઝ અબ તક પતા ચલી હૈ. એક તો યે લડકા હૈ. ઉંમર હોગી કુછ 12-15 કે બીચ ""12 -15 કે બીચ. ...Read More

4

Blood Game - 4

બ્લડ ગેમ પ્રકરણ 4કલોલ પાસે ની સરકારી હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ કેયુર અને માનસી ની બોડી ને મોર્ગ માં રાખી મૂકી અને એમના પેરેનટ્સ ને જાણ કરવા માં આવી. અમદાવાદ થી મારતી સ્પીડ એ દોઢ એક કલાક માં બને ના પેરેન્ટ્સ ત્યાં પહોંચી આવ્યા અને બોડી આઇડેન્ટિફાઇ કરી લીધી અને બધી ફોર્મલિટી પુરી કરી અને એક એમ્બ્યુલન્સ માં એમની બોડી મૂકી અને અમદાવાદ તરફ આવા નીકળી ગયા. સાંજ સુધી માં અમદાવાદ પહોંચી અંતિમ ક્રિયા પતાવી ને ચારે વડીલ પોતાના ઘરે આવ્યા. સંતાનો ગયા નો આક્રંદ અને કરુણતા આખા ...Read More

5

Blood Game - 5

બ્લડ ગેમ પ્રકરણ 5વલસાડ (એ ઘટના ની આગલી રાત્રે): પ્રતીક પોતાના આલીશાન બંગલા ના બેડ રૂમ માં રાત્રે 11 વાગ્યે મોબાઈલ ઉપર અમુક પોતાના પ્રોજેકટ માટે ની રેફરલ રીડિંગ કરી રહ્યો હતો ત્યારે એનો ફોન રણક્યો જેમાં "મનુ સેટિંગ" નામ થી કોલ આવતો હતો એટલે તરત જ એને કોલ રિસીવ કર્યો અને પૂછ્યું " હા બોલ , શુ સ્ટેટ્સ છે? "" સાહેબ બે મળ્યા છે. કોઈ ઓનર નથી. લાવરિસ છે. એક નું B પોઝિટિવ અને એક નું O પોઝિટિવ ...Read More

6

Blood Game - 6

બ્લડ ગેમ પ્રકરણ 6વર્ષ 2001: યુનિવર્સીટી ઓફ ટેક્સાસ ના વિશાળ પટાંગણમાં એક યુવાન 20-22 વર્ષ નો યુવાન હ્યુમન એંનાટોમી ની બુક માં ઉતરી ગયો હતો અને બધું ઝીણવટ પૂર્વક વાંચી રહ્યો હતો. કયો અંગ કેટલું મહત્વ નું , મૃત્યુ બાદ કયો ઓર્ગન કેટલો સમય સ્ટેબલ રહે , કયો ઓર્ગન યુઝ કરી શકાય , કયો નહીં વગેરે બધું વાંચન કરી રહયો હતો. ત્યાં એક બીજો યુવાન આવી ને પાછળ થી પીઠ પર ધબ્બો મારે છે અને પેલો વાચક યુવાન તરત જ પાછળ જોવે છે અને જોઈ ને હસી ને " ...Read More

7

Blood Game - 7

બ્લડ ગેમ પ્રકરણ 71490 વર્ષ પહેલાં: અંગદ પોતાની નાનકડી કુટીર માં બેઠો બેઠો સંસ્કૃત માં સહી અને લાકડા ની નો ઉપયોગ કરી ને શ્લોક ના ફોર્મેટ માં લખી રહ્યો હતો અને એ લખાણ લગભગ 8 લીટી માં સમાવિષ્ટ હતું. એ લખાણ પતાવી ને એ જે પત્રિકા ઉપર લખાણ કર્યું હતું એને એણે દિવા સામે સૂકવવા મૂક્યું અને એજ લખાણ બીજા સાથ આઠ પત્રો ઉપર લખ્યા અને એજ રીતે સુકાવ્યા અને પછી 9 પત્રો માંથી એક પોતાની પાસે રાખી બીજા અન્ય પત્રો ને વ્યવસ્થિત અને સુરક્ષિત જગ્યા એ સંતાડી દીધા. .બીજા દિવસે એ શ્લોક લેખિત પત્ર લઈ ને નાલંદા માં ...Read More

8

Blood Game - 8

બ્લડ ગેમ પ્રકરણ 81490 વર્ષો પહેલા: મહર્ષિ વિહંગે એ શ્લોક પત્ર ને જીવ ની જેમ સાચવી રાખી હતી, અને લઈ ને એ ભારત ના ઉતરી છેડે જઇ ને હિમાલય ની ખીણ માં પોતાનો આસરો બનાવ્યો. અને એની સાથે અંગદ પછી નો એમનો પ્રિય અને વિશ્વ વિદ્યાલય નો શ્રેષ્ઠ વિદ્યાર્થી માં નો એક મેસોપોટેમિયમ વિદ્યાર્થી મુફસા ઇદી પણ ત્યાંજ રહ્યો. અને એ 8 લીટી માં જીવ વિજ્ઞાન ની પરાકાષ્ઠા ને સમાવતા શ્લોક ને ગહનતા થી એના ઉપર વિચાર વિમર્શ અને પ્રયોગ કરવા ના ચાલુ કર્યા. પણ હજી યંત્ર વિજ્ઞાન નો ઉદય થયો નહોતો એટલે હજી આ અર્ધ ચિરાયુ માનવ બનવા ...Read More