બેલા:એક સુંદર કન્યા

(50)
  • 36.4k
  • 11
  • 17.9k

સૂર્યના કેસરી કિરણો ધરા પર પથરાઈ ગયા.જંગલમાં ચારેય તરફ પક્ષીઓનો કિલકિલાટ સંભળાઈ રહ્યો. જંગલી માંસાહારી પ્રાણીઓ પોતાના ખોરાકની શોધમાં નીકળી પડ્યા.અમુક પ્રાણી હજુ આરામ ફરમાવી રહ્યા. સાપ તેમજ બીજા જીવડાં પણ આમતેમ ફરી રહ્યા છે.દરેક જીવને ખોરાકની જરૂર છે.લગભગ,સવાર-સવારમાં જ દરેક જીવ પોતાના ખાવાપીવાની વ્યવસ્થા કરતું હોય છે.બસ એવું જ જંગલમાં ચાલી રહ્યું. છેલ્લા એક વર્ષને છ એક મહિનાથી નેહડા વાસીઓની શાંતિ હણાઈ ગઈ.નેહડા વાસીઓની સંખ્યા લગભગ 350 આસપાસ.તેમાં બાળકો પુરુષ સ્ત્રી બધું જ આવી જાય. છ સાત ઘર નજીક નજીક હોય તો અડધો કિલોમીટર દૂર બીજા 6/7 ઘર. એવી રીતે નેહડાવાસી પોતાના કુટુંબમાં રહે.એક ગોળાકાર સમૂહ.વચ્ચે નેહડા વાસીઓનો સ્વર્ગથી પણ સુંદર, રળિયામણો બગીચો તૈયાર કર્યો છે.આંખને ગમે તેવો, મનને શાંતિ પમાડે તેવો, દિલને ખુશ કરી દે તેવો આ બગીચો. મૂળભૂત વ્યવસાય પશુપાલન તેમજ ફળ-ફૂલની ખેતી.પહેલા જંગલી પ્રાણીઓની બીક લાગતી.હવે તેની વ્યવસ્થા તો કરી.પરંતુ હવે થોડા સમયથી કંઈક અજાણ્યા અવાજો સંભળાય,કોઈ રડતું હોય એવું સંભળાય, એક સુંદર કન્યા સજી-ધજીને આંટા મારતી દેખાય.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

બેલા:એક સુંદર કન્યા - 1

બેલા:એક સુંદર કન્યા..સૂર્યના કેસરી કિરણો ધરા પર પથરાઈ ગયા.જંગલમાં ચારેય તરફ પક્ષીઓનો કિલકિલાટ સંભળાઈ રહ્યો. જંગલી માંસાહારી પ્રાણીઓ પોતાના શોધમાં નીકળી પડ્યા.અમુક પ્રાણી હજુ આરામ ફરમાવી રહ્યા. સાપ તેમજ બીજા જીવડાં પણ આમતેમ ફરી રહ્યા છે.દરેક જીવને ખોરાકની જરૂર છે.લગભગ,સવાર-સવારમાં જ દરેક જીવ પોતાના ખાવાપીવાની વ્યવસ્થા કરતું હોય છે.બસ એવું જ જંગલમાં ચાલી રહ્યું.છેલ્લા એક વર્ષને છ એક મહિનાથી નેહડા વાસીઓની શાંતિ હણાઈ ગઈ.નેહડા વાસીઓની સંખ્યા લગભગ 350 આસપાસ.તેમાં બાળકો પુરુષ સ્ત્રી બધું જ આવી જાય.છ સાત ઘર નજીક નજીક હોય તો અડધો કિલોમીટર દૂર બીજા 6/7 ઘર. એવી રીતે નેહડાવાસી પોતાના કુટુંબમાં રહે.એક ગોળાકાર સમૂહ.વચ્ચે નેહડા વાસીઓનો સ્વર્ગથી ...Read More

2

બેલા:- એક સુંદર કન્યા - 2

પ્રેમ શબ્દ કેટલો નાનો છે???એ નિભાવવો કેટલો મુશ્કેલ???કોઈ નજીક હોવા છતાંય પોતાનું નથી,કોઈ દુનિયાના બીજા છેડે હોવા છતાંય પોતાનું એ બંધન છે તેમ છતાંય એ બંધન વ્હાલું છે.વ્હાલ અધૂરપ બની જાય તો આખી જિંદગી યાદમાં ફેરવાય જાય.બેલા ઝરણાની પેલી બાજુ ઉભા-ઉભા ગુસ્સે થઈ બોલી રહી. મનીષા... દિપક માત્રને માત્ર મારા જ વખાણ કરી શકે છે.મારા સિવાય અગર બીજા કોઈના વખાણ કરશે તો હું તેની હાલત તારા જેવી જ કરી દઈશ. સમજી ગઈ???મનીષા.દીપક મારો છે.મારો એકલીનો.એ મારો પ્રેમ છે.ફકત મારો.બેલા એ‍‍‍‌ જોરથી પગ પછાડયો. ઝરણાનું પાણી બેલા ઉપર ઉડ્યુને સુંદર બેલા વધારે સુંદર દેખાય રહી.આકર્ષક લાગી રહી. ખૂબ જ નિરાશ ...Read More

3

બેલા:- એક સુંદર કન્યા - 3

બેલાને હું આજ પથ્થર ઉપર બંને જોડે બાજુ બાજુમાં બેસવાનો મારો અનુભવ તો ખરો જ.પરંતુ આજે કંઈક બેલાનો અંદાજ અલગ જ લાગતો હતો.અમે બાજુ બાજુમાં બેસતા જ પરંતુ બેલા ક્યારેય મને સ્પર્શ કરીને ન બેસે. મનીષા આ પથ્થર મોટો છે.મારી અને બેલાની વચ્ચે થોડું અંતર જળવાય રહે એટલો તો મોટો છે જ.પરંતુ બેલા મારુ બાવડુ અને તેનું બાવડું સ્પર્શ થાય એ રીતે બેસી ગઈ. બેલાનો સ્પર્શ થતા જ મારા આખા શરીર પર રુવાટી ઉભી થઇ ગઈ.મેં તેનો હાથ પકડ્યો.ખુદ પર કંટ્રોલ કરતા... હું બોલ્યો બેલા મને તારો હાથ ખૂબ જ ગમે છે.ખરેખર આટલો કોમળ હાથ આટલી ઉંમરે કોઈ ના ...Read More

4

બેલા:- એક સુંદર કન્યા - 4

દિપક વાત કરતા કરતા ઝરણા પાસે પહોંચ્યો.જોર જોરથી પોતાના મોઢા ઉપર પાણી ફેંક્યું.આજે પણ એ બેલાને ભૂલી શક્યો નથી.એ પોતે પણ નકારી શકે તેમ નથી.ત્યાં જ તેને પાણીમાં બેલા દેખાઈ.જરા પણ આશ્ચર્ય વગર એ પોતાના બંને હાથે પાણી પી બોલ્યો બેલા તારો ચહેરો ખરેખર ચંદ્રમાના તેજ જેવો છે. શીતળ તારી આંખો માંજરી બિલાડી જેવી. બેલા હસી પડી.કીકીની ફરતે બોડર ઘાટા બ્લેક રંગની. વચ્ચે બિલાડીની જેમ ભુરી કીકી. વચ્ચે ગોળ આછા કાળા રંગનું. એ આગળ બોલ્યો તારા આખા શરીરનો રંગ એકદમ ગોરો.ઘાટી આઈબ્રોને લાંબીને કાળી પાપણ.નમણુ તારું નાક. તેથી કોમળ તારા હોઠ. તારા ગાલ, લાંબા આછા કાળા તારા વાળ.કેટલી સુંદર ...Read More

5

બેલા:એક સુંદર કન્યા - 5

એક વખત હું અને બેલા ગિરનારના બગીચામાં મળ્યા. બેલા એ મને કહ્યું દિપક આપણા નેહડાવાસીઓમાં ક્યારેય કોઈએ પ્રેમ લગ્ન નથી કે નથી કોઈએ ભાગીને લગ્ન કર્યા. તેમજ નેહડા વાસીઓમાં એક નિયમ છે ક્યારેય કોઈ પણ છોકરા કે છોકરીના પ્રેમ લગ્ન થવા દેવા નહીં. તને શું લાગે છે??? આ નિયમને આપણે તોડી શકીશું??? આપણે બંને લગ્ન કરી શકીશું???? શું આપણે એક થઈ શકીશું? મેં બેલાના ગાલ પર કિસ કરી. તેના ખભા પર માથું ઢાળી કહ્યું બેલા આપણે અહીં ચિંતા કરવા નથી આવ્યા. રિશેષ સમયે આપણે કોલેજમાં હાજર થવું પડશે. આપણે બંને અહીં પ્રેમ કરવા આવ્યા છીએ.એમ પણ આપણે નેહડામાં તો ...Read More

6

બેલા:એક સુંદર કન્યા - 6

ઉભા-ઉભા બેલા રડી રહી.મનીષા દીપકને મેળવવો એ સહેલી વાત નહોતી.મેં દિપકને પ્રેમ કરી હંમેશ માટે દીપકથી દુર જવાનું દુઃખ કર્યું છે અને તું માત્ર દીપકને લાસ્ટ યર પૂરું કરાવી તેનો પ્રેમ મેળવવા માંગે છે???હવે પોતાના આંસુને ગુસ્સામાં લૂછતાં બેલા બોલી રહી..એ. એ શક્ય નથી.બેલાએ ફરીવાર ધડાધડ પોતાની આંખના આંસુ લૂછી, ટટ્ટાર થઈને બોલી "મનીષા હવે તો સાંભળ???હવે તો સાંભળ??? દિપકની વાત કાન દઈને. ત્યારે તને સમજાશે કે બેલા એ દીપકને કેવો પ્રેમ કર્યો??? મારા બાપુ મુખીના ઘરે જઈ તેના પગમાં પડી ગયા. ચોધાર આંસુએ રડી રહ્યા.બેલાના બાપુ એ પોતાના દોસ્તને બંને હાથે પકડી ઉભો કર્યો. મારા બાપુ તેને પકડી-પકડીને ...Read More

7

બેલા:એક સુંદર કન્યા - 7

મનીષા પ્રેમ કરવો,પ્રેમ નિભાવવો,પ્રેમ મેળવવો એ ખુબ જ અઘરી વાત છે.તને એમકે પ્રેમ કરવાથી પ્રેમ મળી જાય છે!!!તો તું છે.જુઠ્ઠી. મનીષા ઊભી થઈ બોલી દિપક પછી શું થયું??? ખૂબ જ નરમાશ પૂર્વક મનીષા બોલી.બેલાના બાપુ ગુસ્સે તો ન થયા તો પછી..... હમમ.સાંભળ...દોસ્ત તારો દીકરો અને મારી દીકરી. યુવાન છે.આવું બધું આ ઉંમરે થવું એ સ્વાભાવિક છે. પરંતુ આપણે તેના માવતર છીએ.આપણે આપણા સંતાનોને આપણા વશમાં રાખવા જોઈએ.તું તારા દીકરાને સમજાવજે હું મારી દીકરીને સમજાવીશ. તારે પણ પ્રયત્ન કરવાનો છે.મારે પણ પ્રયત્ન કરવાનો છે. બેલાના બા આ બધું સાંભળી રહ્યા.એ ડરી ગયા. તેને થયું બેલાના બાપુ આવી બધી વાતોને ક્યારેય ...Read More

8

બેલા:એક સુંદર કન્યા - 8

મનીષા તને આ વાતો નહીં સમજાય.દિપક આગળ બોલ આગળ બોલ... મારું મોત કઈ રીતે થયું???બોલ જલ્દી??? મનીષાને મારા મોત માહિતી આપી મનીષાને અહીંથી જવા માટે કહી દે.તેને આદેશ આપી દે. આદેશ આપી દે કે હવે પછી એ તને ક્યારેય ન મળે. આમને આમ એક અઠવાડિયું જતું રહ્યું.એક દિવસ રજત બેલાને રસ્તામાં મળી ગયો.એ દિવસે હું અને બેલા મળવાના હતા.હું છુપાઈ ગયો. રજતે બેલાનો હાથ પકડ્યોને બોલ્યો બેલા હવે ટૂંક સમયમાં આપણો સંબંધ થશે અને પછી આપણે બંને પરણી જોઈશું.હું મારી જિંદગીમાં તારી રાહ જોઉં છું.હું ખુશ છું કે તારા જેવી સુંદર છોકરી મારી જીંદગીમાં આવશે. બેલા એ પોતાનો હાથ ...Read More

9

બેલા:એક સુંદર કન્યા - 9

મનીષા કે દિપક બેલાની વાત ન સાંભળતા એ ખૂબ જ ગુસ્સે ભરાય. બેલાના શ્વાસ વધી રહ્યા તેની આંખો વધારે થઇ એમાં પણ બેલા આટલી સુંદર એટલે એ વધારે બિહામણી લાગી રહી. હા...આઆઆઆ.એવો અવાજ કરવા લાગી.બેલાના બાંધેલા વાળ છૂટા થઈ ઉડવા લાગ્યા.બેલાના ચહેરા પર બંને બાજુથી લટ ઉડી ચહેરા પર આવવા લાગી.બેલાના ઉપર-નીચે એમ ચારે રાક્ષસી દાંત મોટા થઈ ગયા.બંને હાથ લાંબા કરયા. જંગલમાં જોરદાર પવન ફુક્યો.ચારેબાજુ જંગલમાં પાંદડા ઉડવા લાગ્યા.ધૂળની ડમરીઓ ચડવા લાગી. દીપક અને મનીષા અલગ-અલગ ઉભા રહયા.ઝાડના થડ પકડી રાખ્યા.નેહડાવાસીઓના છાપરા પણ ઉડી ગયા.કાચા બનાવેલા મકાન પડવા લાગ્યા.સૌ કોઇ અચાનક જ આવેલા વાવાઝોડાને જોઇ ડરી ગયા. મુખી ...Read More

10

બેલા:એક સુંદર કન્યા - 10

દિવસ આથમવા જઇ રહ્યો.અસુરી શક્તિઓની શક્તિ વધી ગઈ.બેલા ફરી એક વખત બગીચામાં આવી એક સુંદર કન્યા બની,બગીચામાં આંટા મારવા બગીચામાં રહેલા માણસોને તડપાવવાનું નક્કી કર્યું.તેણે પાછું પોતાનું ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું.ચાર રાક્ષસી દાંત મોટા થઈ ગયા.ખુલ્લા વાળ ઉડવા લાગ્યા.ચહેરો લાલચોળ.એ જગ્યાએ બે માણસો ઉભેલા ત્યાં જઈ બેલાએ જોરદાર ચીસ પાડી.સાંભળી એ બંને માણસે બેલા સામે જોયું ત્યાં જ બંને બંનેના હૃદયના ધબકારા વધી ગયા.બંને દોડવા લાગ્યા,બેલા જોર-જોરથી હસી રહી. ત્યાંજ બીજી આસુરી શક્તિ એ આવીને કહ્યું આટલા સમયથી આત્મા હોવા છતાંય તે ક્યારેય અમારા વારંવાર કહેવા છતાંય.તે આસુરી રૂપ ધારણ ન્હોતું કર્યું.પરંતુ તે બેવાર સ્વરૂપ ધારણ કર્યું.હવે તારે કિંમત ...Read More

11

બેલા:એક સુંદર કન્યા - 11

દિપક ઘરે જઈ પોતાની પાસે રહેલા હનુમાન દાદાના લોકેટને પોતાના ગળામાં નાખ્યું.પછી એ બગીચામાં આંટો મારવા માટે નીકળ્યો. મનોમન ચાલીસા બોલી રહ્યો.ધીરે-ધીરે છુપાતા પગલે એ છેક ઝરણા પાસે સંતાઈને ઊભો રહ્યો. રાત્રીના બાર વાગ્યા છે.પેલા ઝરણા પાસે આવી ધીરે-ધીરે પ્રકાશ દીપકને દેખાયો.એ પ્રકાશે દીપકની આંખોને આંજી દીધી.ધીરે-ધીરે પ્રકાશ ઓસરતો ગયો.પ્રકાશમાં રહેલી બેલા:એક સુંદર કન્યા દેખાવા લાગી.તેને જોઈ દીપકે પોતાના મો આડા હાથ મૂક્યા. દીપકને બગીચામાં જતો જોઈ મનીષા પણ સંતાઈ સંતાઈને તેની પાછળ આવી રહેલી.મનીષાને કશું ન દેખાયુ.તેણે દીપકને સંતાયેલો જોયો.એ પણ તેની બાજુમાં આવી ઊભી રહી. એ ધીરેથી બોલી દિપક શું જોવે છે?દિપકે મનીષા મો ઉપર હાથ મૂક્યો.બેલાને ...Read More

12

બેલા:એક સુંદર કન્યા - 12

દિપક દલીલ કરતા બોલ્યો બેલા અગર તું મને પ્રેમ કરે છે તો તું મનીષાને નુકસાન નહીં પહોચાડે.સમજી ગઈ તું.એ ની ચિંતા કરતા એમ કહી મનીષાને ઉચકી તેને લઇ દિપક બગીચાની બહાર જતો રહ્યો.મનીષા માટે દીપકને ચિંતા છે તો બેલા માટે દુઃખ પણ છે. મનીષા એ બહાર જતાની સાથે જ આંખ ખોલી.એ બોલી દીપક મેં તારી અને બેલાની વાત સાંભળી.બેલા જે કહેતી હતી એ સાચું.હું તને પ્રેમ કરું છું.તને ચાહું છું. બેલાને આ વાત સહેજ પણ નહિ ગમે.એટલે તેણે મારા પર હુમલો કર્યો. હું દિલથી તને પ્રેમ કરું છું. હવે બેલા આપણી વચ્ચે નથી. એ મનુષ્ય નથી એટલે બધું સમજી ...Read More

13

બેલા:એક સુંદર કન્યા - 13

સુંદર સૂર્યોદય થયો.બધા પોતપોતાના કામે લાગી ગયા. દીપકના ગળામાં હનુમાનદાદા છે.પરંતુ મનીષા આગળ રહેલી હનુમાન દાદાની મૂર્તિ તેણે મૂકી છે.મનીષા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. બેલા મનીષા પાસે આવી.મનીષા જે પણ કંઈ કામ કરે તેને બગાડવા લાગી.મનીષા ગોળામાં પાણી નાખવા લાગી તો બેલાએ ગોળ જ તોડી નાખ્યો. મનીષાના બા ખીજાયા એ બોલ્યા મનીષા તારું ધ્યાન ક્યાં છે??તે ગોળો તોડી નાખ્યો.મનીષા એ પોતાના બા આગળ માફી માંગી.એ બીજું કામ કરવા માટે જતી રહી. એ વાસણ સાફ કરવા લાગી તો જે વાસણ સાફ કરતી જાય તેમ ફરી-ફરીને ગંદા થઈ જાય. આ જોઈ તેને થયું કે નક્કી બેલા છે.તેણે નજર ઉંચી કરી ...Read More

14

બેલા:એક સુંદર કન્યા - 14

ઋષિએ મનીષાને હનુમાનદાદાનું લોકેટ આપ્યું અને કહ્યું આ હંમેશા તારી સાથે રાખજે.એમ કહી મનીષાના ગળામાં બાંધી દીધુ.જ્યાં સુધી હનુમાનદાદા સાથે છે ત્યાં સુધી બેલા તારું ખરાબ નહીં કરી શકે.પરંતુ બેલા ગુસ્સામાં મનીષાનું તો નહીં પણ નેહડાવાસી ઉપર વરસાદ વરસાવી રહી. પુષ્કળ વરસાદ થોડી જ વારમાં વરસવા લાગ્યો.ઋષિ પણ તળેટીમાં ન જઈ શક્યા.પુષ્કળ સાંબેલાધાર વરસાદ આવવા લાગ્યો.નેહડાવાસીઓના ઘર તણાવા લાગ્યા.બેલાનું વિકરાળ સ્વરૂપ બધા જોઈ રહ્યા.બધા બેલાંને મનાવી રહ્યા પરંતુ બેલા કોઈનું માનવા તૈયાર નથી. બેલાની એકમાત્ર ઈચ્છા મનીષાનો જીવ લેવો.મનીષાની જિંદગીને તબાહ કરી દેવી.મનીષાએ દીપકને પ્રેમ કરવાની ભૂલ કરી છે.તે નેહડાવાસીઓને કહી મનીષાને હનુમાનદાદાનું લોકેટ કાઢી નાખવા માટે કહોને બેલા ...Read More

15

બેલા:એક સુંદર કન્યા - 15

બેલા એ ભયાનક રૂપ ધારણ કર્યું.દીપડો બની એક પછી એક નેહડાવાસી ઉપર હુમલો કરવા લાગી.બેલા એ પોતાના આગળના પંજા એક બાળકને પકડી લીધું. ત્યાં જ દિપક જોરદાર એક લાકડું પાછળથી બેલાને માર્યું.દીપડો દુર ફેંકાય ગયો.ફેંકવાની સાથે જ બેલા પોતાના રૂપમાં આવી ગઈ.એ માંડ-માંડ ઊભું થવાની કોશિશ કરી રહી.દિપક એ બાળકને તેડી બેલાને કહ્યું બેલા હવે તું નહેડાવાસીઓ વચ્ચે ક્યારેય નહી આવતી. તું મને પ્રેમ કરે છે એમ કહે છે??? એ રડી પડ્યો.આવો પ્રેમ બેલા...!!!!તું આવી છે?હું તને નથી ઓળખતો.હું માત્ર મારી ભોળી બેલાને જ ઓળખું છું. જેની સાથે મેં મારા ઉજ્જવળ ભવિષ્યના સપના જોયા છે.આવી ખતરનાક બેલા મારી નથી.આવી ...Read More