Blood Game - 1 books and stories free download online pdf in Gujarati

Blood Game - 1

પ્રકરણ 1

શિયાળા ની ઠંડી પહોર. સવાર ના 6 વાગ્યે, એક વ્યક્તિ હાથ માં કળશો લઇ ને ખેતર બાજુ જય રહ્યો છે. શેરડી ના ખેતર માં પ્રવેશી ને પોતે અધુકડો થઈ ને બેસી ને પોતાની દીર્ઘશંકા ની પ્રક્રિયા હજી શરૂ જ કરવા નો હોય છે ત્યાં અમુક માખી ઓ નો બણબણાટ સંભળાય છે. પોતાની પ્રક્રિયા પુરી કર્યા વગર જ એ દિશા માં આગળ વધે છે અને એની નજરે જે પડે છે એ જોઈ ને એને આંખે તારા આવી જાય છે અને એ તરત જ બેભાન થઈ જાય છે. ત્યાં એક મોટી કાળી પ્લાસ્ટિક ની બેગ પડી હોય વહે જેના ઉપર લાલ કાળી કીડી ઓ બણબણતી હોય છે અને હાથ નો પંજો માત્ર બહાર ની બાજુ પડેલ દેખાય છે. અને આ દ્રશ્ય જોઈ ને એ માણસ બેભાન થઈ જાય છે.

20 મીનિટ પછી....

એ બેભાન વ્યક્તિ ને આસ પાસ બીજા 8 -10 વ્યક્તિઓ ઉભી છે અને પેલા બેભાન માણસ ને હોશ માં લાવે છે , અને એ વ્યક્તિ હોશ માં આવે છે કે તરત જ બીક નો માર્યો દૂર ભાગે છે. ત્યાન્જ એક પોલીસ જીપ આવી ને અટકે છે.

પોલીસ જીપ માંથી એક હિંદી ફિલ્મ ના હીરો જેવો કુટડો જવાન ઓફિસર ઉતરે છે અને તરત જ એ ભીડ તરફ આવી ને પોતાનો પરિચય આપે છે.

ઓફિસર: હું સિનિયર ઇનસ્પેક્ટર સમર્થ ઝાલા. કોને ફોન કર્યો હતો.

ટોળા માંથી એક વ્યક્તિ આગળ આવે છે અને...

વ્યક્તિ: જી સાહેબ ,મેં.
ઝાલા: તમારું નામ. ?
વ્યક્તિ: ભૂરો. મૂળ નામ ભદ્રેશ કણજારીયા.
ઝાલા: ક્યાં છે?
વ્યક્તિ: (તરત જ પોતાની આંગળી થી ટોળા ની પાછળ બાજુ ઈશારો કરતા ) જી સાહેબ, આ બાજુ.

થોડેક જ આગળ જતાં નાક સુન થઈ જાય એવી દુર્ગંધ આવે છે જેના કારણે ઝાલા ને પણ એક ઉબકો આવી જાય છે. એની સામે પ્લાસ્ટિક બેગ પડી છે જેના ઉપર લાલ, કાળી કીડીઓ અને માખીઓ બણબણ કરે છે.
ઝાલા પોતાની સાથે આવેલ કોન્સ્ટેબલ ને ટાંકી ને ...

ઝાલા: અશ્વિન, ફોરેન્સિક માં જાણ કર.
અશ્વિન:(તરત જ જવાબ આપતા): જાણ થઈ ગઈ સર. થોડીક જ વાર માં પહોંચશે.
ઝાલા માથું હલાવી ને "ok" કહેવા નો ઈશારો કરે છે અને આગળ વધે છે.

ઝાલા પ્લાસ્ટિક ની બેગ તરફ એક ટશે જોઈ રહે છે. એને એના બે કોન્સ્ટેબલ ને ઈશારો કરી ને બેગ ખોલવા નું કહે છે.

બે કોન્સ્ટેબલ જઈ ને આદેશ નું પાલન કરે છે અને એ બેગ ખોલે છે. એને એમાં થી 3 ટુકડા માં લાશ જમીન પર પડે છે.

આ દ્રશ્ય જોઈ ને પુરુષો સમેત 4 જણ ત્યાં જ બેભાન થઈ જાય છે. ઝાલા પણ બે સેકન્ડ માટે આંખ બંધ કરી દે છે. પછી એ લાશ ના ટુકડા ને વ્યવસ્થિત રીતે એક બાજુ સાચવી ને ગોઠવા નું કહે છે અને આગળ ત્યાં હાજર સ્વસ્થ વ્યક્તિ ઓ ની પૂછપરછ ચાલુ કરે છે. જેમાં લોકો દ્વારા એટલુજ જાણવા મળે છે કે વહેલી સવારે કોઈ આ કોથળો નાખી ગયું હતું જેની આ લોકો નથી કોઈ ને જાણકારી નહોતી અને આ નંદકિશોર ઉર્ફે નંદુ લોટો લઈ ને અહીંયા પાસે દીર્ઘશંકા પતાવવા આવ્યો ત્યારે એનું ધ્યાન ગયું.

જેથી કોણ ક્યારે આ ફેંકી ગયું એ કોઈને ખ્યાલ નથીી.

કોની હતી એ બોડી, કોણે હત્યા કરી હતી આ વ્યક્તિ ની , અને લાશ ને ટુકડા કરી ખેતર માં નાખવા ની પાછળ નું કારણ શું??

જાણવા આગળ વાંચો...