Blood Game - 5 books and stories free download online pdf in Gujarati

Blood Game - 5

બ્લડ ગેમ
પ્રકરણ 5

વલસાડ (એ ઘટના ની આગલી રાત્રે):

પ્રતીક પોતાના આલીશાન બંગલા ના બેડ રૂમ માં રાત્રે 11 વાગ્યે મોબાઈલ ઉપર અમુક પોતાના પ્રોજેકટ માટે ની રેફરલ રીડિંગ કરી રહ્યો હતો ત્યારે એનો ફોન રણક્યો જેમાં "મનુ સેટિંગ" નામ થી કોલ આવતો હતો એટલે તરત જ એને કોલ રિસીવ કર્યો અને પૂછ્યું " હા બોલ , શુ સ્ટેટ્સ છે? "

" સાહેબ બે મળ્યા છે. કોઈ ઓનર નથી. લાવરિસ છે. એક નું B પોઝિટિવ અને એક નું O પોઝિટિવ છે. "

"ચાલશે. કઈ રીતે લાવીશ?"
" એ હું કરી લઈશ. કેટલા વાગ્યે પોચાડુ?"
" જેટલું જલ્દી થાય. બને તો 4 સુધી?"
"થઈ જશે".

"ઠીક છે તું નીકળ એટલે મને કેજે હું તૈયારી રાખીશ"
"ભલે".

વાત પતી ગઈ પછી પ્રતીક એ તરત જ કોલ રેકોર્ડિંગ નું બેક અપ પોતાના લેપટોપ માં બીજી 15 મિનિટ માં લીધું , અને ફોન ના કોલ રેકોર્ડસ માં થી બધું ડિલીટ કરી દીધું. સામે મનુ સેટિંગ એ પણ એજ કર્યું. ફરક એટલો કે એને ફોન માંથી સિદ્ધુ પેન ડ્રાઇવ માં લીધું અને ફોન માંથી ઉડાવી નાખ્યું. અને પોતાના આગળ ના કામ માં લાગી ગયો.

આ બાજુ પ્રતીક એ પોતાના પોઝિબલ કોન્ટેક્ટ્સ માં જાણ કરી અને બોડી મળે તો બોડી નહીં તો હેલ્ધી ઓર્ગન્સ જેનું બ્લડ ગ્રૂપ o અને b પોઝિટિવ હોય.

અને રાત ના 11 થી લઈ ને સવાર ના 10 સુધી માં વલસાડ થી લઈ ગુજરાત ના મોટા નાના તમામ હોસ્પિટલસ માં આ મેસેજ પહોંચી ગયો અને સમાંતર રીતે કામ ચાલવા માંડ્યું. પણ કોવિડ પછી જોઈએ એવી બોડી કે ઓર્ગન્સ નહોતા મળી રહ્યા ત્યારે અમદાવાદ ખાતે ના એક યુવક એ પોતાની રીતે રસ્તો કાઢ્યો અને એના વિશે એને એના " ઓર્ડર લીડર" ને આપ્યો અને એ આઈડિયા પ્રતીક પાસે પહોંચ્યો અને પ્રતીક એ તરત જ ગ્રીન સિગ્નલ આપયો.

એના અંતરગત કોવિડ નેગેટિવ ની માહિતી ડિપાર્ટમેન્ટ માં થી ગુલાબી લીલો વરસાદ કર્યા બાદ મળ્યા અને એમાં સંપૂર્ણ ફિટ એન્ડ ફાઇન ટાર્ગેટ સિલેક્ટ કરવા મા આવ્યા કેયુર અને માનસી. બધી ડિટેલસ કાઢવા માં આવી. જો ફરવા ન નીકળ્યા હોત તો બીજી અન્ય રીતે આ કામ થાત પણ કેયુર માનસી ના ખરાબ અને એ લોકો ના સારા નસીબ એ એ લોકો પાટણ જાવા નીકળ્યા અને કામ થઈ ગયું.

કોવિડ ડીપાર્ટમેન્ટ માંથી આધાર નંબર અને એના ઉપર થી મોબાઈલ નંબર મેળવી , પ્રોફેશનલ હેકર નો યુઝ કરી ને એમની મુવમેન્ટ વિશે ભાળ મેળવી લીધી અને માર્કંડ ( ખેતર વાળો માણસ) ને પૈસા આપી એક્સિડન્ટ પ્લાન્ટ કર્યો.

અને હવે આ બે બોડી અને બે વ્યક્તિ ના ઓર્ગનસ પ્રતીક ની એનાટોમી લેબ માં હતા અને હવે પ્રતીક પોતાના પ્રોજેકટ ઉપર કામ ચાલુ કરવા નો હતો.


*****************************************

ટેક્સાસ : અમેરિકા: (એજ દિવસે જ્યારે માનસી અને કેયુર ના ઓરગન્સ પ્રતીક પાસે પહોંચ્યા)..

ફિલિપ હ્યુસ્ટન પોતાના ડેસ્ક ઉપર બેઠો બેઠો કાંઈક વિચારી રહ્યો હતો અને અને એની સામે એના લેપટોપ ના સ્ક્રીન ઉપર આખો પ્રોજેકટ નો બ્લ્યુ પ્રિન્ટ હતી અને એના થી એને ખૂબ આશા ઓ હતી. જો આ એક્સપેરિમેન્ટલ પ્રોજેકટ સક્સેસ થાય તો એ અને એની " I. A. L" કમ્પની દુનિયા માં તહેલકો મચાવી શકતો હતો અને એની માટે એને જે ન્યુઝ જોઈએ છે એ ની ફોલો અપ મળવો જરૂરી હતો અને એ મેસેજ બલિંક થયો." Got subjects ..waiting to recive at my place. thanks for all kind of Help" .. આ મેસેજ વાંચી ને ફિલિપ ખુશી ને મારે ઓફીસ માં ઠેકડા મારવા માંડ્યો અને કારણ કે અહીં અમેરિકા માં રાત ના 10 વાગ્યે એ ઓફીસ માં એકલો હતો એટલે કોઈ જોવા વાળું નહોતું અને એટલેજ બેફિકર થઈ ને ફિલિપ કૂદવા માંડ્યો " my 100 crore invested at right place and now it will be1000 crore buissnes per year... now your work started pratik".. મનોમન ફિલિપ બોલ્યો.


ફિલિપ એ એવું કયું પ્રોજેકટ હતો જેમાં 1000 કરોડ નો બિઝનેસ કરવા નો હતો, અને એમાં કેડેવર ટ્રાફિક નો શુ રોલ હતો અને પ્રતીક શું કરવા નો હતો આ પ્રોજેકટ માં. અને પ્રતીક અને ફિલિપ નું શુ જોડાણ હતું. ?

આગળ જાણવા વાંચો પ્રકરણ 6...