Blood Game - 2 books and stories free download online pdf in Gujarati

Blood Game - 2

બ્લડ ગેમ
પ્રકરણ 2
એજ દિવસે (જ્યારે સુરત માં સવારે ખેતર માં બોડી મળી)

સવારે 10 વાગ્યે:

વડોદરા ના દિવાળી પુરા એરિયા માં એક ચામડા ની પ્રોડક્ટ બનાવવા ના કારખાના માં મુનિર અલ હામેદ એક મશીન ઉપર કામ કરી રહ્યો હતો જેમા ચામડા નું કટિંગ અને શેપિંગ થતું હતું. મશીન ની ઘરઘરાટી વચ્ચે એનો ફોન વાઈબ્રેટ થયો અને એને ફોન જોયો, જેમાં એક મેસેજ હતો. " વસ્તુ કાલે પહોંચવા ની હતી પણ નહીં પહોંચે.. કોઈ કૂતરા ઓ એ સૂંઘી લીધું છે. અત્યારે પોસ્પોન્ડ.."

મેસેજ વાંચી ને મનોમન ગાળ આપી અને મેસેજ ડીલીટ કરી દીધો. અને પોતાનું કામ કરવા માંડ્યો. સાથે સાથે "વસ્તુ" ફરી ક્યારે અને કેવી રીતે મેળવવી એનો પ્લાન કરવા માંડ્યો..

********************************************

એજ દિવસે..(જ્યારે સુરત માં સવારે ખેતર માં બોડી મળી)

સવારે 10: વાગ્યે:

અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર કાળા રંગ ની એક સ્કોડા 100 ની સ્પીડે રસ્તા ઉપર તરી રહી હતી. કેયુર અને માનસી પોતાના લગ્ન ની પહેલી એનિવર્સરી પાટણ પાસે આવેલ રાણી ની વાવ અને મહેસાણા માં આવેલ મોઢેરા ના સૂર્ય મંદિર જઇ ને યાદગાર બનાવવા માટે નીકળ્યા હતા.

હજી કડી ગામ પસાર કર્યું હતું અને કલોલ થી 25 એક કિલોમીટર દૂર હતા ત્યાં હાઇવે ના રસ્તા ના કોરાણે થી ખેતર માં થી એક ગાય દોડતા દોડતા અચાનક રસ્તે આવી ચડી અને કેયુર ની ગાડી સામે આવી ગઈ, કેયુર એ તરત જ બ્રેક અને હેન્ડબ્રેક દબાવી , પણ અચાનક વીજળી વેગે ગાય આવી ચડતા સ્પીડ કન્ટ્રોલ ન થઇ પણ કેમે કરી ને ગાય ને બચાવી પણ ગાડી 360 ડીગ્રી ફંટાઈ ને ઉથલો મારી ગઈ અને ત્રણ રાઉન્ડ ફંટાઈ ને હાઇવે ના કોરાણે ખેતર ની હદે ગાડી ઊંઘી પડી ગઈ.

ગાડી ની ફ્રન્ટ ભાગ દબાઈ ને અંદર આવી ગયો અને ફ્રન્ટ સ્ક્રીન નો કાચ નો કચ્ચરઘાણ થઈ ગયો.. ફ્રન્ટ વુડ અંદર ઘુસી આવતા માનસી ના માથા ના ભાગ માં ઘુસી ગયો અને એજ ડ્રાઇવિંગ સાઈડ ની ઉપર ની સાઈડ નું પતરું અંદર ઉતરી આવતા કેયુર ના કપાળ માં ઘુસી ગયો અને કાચ ના કટકા બને ના ચેહરા અને ગળા માં ખૂંચી ગયા.

બને યુગલ ત્યાંજ , ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યા.

આ ઘટના ની પાંચ મી મીનિટે હાઇવે એમ્બ્યુલન્સ આવી અને એ બને મૃત યુવાન ને નજીક ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવા નીકળી.

એમ્બ્યુલન્સ ના ડ્રાઈવરે એમ્બ્યુલન્સ સ્ટાર્ટ કરી ને વીજળી વેગે મારી મૂકી અને ચાલુ ગાડી એ એક હાથે sms મેસેજ ટાઈપ કર્યો.

પાર્સલ આવે છે. તૈયારી ચાલુ કરજો. 20 એક મીનિટ માં ત્યાં આવીએ છે. સેન્ડ આવતા મેસેજ ડીલીટ કરી દીધો.

હાઇવે ના પેરેલલ ખેતર માં એક ઝાડ પાછળ આખો એક્સિડન્ટ જોઈ ચુકેલો વ્યક્તિ સુન મૂન બેઠો હતો અને એના નમ્બર ઉપર sms આવ્યો...

Axis બેંક: તમારા ખાતા માં 50000 જમા થયેલ છે.

આ મેસેજ વાંચી હલકું સ્મિત હોઠ પર આવી ગયું અને પછી ઉભો થઇ " જય ગુલાબી નોટ બાબા " કહી ને હસતો રમતો આનંદિત થઈ ને જાવા માંડ્યો અને ગઈ કાલે જે થયું એ યાદ કરતો જતો હતો.

આ ઘટના ના આગલા દિવસે:

રોજ ની જેમ માર્કંડ (એ વ્યક્તિ) પોતાના ખેતર માં રોજ નું કામ કરવા આવ્યો ત્યારે એક માણસ પોતાની પલ્સર બાઇક સ્ટેન્ડ પર રાખી ને એના ઉપર એની રાહ જોઈ ને બેઠો હતો , જેવો માર્કંડ આવ્યો કે તરત જ એને શુ કરવાનું છે એ જણાવ્યું અને હાથ માં રોકડ 5000 રૂપિયા આપ્યા.. અને કહ્યું "બાકી નું કાલે થઈ ગયા પછી સીધા તારા ખાતા માં આવશે. " "ખાતામાં ??" ઘભરાઈ ને પૂછ્યું .. બીક જાણી લેતા સામે વાળો વ્યક્તિ હસ્યો અને કહ્યું "ટેનશન ન લે. એ બધું અમે જોઈ લેશું. તારો વાળ નો દોરો એ નહીં તૂટે. તું મોજ કર"..

આ સાંભળી ને માર્કડ ને શાંતિ થઈ અને હવે એ કામ કરવા રેડી હતો.

ઘટના ના દિવસે: દર વખતે નીં જેમ બે ત્રણ ગાય ખેતર માં ચરવા આવી જતી ત્યારે એ ગાયો ને જેમ તેમ કરી ને ભગાડી દેતો પણ આ વખતે એજ એનું કમાણી અને કાર્ય નું સાધન હતું. અને આજે એજ રજળતી ગાય માં થી એ 50000 કમાયો હતો. અને ખુશ થતા પોતાના ઘર તરફ જતો હતો.

******************************************

વલસાડ એજ દિવસે સવારે 11 વાગ્યે:

પ્રતીક પોતાની કેબીન માં બેઠો બેઠો ચા ની ચૂસકી લઈ રહ્યો હતો ત્યાં એના મોબાઈલ sms માં 3 મેસેજ લાંબો msg આવ્યો. જે વાંચી ને એની આંખ ચમકી ને વિસફારિત થઈ અને ભમર ઉપર ચડી ગયા અને 20 સેકન્ડ પછી ખુશી ને મારે "યસ યસ આઈ હેવ ફ*$% ગોટ ઇટ,યસ યસ.." કહી ને નાચવા માંડ્યો. પછી તરત જ પોતે પોતાની ગાંધીઝ એનટોમી લેબ ની કેબીન માં બેઠો છે એ ધ્યાન માં આવતા શાંત થઈ ને બેસી ગયો.

" હવે મારુ રિસર્ચ અને બિઝનેસ સ્ટાર્ટ અને પ્રોગ્રેસ માં કોઈ વાંધો નહીં આવે. બસ આ પાર્સલ હેમખેમ પહોચી જાય. " સ્વગત વાત કરતા કંઈક યાદ આવ્યું અને તરત જ એને એક નમ્બર ઉપર sms કર્યો. " Got subject ..waiting to recive at my place. thanks for all kind of Help" .. મેસેજ સેન્ટ નો બલિન્ક આવ્યું એટલે તરત જ એને પોતાના બીજા ફોન માં એનો ફોટો લઈ લીધો અને એ મેસેજ ડીલીટ કરી નાખ્યો..


શુ ચાલી રહ્યું હતું. એ સુરત ના ખેતર માં મળેલ બોડી કોની હતી, એ વ્યક્તિ કોણ હતું જેને કાર એક્સિડન્ટ કરવા માર્કંડ ને પૈસા આપ્યા , ગાંધી શુ કરવા જઈ રહ્યો હતો.. અને હેલ્પ કરનાર વ્યક્તિ કોણ હતું..

આગળ જાણવા વાંચો..

બ્લડ ગેમ એપિસોડ 3...