BELA:-EK SUNDAR KANYA - 1 books and stories free download online pdf in Gujarati

બેલા:એક સુંદર કન્યા - 1

બેલા:એક સુંદર કન્યા..


સૂર્યના કેસરી કિરણો ધરા પર પથરાઈ ગયા.જંગલમાં ચારેય તરફ પક્ષીઓનો કિલકિલાટ સંભળાઈ રહ્યો. જંગલી માંસાહારી પ્રાણીઓ પોતાના ખોરાકની શોધમાં નીકળી પડ્યા.અમુક પ્રાણી હજુ આરામ ફરમાવી રહ્યા. સાપ તેમજ બીજા જીવડાં પણ આમતેમ ફરી રહ્યા છે.દરેક જીવને ખોરાકની જરૂર છે.લગભગ,સવાર-સવારમાં જ દરેક જીવ પોતાના ખાવાપીવાની વ્યવસ્થા કરતું હોય છે.બસ એવું જ જંગલમાં ચાલી રહ્યું.


છેલ્લા એક વર્ષને છ એક મહિનાથી નેહડા વાસીઓની શાંતિ હણાઈ ગઈ.નેહડા વાસીઓની સંખ્યા લગભગ 350 આસપાસ.તેમાં બાળકો પુરુષ સ્ત્રી બધું જ આવી જાય.


છ સાત ઘર નજીક નજીક હોય તો અડધો કિલોમીટર દૂર બીજા 6/7 ઘર. એવી રીતે નેહડાવાસી પોતાના કુટુંબમાં રહે.એક ગોળાકાર સમૂહ.વચ્ચે નેહડા વાસીઓનો સ્વર્ગથી પણ સુંદર, રળિયામણો બગીચો તૈયાર કર્યો છે.આંખને ગમે તેવો, મનને શાંતિ પમાડે તેવો, દિલને ખુશ કરી દે તેવો આ બગીચો.


મૂળભૂત વ્યવસાય પશુપાલન તેમજ ફળ-ફૂલની ખેતી.પહેલા જંગલી પ્રાણીઓની બીક લાગતી.હવે તેની વ્યવસ્થા તો કરી.પરંતુ હવે થોડા સમયથી કંઈક અજાણ્યા અવાજો સંભળાય,કોઈ રડતું હોય એવું સંભળાય, એક સુંદર કન્યા સજી-ધજીને આંટા મારતી દેખાય.


નેહડા વાસીઓ હજુ પણ આ રહસ્યને સમજી શક્યા નથી.જાણી શક્યા નથી.જે ખરેખર આ બધું થાય છે તે પાછળનું કારણ શું છે??બગીચામાં જે લોકોને અજાણ્યા અવાજ, એક કન્યાનો રડવાનો અવાજ કે એ કન્યા દેખાય તે લોકોએ હવે બગીચામાં જવાનું બંધ કરી દીધું છે.પરંતુ અમુક લોકો હજુ પણ માનવા તૈયાર નથી. ખરેખર આ બગીચો શાપિત થઈ ગયો છે કે પછી બગીચામાં આ બધું થવા પાછળનું રહસ્ય શું છે???


નેહડા વાસીઓ અહીં શાંતિ મેળવવા માટે, પોરો ખાવા (ફ્રેશ થવા)માટે,આરામ કરવા માટે પોતાના બનાવેલા આ બગીચામાં આવે.જ્યારે કોઈ સહ પરિવાર આવે. બગીચામાં જમે,આટા મારે, બગીચાની મરમ્મત કરે કે વૃક્ષોની ડાળે બાંધેલા હીંચકમાં નિરાતે સુવે. આ બધું જ હણાઈ ગયું.


જેટલા લોકોને અનુભવ થયા એ પોતાના પરિવારમાં વાતો કરે.એ વ્યક્તિની વાત સમૂહમાં રહેતા છ થી સાત ઘરના લોકો સાંભળે.કોઈ વિશ્વાસ કરે તો કોઈ વિશ્વાસ ન પણ કરે.કોઈ કહે જમાનો ખૂબ જ આગળ વધી ગયો. આવું ન વિચારવું જોઇએ.તારા મનનો વહેમ છે તો કોઈ કહે તારા મનમાં ડરામણો વિચાર હોય તો પણ એવું થયું હોય.


લોકોના મનમાં હજુ પણ શંકા છે કે ખરેખર કોઈ સુંદર કન્યા બગીચામાં આંટા મારે છે કે જે 45 થી 50 લોકોને અનુભવ થયા એ સાચું બોલે છે કે પછી કોઈએ ઉપજાવી કાઢેલુ છે?? હજુ કોઈને ખબર નથી કેમકે ક્યારેક કોઈ મશ્કરી કરવા માટે મજાક કરવા માટે પણ આવું કરી શકે.આવું પહેલીવાર નથી થયું.


આ પહેલા બે વાર પણ કોઈ મજાક ઉડાવેલી કે જંગલમાં ભૂત થાય છે.એક આધેડ વ્યક્તિએ બીજાને ડરાવવા માટે આવું કહેલું તો બીજીવાર એક યુવાને પણ આવી વાત વહેતી મૂકેલી.પરંતુ આ વખતે વાત બગીચાની છે.એ સમયે માત્ર વાતો થતી.કોઈએ કહ્યું નહોતું કે ભૂત જોયું છે.


આ વખતે 20એક વ્યક્તિ તો એવું કહે છે કે તેણે બગીચામાં સુંદર કન્યાને આટા મારતા જોઈએ છે તો 15 જેટલા વ્યક્તિ એવું કહે છે કે તેમણે રડવાનો અવાજ સાંભળ્યો તો બીજા 10 જેટલા વ્યક્તિ એવું કહે છે કે ડરામણો અવાજ સંભળાય છે.


જ્યારે કોઇએ અફવા વહેતી કરી ત્યારે આવી વાતો નહોંતી થતી.માત્ર એટલું જ કહેવાતું કે ભૂત થાય છે. પરંતુ આ વખતે કોઈ કહે સુંદર કન્યા દેખાય છે. કોઈ કહે ડરામણો અવાજ સંભળાય છે તો કોઈ કહે રડવાનો અવાજ સંભળાય છે.ખરેખર સત્ય શું છે???બધા અજાણ.


બગીચામાં એક કુદરતી ઝરણું વહે છે.દિપક એક મોટા પથ્થર ઉપર બેઠો-બેઠો ઝરણાના મીઠા પાણીમાં કાકરા ઘા કરી રહ્યો.કોલેજીયન છે.હવે નેહડાવાસી પણ પોતાના સંતાનને ભણાવવા લાગ્યા છે.લગભગ જંગલમાંથી એક-દોઢ કિલોમીટર પછી તળેટી આવે અને તળેટીમાંથી ત્રણ કિલોમીટર દૂર એક ખૂબ મોટી કોલેજ આવેલી છે ત્યાં દિપકે કોલેજ પૂરી કરી.


હોશિયાર છોકરો.સરકારી નોકરી મળી જાય એટલો હોશિયાર.હજુ પણ એ ઘરે બેઠા વાંચન કરે છે.તેમ છતાં તેના મનમાં વાંચન કરતા બીજા બધા વિચારો વધારે આવે.મન એવું કહે છે નેહડા વાસીઓથી દૂર થવું નથી. નોકરી મેળવવી નથી.


જ્યારે દિલ એવું કહે છે પોતે નોકરી મેળવશે તો એ નેહડાવાસીઓના બાળકોને આગળ લાવી શકશે. નહિતર નેહડાવાસીના છોકરા પશુપાલનના વ્યવસાયમાં જ રહેશે.આ વ્યવસાયમાં કોઈ ખોટ નથી.સારી કમાણી થાય છે. તેમ છતાંય માનવ સમાજથી દૂર અહીં રહેવું પડે છે.રહેવામાં પણ કોઈ ખોટ નથી.પ્રકૃતિના ખોળે કુદરતી સૌંદર્યની વચ્ચે રહેવાની મજા છે.પરંતુ રોજ ઊઠીને એક ડર સતાવે રાત્રે સુતા પણ એક ડર સતાવે ઈશ્વર સલામત રાખશે કે નહીં???કોઈ જંગલી પ્રાણી આવીને પોતાનો કોળિયો ન બનાવી લે


જ્યારે માનવ સમાજમાં આવો કોઇ ડર નથી.


મન કેટલાય વિચારોથી ઘેરી વળેલુ છે.ત્યાંજ પાછળથી મનિષા આવી. ધીરે ધીરે પગલે આવીને દિપકની આંખો બંધ કરી.દીપકને ખબર મનીષા સિવાય આવી મજાક કોઈ ન કરી શકે.દીપકને ટચ કરવાનું સાહસ નેહડાવાસીઓની એક પણ છોકરીઓમાં નથી.


મનીષા મનીષા દીપક જોડે કોલેજ કરતી. લગભગ 7/8છોકરા-છોકરીઓ કોલેજ કરતા.છોકરાઓની કોલેજ પૂરી થઈ ગઈ.હવે પશુપાલનના વ્યવસાયમાં માતા-પિતાની જોડે જોડાઈ ગયા.


દિપક ખુબ જ શાંતિ પૂર્વક લાંબા લહેકે બોલ્યો મની...ષા. મનીષા નખરા કરતા બોલી તું મને કેમ ઓળખી જાય છે??? એમ કહી દીપકની બાજુમાં બીજો એક મોટો પથ્થર છે ત્યાં બેસવા ગઇ.મનીષાનો પગ લપસ્યો એ સીધી દીપક ઉપર લપસીને પડી.


દીપક અને મનીષા થોડી વાર માટે એકબીજાને નિહાળી રહ્યા.દિપક હજુ પણ અશાંત છે.પરંતુ મનીષાના મનમાં દીપકને ટચ કર્યાની ખુશી.થોડી શરમાઈ ગઈ.તેમ છતાંય એકીટશે એકધારી ટગર- ટગર દીપકને નિહાળી રહી.


પોતાના ઉપર રહેલી મનીષાને પકડી પોતે ઉભો થવાની કોશિશ કરી રહ્યો.એક બે પ્રયત્ન કર્યા. દિપકથી ઉભું ન થવાયું એટલે તેણે મનીષાને હલબલાવી બોલ્યો મનીષા.. મની...ષા જોરથી બોલ્યો.મનીષા ફટાફટ ઊભી થઈ બાજુના પથ્થરો પર બેસી ગઈ.દીપક પણ વ્યવસ્થિત બેસી ગયો.


મનીષા બોલી શું વિચારે છે??? ભણવા માટે તુજે કોઈ નિર્ણય લે તે મને કહેજે.દિપકનું ધ્યાન હજુ પણ મીઠા વહેતા ઝરણા ઉપર એ બોલ્યો


હવે ભણવાનો મારો બિલકુલ વિચાર નથી. 1 વર્ષ મેં માંડ માંડ પૂરું કર્યું.તેનું કારણ તું જાણે છે.મનીષા દીપકની બાજુમાં આવી બેસી તેના ખભા ઉપર હાથ મૂકીને બોલી દિપક હું જાણું છું.તારી બેસ્ટ ફ્રેન્ડ બેલા......જ્યારથી......


તારું મન સદાય વિહવળ રહે છે.તેમ છતાય તે લાસ્ટ યર ફસ્ટ કલાસ સાથે કર્યું છે.


દિપક મનીષા સામે જોઇ બોલ્યો તારા કારણે.અગર તું ન હોત તો આ શક્ય ન હતું. તું મારી જીંદગીનો સહારો બનીને આવી.


મનીષા એકદમ વ્યવસ્થિત બેઠી હોવા છતાય તેનાથી લપસી જવાયું.ફરી એક વખત દિપકે તેનો હાથ પકડી લીધો.તેને પડવા ન દીધી.એ બોલ્યો મનીષા તારી તબિયત ઠીક છે????મનીષાના કપાળને હાથ ચેક કરી બોલ્યો.કેમ આમ તારાથી બીજીવાર લપસાઈ ગયું???


આઈ ડોન્ટ નો દિપક.હું એકદમ વ્યવસ્થિત બેઠી હોવા છતાંય લપસી ગઈ.હું ખુબ જ શાંતિ પૂર્વક પગ મૂકતી હોવા છતાંય લપસી ગઈ.ખબર નહિ આવું કેમ થાય છે??? હું અહીં આવી ત્યાં સુધી તો બધું જ બરાબર હતું.


કશો વાંધો નહીં.પરંતુ થેન્ક્યુ સો મચ. મનીષા મનીષાના બન્ને હાથ પકડી દિપક બોલ્યો તારા કારણે હું લાસ્ટ યર કમ્પ્લીટ કરી શકયો.તું ગ્રીન ડ્રેસમાં મસ્ત દેખાઈ છે.સુંદર મનીષાના વખાણ કર્યાં.


થેક્યું સો મચ.


ત્યાં જ અચાનક લીમડાના વૃક્ષ પરથી એક પાતળી મીડીયમ લંબાઈની કાંટાવાળી ડાળખી મનીષાના ખોળામાં પડી.બન્ને એ ઉપર જોયું.પછી મનીષા તેને પકડી ફેંકવા ગઈ કે ડ્રેસ ફાટી ગયો.


આ બધું થવાનું રહસ્ય જાણવા માટે જોડાયેલા રહો.