BELA:-EK SUNDAR KANYA - 10 books and stories free download online pdf in Gujarati

બેલા:એક સુંદર કન્યા - 10

દિવસ આથમવા જઇ રહ્યો.અસુરી શક્તિઓની શક્તિ વધી ગઈ.બેલા ફરી એક વખત બગીચામાં આવી એક સુંદર કન્યા બની,બગીચામાં આંટા મારવા લાગી. બગીચામાં રહેલા માણસોને તડપાવવાનું નક્કી કર્યું.તેણે પાછું પોતાનું ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું.ચાર રાક્ષસી દાંત મોટા થઈ ગયા.ખુલ્લા વાળ ઉડવા લાગ્યા.ચહેરો લાલચોળ.એ જગ્યાએ બે માણસો ઉભેલા ત્યાં જઈ બેલાએ જોરદાર ચીસ પાડી.સાંભળી એ બંને માણસે બેલા સામે જોયું ત્યાં જ બંને બંનેના હૃદયના ધબકારા વધી ગયા.બંને દોડવા લાગ્યા,બેલા જોર-જોરથી હસી રહી.

ત્યાંજ બીજી આસુરી શક્તિ એ આવીને કહ્યું આટલા સમયથી આત્મા હોવા છતાંય તે ક્યારેય અમારા વારંવાર કહેવા છતાંય.તે આસુરી રૂપ ધારણ ન્હોતું કર્યું.પરંતુ તે બેવાર સ્વરૂપ ધારણ કર્યું.હવે તારે કિંમત લોકોને તડપાવી,હેરાન કરી જીવ લઈ ચૂકવવી પડશે.

બેલા ખૂબ જ ગુસ્સામાં બોલી હવે હું એ બધુંજ કરીશ જે નહોતું કરું.એ બધું જ તમે જઈ શકો છો.એમ કહી એ બરાડા પાડતી પહોંચીને બે રમત રમતા બાળકોનું લોહી પી ગઈ.એ ત્યાં જ મૃત્યુ પામ્યા.કોઈને ખબર ન પડી.

ફરી વખત બેલાએ વધારે ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું.સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈ.બિહામણું સ્વરૂપ ધારણ કરી,બીજા માણસો પાસે પહોંચી.એ લોકો વાતો કરી રહ્યા હતા.

આજે બપોર પછી આખો દિવસ કામમાં થાકી જવાયું.સવારના વાવાઝોડાએ આપણા સુખ શાંતિ હરી લીધા.એક માણસ બોલ્યો.બીજા એ હા ભેળવી. ત્યાં જ ....

પોતાના ભયાવહ સ્વરૂપ સાથે બેલા ત્યાં ચાલી રહી ઉંધી ફરી ધીમે- ધીમે ચાલી રહી.પેલા બે સાવધાન થઈ ગયા. ધીમે-ધીમે બેલા બાજુ જવા લાગ્યા.બેલા ઊંધી ફરીને હસી રહી.એ લોકો નજીક આવતા જ અચાનક બેલા આગળ ફરી એટલે એ બન્ને અલગ-અલગ દિશામાં ભાગવા લાગ્યા.

બેલા તેની પાછળ પાછળ જઈ તેને ડરાવવા લાગી. ચારે બગીચામાંથી ભાગી બહારની બાજુ આવ્યા.તેની સામે બે છોકરા મળ્યા એક બોલયી ..અંદર બગીચામાં જતા....

બીજો અચકાતા-અચકાતા બોલ્યો બેલાનું ભૂત થાય છે. બગીચામાં એ નાચી રહી છે.તેનું સ્વરૂપ ભયાવહ છે એવું લાગે છે જાણે નેહડાવાસીઓનો નાશ કરવા આવી છે.

એ યુવાનો એ આ બંનેનું માન્યું નહીં.એ બંને એવું કશું ન હોય ભૂત-બુત. વહેમ છે એમ કહી એ અંદર આવ્યા. ઝરણા પાસે આવીને બેસી ગયા.વાતો કરવા લાગ્યા. હરકોઈ આજે કામની જ વાતો કરે છે.બેલાએ વાવાઝોડું કરી નેહડાવાસીઓના ઘર,રહેણાંક વિસ્તાર અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું.

એ શાંતિથી બેઠા ત્યાં જ એક યુવાન પાણી પીવા માટે ઉભો થયો.ઝરણામાંથી પાણીનો ખોબો ભર્યો ત્યાં જ પાણીમાં બેલાનું પ્રતિબિંબ જોયું કે ખોબો વિખાઈ ગયો. પાણી હવામાં ઉછળી ગયું.એ પાછળ જવા ગયો તો પથ્થરને કારણે તેનાથી પડી જવાયું.થોડી દુર પથ્થર ઉપર બેસેલા માણસ સામે જોઈ. બેલા એ એક ચીસ નાખીએ પણ ઉભો થઈ ત્યાંથી ભાગવા લાગ્યોપેલો પડી ગયેલો માણસ ઊભો થઈ ફરી વખત ભાગ્યો.

રાત્રી સભા ભરાય.સભામાં તમામ વ્યક્તિઓ હાજર.8-10 જણાને બેલા દેખાય.બધાએ પોતાની સાથે જે કંઈ બન્યું એ જણાવ્યુ.

દિપક આ વાત માનવા તૈયાર નહીં.એ તરત જ બોલ્યો હું સાચું નથી માગતો.બેલા શા માટે તમારીપાસે આવે ???આવે તો પણ એ આપણને બધાને ડર આવે એવું હું નથી માનતો.

બેલા ત્યાં ઉભી છે એ સાંભળી રહી.એ દિપકની નજીક આવી.પોતાની બાહોમાં લઈ બોલી તને મારા ઉપર કેટલો બધો વિશ્વાસ છે પછી એ નખરા કરતા બોલી એ લોકો સામે આંગળી ચીંધીને બોલી આ બધા જૂઠું બોલે છે. મેં કોઈને નથી ડરાવ્યા.

જો ને દિપક આ બધા મને કેટલા હેરાન કરે છે.તો તું દિવસની જેમ નહીં કરતો.મને રજતના હાથમાંથી નહોતી છોડાવી.પરંતુ આ લોકોના હાથમાંથી તો છોડાવ. પરંતુ દિપક બેલાનું સાંભળી શકે એવી કોઈ પરિસ્થિતિમાં નહીં.

બેલાના બાપુ મુખી બોલ્યા હું પણ દીપક સાથે સહમત છું.મને નથી લાગતું કે મારી બેલા તમને લોકોને પરેશાન કરે.એ પોતાના બાપુની બાજુમાં ગઈ.

બાપુનો હાથ પકડી બોલી બાપુ તમને મારા પર કેટલો બધો વિશ્વાસ છેને તમારી ઈજ્જત આબરૂને બચાવી લીધા.બાપુ હું ખરાબ નથી,બાપુ હું ખરાબ નથી.પણ હું દીપકને કોઈને સોપીશ પણ નહીં.