BELA:-EK SUNDAR KANYA - 11 books and stories free download online pdf in Gujarati

બેલા:એક સુંદર કન્યા - 11

દિપક ઘરે જઈ પોતાની પાસે રહેલા હનુમાન દાદાના લોકેટને પોતાના ગળામાં નાખ્યું.પછી એ બગીચામાં આંટો મારવા માટે નીકળ્યો. મનોમન હનુમાન ચાલીસા બોલી રહ્યો.ધીરે-ધીરે છુપાતા પગલે એ છેક ઝરણા પાસે સંતાઈને ઊભો રહ્યો.

રાત્રીના બાર વાગ્યા છે.પેલા ઝરણા પાસે આવી ધીરે-ધીરે પ્રકાશ દીપકને દેખાયો.એ પ્રકાશે દીપકની આંખોને આંજી દીધી.ધીરે-ધીરે પ્રકાશ ઓસરતો ગયો.પ્રકાશમાં રહેલી બેલા:એક સુંદર કન્યા દેખાવા લાગી.તેને જોઈ દીપકે પોતાના મો આડા હાથ મૂક્યા.

દીપકને બગીચામાં જતો જોઈ મનીષા પણ સંતાઈ સંતાઈને તેની પાછળ આવી રહેલી.મનીષાને કશું ન દેખાયુ.તેણે દીપકને સંતાયેલો જોયો.એ પણ તેની બાજુમાં આવી ઊભી રહી.

એ ધીરેથી બોલી દિપક શું જોવે છે?દિપકે મનીષા મો ઉપર હાથ મૂક્યો.બેલાને જોઈ હોય એવું લાગ્યું.એ આમતેમ દોડી કોઈના અવાજને સાંભળીને શોધવા લાગી.પોતાના હાથમાં રહેલ હનુમાન દાદાની મૂર્તિને મનીષાના હાથમાં મૂકી પછી....

ભૂત પિશાચ નિકટ નહિ આવે,
મહાબીર જબ નામ સુનાવૈ,
નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમંત બલબીરા બોલવા માટે કહ્યું.

મનોમન મનીષા બોલી ગઈ એટલે તેને પણ હવે બેલા દેખાવા લાગીને બેલાને જોતા જ મનીષા ડરી ગઈ જોરથી ચીસ પાડી.એ ત્યાં જ બેભાન થઈ પડી ગઈ.

બેલા અવાજની દિશામાં આવી.દિપક મનીષાને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યો.મનીષા.. મનીષા.. મનીષા.. ઊભીથા.

ત્યાં આજે બેલા બાજુમાં આવી પોતાનું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું.વાળ છૂટા થઈ ઉડવા લાગ્યા.બંને બાજુ લટ ઉડવા લાગી.આંખોમાંથી જાણે અગ્નિ વરસી રહ્યો હોય તેવી લાગી રહી.એક રાક્ષસની જેમ બેલા વર્તી રહી. દિપક ઝાડના થડને ચીપકી ગયો ત્યાં લપાઈ ગયો.

બેલા દીપકની નજીક આવતી ગઇ. દિપક બેલા સામે રહેલું મો સાઈડમાં કરી રહ્યો.આંખો બંધ કરી રહ્યો ત્યારે બેલા દીપકને ટચ કરવા ગઈ કે હનુમાનજીના લોકેટને કારણે તે દૂર ફેંકાઈ ગઈ....

ત્યાંથી એ માંડ-માંડ ઊભી થઈ.અચ્છા... તો તું જાણી જોઈને અહીં મને જોવા માટે આવ્યો છે.ખૂબ જ ગુસ્સામાં દીપક...બોલ્યો...દિપકથી રડાઈ ગયું, શ્વાસ રૂંધાતા હતા. હા,બેલા બધા લોકો તારા વિશે વાત કરતા હતા તું ઝરણાને કાંઠે આવે છે એટલે હું તને જોવા માટે અહીં આવ્યો.બીજું બે બાળકો મળતા નથી.એ ક્યાં છે????નેહડાવાસીઓ ગોતે છે.

બેલા રાક્ષસી અટ્ટહાસ્ય કરતા બોલી.હું કાર કરતા બોલી ખૂં... ન....ખું... ન.પી ગઈ.જ્યાં વૃક્ષ પાછળ છે.એમ કરી અટ્ટહાસ્ય કરવા લાગી .દિપક હેબતાઈ ગયો.બેલા એ સ્વાર્થ માટે...જજજીવ લીધો....એ બોલી..

દિપક મને તારા ઉપર વિશ્વાસ છે.તારા દિલમાં તારી જિંદગીમાં મારી ધડકનમાં હું એક જ છું. પરંતુ આ મનીષા વારંવાર આપણા બંને વચ્ચે કેમ આવે છે??હું દોઢ વર્ષથી તારાથી અલગ થઈ ગઈ તેમ છતાં તું દરરોજ નદી કાંઠે બેસે છે.મને યાદ કરે છે.આજે તું મને સાંભળી શકે છે.આજે તું મને જોઈ શકે છે તેનું કારણ આ હનુમાનદાદા છે.

દોઢ વર્ષથી તારી સામે ઊભી છું.તું મને જોઈ શકતો નહોતો. કેમકે તારી પાસે હનુમાનદાદા નહોતા.મેં તને કેટલી વાર કહેવાનો પ્રયત્ન કર્યો.પરંતુ તું મને સાંભળી શકતો ન હોવાથી તું હનુમાનદાદા લઈને ક્યારે આવ્યો જ નહીં.મારા ગયા પછી તે હનુમાન દાદાનું લોકેટ પણ મૂકી દીધું. મેં જ તને ગિફ્ટ કરેલું.

હું દરરોજ વિચારતી કે તે શા માટે લોકેત કાઢીને મૂકી દીધુ?પરંતુ આજે તું મારું જ લોકેટ પહેરીને અહીં આવ્યો.હવે તું મને જોઈ શકે છે.હવે તું મને સાંભળી શકે છે.

હા ,બેલા હું તને જોઈ શકું છું. હું તને સાંભળી શકું છું. પરંતુ બેલા..તે બે માસૂમ બાળકોનો જીવ તારી શક્તિ વધારવા લીધો. આપણા નેહડા વાસીઓને પરેશાન કરવાનું કારણ શું???આપણા લોકો છે.

બેલા ફરી વખત ગુસ્સે થઈ એ બોલી.આ બધું થવા પાછળનું કારણ મનીષા છે કેમકે મનીષા તને પ્રેમ કરે છે.તને ચાહે છે.જ્યારે તું તેના જોડે દોઢ વર્ષથી ખૂબ જ રહે છે.જે મને બિલકુલ પસંદ નથી.તું શું સમજે છે તે મને આપેલું વચન તું ભૂલી જઈશ તો ચાલશે???

ક્યારેય નહીં ચાલે.તારે મને આપેલું વચન પાળવું પડશે.તારી જિંદગીમાં કોઈ છોકરી નહીં આવે.તું કોઈને પ્રેમ નહીં કરે.હું જ હંમેશા તારી ધડકન બનીને રહીશ.તો પછી મનીષાની નિકટ આવવાનું કારણ શું???બેલા ગુસ્સે થઈ દીપકને પૂછી રહી.

ત્યારે દિપક બોલ્યો બેલા હું મનીષાને પ્રેમ કરતો નથી કે ના મનીષા મને પ્રેમ કરે છે.આ વાતની મને પણ ખબર નથી અને મનીષાને પણ ખબર નથી.તો પછી મનીષાને હેરાન કરવા પાછળનું કારણ શુ???

ત્યારે બેલા ગુસ્સે થઈ ફરી વખત બોલી તું તેના મનની વાત નથી જાણી શકતો.પરંતુ મનીષાના મનમાં અને દિલમાં માત્રને માત્ર તું જ છે.હું મનીષાને નહીં છોડું ક્યારેય નહીં થોડું તું યાદ રાખજે.

દિપક ગુસ્સો કરતા બોલ્યો બેલા તે બે માસૂમ બાળકોનો જીવ તારી રાક્ષસી શક્તિ વધારવા લીધો છે.હું તને ક્યારેય માફ નહીં કરું.હું જે બેલાને પ્રેમ કરતો હતો એ તું નથી.


Share

NEW REALESED