Blood Game - 4 books and stories free download online pdf in Gujarati

Blood Game - 4

બ્લડ ગેમ
પ્રકરણ 4
કલોલ પાસે ની સરકારી હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ કેયુર અને માનસી ની બોડી ને મોર્ગ માં રાખી મૂકી અને એમના પેરેનટ્સ ને જાણ કરવા માં આવી. અમદાવાદ થી મારતી સ્પીડ એ દોઢ એક કલાક માં બને ના પેરેન્ટ્સ ત્યાં પહોંચી આવ્યા અને બોડી આઇડેન્ટિફાઇ કરી લીધી અને બધી ફોર્મલિટી પુરી કરી અને એક એમ્બ્યુલન્સ માં એમની બોડી મૂકી અને અમદાવાદ તરફ આવા નીકળી ગયા.

સાંજ સુધી માં અમદાવાદ પહોંચી અંતિમ ક્રિયા પતાવી ને ચારે વડીલ પોતાના ઘરે આવ્યા. સંતાનો ગયા નો આક્રંદ અને કરુણતા આખા ઘર માં છવાઈ ગઈ અને એ સાંજ ચારે વડીલો ના જીવન ની પરમેનન્ટ સંધ્યા કાળ થઈ ગઈ.

પણ એ ચારે વડીલો ને જાણ નહોતી કે એમના સંતાનો ના શરીર ને જે અમુક કલાક પહેલાં જ પંચતત્વ માં વિલિન કરી ને આવ્યા છે એ માત્ર ચામડી અને અમુક માંસપેશીઓ નું જ હતું .. અમુક વાતું કોઈક ની માટે કાઢી લેવા માં આવી હતી.

આ બાજુ કલોલ પાસે ની સરકારી હોસ્પિટલ એ થી માનસી અને કેયુર ના માતા પિતા એમની બોડી લઇ ગયા ને 30 મિનિટ પછી હોસ્પિટલ ખાતે એક બીજી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ આવી ને ઉભી રહી જેમાં 10 થર્મોકોલ ના બોક્સ સાચવી ને મુકવા માં આવ્યા. અને એમ્બ્યુલન્સ ધૂળ ઉડાડતી સડસડાટ રવાના થઈ ગઈ.

સાંજ પડતા એ એમ્બ્યુલન્સ વલસાડ આવી પહોંચી ગાંધીસ એનટોમી લેબ પાસે.

પ્રતીક તરત જ બહાર આવ્યો અને એ દસે બોક્સ પ્રિસરવેશન રૂમ માં સાચવી ને મુકવા માં આવ્યા અને યથા યોગ્ય રીતે પ્રિસર્વ કરવા માં આવ્યા.

અને પછી પોતે એના ફોન માં આવેલ 3 પેજ લાંબો મેસેજ વાંચ્યો અને કનફાર્મ કર્યું...

મેસેજ કંઈક આમ હતો:

One male : Age Near 25.
Blood group: O Positive.
All Organs are healthy , Brain dead as Deep internal injury in head.

One female : Age Near 25
Blood Group : B Positive
All Organs are healthy , Brain dead as Deep internal injury in head.

Sanding Heart, kidney , spleen and Pancreas of Both. And Testicles from male and Uterus from female.

Kindly check and confirm.

બસ આજ વાંચી ને પ્રતીક ખુશી ને મારે ઉછળવા માંડ્યો હતી.

પછી એને એમ્બ્યુલન્સ વાળા ઓ ના હાથ "ગુલાબી" કર્યા અને એમને રજા આપી.

પછી પોતાના લેબ ના સેટ માં પોતાની કેબીન અને પ્રોસેસ રૂમ ની ઠીક પાછળ એક પ્લાસ્ટિક સ્લાઈડર વોલ વડે એક નાનકડો હોલ બનાવ્યો હતો જેને હોસ્પિટલ ના મોર્ગ રૂમ જેવુ સેટ કર્યું હતું. એનું ટેમ્પરેચર 0 થી 2 ડીગ્રી વચ્ચે હતું. અને એની સામે બે નગ્ન અવસ્થા માં મૃત શરીર પડ્યા હતા. એક મેલ અને એક ફિમેલ.

" બસ હવે મારા રિસર્ચ અને બિઝનેસ ને આગળ વધારવા અને સક્સેસ કરવા માં આપ નો સાથ જોઈ એ છે. તમે આમજ સુતા સુતા મદદ કરો અને મને સફળતા આપવો. અને જો આપના હેલ્પ થી , આપના આશીર્વાદ થી જો આ રિસર્ચ સકેસસ થયો તો મારો અને કરોડો લોકો નો ઘણો ફાયદો થશે. જીવતા જીવ તમે કોઈ ને કામ લાગ્યા કે નહીં એ ખબર નથી પણ હવે જરૂર થી કામ લાગશો... લાગશો ને ?.. લાગજો હને.."

જાણે નાનું બાળક ભગવાન ની મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરતું હોય એમ પ્રતીક હાથ જોડી ને એ બે મૃતકો સમક્ષ આ બોલી રહ્યો હતો.

પછી બહાર આવી પોતાના બે આસિસ્ટન્ટ ટેકનિશિયન સાથે PPE કીટ પહેરી પ્રિસરવેશન રૂમ માંથી એક ઓર્ગન લઈ ને પ્રોસેસિંગ રૂમ માં ગયા અને આગળ નું કામ કરવા નું સ્ટાર્ટ કર્યું..


શુ કરી રહયો હતો અને શુ કરવા માંગતો હતો પ્રતીક, અને કોણ એને આ કામ માટે ફન્ડ અને રિસોરસીસ આપી રહ્યું હતું. કેડેવર ટ્રાફિકિંગ ની ઊંડાઈ કેટલી હતી..?

આ બધું જાણવા વાંચો આવતા અંકે પ્રકરણ 5...